________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં નમ્રતાને સ્થાન આપનાર ગમે તે પરિસ્થિતિમાં દીનતાને લેશ માત્ર સ્થાન આપવા લલચાતે જ નથી.
જે માણસ મનને વશમાં રાખે છે, જે શુદ્ધ વિચાર કરે છે એ જ ભગવાનને સાચો ભક્ત છે.
પરમાત્માને સાચો ભક્ત આત્માને સુખદુઃખની અસર થવા દેતા નથી.
બીજાનું હિત કરવું એ જ પોતાનું કર્તવ્ય છે, ધર્મ છે.
સદાચારથી જ માનવ, માનવ કહેવાય, તે વિનાને માનવ પશુ કહેવાય.
તમારી શ્રદ્ધાનું માપ દેવ-ગુરુ અને ધર્મની પાછળ તનમન અને ધનથી ભેગ આપવાના તમારા પ્રમાણ પરથી નીકળશે.
મનમાં વૈરાગ્ય લાવવા સંસારના દોષનું નિરંતર ચિંતન કરતા રહે.
બલવા કરતા કરી બતાવવાની સવિશેષ જરૂર છે.
[૯]
For Private And Personal Use Only