Book Title: Aabu Tirthoddharak Mantrishwar Vimal
Author(s): Purnachandrasuri
Publisher: Panchprasthan Punyasmruti Prakashan

View full book text
Previous | Next

Page 266
________________ આંખ આગળ આશ્ચર્ય અને આઘાતને પેદા કરતું એક દશ્ય દેખાયું : પાયાની ઉપરનું એ ચણતર ભાંગી પડ્યું હતું. શિલ્પદેવે અભ્યાસની આંખે એ ભંગાણનું નિરીક્ષણ કર્યું, પણ પડવાનું કોઈ કારણ એની નજરમાં નોંધાયું નહિ. એણે માન્યું કે, ચણતરમાં કોઈ કચાશ રહી જતા આવું બન્યું હશે ! પરંતુ આવું ઉપરાઉપરી ત્રણ-ચાર દિવસ સુધી બનવા પામ્યું, ત્યારે એણે દંડનાયકને બોલાવવા તાકીદનું તેડું પાઠવ્યું. દંડનાયક તો તનથી જ ચંદ્રાવતીમાં હતા. મન તો એમનું આબુમાં જ હતું, એથી શિલ્પદેવનું તેડું મળતાં જ એઓ મારતે ઘોડે આબુ આવ્યા. શિલ્પદેવ દ્વારા બધી પરિસ્થિતિથી વાકેફ બન્યા બાદ દંડનાયકે કહ્યું : કદાચ ક્ષેત્રદેવતાનો આ ઉપદ્રવ હોય ! આજની રાતે હું જાગીશ અને ઉપદ્રવનું મૂળ શોધી કાઢીશ. માટે આજે તમે વધારે પાકું ચણતર કરાવજો ! સાંજ સુધીમાં થોડુંઘણું ચણતર એવું પાકું ચણવામાં આવ્યું કે, એની કાંકરી ખેરવતાં પણ ભલભલાના દાંત ખાટા થઈ જાય ! સાંજ થઈ, વિમલ સાવધ થઈ ગયા, અંધારાની ઓથે એઓ તલવાર સાથે છુપાઈ ગયા. મધરાત થઈન-થઈ, ત્યાં તો વાતાવરણમાં નીરવતાનો ભંગ થવાના ભણકારા સંભળાયા અને દંડનાયક વિમલ વધુ સાબદા થઈ ગયા. થોડી જ પળોમાં એમની નજર પાયા પરના ચણતર સાથે ચેડાં કરતી કોઈ શક્તિ પર કરડી બની, એમણે સિંહનાદ કરીને રાડ પાડી : આ ચણતર સામે ચેડાં કરનાર છે કોણ? જે કોઈ હોય, એ મારી સામે હાજર થઈ જાય !” વાતાવરણમાં અટ્ટહાસ્યના પડઘા ગુંજી રહ્યા. એમાંથી એક પડકાર નીકળ્યો કે, એક વાણિયા સામે જે દિ વેતાલ જેવી વીરતાને ઝૂકવું પડશે, એ દિ વિરતા કોનો આશરો લેશે? મને જવાબ આપ કે, આ મારી ભૂમિ સાથે ચેડાં કરવાની ચેષ્ટા કરનાર તું વળી કઈ વાડીનો મૂળો પાક્યો છે ? ૨૫૪ % આબુ તીર્થોદ્ધારક

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306