Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 286
________________ રાજવીઓ હાજર રહીને ધન્યતા અનુભવી રહ્યા. તીર્થોદ્ધારના પ્રારંભથી પ્રતિષ્ઠા સુધીના વચગાળામાં દંડનાયકે ઉદારતાથી જે ધનવૃષ્ટિ કરી હતી, એ ધનવૃષ્ટિથી આબુના એક વખતના વિરોધી બ્રાહ્મણો સારી રીતે પરિચિત હતા. એમાં વળી પ્રતિષ્ઠાના એ સમયે બ્રાહ્મણોને જે દાન મળ્યું, એથી તો આ “તીર્થોદ્ધાર'ને ઊની આંચ પણ ન આવવા દેવાની સ્વયંભૂ પ્રેરણાથી એઓ પ્રતિબદ્ધ બન્યા. દેલવાડાનાં એ દહેરાંઓમાં પ્રભુજીની એ પ્રતિષ્ઠાનો અને ધ્વજદંડ તેમજ કળશ-ઈંડાના સ્થાપનનો મહોત્સવ પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના મંગળ વાસક્ષેપપૂર્વક એવી ભવ્યતાપૂર્વક ઊજવાવા પામ્યો કે, આ મહોત્સવ તીર્થોદ્ધારની સાથે તીર્થોદ્ધારકની કાર્યસિદ્ધિની પણ એક યશકલગી બની ગયો. દંડનાયકનું એક ચિરદષ્ટ સ્વપ્ન એ દહાડે ફળ્યું અને આબુનાં ગિરિશિખરો પર ભવસાગર તરવાની એક નૈયાના રૂપમાં એક વિરાટ મંદિરાવલિ વહેતી મુકાઈ. – ૦ – ભવસાગરને તરવાની તૈયાઓ તો આબુના એ ગિરિશિખરે વહેતી મુકાઈ ગઈ ! પણ આટલામાત્રથી જ કંઈ તીર્થોદ્ધારનું એ વિરાટ કાર્ય પૂર્ણ નહોતું બની જતું ! આ નૈયાઓ બરાબર વહેતી રહે, એના શિલ્પ સચવાઈ રહે, એમાં ઉત્તરોત્તર શુદ્ધિ-વૃદ્ધિ થતી રહે અને તારક આ તીર્થ વર્ષોનાં વર્ષો સુધી યાત્રિકોને પ્રબળ ધર્માલંબન પૂરું પાડતું રહે, એ માટે ભાવિનેય નજરમાં રાખીને કોઈ આયોજન કરવાનું મહત્ત્વનું કર્તવ્ય અદા કરવામાં દંડનાયક શ્રી વિમલ પાછા પડે એવા નહોતા. ભૂમિની ખરીદીથી માંડીને શિખર પર ધ્વજ લહેરાતો મૂકવા સુધીના તીર્થોદ્ધાર સંબંધી કાર્યમાં અઢાર કરોડ અને ત્રેપન લાખ રૂપિયાનો વ્યય થયો હતો, છતાં હજી ઓછું ખર્ચાયાનો અસંતોષ અને શેષ રહેલા પરિગ્રહની પાપાત્મકતા જેમને ડંખી રહી હતી, એ ૨૭૪ ૬ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306