Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ વખતે દાનની જે ભાવના હોય છે, એની વૃદ્ધિ તરત જ રકમ ભરપાઈ કરવાથી થતી હોય છે. મોડે મોડે રકમ ભરવાથી દાનભાવનામાં ઘણી ઓટ આવવી સંભવિત છે. મોટી મોટી બોલીઓ બોલાયા બાદ આજે એને ઉઘરાવતાં ઉઘરાવતાં નાકે કેવો દમ આવી જતો હોય છે એનું તો વર્ણન થાય એમ નથી ! અહીં દાનનો મહોત્સવ ચાલે છે. દાનનો પ્રસંગ ઊભો થયો છે અને દાનની તક ઊભી થઈ છે, ત્યારે અમારે અમારું કર્તવ્ય અદા કરવા આવી ચેતવણી આપવી જ પડે. જગતમાં અજોડ કહી શકાય, એવાં આબુનાં આ મંદિરો માંગી માંગીને લાવેલ દ્રવ્યથી ઊભાં નથી થયાં, દેવદ્રવ્યના પૈસાથી પણ નથી બન્યાં, પરંતુ વિમલમંત્રી અને વસ્તુપાલ-તેજપાલ જેવા મંત્રીઓના પોતાના ન્યાયોપાર્જિત પૈસાથી ઊભા થયા છે. આનો જીર્ણોદ્ધાર થયો અને તમને અહીં ભગવાન પધરાવવાનો લાભ મળ્યો. બાકી તમે જ વિચારો કે, આવાં મંદિરો તમે આજે બંધાવી શકો ખરા ? આવા ભાવ પેદા થાય, તો જ લક્ષ્મીની મમતા મરી જાય, પછી બોલીના પૈસા તરત ચૂકવવાનું અમારે કહેવું ન પડે. જૂના કાળમાં શાહુકારો ઉધાર લાવીને ઘી પણ ન ખાતા, એ માનતા કે, ઉધાર લાવીને ઘી ખાવું, એના કરતાં લૂખું ખાવું સારું. ઉધાર આપીને વધારે કમાણીની આશા રાખે, તો દુઃખી જ થાય. એનું દૃષ્ટાંત આજની દુનિયાના વેપારીઓ જ છે. લક્ષ્મીની મમતા ઉતારવાની ઉત્તમ કોટિની ચાવી, એ બોલી બોલવાની તક છે, આટલું તમે બધા હૈયે કોતરી રાખો. - પૂજ્યશ્રીની આવી પ્રેરણાનું પરિણામ એ આવ્યું કે, પ્રતિષ્ઠા પ્રસંગે ભાવિકોએ ઉદારતાથી બોલી-ચડાવા લીધા અને ઘણાખરાએ તરત જ એની ચુકવણી કરી. પ્રતિષ્ઠાની બોલીઓની રકમ ચૂકતે કરવાની એ દિવસોમાં જ લાઇન લાગી, એ જોઈને શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢીના વહીવટદારો પણ આશ્ચર્યચકિત અને પ્રભાવિત બની ઊઠ્યા. ચડતે રંગે બોલી બોલ્યા પછી પડતે ઉમંગે મોડે મોડે એ બોલી-દ્રવ્ય ચૂકતે કરાયાની ફરિયાદ આજે જ્યારે વ્યાપક બનતી ચાલી છે, ત્યારે મંત્રીશ્વર વિમલ ૨૮૭

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306