Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 285
________________ ક્યાંક “પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા પર કરુણા આણી” નું ગીત સરી પડે, એવું અંકન થયું, તો ક્યાંક આરસ આરસી બનીને ૧૬ વિદ્યાદેવીઓનું પ્રતિબિંબ ઝીલી રહ્યો. ક્યાંક પ્રભુના પંચકલ્યાણક મહોત્સવની ભવ્યતા પાષાણમાં પ્રતિબિંબિત થઈ, તો ક્યાંક અષ્ટપ્રકારી પૂજા કરતા શ્રાવકોનું પ્રતિબિંબ ઝીલતા પાષાણ મૌનપણે ધર્મની ધજા લહેરાવતી પૂજાનું પ્રેરણાગાન ગાઈ રહ્યા ! આમ, અનોખી અનેરી લંબાઈ પહોળાઈ ધરાવતી એ દેવનગરી, ૧૨૧ સ્તંભો અને ૫૪ દેરીઓ દ્વારા એવું અમાપ અને અજોડ પ્રેરણા દાન મુક્ત હાથે કરાવી રહી છે, જેથી દર્શકની ભવોભવની દરિદ્રતા અને જનમ-જનમનાં દળદર ફીટી જાય ! સ્વર્ગમાંની કોઈ દેવનગરી જ જાણે આબુના સોંદર્યમંડિત એ ભૂભાગ પર ઊતરી આવી ન હોય ! આવી અનુભૂતિ કરાવતી એ મંદિરાવલિ રાત-દિવસના અવિરત પુરુષાર્થ પછી એક દહાડો પૂર્ણતા પામી. વિશાળ એના મંડપો, ઊંચા ઊંચા એના સ્તંભો, સ્તંભો પર નૃત્ય કરતી એની પાંચાલિકાઓ, ચતુષ્કોણ એનો ચોક, સુવર્ણનો વર્ણ ધરાવતા એના ધ્વજદંડો ને કળશો, દેવદૂષ્યની યાદ અપાવતી એની ધજાઓ તથા ભવ્ય એનાં પ્રવેશદ્વારો : આ બધું જ કળાનાં ઝરણાં જ્યાંથી વહેતાં હોય, એવા દૂધમલ કોઈ પહાડની જેમ શોભી રહ્યું ! મહામંત્રી નેઢ, એમના પુત્ર લાલિગ, દંડનાયક વિમલ, માતા વિરમતિ, પુત્રવધૂઓ ધનશ્રી અને શ્રીદેવી : આ બધા માટે ૧૦૮૮ ની સાલ જાણે હર્ષોલ્લાસની ભરતીનો અપૂર્વ ઘુઘવાટ લઈને આવી હતી, કારણ કે લગભગ ૧૦૮૦ ની સાલથી પ્રારંભાયેલો આબુનો વિરાટ તીર્થોદ્ધાર આ સાલમાં પૂર્ણ થવા આવ્યો હતો અને પ્રતિષ્ઠા-વિધિનું મુહૂર્ત પણ નીકળી ગયું હતું. દંડનાયક વિમલે પોતાના ધર્મદાતા પૂ. આચાર્યદેવશ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં એવું ઉત્સાહભર્યું પ્રતિષ્ઠાનુષ્ઠાન યોજયું કે, એમાં રાજવી ભીમદેવથી માંડીને કેટલાય મંત્રીશ્વર વિમલ ૦ ૨૭૩

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306