Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 296
________________ શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢીના આગેવાનોની ભાવના આબુતીર્થમાં પ્રતિષ્ઠાદિ પ્રસંગો ખૂબ જ ભવ્ય રીતે ઊજવવાની હતી, એથી તેઓ વિ. સં. ૨૦૩૫ની સાલમાં રાજકોટ નજીક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સેવામાં ઉપસ્થિત થયા અને તેઓશ્રીએ આબુના પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રાદાતા તરીકે પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી. જેનો પૂજ્ય આચાર્યદિવશ્રીએ સ્વીકાર કરતાં પેઢીનો આનંદ નિરવધિ બન્યો. પેઢીની ભાવના પ્રતિષ્ઠાપ્રસંગ અતિભવ્યતાથી ઊજવવાની હતી. એથી પેઢીએ અન્ય અન્ય સમુદાયના અનેક પૂ. આચાર્યદેવાદિ અને મુનિભગવંતોને વિનંતી કરી. પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આબુપ્રતિષ્ઠા પ્રસંગે પધારવાની વિનંતી સ્વીકારી, એથી પેઢીના કાર્યકર્તાઓ તેમજ અનેક સંઘો ઉલ્લસિત બની ઊઠ્યા. પ્રતિષ્ઠાદિની તડામાર તૈયારીઓ થવા માંડી. આ સમાચાર ઠેર ઠેર ફેલાતાં બધે જ આનંદમંગલનું વાતાવરણ છવાઈ ગયું. અને વિ. સં. ૨૦૩૫ના વૈશાખ વદ ૧૦ (૨૧-૫-૧૯૭૯)ના શુભદિને પૂજ્યશ્રીની આબુમાં પધરામણી થતાં આબુના પ્રતિષ્ઠા-પ્રસંગમાં જે રંગ-ચંગ ઉમેરાયો, એ સ્વયં એક ઇતિહાસ બની જવા પામ્યો. આબુના આંગણે ૫૦૦-૫૦૦ વર્ષો બાદ વૈશાખ વદ ૧૦ થી જેઠ સુદ ૫ (તા. ૩૧-૫-૧૯૭૯) સુધીના દિવસો સુધી ઊજવાયેલો એ પ્રતિષ્ઠા-મહોત્સવ અનેક રીતે અનોખો, અનેક રીતે આદર્શભૂત અને અનેક રીતે ઐતિહાસિક તેમજ અવિસ્મરણીય બની જવા પામ્યો. આબુ જેવું વિશ્વપ્રસિદ્ધ તીર્થ અને પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા અત્યુત્કૃષ્ટ પુણ્યાઈના સ્વામીની નિશ્રા ! પછી પ્રતિષ્ઠાપ્રસંગના રંગમાં, ઉમંગમાં અને સંઘના ઉછરંગમાં શી કમીના રહે ! પૂરા ભારતવર્ષના જૈનસંઘો માટે શ્રદ્ધા-ભક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનનારા એ પ્રતિષ્ઠા-પ્રસંગનું હૂબહૂ શબ્દચિત્ર જાણવા-માણવા, જ્યાં એ પ્રસંગનો પ્રત્યક્ષ પ્રેક્ષક પણ પૂરેપૂરો સમર્થ-સફળ ન બની શક્યો ૨૮૪ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306