Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 300
________________ આબુનો આ દાખલો આદર્શભૂત અને અનુકરણીય બની રહે એવો નથી શું? • પ્રતિષ્ઠાદિ વિધિઓની મહત્તા અને એનું રહસ્ય પૂજયશ્રી પ્રવચનમાં એવી રીતે સમજાવતા કે, પ્રતિષ્ઠાદિ પ્રસંગે લાભ લેનારાઓનો હૈયાનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચતો અને એમના મનમાં જાતજાતના મનોરથ પેદા થતા. બધી દેરીઓમાં પ્રતિષ્ઠાનો લાભ લેનારે ધ્વજદંડ-કળશનો સ્વદ્રવ્યથી લાભ લેવાની જાહેરાત કરી, તો એક ભાવિકે ૩-૩ આદેશો લઈને પ્રતિષ્ઠાદિનો લાભ લીધો, એટલું જ નહિ, પોતાને લાભ મળ્યો, એ મંદિરની દીવાલોને આરસથી મઢવાનો તેમજ ઘુમ્મટ વગેરેમાં રંગરોગાન કરાવવાનો લાભ સ્વદ્રવ્યથી લેવાની ભાવના એક ભાઈના હૈયામાં જાગી અને એ લાભ ઉદારતાથી લેવાની એમણે પેઢી સમક્ષ રજૂઆત કરી, ત્યારે જ સૌને વધુ પ્રમાણમાં એ ખ્યાલ આવ્યો કે, આવા પ્રસંગોનું રહસ્ય-મહત્ત્વ જો સમજાવવામાં આવે, તો એથી ભાવોલ્લાસ ને ભાવનાની કેટલી બધી વૃદ્ધિ થઈ શકતી હોય છે ! • પ્રતિષ્ઠા પ્રસંગ દરમિયાન જેઠ સુદ પ્રથમ ત્રીજની સાંજે આકાશમાં એકાએક વાવંટોળ ને વાવાઝોડાનું વાતાવરણ જામ્યું. એથી કેટલાક ટેન્ટો પણ ઊખડી ગયા. યાત્રિકો સલામત જગાએ પહોંચી ગયા. વાવાઝોડાની ગતિ જોતાં આખો પ્રસંગ વેરણછેરણ બની જાય, એવી ભીતિ એક વાર તો જાગી ઊઠી. પણ શ્રી આદીશ્વરદાદા ને શાસનદેવના પ્રભાવે આ વિનાશક વાવંટોળ થોડાંક અમીછાંટણા કરીને જ સમેટાઈ ગયો. જાણે બીજે દિવસે થનાર ચેત્યાભિષેકની પૂર્વભૂમિકા રચવા જ આ રીતે મેઘકુમાર પધાર્યા ને વિદાય થઈ ગયા ! • પ્રતિષ્ઠા પ્રસંગે રાજસ્થાન સરકાર તરફથી પ્રસંગે પ્રસંગે સુંદર સહકાર પ્રાપ્ત થયો. પ્રતિષ્ઠાના દિવસે આબુનાં કતલખાનાં સંપૂર્ણ બંધ રહ્યાં. મુંબઈ-અમદાવાદનાં પ્રસિદ્ધ દૈનિકો ઉપરાંત રાજસ્થાનમાંથી પ્રસિદ્ધ થતાં “રાજસ્થાન પત્રિકા, જલતે દીપ, નવજ્યોત, પ્રતિનિધિ, ૨૮૮ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306