Book Title: Suvas ane Saundarya
Author(s): Padmasagarsuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008740/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવાસ અને સૌંદર્ય ચિંતક : પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. સંકલન/સ'પાદન : મુનિ વિમલસાગર For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રકાશક : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. કાખા, જિલ્લા-ગાંધીનગર, ગુજરાત. * પ્રથમ આવૃત્તિ ઃ સપ્ટેમ્બર, ૧૯૮૫. * પ્રત: ૧૨૦૦ www.kobatirth.org સર્વાધિકાર પ્રકાશકાધીન. મુદ્રકઃ રાકેશ કે. દેસાઈ ચદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રાડ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફાન ૨૦૫૭૮ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શારદાબહેન રસિકલાલ મોદી જન્મ : સને ૧૯ ૨૪ મૃત્યુ : સને ૧૯૮૧ ફરજ પ્રત્યે સદાય જાગૃત રહી જીવન જીવી જનાર કર્તવ્યપરાયણ શારદાબહેનની પૂણ્યસ્મૃતિમાં. શારદાબહેન રસિકલાલ મોદી ૧૦, શ્રીમાળી સોસાયટી, ( ચેરી-ટ્રસ્ટ તરફથી નવરંગપુરા, અમદાવાદ-૯ રસિકલાલ ચીમનલાલ મેદી For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુરોધ સક્તિને અર્થ છે—કેઈ સુંદર અને સાર્થક ઉક્તિ જે માનવ જીવનના કેઈ પણ રહસ્યને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે. એ માનવીના અંતકરણને આંદલિત અને પ્રેરિત કરે છે. એનાથી જીવનને ઉજ જવળ બનાવવાનું સુંદર માર્ગદર્શન પણ મળે છે. | મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય ઉપકારી ગુરુભગવંત આચાર્ય શ્રી પદ્ધસાગરસૂરીશ્વરજી મ. સા.ના પ્રેરણાદાયી પ્રવચનમાંથી સંકલિત આ સંક્તિઓ “સુવાસ અને સૌંદર્યના રૂપમાં આપની પાસે આવી રહી છે. આ સૂક્તિમોને પિતાના મનમંદિરમાં સ્થાપિત કરજો, જીવનયાત્રામાં સમ્મિલિત કરજે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ સૂક્તિઓ આપ સહુના જીવનને અવશ્ય પ્રભાવિત કરશે. –વિમલસાગર For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જો તમે એમ માનતા હૈ। કે જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ સુખ પણ વધતુ જાય છે તા એ તમારી ભયંકર ભૂલ છે. આજે તો તમે કરોડપતિ થવાના આશીર્વાદ માગેા છે. કાલે તમારી તૃષ્ણા એક કદમ આગળ વધશે. કેમકે ઇચ્છા અને તૃષ્ણાના કોઈ છેડો જ નથી. તમાર્ ફાઈ દુશ્મન નથી અને તમારા સિવાય કોઈ તમારૂ મિત્ર નથી. ખરી રીતે નીતિમય શ્રમની રોટી સુખ આપવામાં સૌથી માટો ભાગ ભજવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે જીવનને ચાહે છે ? તે સમયને વ્યમાં ગુમાવી નહિ દેતા કારણ કે જીવન એનુ જ બનેલુ છે. d મહાન ઇરાદા કરવા કરતાં નાનુ શુભકાર્ય કરી દેવુ... વધુ સારુ છે. . જીવનસ ગ્રામના હર ક્ષેત્રમાં રામાયણ અને મહાભારત માજુદ છે. જો તમને રામ અને કૃષ્ણ અનતા આવડે તો વિજય તમારા છે. [ ૨ ] For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તલવારથી શત્રુ મરી જાય છે, શત્રુતા મરતી નથી. પરંતુ ક્ષમાનાં માધ્યમથી શત્રુ મિત્ર બની જાય છે અને તેની શત્રુતા મટી જાય છે. ભક્તિ ને ભાવનાથી વ્યક્તિ ભગવાન સુધી પહોંચી શકે છે. ક્ષમાપના ધર્મને પ્રાણ છે. એમાં સ્વીકાર અને સમર્પણની ભાવના છે. જે સહન કરે છે તે જ સિદ્ધ બને છે. સમર્પણ તે ગંગાના નીર સમાન છે જે ગટરના પાણીને પણ પોતાના જેવું નિર્મળ બનાવી દે છે. જરૂર કરતાં વધારે ખાનાર રોગને આમંત્રણ દે છે. તપશ્ચર્યા વિષય કષાયને ભસ્મીભૂત કરી આત્માને કંચન સમાન શુદ્ધ બનાવે છે. સમયને સદુપયોગ નહીં કરે તે સમય તમારો સદુપયોગ કરશે. [૩] For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન સન્માર્ગે વાપરવાથી કદી ખૂટતું નથી. જ્યાં દિલ છે, દિલદારપણું છે, ત્યાં સંપત્તિ વધ્યા જ કરે છે. ભાગ્ય લક્ષ્મીનાં દાનથી ખીલે છે. દાન કરવામાં પણ પુણ્ય જોઈએ. માટે સરોવર નહિ, સરિતા બને. દાન જેટલું ગુપ્ત થયેલું હશે, એટલું એ ચેતનાને ઊર્વગામી બનાવવામાં મદદરૂપ થશે. વિદ્યા સુકૃત માટે હેવી જોઈએ. બીજાઓને જીતે છે તે વીર છે, પણ પોતાના વિકારોને જે જીતે તે તે મહાવીર છે. દુષ્કાને ત્યાગ કરવાથી જ જીવનમાં પાપ દૂર થાય છે. સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે જ ધર્મ આરાધના હેય છે. [૪] For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આજના પુણ્યકર્મો ભાવિ સુખ સ'પત્તિના પ્રણેતા છે. o જ્યાં કાઈ આશા રહેતી નથી, માત્ર નિવેદ છે તે ધર્મ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં મત્રીના અભાવ હોય ત્યાં ધર્મ રક્ષણ નથી આપતા. . પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે. . ક્રુતિમાં જતા જીવને રોકી સદૃતિમાં મોકલે તે ધ. જીવનથી મૃત્યુ સુધીના સપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યાથી મળશે, બીજે કાંય નહીં મળે, . ધર્મ કોઈ સ`પ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અતઃકરણની શુદ્ધતાપવિત્રતા હશે ત્યાં ધર્મના વાસ હશે. ઇચ્છાને રાકવી તે જ સચમ છે, ઇચ્છાને આધીન ન થવું તે જ તપ છે. . [ ૫ ] For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યા ધનસંચય માટે નહિ, મુક્તિ માટે હેવી જોઈએ. ધમની આરાધના વિના પાપ નાશ થતાં નથી. વાસનાઓને આધીન રહેવું સૌથી મોટી પરાધીનતા છે. જ્યાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહી અને જ્યાં ચિંતા હોય ત્યાં ચિંતન પણ ન હોય. જ્ઞાનના માધ્યમથી સંસારના દુઃખને પરિચય થાય છે અને તેથી આત્મામાં કરૂણા, દયા અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જ્યાં જ્ઞાન છે ત્યાં વાસનાને સ્થાન નથી અને જ્યાં વાસના છે ત્યાં જ્ઞાન પણ ન સંભવે. મૂખનાં હજાર ભાષણ કરતાં જ્ઞાનીને એક શબ્દ પણ વધી જાય છે. આધ્યાત્મિક ભાષામાં સંગ્રહ કરનારને ડાકુ ગણવામાં આવે છે. [૬] For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે બોલવા પહેલા આચરે છે અને પછીથી પિતાના આચાર પ્રમાણે બોલે છે, તે ઉત્તમ પુરુષ છે. અત્યારથી જ એ પ્રમાણે જીવો કે પછી મૃત્યુ તમારી પાસેથી કંઈ જ છીનવી ન શકે. કામ, ક્રોધ, લોભ અને અભિમાનના પીંજરામાંથી આપણે ધારીએ તો જરૂર મુક્ત બની શકીએ, કારણ કે આ કેદ આપણે પોતે જ ઊભી કરી છે અને આપણે ખુદ તેમાં કેદી બન્યા છીએ. માનવીના ખોખલા મગજથી ઉત્પન્ન થતી માન્યતાઓ અને ધારણાઓ જ માનવીની સમસ્યા છે. એ વાતને છોડી દો કે ક્યારેય બહારથી કાંઈક મળી શકે છે. કેઈને કયારેય ન તે મળ્યું છે અને ન મળશે, જેટલું માંગશે તેટલા જ દુઃખી થશે, તેટલા જ વિષાદ પેદા થશે. જો તમે શાંતિ ચાહતા હો તે સંતોષી બને. [૭] For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેગથી કદી તૃષ્ણ સમતી નથી. જીવનાર કરતાં જીવાડનાર અને ખાનાર કરતાં ખવરાવનાર મોટો છે. આપીને ખુશી થાઓ, માફ કરીને મોટા થાઓ અને સહુને અભય કરી નિર્ભય બને. યુદ્ધ ગમે તેટલું ન્યાયી હય, ગમે તેટલું અનિવાર્ય હોય પણ આખરે તે એ માનવ સમાજ માટે શ્રાપરૂપ જ છે. પૃથ્વી સમસ્તનું સૈન્ય તમને મળી જાય, ભોગ માત્ર તમારા ચરણે ઠલવાચ પણ તેથી તમને જીવનનું સુખ અને મનની શાંતિ મળવી સંભવ નથી. પવિત્રતા પાત્રતાને લઈને આવે છે અને પાત્રતા વ્યક્તિને પૂર્ણતા પ્રધાન બનાવે છે. કર્તવ્યહીન જીવન ભારરૂપ છે. [૮] For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમાં નમ્રતાને સ્થાન આપનાર ગમે તે પરિસ્થિતિમાં દીનતાને લેશ માત્ર સ્થાન આપવા લલચાતે જ નથી. જે માણસ મનને વશમાં રાખે છે, જે શુદ્ધ વિચાર કરે છે એ જ ભગવાનને સાચો ભક્ત છે. પરમાત્માને સાચો ભક્ત આત્માને સુખદુઃખની અસર થવા દેતા નથી. બીજાનું હિત કરવું એ જ પોતાનું કર્તવ્ય છે, ધર્મ છે. સદાચારથી જ માનવ, માનવ કહેવાય, તે વિનાને માનવ પશુ કહેવાય. તમારી શ્રદ્ધાનું માપ દેવ-ગુરુ અને ધર્મની પાછળ તનમન અને ધનથી ભેગ આપવાના તમારા પ્રમાણ પરથી નીકળશે. મનમાં વૈરાગ્ય લાવવા સંસારના દોષનું નિરંતર ચિંતન કરતા રહે. બલવા કરતા કરી બતાવવાની સવિશેષ જરૂર છે. [૯] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આપીને જે આનંદ અનુભવે એનુ' નામ છે સ્નેહ. લઈ ને જે રાજી રહે એનું નામ છે સ્વા. છું કાંટા સાથે વસીને હસતા રહેવાના પાઠે ગુલાબ શીખવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય પ્રત્યે કામળ ના ને પોતાની પ્રત્યે કાર બના . માણસ માટે વિવેક ઘણું મોટું અવલ ંબન છે, માણસનું મન જ્યારે સ્વાભાવિક ધર્મથી વિરૂદ્ધ વર્તાવા લાગે છે ત્યારે વિવેક જ એને માદર્શન કરાવે છે. ઉત્સાહી વ્યક્તિ દડા જેવા હાય છે. હજારા આફતાની પછડાટ ખાવા છતાં તે ઉછળીને ઉપર આવશે. d માનવીનાં સુખદુઃખના સાચા આધાર તે તેની મનેાદશા પર જ રહેલા છે. માનવીનું મન જ્યારે અને જેટલું પોતાને સુખી કે દુઃખી માને ત્યારે ને તેટલે અંશે તે સુખી કે દુઃખી બને છે. જે આત્માની મલીનતાને દૂર કરે, એ જ સાચા ધર્મ છે. [ ૧૦ ] For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ, દ્વેષ અને અહંકાર ઓગળે એટલે આપોઆપ બધી વૃત્તિઓ શાંત પડવા માંડે છે. આત્માના વિશુદ્ધ સ્વરૂપને પામવા માટે અખૂટ મૈત્રી, અપાર કરૂણું અને સમગ્ર વિશ્વને આવરી લેતી પ્રેમ ભાવના જરૂરી બની રહે છે. શરીર, મન અને હૃદયની શુદ્ધિ વગર અંતરને આરીસે ઉજવલ બની શકે નહિ. સાધક માટે મોટામાં મેટે ગુરૂ વિવેક છે. સાચું જ્ઞાન એ પ્રકાશ છે. આ જ્ઞાન-પ્રકાશ માનવીને અનિષ્ટમાંથી ઉગારી લે છે. જેણે પિતાના મન પર અંકુશ મેળવ્યું છે, પોતાના મનને જીત્યું છે તેને સાચે વિજ્ય છે. તપને અંતિમ હેતુ મનને વશ કરવાનું છે. અંતરમનમાં પરમાત્માને પામવાની પ્રબળ ઈચ્છા અને એકાગ્રતા જ ધ્યાનમાં લીન બનાવી શકે છે. [૧૧] For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરની ભૂખ તે ચાર રોટલીથી પણ મટી શકે છે, પરંતુ મનની ભૂખ છ ખંડનું રાજ્ય મળવા છતાં પણ મટી શકતી નથી. આશા અને તૃષ્ણાની આગ તે મનમાં અશાંતિ જ પેદા કરશે. જે અહંકારને તિરોહિત કરી નાખે તે તમારા મિત્ર છો. અને અહંકારને ઉમુખ રાખે તે તમે જ તમારા દુશ્મન છે. બે પ્રકારના માણસે જીવનમાં નિષ્ફળ જાય છે–એક તે એ લેકે જેઓ વિચાર કરે છે પણ એને કાર્યમાં નથી ઉતારતા અને બીજા એ લોકે જેઓ કાર્ય કરે છે પણ કદી વિચાર નથી કરતા. ઘણું માણસે શાંતિ અને આનંદ વિના જિંદગી પસાર કરે છે. તેમના આત્મામાં અઢળક દિવ્ય ખજાને છુપાયેલું છે પણ તેમને જાણ થતી નથી. પિતાની જરૂરિયાતને ઘટાડે. એ ત્યાગની દષ્ટિએ સુખનું સાધન છે. અપરિગ્રહ સર્વ પ્રકારના સુખનો સાથી છે. [૧૨] For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્ર આપણા જીવનનું ઉત્તમોત્તમ અને સૌથી વિશેષ સ્થાયી ફળ છે. સાચું બોલવાને એક મહાન લાભ છે કે તમે શું બોલ્યા હતા તે યાદ કરવું પડતું નથી. નમ્રતા આચરી–આત્માના ગુણેને ઓળખનારને શ્રીમંતાઈ કે નિર્ધનતામાં કશું જ ભેદ જણાતો નથી. પુરૂષાર્થ વગર પ્રગતિ કરી સંભવ નથી. અવરોધે સામે જે ઝઝુમે છે તે જ આગળ વધી શકે છે. શરીરને ભટકવા દેવામાં લાભ છે પરંતુ મનને ભટકવા દેવામાં નુકસાન છે. ભવિષ્ય ચિંતવવુ તે ખરાબ નથી, પરંતુ તેના ભરોસે બેસી રહેવું તે બહુ જ ખરાબ છે. ઉગતાના અનુભવ કરતાં આથમતાને અનુભવ અને હેય છે. [૧૩] For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી પવિત્રતાને આધાર જ ઉદારતા છે. સર્વ પાપે કરનાર મન છે. જે મનને સાધે તે સર્વને સાધે. ઉત્સાહનો અભાવ વ્યક્તિને જીર્ણ બનાવી દે છે. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચેપડીઓના જ્ઞાનને જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. ધનવૈભવ અને ઈન્દ્રિયગ્ય વિષયની પાછળ દોડનારા માનવને કદી હૃદયની તૃપ્તિ, ચિત્તની શાંતિ અને જીવનની સફળતા મળવી સંભવ નથી. શરીર નશ્વર છે, એટલે સંસાર સંબંધી શરીરના સર્વ ઉદ્યમે પરિણામે વ્યર્થ છે. વિદ્યાની સફલતા કેવળ પ્રકૃતિના-વિજ્ઞાનના નિયમને અનુસરીને ભૌતિક ઉત્કર્ષ ઉપાર્જવામાં નથી, પણ સંયમની સાચી સાધનામાં છે. અત્યારથી જ એ પ્રમાણે છે કે મૃત્યુ તમને પરાજિત ન કરી શકે. [૧૪] For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે માણસ બીજા પ્રત્યે શુભ ભાવના ચિંતવે છે તેના પર બીજા નકારાત્મક વિચારોને કશે પ્રભાવ પડતું નથી. પ્રેમ અને શુભેચ્છા અંદર અને બહારના શત્રુઓને દૂર જે જીવનમાં પ્રામાણિક્તા ન હોય તે જીવન નકામું છે, તે જીવનમાં કદી શાતિ મળતી નથી. જેણે જીવનને સદઉપયોગ કર્યો છે તે કદી મૃત્યુથી ડરતે નથી. આત્મામાં રહેલાં સાચા આનંદને અનુભવ થાય તે સંસારને આનંદ ફિકકો લાગે છે. મનમાંથી સંસારને કાઢી નાખે. પછી ભલે તમે સંસારમાં રહો છતાં ડૂબશે નહીં. મનની અચળતામાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યારે વાસનાઓથી મુક્ત થશે ત્યારે જીવનમાં સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થશે. [૧૫] For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સહન કરે છે, તેને જગત સન્માન આપે છે. હૃદયમાં દયાળુતા અને જીવનમાં ઉદારતાથી આત્માના વૈભવને વિકાસ થાય છે. કરૂણાની ભાષામાં એવી મહાન શક્તિ છે કે મૂંગા પણ બેલી શકે છે, બહેરા પણ સાંભળી શકે છે. ઉદારતાથી જીવનનું સર્જન થાય છે. પેટ ભરવા માટે ધન ઉપાર્જન કરે પણ પેટી ભરવા માટે નહીં. અનીતિથી ઉપાજિત કરેલું દ્રવ્ય જીવન માટે વિનાશકારી બને છે. દંડના ભયથી પ્રેરિત થઈને કાર્ય કરે તે પશુ અને કર્તવ્ય પ્રેરણાથી પ્રેરિત થઈને કામ કરે તે માનવ. ઘણું પાપ જ્યારે ભેગું થાય છે ત્યારે તે આપોઆપ પ્રગટ થાય છે. [૧૬] For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરુણાથી જીવન પવિત્ર બનશે અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી અને પ્રેમભાવ ઉત્પન્ન થશે. ઉદારતાથી જીવનમાં સુખી બનાય છે. અનીતિથી ઉપાર્જન કરીને માનવી વર્તમાનના લાભમાં ભવિષ્યના અનંત આનંદને નાશ કરે છે. પારકી આશાએ જીવન, જીવવું પરાધીનતા છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુક્ત થવા ઘણું તરફડિયાં મારે છે પણ તેમાંથી મુક્ત થવાતું નથી, ઊલટે તે વધારે બંધનથી મજબૂત થાય છે. મનની પવિત્રતાના કારણે મહાન પુરૂષના શબ્દ પણ મંત્ર બને છે. સર્વ પાપનું મૂળ તૃષ્ણ છે. એ માણસ નસીબદાર છે, જે કોઈ ચીજની આશા નથી કરતે, કારણ કે તેને કદી નિરાશ નહિ થવું પડે. [ ૧૭ ] For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ કે દુઃખ ખરી રીતે તે મને દશાને જ પડછાય છે. સવિચાર અને સદાચારની અનુમોદના કરનાર મનુષ્ય પણ મહાત્મા બનવા સમર્થ બને છે. આત્મા ઉન્નતિ સાધી શકશે એ નિઃશંક છે. માત્ર સમ્યક પુરૂષાર્થ જોઈએ. પાપરહિત પવિત્ર માણસ જ પરમ સત્યને પામી શકે છે. ચારિત્ર, માનવજીવનની મહાન મૂડી છે. ચારિત્ર વિનાની એકલી બુદ્ધિ અધોગતિમાં લઈ જાય છે. થડી જરૂરિયાત હોવી અને પોતાની જરૂરિયાત પિતાની જાતે જ પૂરી કરવી તેના જેવું શોભા ભરેલું બીજુ કાર્ય કઈ નથી. ઉત્તમ જીવનચરિત્રે આપણા માટે દર્પણરૂપ છે. ઈચ્છાઓમાંથી મુક્તિ એ નિર્વાણને માર્ગ છે. [ ૧૮ ] For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મ સંસારના બંધનાથી માણસને મુક્ત બનાવે છે અને તેને માક્ષ તરફ લઈ જાય છે. . ધ એ આત્માની વસ્તુ છે, તે આમાથી ભિન્ન નથી. માત્ર પોતાને જાગ્રત કરવાની જરૂર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir O સત્ય કાંય ખજારમાં નહિ મળે. એ તે આત્માના ગુણ છે અને આપણા હૃદયમાં છે. પુરૂષાથ કરો, ત્યાંથી જ તમને તે પ્રાપ્ત થશે. . સત્ય શીખવું પડતું નથી, પરંતુ અસત્ય શીખવુ પડે છે. 0 જે વિદ્યા વિચારાને શુદ્ધ અને નિર્માળ ન બનાવે તે વિદ્યા નહીં, પરંતુ માનવીના મગજ ઉપર લદાએલી ડીગ્રીઓ છે. આધ્યાત્મજ્ઞાન કલ્પી શકાતું નથી. વ વિનાના માનવી કચાં જઈ અટકશે એ સંતાનાને અવશ્ય શિક્ષણ આપવું, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે ભણતર સાથે તેને ખીજુ પણ કંઈક ( સુસંસ્કાર ) આપવાનુ હાય છે. [ ૧૯ ] For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપ રોગ પ્રતિકાર કરે છે. પરમાત્માનું પ્રતિબિંબ આત્માની નિર્મળ પ્રતીતિ અને ભાવ ઉત્પન્ન કરે છે. પરમાત્માની ઉપાસના જીવનની વાસનાને ઘટાડે છે. સહનશીલતા સફળતાની ચાવી છે. આજે ભગવતી સુખ સમૃદ્ધિ અતીતના પુણ્યનું ફળ છે. દુઃખી માણસને મદદ કરવી, તેના જીવન વિકાસમાં સહભાગી બનવું એ માનવીનું પરમ કર્તવ્ય છે. જીવનમાં ધર્મ ન હોય તે શરીર મડદા સમાન છે. એકલું શરીર પરોપકાર કે કલ્યાણ કરી શકતું નથી. જે ધર્મકાર્યમાં ફળની ઈરછા રહેલી છે તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. વાસ્તવમાં તે ધર્મ નથી, ભભવની પરંપરા છે. [૨૦] For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાનાં બાળકને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે. અહિંસા, સંયમ અને તપને ત્રિવેણી સંગમ જ ધર્મ છે, અહમથી કરેલી આરાધના કદી પૂર્ણ થતી નથી. સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. ધર્મ કરવાની ચેગ્યતા નમ્રતામાં રહેલી છે. જે પરભવમાં સાથે આવશે તેની ખરી મિત્રતા રાખે. પૈસા ઘર સુધી સાથે રહેશે, કુટુંબીઓ સ્મશાન સુધી અને ધર્મ પરભવમાં પણ તમારી સાથે આવશે. લક્ષમી દાન માટે વપરાય, તે તે પ્રશંસનીય બને છે, સંગ્રહ માટે બને તો તે શાપરૂપ બને છે. વિશ્વને એ અફર નિયમ છે કે માનવી બધું જ ભેગું કરે છે, પણ અંતે એ બધું અહી જ મૂકીને જાય છે. [૨૧] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં મૈત્રી નિષ્કિય હોય ત્યાં મેક્ષને સ્થાન નથી. નિસ્વાર્થ ભાવે, પ્રેમથી બીજાને માટે કરેલું કાર્ય જ દીપી ઊઠે છે. ટું થાય ત્યારે અંતકરણ કદી માફ કરતું નથી પરંતુ કેટલીક વખત અહમને કારણે માનવી પિતાના અંતરના અવાજને પણ દબાવી દે છે. બીજાના દોષ જોવા કરતાં તેમનામાં રહેલું કાંઈ સારું શોધી કાઢવાના પ્રયાસ કરવાં જોઈએ. પશ્ચાત્તાપથી પાપી પણ પુણ્યશાળી બની શકે છે. મન પર સંયમ અને ક્ષમતા હોય તો હાર કે જીત કશું આપણને વિચલીત કરી શકે નહિ. દુષ્ટતાને સજજનતાથી, કૃપણુતાને ઉદારતાથી અને જૂઠને સત્યથી જીતી શકાય છે. એ જ સાચી છત છે. સમાધિથી સમસ્યા શમે છે. [ ર૨] For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમાં આચરણ જ એવું હોવું જોઈએ જે ઉપદેશાત્મક બને. કમગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા સમજે છે. કાર્ય અને તેનું પરિણામ કરી છૂપું રહેતું નથી. કહેવું અને કરી બતાવવું એમાં જમીન આસમાનને ફરક છે. આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણીથી વર્તવું જોઈએ. કહેવા પ્રમાણે આચરણ હેવું જોઈએ. આ જ ખરું ચરિત્ર છે. દુનિયાને જીતવા, પહેલાં પોતાની જાતને જીતવી પડે છે. જ્યાં સુધી તમારી વાતને આચરણમાં નહિ મૂકે ત્યાં સુધી એ જ્ઞાનની કશી કિંમત નથી. ડું બેલીને ઘણું કરવું એ હિતકારક છે. પરંતુ ઘણું ડું કરવું એ અહિતકર છે. જે અંતરના ઉંડાણમાંથી ઊભું થતું નથી તે બધું પોકળ છે. [૨૩] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપકારીની સામે થવાથી મનુષ્ય કૃતન બને છે અને તે નીચ ગતિ તરફ ગમન કરે છે. તમે બીજાને સુખ આપે, તમને સુખ મળી જશે. શત્રુ ન બનાવવું એ ઘણું સારું છે. પણ અને મિત્ર કરી જીવન બગાડવું એ બહુ જ છેટું છે. બીજાને પ્રસન્ન કરનાર જ જીવનમાં પ્રસન્નતાને અનુભવ કરી શકે છે. ઇચ્છાઅપેક્ષા જ માનવીના સર્વ દુઃખનું મૂળ છે. એક વાત યાદ રાખજો કે જ્ઞાન વિના સેંકડે ભવે પણ મુક્તિ નથી. જ્ઞાનીને કેઈ આકાંક્ષા કે કામના રહેતી નથી. તે આત્મા તૃપ્ત બની જાય છે. જેમની પાસે જેટલી વધુ ભૌતિક સુખ-સુવિધાઓ છે. તેઓ તેટલા જ દુઃખી છે. [૨૪] For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જે પોતાના સંતાનાને ધર્મના સ`સ્કાર આપે છે, તે જ સાચા માતા–પિતા છે. d ધર્મ પણ પાત્રની ચાગ્યતા વિના ટકતા નથી. . Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મી જો વધારે હોય તા માણસને ગબડાવી મૂકે છે. d માણસ જેમ જેમ આપતા જાય છે તેમ તેમ સપત્તિ પણ વધતી જાય છે. માણસની સૌંપત્તિને કોઈ યાદ કરતું નથી, પણ તેનાં સુકૃત્યાને સૌ યાદ કરે છે. ઈ લક્ષ્મી જો બધાય અને સાંગ્રહિત થાય તા ચિતા–ભય, વૈમનસ્ય ઊભાં કર્યા વિના રહે જ નહિ. ° ૦ પુણ્યના દિવસે જ્યાં સુધી હેાય ત્યાં સુધી સુખ, પછી તા દુઃખ જ આવવાનું. .. દુનિયાની બહારની કોઈ ચીજ અને સગવડા તમને શાશ્વત સુખ નહિ આપી શકે. આ માત્ર ભ્રમણાઓ છે, સાચું સુખ નથી. [ ૨૫ ] For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ વગરની ભક્તિ માત્ર કિયા છે. તેનું ધર્મની દૃષ્ટિએ કેઈ મહત્ત્વ નથી. પરમાત્માની ભક્તિમાં જ્યારે અંતરમન એકચિત્ત થઈ જાય ત્યારે એ ભક્તિ જ પરમાત્માને પામવાની શક્તિ બની જાય છે. કેટલાક લેકે સારું જેવા ટેવાયેલા નથી એટલે તેમને સારું દેખાતું નથી. તેઓને ગુલાબના છોડ પાસે લઈ જાઓ તે પણ તેમની નજર ફૂલ ઉપર નહીં પરંતુ કાંટા પર પડશે. જે જ્ઞાની છે તેની દૃષ્ટિ હંમેશા વિધાયક રહેવાની. એ જ સાર-અસારને, યોગ્ય-અયોગ્યને ભેદ પારખી શકે છે. સત્કર્મો માણસને દુઃખમાંથી ઉગારી શકે છે. ધર્મ એ આત્માની તૃપ્તિનું સાધન છે. ધર્મ એક અનુશાસન છે. [૨૬] For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાની વ્યક્તિ કારણને જુએ છે, કાયને નહીં. 0 ગ્રહણ એ જ ધન છે, O જે સમતાના સાગર છે, સમજુ છે તે આગળ પાછળના વિચાર કરીને વર્તન કરે છે. O Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સૌંસારથી અલિપ્ત છે તેમની નિકટ રહેવાથી જે લાભ થાય છે તે બીજી કોઈ પણ જગ્યાએ થતા નથી. બીજાનાં દુઃખાની જ્યારે પેાતાને વેદના થાય ત્યારે માક્ષની સાધના પરિપક્વ બને છે. વાસનાના ત્યાગથી જીવનમાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે. . શરીર પરાપકાર માટે મળ્યું છે, વિષયભાગ માટે નહી. જે પેતે સહન કરીને બીજાને શાંતિ આપે છે તે માનવ મટીને દેવ કહેવાય છે. [૨૭] For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિશ્વાસ, પ્રમાણિકતા અને વિજય પ્રાપ્ત કરવા માટે આચરણની શુદ્ધિ બહુ જ જરૂરી છે. જે પ્રમાણે બાલે તે પ્રમાણે વર્તા એટલે તમારે અન્યને જે કહેવાનુ છે તેમાં માલવાની જરૂર રહેશે નહિ. . લક્ષ્મી અને સત્તા કરતાં પ્રામાણિક જીવન ચડિયાતુ' છે, d Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ત્વ અને સત્યને જે જીવનમાં ઉતારે છે અને તે માગ ને અનુસરે છે તે જ સાચા કમ યાગી છે. 0 સૌંસારત્યાગ જીવનના સૌથી મહાન પ્રસ`ગ છે, સંસારના બધા માહ છૂટી જાય ત્યારે આ માર્ગે જવાની ભાવના ઊભી થાય છે. આંતરિક શક્તિના વિકાસ થાય ત્યારે દેહ પ્રત્યેની આસક્તિ છૂટે છે. ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ર્ચર્યો મુક્તિ મેળવવાના સુંદર મા છે. આ માત્ર ક્રિયા નથી પરંતુ જીવનકલ્યાણની પરમ સાધના છે. એક જૂઠને માટે અનેક જૂઠ ઊભાં કરવા પડે છે. [૨૮] For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઈચ્છાઓ અને અજ્ઞાન સદા સાથે રહે છે. એક પણ ગુણ નવા મેળવવાના નથી માત્ર એ ગુણની આડે આવી ગયેલા દોષોને આપણે દૂર કરવાની જરૂર છે. O ચારણીમાં પાણી ભરી રાખવુ. ને કામનાઓ પૂરી કરવી અને ખરાબર છે. O સયમ, ત્યાગ અને તપ તમારી પાસે હાય તો તમારુ કલ્યાણ કરવા માટે એ પૂરતુ છે. ર Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજાનાં સુખના ભાગે તમારું સુખ વધારવુ એ અધમ છે. 0 પૃથ્વી મૈત્રીનુ* મદિર છે. એને દ્વેષનુ દેવળ ન બનાવા. સોંસારના બધા દિવસે કાઈનાં સરખા જતા નથી. d અહિંસા વિશ્વબંધુતાનું બીજું રૂપ છે, એમાં પ્રાણી માત્ર સાથે મૈત્રીના સંદેશ છે. છ [ ૨૯ ] For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિગ્રહની સાથે ભય જોડાયેલે જ છે. એકમાં શાંતિ જ્યારે અનેકમાં અશાંતિ રહેલી છે. જ્યાં એકથી વધુ મિલન થાય છે ત્યાં સંઘર્ષ ઊભું થાય છે. નિષ્કામ અને નિસ્વાર્થ ભાવનાથી કરેલ ઇશ્વર ભક્તિથી પરમાત્મા સુધી અવશ્ય પહોંચી શકાય છે. એ જ સાચી ભક્તિ છે. જ્ઞાન શાંતિનું અને અજ્ઞાન અશાંતિનું મૂળ છે. સાચા અને સારા જ્ઞાનથી ક્યારેય અશાંતિ ઊભી થતી નથી. જ્ઞાન સુખનું, જ્યારે અજ્ઞાન દુઃખનું મૂળ છે. જિનાગ જ મેક્ષમાર્ગના મહાન માર્ગદર્શક છે. [૩૦] For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપના માર્ગે સફળતા મળે તે સમજવું કે એ કેવળ આપણે ભ્રમ છે. પરંતુ પરમાત્માના માર્ગમાં નિષ્ફળતા મળે તે સમજવું કે એ આપણી પરીક્ષા છે. વિષયવાસનામાં આસક્ત માનવી ધર્મના સાચા તત્ત્વજ્ઞાનને સમજી શકતું નથી. ક્ષમા, સંતોષ, સરળતા અને વિનમ્રતા ધર્મના પ્રવેશદ્વાર છે. પરમાત્માને મેળવવાના પુરુષાર્થમાં જ્યારે તમે અટકી જાવ તે સમજજો કે અવિશ્વાસ અને નિરાશાનું ઝેર આપના અંતરમાં ક્યાંક રહેલું છે જેને કારણે તમે આગળ વધવાને બદલે અટકી જાય છે. માનવ માનવ વચ્ચે પથરની નહિ પરંતુ શબ્દોની દીવાલ હોય છે. [૩૧] For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર એક મહારોગ છે. મેક્ષ તેને ઉપાય છે. સ્વાસ્થ છે. સંસારના દરેક કાર્ય પ્રત્યે અરુચિ, ઘણા અને નારાજગી જ વૈરાગ્ય છે. ગુરૂજન તરફના વિનય અને તેમના બહુમાનથી જ વિદ્યા પ્રાપ્ત થાય છે. સાચા ભક્ત માટે આ સંસારમાં પરમાત્માથી અન્ય કઈ અધિક નથી હોતું. જેમ સમુદ્રમાં ભરતી પછી ઓટ આવે જ છે તેમ જીવનમાં સુખ પછી દુઃખ ન આવે એવું ક્યારેય બનતું નથી. ધર્મના પવિત્ર અનુષ્ઠાનથી જ આત્માની શુદ્ધિ થાય છે. [૩૨] For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . અમારા પ્રેરણાદાયી પ્રકાશના . ॰ ડાક શિક્ષણ (હિંદી-માસિક) આજીવન લવાજમ......૧૦૧ રૂ. આલાક ક્રૂ આંગન મેં (હિંદી-સૂક્તિઓ).......... .૧.૨૫ રૂ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી, કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. જીવન-યાત્રા: એક પરિચય (હિંદી-ગુજરાતી)......૨.૫૦ રૂ. ૦ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. કે સ્વાધ્યાય સુત્ર (આગમે।ક્ત-મુક્તિ, હિંદી-ગુજરાતી), ૨.૫૦ રૂ. • સુવાસ અને સૌ (ગુજરાતી સૂક્તિઓ)...... * Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશનની પ્રતીક્ષામાં ૦ શેઠ મફતલાલ (હિ‘દી-બાધકથાઓ) ૦ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. સક્ષિપ્તજીવનની (અંગ્રેજી) ॰ પ્રકાશના પ્રાંગણમાં (ગુજરાતી સૂક્તિઓ) * પ્રાપ્તિસ્થાન શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર C/o મિલન અજિતભાઈ સુતરીયા ૨૪, કૃષ્ણવન સેાસાયટી, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩. * [પ્રસ્તુત પુસ્તિકાના સંબંધમાં આપના વિચારો સાદર આમંત્રિત છે.] For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે, દીપક બળીને બીજાને ઉજાસ આપે છે, ફક્ત છે માનવી એ-આ આખી દુનિયામાં, જે પોતે જીવવા, બીજાને ત્રાસ આપે છે. વ્યવસ્થા એ ઘરની શોભા છે. સમાધાન એ ઘરનું સુખ છે. આતિથ્ય એ ઘરનો વૈભવ છે. સદાચાર એ ઘરનું શિખર છે. અને પ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે. સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કેઈ આચરો. રાગ દ્વેષથી મુક્ત થઈને, મેક્ષ સુખ સહુ જગ વરો. For Private And Personal Use Only