Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 294
________________ થતું રહ્યું. વિ. સં. ૧૩૭૮ની સાલમાં વિમલવસહીનું ઉદ્ધાર કાર્ય થયું. આ પૂર્વે વિ. સં. ૧૨૦૦ ની સાલમાં દેરીઓનું જીર્ણોદ્ધાર-કાર્ય થવા પામ્યું હતું. વિમલવસહી'ની જેમ આબુગિરિ પર બીજી બીજી પણ વસહીઓનું કાળક્રમે નિર્માણ થવા પામ્યું. જેનાં નામ છે : લૂણવસહી, પિત્તલહર, ખરતરવસહી અને મહાવીરસ્વામી મંદિર ! આમ કુલ પાંચ જિનાલયો અત્યારે આબુતીર્થ પર વિદ્યમાન છે. અચલગઢનાં મંદિરો વધારામાં ! લૂણવસહીનું નિર્માણ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ-તેજપાલની બાંધવબેલડીએ તેજપાલના પુત્ર લાવણ્યસિંહના આત્મકલ્યાણ અર્થે કર્યું હતું. પિતા આસરાજના સ્વર્ગગમન પછી સુહાલક ગામનો ત્યાગ કરીને વસ્તુપાલ-તેજપાલ માતા કુમારદેવીની સાથે ગુજરાતમાં આવેલ માંડલગામમાં રહેવા આવ્યા. પછી પુણ્ય-પ્રભાવ ફેલાતાં વસ્તુપાલતેજપાલ વરધવલ રાજવીના મહામંત્રી બન્યા અને ધોળકા તેમજ ખંભાતનો પૂરેપૂરો અધિકાર આ બાંધવબેલડીના હાથમાં આવ્યો. એમાં સમગ્ર રાજ્યના સંરક્ષણની જવાબદારી તેજપાલના શિરે સ્થાપિત કરવામાં આવી. આબુના રાજવી પરમાર સોમસિંહની અનુમતિથી લૂણવસહીનું નિર્માણ થવા પામ્યું, વિ. સં. ૧૨૮૭ની સાલમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી સેનસૂરીશ્વરજી મહારાજની પુણ્યનિશ્રામાં શ્રી નેમિનાથ સ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા લૂણવસતીમાં થવા પામી. અભુત હસ્તીશાળા આદિથી મંડિત લૂણવસહીના નિર્માણ પાછળ મંત્રીશ્વરોએ અઢળક દ્રવ્યવ્યય કર્યો. વિ. સં. ૧૩૭૮ની સાલમાં સંઘપતિ શ્રી પેથડશાહે “લૂણવસહી'નો જીર્ણોદ્ધાર કર્યો. લૂણવસહીના આંગણાને શોભાવતી ચાર દેરીઓ ગિરનારજીની ટૂક તરીકે પ્રસિદ્ધ છે. “પિત્તલહર”નું નિર્માણ ચોક્કસ કઈ સાલમાં થયું, એ કહી શકાય એમ ન હોવા છતાં ઉપલબ્ધ પ્રમાણો મુજબ એવું તારવી શકાય કે, વિ. સં. ૧૩૭૮ થી ૧૪૮૯ની સાલ સુધીના વચગાળામાં ૨૮૨ ૯ આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306