Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 301
________________ જનસત્તા” જેવાં દૈનિકોએ પણ પોતાના સમાચારોમાં આબુપ્રતિષ્ઠાના એ પ્રસંગને ઠીકઠીક અગ્રિમતા આપી. આબુનગરપાલિકા દ્વારા લેવાતો યાત્રિકવેરો, પ્રતિષ્ઠાના છેલ્લા મહત્ત્વના ૩ દિવસો દરમિયાન માફ કરવામાં આવ્યો. સરકાર તરફથી અમદાવાદથી આબુરોડ સુધીની ખાસ ટ્રેઇનોની સુવિધા યાત્રિકોને આપવામાં આવી. તેમજ વધુ એસ. ટી. બસો ફાળવવામાં આવી. આકાશવાણી ઓલ ઇન્ડિયા જયપુર કેન્દ્ર પરથી પૂજયશ્રીના નામોલ્લેખપૂર્વક આ પ્રતિષ્ઠાના સમાચારો અનેક વાર રીતે પ્રસારિત કરવામાં આવ્યા. • આ રીતે ૫૦૦ વર્ષો બાદ આબુનાં પાંચેપાંચ જિનાલયોમાં એક સાથે ઊજવાયેલો એ પ્રતિષ્ઠા-પ્રસંગ સ્વયં જ એક ઇતિહાસ બની ગયો. સુવર્ણના અક્ષરોથી અંકિત એ ઇતિહાસમાં એક પછી એક સુવર્ણ પૃષ્ઠો ઉમેરાતાં જ રહ્યાં છે. આબુમાં ઊજવાયેલ ઉપરોક્ત પ્રતિષ્ઠા પ્રસંગ પછી પ્રતિવર્ષ સાલગીરીનો મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઊજવાય છે. પેઢીના પૂરા સાથ-સહકારપૂર્વક પ્રતિષ્ઠાનો લાભ લેનારા મહાનુભાવો તરફથી સાલગીરીનો મહોત્સવ યોજાતો રહે છે. ૦ વિ. સં. ૨૦૪૮ની સાલમાં શ્રી છબીલદાસ સાકરચંદ પરિવારબટુકભાઈ તરફથી ઊજવાયેલ સાલગીરી મહોત્સવ દરમિયાન આબુતીર્થમાં એક અતિ જરૂરી કાર્યનું બીજારોપણ થવા પામ્યું. આબુ જેવા તીર્થમાં વહીવટ આદિનો ખર્ચ મોટો હોય, એ સ્વાભાવિક ગણાય. એની સામે સાધારણ ખાતાની એવી કોઈ સદ્ધર આવક ન હતી. એથી આ તીર્થમાં પરદેશી લોકોને ફોટો-ફિલ્મ આદિ લેવા પર પ્રતિબંધ મૂકી શકાતો ન હતો. કેમ કે આની આવકમાંથી જ તીર્થનો સાધારણ ખર્ચ નીકળતો હતો. તીર્થના વહીવટદારોને અને ભાવિકોને પણ ફોટા આદિની છૂટછાટને કારણે થતી આશાતનાનું દુઃખ તો હતું જ. માટે મહોત્સવ દરમિયાન સાધારણ તિથિની યોજના વિચારાઈ અને રૂપિયા ૧૧૦૦૧ /- ની એક તિથિ નક્કી કરાઈ. મહોત્સવ દરમિયાન સારી સંખ્યામાં તિથિઓ નોંધાયા બાદ આ યોજના મુજબ આજ સુધીમાં મંત્રીશ્વર વિમલ 26 ૨૮૯

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306