________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપના માર્ગે સફળતા મળે તે સમજવું કે એ કેવળ આપણે ભ્રમ છે. પરંતુ પરમાત્માના માર્ગમાં નિષ્ફળતા મળે તે સમજવું કે એ આપણી પરીક્ષા છે.
વિષયવાસનામાં આસક્ત માનવી ધર્મના સાચા તત્ત્વજ્ઞાનને સમજી શકતું નથી.
ક્ષમા, સંતોષ, સરળતા અને વિનમ્રતા ધર્મના પ્રવેશદ્વાર છે.
પરમાત્માને મેળવવાના પુરુષાર્થમાં જ્યારે તમે અટકી જાવ તે સમજજો કે અવિશ્વાસ અને નિરાશાનું ઝેર આપના અંતરમાં ક્યાંક રહેલું છે જેને કારણે તમે આગળ વધવાને બદલે અટકી જાય છે.
માનવ માનવ વચ્ચે પથરની નહિ પરંતુ શબ્દોની દીવાલ હોય છે.
[૩૧]
For Private And Personal Use Only