Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ લગભગ ૬૫૦ તિથિઓ નોંધાઈ જવા પામી છે. અને આના કારણે ફોટો-ફિલ્મની પ્રવૃત્તિ પર સંપૂર્ણ કડક પ્રતિબંધ મુકાતાં તીર્થ આશાતનાથી મુક્ત બનવા પામ્યું છે. આબુતીર્થના અંતિમ જીર્ણોદ્ધાર બાદ પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં જે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો, એનો પ્રશસ્તિલેખ સંસ્કૃત ભાષામાં “વિમલવસહી મંદિરમાં આરસ પર અંકિત થવા પામ્યો છે અને એ જ પ્રશસ્તિલેખ હિન્દી ભાષામાં લુણવસહી મંદિરમાં આરસ પર અંકિત થવા પામ્યો છે. આ બંને શિલાલેખોમાં પ્રારંભે આબુનાં પાંચેપાંચ જિનમંદિરોની થોડીક ઐતિહાસિક માહિતી દર્શાવ્યા બાદ અંતિમ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાની વિગતો ઉલ્લેખવામાં આવી છે. ઐતિહાસિક માહિતીનો સાર આ પરિશિષ્ટમાં પ્રારંભે જ રજૂ થઈ ગયો હોવાથી માત્ર પ્રતિષ્ઠાને લગતા શિલાલેખનું આ પછી અક્ષરશઃ અવલોકન કરીને સંતોષ માનીએ अर्बुदगिरिमंडनश्रीऋषभदेवस्वामीने नमः बालब्रह्मचारीश्रीनेमिनाथाय नमः प्रगटप्रभावीश्रीचिंतामणिपार्श्वनाथाय नमः चरमतीर्थपतिश्रीमहावीरस्वामिने नमः अनंतलब्धिनिधानायश्रीगौतमगणधराय नमः परमाराध्यपादपद्मेभ्यः श्रीमद् विजयानन्द कमल वीर दान प्रेम रामचन्द्रसूरीश्वर सद्गुरुभ्यो नमः स्वस्ति श्री चरमतीर्थपति त्रिशलानन्दन आसन्नोपकारी श्रमण भगवान श्री महावीर परमात्मा के चरणयुगल से पावन बने हुए इस आबु पर्वत पर विमलवसही, पित्तलहर, लुणवसही, खरतरवसही और श्री महावीर स्वामी के नामों से जगत विख्यात अतिभव्य उन्नत सुन्दर शिल्पकलामय मनोहर पांच श्री जिनमंदिर शोभायमान हो रहे है । अर्बुदाचल शृंगार उपरोक्त ૨૯૦ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306