Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 297
________________ હોય, ત્યાં કલમને તો આવી સફળતા ક્યાંથી સાંપડી શકે ? છતાં ૫૦૦ વર્ષની સમયાવધિ બાદ આબુના આંગણે ઊજવાયેલા એ પ્રતિષ્ઠા-પ્રસંગની નેત્રદીપક થોડીક વિરલ વિશેષતાઓનો ઉલ્લેખ આત્મસંતોષ ખાતર પણ કરવો જ રહ્યો. • પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વાણીની વેધકતા અને પ્રભાવકતા સૂચવતો એક પ્રસંગ પ્રતિષ્ઠાના દિવસો દરમિયાન બની ગયો. મુખ્ય મંદિરોના સુવર્ણથી રસેલ ધ્વજદંડ અને કળશો પેઢીએ દેવદ્રવ્યમાંથી બનાવરાવ્યા હતા. પૂજયશ્રીને થયું કે, આવા મહાન પ્રસંગે તો દાન-લાભ લેવાની હોડ અને દોડ જામે ! માટે સભામાં આ વાત રજૂ થાય, તો ધ્વજદંડ ને કળશનો સ્વદ્રવ્યથી લાભ લેનારા અચૂક મળી આવે. પેઢીના આગેવાનોનું આ વિષયમાં ધ્યાન ખેંચીને પૂજ્યશ્રીએ પ્રવચનમાં ફરમાવ્યું કે, ધ્વજ-દંડ અને કળશોના નિર્માણનો લાભ લેવા આવા પ્રસંગે તો રસાકસી જામે. ભગવાનના આટલા બધા ઉદાર ભક્તો જ્યાં ભેગા થયા હોય, ત્યાં ધ્વજદંડ આદિનું નિર્માણ સ્વદ્રવ્યથી કરવાની ભાવના ધરાવતા ભાવિકો ન મળી આવે શું? જૂના કાળમાં મંદિરોની જેમ ધ્વજ-દંડ કળશાદિ નિર્માણનો લાભ પણ સ્વદ્રવ્યથી જ મોટે ભાગે લેવાતો. આ આદર્શ આજે ભુલાતો જાય છે, છતાં તમે બધા ભક્તો જો ધારો, તો આવો આદર્શ ફરી જીવંત બનાવી શકો. આ વેધક વાણી એકદમ ધારી અસર કરી ગઈ અને તરત જ ૧૦ ભાગ્યશાળીઓ સ્વદ્રવ્યથી આ લાભ લેવા ઊભા થઈ ગયા. આની પુણ્યઅસર એવી થવા પામી છે, જે જે ભાગ્યશાળીઓને દેરીઓની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો હતો, એ ભાગ્યશાળીઓએ પણ પોતપોતાની દેરી પર પ્રતિષ્ઠિત થનારા કળશ ધ્વજદંડાદિનો લાભ સ્વદ્રવ્યથી લેવાની ભાવના વ્યક્ત કરી, આવી સ્વયંભૂ ઉદારતા દાખવનારા એ ભાગ્યશાળીઓને સમગ્ર સભાએ, વસરાઈ ગયેલા આદર્શને પુનર્જીવિત કરનારા પુણ્યશાળીઓ તરીકે એકી સ્વરે વધાવી લીધો. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૫

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306