Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 293
________________ પરિશિષ્ટ આબુતીર્થનો અંતિમ જીર્ણોદ્ધાર -- ૫૦૦ વર્ષ બાદ પુનઃ પ્રતિષ્ઠા – મંત્રીશ્વર વિમલના અમર સર્જન સમા “વિમલવસહીના નિર્માણથી આબુગિરિ તીર્થ તરીકે પુનઃ પ્રસિદ્ધિ પામ્યું. આ પછી એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જ રહી છે. અણહિલપુર પાટણના રાજવી ભીમરાજના મહામંત્રી અને ચંદ્રાવતીના દંડનાયક શ્રી વિમલે ધર્મદાતા પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાનો સદુપદેશ પામીને આબુતીર્થના ઉદ્ધારનું કાર્ય કરીને વિ. સં. ૧૦૮૮ની સાલમાં સદુપદેશક ઉપરાંત પૂ. આચાર્યદેવ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અંજન શલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવ્યો. એ સમયની એક સુવર્ણ-મુદ્રાનું મૂલ્ય અંદાજે આજે ૨૫ રૂપિયા આંકીએ તોય આબુ-તીર્થ પર ભૂમિસંપાદન પાછળ જ વિમલમંત્રીશ્વરે ૪ કરોડ, પ૩ લાખ અને ૬૦ હજાર રૂપિયાનો અને “વિમલવસહી'ના નિર્માણ પાછળ ૧૮ કરોડ, પ૩ લાખ રૂપિયાનો સદ્વ્યય કર્યો હતો. અનેક દૃષ્ટિએ અદ્ભુત આ વિમલવસહીના નિર્માણ પછી અનેક મંદિરોનું આબુ પર નિર્માણ મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૧

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306