Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ આજે ચડાવાઓમાં અનેક સ્થળે લાખ્ખોની આવક થતી હોય છે, પણ એને ભરપાઈ કરવામાં વર્ષો નીકળી જતાં હોય છે. અને એક દૃષ્ટિએ ઉછામણીના બોલેલા પૈસા વર્ષો બાદ ભરનાર વ્યક્તિના પેટમાં થોડેઘણે અંશે ધર્માદા દ્રવ્ય જતું હોય છે. બોલીના પૈસા મોડા મોડા ભરનારા એનું વ્યાજ આપતા હોતા નથી, આપે તોય એ ઘણું ઓછું આપતા હોય છે. ઘણી વાર તો બોલેલી રકમમાંથી બોલ્યા કરતાં વધુ રકમ જેટલો લાભ રળી લેવામાં આવતો હોય છે. આવી વિષમ પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને પૂ.આ.શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા-પ્રસંગનાં પ્રવચનો દરમિયાન વેધક વાણીમાં ફરમાવ્યું કે, “જેઓ બોલી બોલે, તેમણે તરત જ પૈસા ચૂકવી દેવા, એ પહેલા નંબરની શાહુકારી છે. પરંતુ આજના વિષમકાળમાં વિષમ વ્યવહારને કારણે પાસે પૈસા ન હોય, તો આવ્યા બાદ તરત જ ચૂકતે કરવા જોઈએ, પણ આવેલ પૈસા પોતાના ઉપયોગમાં લેવા ન જોઈએ. મોડે મોડે દેવદ્રવ્યાદિના પૈસા ભરપાઈ કરવાની આજની ખોટી પ્રણાલિકાથી ઘણાના પેટમાં ધર્માદા દ્રવ્ય ગયું છે, એમ કહી શકાય. દુનિયાની શાહુકારી જુદી છે અને જૈનશાસનની શાહુકારી વળી જુદી જ અને અલૌકિક છે. વહેલામાં વહેલી ઉઘરાણી ને મોડામાં મોડી ચુકવણી આને ભલે દુનિયા હોંશિયારી ને શાહુકારી ગણે. પણ જૈનશાસન તો તેને જ શાહુકાર ગણે છે કે, બોલેલા પૈસા જે તરત જ ચૂકવી દે ! આજે શ્રીમંતોની પાસે પણ પોતાના પૈસા પોતાની પાસે નથી. માટે બોલી બોલીને તરત જ આપી શકાય એમ ન હોય, તોય જેવા પૈસા આવે કે તરત જ સૌ પ્રથમ બોલેલા પૈસા ચૂકવી દેવા જોઈએ. બોલી બોલતાં પૂર્વે આવું જાહેર કરવા જતાં કદાચ ઊપજ ઓછી થાય, તેનો વાંધો નહિ. અમારા પ્રતિષ્ઠા પ્રસંગમાં આટલી બધી ઊપજ થઈ, એમ કહેવડાવવાનો અભરખો ન હોય, પણ શાસ્ત્રવિધિ આંખ સામે હોય, તો જ આ વાત પર ભાર મૂકવાનું મન થાય, બોલી બોલતી ૨૮૬ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306