________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ કે દુઃખ ખરી રીતે તે મને દશાને જ પડછાય છે.
સવિચાર અને સદાચારની અનુમોદના કરનાર મનુષ્ય પણ મહાત્મા બનવા સમર્થ બને છે.
આત્મા ઉન્નતિ સાધી શકશે એ નિઃશંક છે. માત્ર સમ્યક પુરૂષાર્થ જોઈએ.
પાપરહિત પવિત્ર માણસ જ પરમ સત્યને પામી શકે છે.
ચારિત્ર, માનવજીવનની મહાન મૂડી છે.
ચારિત્ર વિનાની એકલી બુદ્ધિ અધોગતિમાં લઈ જાય છે.
થડી જરૂરિયાત હોવી અને પોતાની જરૂરિયાત પિતાની જાતે જ પૂરી કરવી તેના જેવું શોભા ભરેલું બીજુ કાર્ય કઈ નથી.
ઉત્તમ જીવનચરિત્રે આપણા માટે દર્પણરૂપ છે.
ઈચ્છાઓમાંથી મુક્તિ એ નિર્વાણને માર્ગ છે.
[ ૧૮ ]
For Private And Personal Use Only