Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ અહીં અવતરણ કરવાનું મન રોકી શકાય એમ નથી. કારણ કે વિમલવસહી વિમલવસહી જ છે, આ ધ્રુવ-પંક્તિમાં એ પોતાનો સૂર મિલાવી રહ્યું હોય, એમ લાગે છે : દલવાડામાં કુલ પાંચ મંદિરો છે. પણ વિમલવસહીની તોલે તો હિંદનું બીજું કોઈ મંદિર આવી શકે એમ નથી. તેમાં શ્રી આદિનાથ તીર્થકરની ભવ્ય મૂર્તિ છે, એમાં ચક્ષુ તરીકે રત્નો જડ્યાં છે, બહારથી જોતાં તો આ મંદિર એટલું બધું સાદું દેખાય છે કે, અંદરની ભવ્યતાનો ખ્યાલ ભાગ્યે જ કોઈને આવી શકે. અત્યારે પણ આ દેવાલયો ગુર્જરસંસ્કૃતિનું ખરેખરું મૂર્ત સ્વરૂપ બતાવે છે. ઘણા દર્શકો આની સાથે મોગલ સમ્રાટ શાહજહાંની હૃદયેશ્વરીની જગવિખ્યાત આરામગાહ તાજ મહાલને સરખાવે છે. પરંતુ દેલવાડાનાં આ મંદિરોમાં અને આના ઇતિહાસમાં તાજ કરતાં ચાર વેંત ચઢે તેવી અનેક વિશેષતાઓ જોઈ શકાય છે. તાજ અનન્ય સ્ત્રી પ્રેમથી બંધાયો છે, દેલવાડાનાં દહેરાસરો જૈનોની ભક્તિ, કર્મ કરવા છતાં ઉદ્ભવેલો વિરાગ અને અપરિમિત દાનશીલતાથી બંધાયાં છે. તાજ એની આજુબાજુનાં મકાનો, દશ્યો, નદી, બાગ વગેરેની સમગ્રતામાં જ રમ્ય લાગે છે, જ્યારે વિમલવસહીનો એક એક થાંભલો, તોરણ, ઘુમ્મટ કે ગોખ અલગ અલગ જુઓ, તો પણ રમ્ય લાગે છે. તાજનો આવો અકેક ટુકડો જોવો નહિ ગમે. તાજ એટલે આરસનું એક ગંજાવર રમકડું ! દેલવાડા એટલે એક મનોહર આભૂષણ ! તાજ એટલે એક મહાસામ્રાજ્યના મેજ ઉપરનું પેપરવટું ! દેલવાડાનાં મંદિરો એટલે ગુર્જરીના લાવણ્યનું પૂર વધારતા હીરાના સુંદર કર્ણપૂરો-એરિંગો ! તાજની રંગબેરંગી જડિત-કામની નવીનતા બાદ કરીએ, તો શિલ્પકળા અને કારીગરોમાં દેલવાડાની દિવ્યતા ચડે એવી છે. એ નવીનતા તો સમય-ભેદને લીધે પણ હોઈ શકે, આ બંનેના સમય વચ્ચે પાંચ સદીઓનો ગાળો છે. તાજ કરતાં દેલવાડાનાં મંદિરો પાંચસો વર્ષ મંત્રીશ્વર વિમલ છે ૨૭૯

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306