Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/535541/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક PATHIK QUARTERLY JOURNAL : HISTORY, CULTURE & ARCHAEOLOGY - સંપાદક ન ડૉ. ભારતીબહેન શેલત પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વિ.સં. ૨૦૬ ૨ વર્ષ : ૪૬ અંક : ૧-૨-૩ જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ( શૈડ ભોળાભાઈ જૈશિંગભાઈ અધ્યય+સંશોધનવિધાભવન સ્વ. શ્રી કે. કા. શાસ્ત્રી PATHIK KARYALAY, Clo. B. J. Institute, Ashram Road, Ahmedabad-9 For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આઘતંત્રી સ્વ. માનસંગજી બારડ ટ્રસ્ટીમંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક વિ. સં. ૨૦૬૧-૬૨ વર્ષ : ૪૬ અનુક્રમ આજીવન શિક્ષક-અધ્યાપક સંશોધક સ્વ. કે.કા.શાસ્ત્રી www.kobatirth.org પ્રા. ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા ગુજરાતના બદલાતા ભૌગોલિક સીમાડાઓ અંક : ૧-૨-૩ જાન્યુ.-માર્ચ. ૨૦૦૬ હરસોલની ચામુંડામાતૃકાની પ્રતિમા ભારતીય દંતકથા વિજ્ઞાનમાં કેટલીક દેવીઓ અને તેનું શિલ્પાંકન (પ્રાચીન) સ્તંભ સ્થાપત્ય શોધપત્ર મોઢેરા નજક મળી આવેલી કલાત્મક અને એક પ્રવેશદ્વાર વાળી અદ્ભુત વાવ દ્રૌપદી સ્વયંવર “વીરપુરનું પુરાતત્ત્વ રક્ષિત મીનળવાવનું ઐતિહાસિક સ્મારક” ગ્રંથ સમીક્ષા ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ નક્શીકામવાળી યશવંત કડીકર હરિપ્રસાદ શાસ્ત્રી મુનીન્દ્ર વેણીશંકર જોશી પ્રા. અન્નપૂર્ણાબહેન શાહ ડૉ. પ્રિયબાળાબહેન શાહ પ્રા. ડૉ. લલિત એસ. પટેલ પ્રા. ચંદ્રકાન્ત હ. જોષી Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦ છે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧- છે. ૧ ૪ સૂચના પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી ૧૭ | લેખ સારા અક્ષરે શાહીથી અને ૧૯ ૨૧ કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો ૨૩ જરૂરી છે. ૨૯ | પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. ૩૫ For Private and Personal Use Only ૩૯ | અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. ४८ મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો. પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ, કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o.ભો.જે.વિદ્યાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ ૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ = ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજીવન શિક્ષક-અધ્યાપક સંશોધક સ્વ. કે. કા. શાસ્ત્રી પ્રા. ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા વેદ-શાસ્ત્ર પુરાણોમાં અપાર આસ્થા અને ઉત્કટ શ્રદ્ધા ધરાવતા, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ઘરેડના પ્રતિનિધિ અને હિમાયતી હોવા સાથે આધુનિક જ્ઞાનવિજ્ઞાન અને લોકતંત્રની પ્રણાલિના એટલા જ ઉપાસક અને પ્રસારક એવા પ્રા. ડૉ. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે.કા. શાસ્ત્રી)નો તા. ૯-૯-૨૦૦૬ના રોજ વૈકુંઠવાસ થયો. એઓ સમગ્ર પશ્ચિમ ભારતમાંના વિદ્યાપુરુષોમાં નોખા તરી આવતા. વિદ્વતા અને વિનમ્રતા એમની પ્રકૃતિમાં અને પ્રવૃત્તિમાં સહજપણે અને સુભગતાથી સમ્મિલિત થયેલ હતા. અધ્યયન-અધ્યાપનમાં તેઓ આજીવન ગુંથાયેલા રહ્યા હતા. શ્રી કે.કા.શાસ્ત્રીજીનો જન્મ ૨૮ જુલાઈ, ૧૮૦૫માં માંગરોળ મુકામે થયો હતો. ઈ.સ. ૧૯૬૫માં કોનેશન હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઈ.સ. ૧૯૨૧માં સાતમા ધોરણ (મૅટ્રિક્યુલેશન)માં પાસ થયા. તા. ૨૮-૧-૧૯૨૫ના રોજ એ જ હાઈસ્કૂલમાં વધારાના સહાયક શિક્ષક તરીકે નિમણૂંક થઈ. મૅટ્રિક્યુલેશનના વર્ગમાં ગુજરાતી વ્યાકરણ ભણાવવાનો આદેશ થયો, ઉપરાંત ધોરણ-૪, પનું સંસ્કૃત પણ સોંપાયું. સતત ૧૧ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી ઈ.સ. ૧૯૩૬માં સેવાનિવૃત્ત થયા. ઈ.સ. ૧૯૨૯માં બુદ્ધિપ્રકાશમાં વૃત્તપંગી સૂત્રાત્મક ગુજરાતી પિંગળ-શીર્ષકથી પ્રથમ લેખ છપાયો. ઈ.સ. ૧૯૨૩-૨૪માં સંસ્કૃતકોશ ડામરકોશનો ગુજરાતી પર્યાય સાથેનો ગુજરાતી અનુવાદ સિદ્ધ કરી લીધો હતો જે નવેસરથી છેક ૧૯૭૬માં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોંર્ડ, અમદાવાદ દ્વારા છાપવામાં આવ્યો. ત્યારબાદ ૩૧માં વર્ષ સુધી સતત લેખો લખવા, ચર્ચાપત્રો લખવા અને લઘુગ્રંથો તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલુ રહી હતી. સને ૧૯૩૬માં અમદાવાદ આવ્યા અને ‘પ્રજાબંધુમાં કાર્ય આરંભ્ય. તા. ૧૧-૪-૧૯૩૭ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રેમાભાઈ હોલ (હાલ ગુજરાત વિદ્યાસભા) માં સંશોધક તરીકે જોડાયા. ૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને મુંબઈ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત, ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી, ફારસી વિષયને અનુસ્નાતક કક્ષાએ માન્યતા મળી. ૧૯૪૧માં અનુસ્નાતક કેન્દ્રના સહાયક મંત્રી તરીકે શાસ્ત્રીજીની નિમણૂંક થઈ. ૧૯૪૬માં એઓ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક માન્ય અધ્યાપક તરીકે નીમાયા. સન ૧૯૫૧માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના બધા અધ્યાપકોની અનુસ્નાતક માન્ય અધ્યાપક તરીકેની માન્યતા ચાલુ રહી. આમ પ્રો.કે.કા.શાસ્ત્રીજીએ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રના માન્ય અધ્યાપક અને પછીથી માર્ગદર્શક તરીકે ૧૯૫૧થી છેલ્લા શ્વાસ સુધી કામગીરી બજાવી હતી. ૧૯૫૮થી ગુજરાત યુનિવર્સિટી માન્ય સંસ્થા શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન (ભો.જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા સંચાલિત અનુસ્નાતક સંસ્થા), અમદાવાદના ગુજરાતી વિષયમાં માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ ચાલુ જ હતી. ૧૯૫૫માં ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની માન્યતા આપી. એ અગાઉ એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઇ પણ માર્ગદર્શક શિક્ષક તરીકે માન્યતા આપી હતી. શ્રી શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૫ જેટલાં અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી * વરિષ્ઠ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, અમદાવાદ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ n ૧ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્ત કરી છે. ૧૯૬ ૧માં ગુજરાત રિસર્ચ સોસાયટીમાં શરૂઆતમાં મંત્રી તરીકે અને તા. ૧૭-૭-૧૯૬૧ થી નિયામક તરીકેની જવાબદારી એમણે સંભાળી હતી. તે સાથે ૧૯૬૧ થી ૧૯૭૦ સુધી અમદાવાદની બી.ડી. મહિલા કોલેજમાં પણ સંસ્કૃત અને ગુજરાતીના સંલગ્ન અધ્યાપક તરીકે એમણે સેવાઓ આપેલી. સન ૧૯૫૮થી શેઠ શ્રી ભો.જે. વિદ્યાભવનમાં જોડાયા પછી અધ્યાપન પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો હતો. મુખ્યત્વે સંશોધનક્ષેત્રે કામ કરવાની સુવિધા ઉત્તરોત્તર વધતા વિશિષ્ટ ગ્રંથો અનેક વિષયોમાં તૈયાર થતા ગયા અને છપાતા ગયા. અત્યાર સુધીમાં આશરે ૨૪૦થી વધુ ગ્રંથોનું લેખન-સંપાદન કાર્ય એમના હાથે સંપન થયેલું છે. સ્વ. શાસ્ત્રીજીનું લેખન કાર્ય ઘણી જ નાની વયે શરૂ થયું અને પ્રગટ પણ થયું. તત્કાલીન પ્રતિષ્ઠિત સામયિકોમાં અને ત્યાર પછીના વિવિધ વિષયોને આવરી લેતાં સામયિકોમાં એમના ધર્મ અને તત્વજ્ઞાન, ભાષા અને સાહિત્ય, માનવવિદ્યા અને સમાજ, ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વને લગતા સંશોધન-લેખો મોટી સંખ્યામાં પ્રકાશિત થયા છે. એમની યશસ્વી કારકિર્દીમાં એમના સ્વાધ્યાય અને વિશાળ સંશોધનકાર્યના ફળ સ્વરૂપે ખેડેલા પ્રવાસો અને અભ્યાસનધ-લેખો તેમજ ‘આકાશવાણીઉપરથી આપેલા વાર્તાલાપોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનું એમનું પ્રદાન-ખેડાણ નામૃતં નિમતે વિવિ એ ઇતિહાસ નિરૂપકની પ્રતિજ્ઞા ચરિતાર્થ થતું જોવાજાણવા-અનુભવવા મળે છે. સ્વ. શાસ્ત્રીજી મૂળ ભાષાસાહિત્યના અભ્યાસથી રંગાયેલા હતા, પણ ભાષાસાહિત્યના સંશોધનો એમને ઇતિહાસની કેડીઓ ઉપર લઈ ગયા, જેની ફલશ્રુતિરૂપ ઇતિહાસ-સંસ્કૃતિને લગતાં પુસ્તકો ઉપરાંત અનેક સંશોધન લેખો પણ એમણે લખ્યા. શેઠ શ્રી. ભો.જે. વિદ્યાભવન-અમદાવાદ, જ્યાં સ્વ. શાસ્ત્રીજી પહેલેથી અધ્યાપક-સંશોધક-માર્ગદર્શક તરીકે સક્રિય સેવા આપતા રહ્યા હતા, તે સંસ્થાની ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાળામાં એઓશ્રીનું સક્રિય પ્રદાન હતું. ઉપરાંત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ની ગ્રંથમાળાના આરંભિક બે ગ્રંથોમાં એમણે કરેલું પ્રદાન પણ નોંધપાત્ર છે. સંસ્થામાં માનાર્હ અધ્યાપક તરીકેની એમની સેવાઓ દરમ્યાન આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યોમાં નયસંહિતા. ભારતસંહિતા, શ્રીમદ્ભગવદ્ગીતા અને શ્રીમાવત મદીપુરીની સમીક્ષિત વાચના ગણાવી શકાય. સમીક્ષિત વાચનના એ મહાન કાર્યમાં એક સંપાદક તરીકે તેઓએ સેવા આપી હતી. એમણે સ્વતંત્ર રીતે જૂનામાં જૂની સં. ૧૧૮૨ આસપાસની હસ્તપ્રતના પાઠને કેન્દ્રમાં રાખી જૂના ચાર ટીકાકારો શ્રીધર, શ્રીવલ્લભાચાર્યજી, વિજયધ્વજ અને વીરરાઘવની ટીકાઓમાં આવતાં પાઠાંતરો અને પ્રક્ષેપો નોંધી સ્વતંત્ર સંપાદન કર્યું હતું. ભો.જે. વિદ્યાભવન દ્વારા એમણે કરેલા નોંધપાત્ર સંશોધન-સંપાદન કાર્યને કે.કા. શાસ્ત્રી ગ્રંથાવલિ' યોજના હેઠળ એમની હયાતિમાં જ ૧ થી ૧૦ ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા હતા. સ્વ. કે.કા.શાસ્ત્રીજીનાં કાર્યોને અનુરૂપ ૧૯૬૬માં અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ દ્વારા ‘વિદ્યાવાચસ્પતિની સંમાનનીય પદવી તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હસ્તે પશ્ચિમ ભારતની સંસ્કૃતજ્ઞ દરજજે શાસ્ત્રીજીને આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૭૬માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ખેડાણની સિદ્ધિ માટે એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. ફકરુદ્દીન અલી અહમદને હાથે ‘પાશ્રીની પદવી મળી હતી. પ્રયાગની ભારતીય પરિષદ સમગ્ર ભારતમાંના વયોવૃદ્ધ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને ‘મહામહિમોપાધ્યાય'ની પદવીથી નવાજે છે. ૧૯૭૭ માં આ પદવીથી ૬૦ વર્ષની વયે પૂ. શાસ્ત્રીજીને નવાજવામાં આવ્યા હતા. ૧૯૯૧ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમને ડૉકટર ઑફ લેટર્સ-ડિલિની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શાસ્ત્રીજીએ ૧૦૦ વર્ષ પૂરાં કર્યા ત્યારે એમની બહુશ્રુત વિદ્વતાની કદર કરતાં કેન્દ્ર સરકાર તેમ જ ગુજરાત સરકાર અને ભારતની તેમ જ તળ ગુજરાતની પથિક • સૈમાસિક - જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ u ૨ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ સંસ્થાઓ તરફથી સન્માનપત્રો અને અનેક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. એઓ ખૂબ નમ્ર, સરળ, નિર્વ્યસની, સંયમી તેમ જ ધર્મભીરુ મહામાનવ હતા. સ્વબળે જ નાનામાંથી મોટા બન્યા હતા. ૧૦૦ વર્ષની વય વટાવ્યું પણ એક યુવાનને છાજે તેવો જુસ્સો ધરાવતા હતા. એઓ અનેક સામાજિક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક ટ્રસ્ટો સાથે સંકળાયેલા હતા અને એ સૌમાં કાર્યશીલ હતા. સ્વ. કે.કા.શાસ્ત્રીજી સમાજના વિભિન્ન વર્ગોમાં અનેક રીતે આદરપાત્ર બન્યા હતા, ક્યાંક ભાષાવિદ્, ઇતિહાસકાર, લેખક, કવિ, સંશોધક, વૈયાકરણી તરીકે, ક્યાંક ગુરુ તરીકે, ક્યાંક વત્સલ વડીલ તરીકે પણ આ બધાનો સરવાળો ત્યાં છે, સિદ્ધિમાં- એક આદર્શ અધ્યાપક તરીકેની એમની સિદ્ધિમાં. શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષક-અધ્યાપક તરીકે એમની સેવાઓની ગણતરી કરવામાં આવે તો ચંદવાણા બોડીવાવમાં શિક્ષક તરીકે ૧ વર્ષ, માંગરોળની પાઠશાળા અને હાઈસ્કૂલનાં ૧૧-૧૨ વર્ષ એમ કુલ ૧૩ વર્ષ. અમદાવાદમાં ૧૯૩૯થી ૧૯૯૦ સુધીના આશરે ૫રવર્ષ. એમણે આમ સરવાળે ૬૫ વર્ષ જેટલું લાંબુ જીવન શિક્ષણક્ષેત્રે જો કે ભો.જે. વિદ્યાભવનમાં એઓ ૧૯૫૮થી છેલ્લા શ્વાસ તા. ૯-૯-૨૦૦૬ સધી - ૪૮ વર્ષ મનાઈ અધ્યાપક તરીકેની સેવામાં હતા. આમ સમગ્ર જીવનપર્યત શિક્ષણ જગતમાં ૮૧ વર્ષ જેટલી એમની શિક્ષકઅધ્યાપક તરીકેની કારકિર્દી અનન્ય કોટિની ગણી શકાય. પૂ. શાસ્ત્રીજીને કૉલેજકાળ (૧૯૭૬) થી જાણ્યા. ૧૯૮૪માં ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો. બસ, ત્યારથી સ્પર્શમણિ અનેકવિધ વિષયોમાં એમનું ખેડાણ પ્રેરણારૂપ બની રહ્યું. અવારનવાર વિષયગત ચર્ચાઓ અને સંશોધનકાર્યમાં એમનું માર્ગદર્શન મળતું રહ્યું. સંશોધનક્ષેત્રે સંસ્થાગત કે વ્યક્તિગત કામગીરીની ફળશ્રુતિરૂપ ગ્રંથ પ્રકાશનમાં “આમુખ પૂ. શાસ્ત્રીજીનું હોય છે. જે દ્વારા મારા સંશોધનના મૂલ્યાંકનનો મોકો મળતો. એમના તરફથી હંમેશા પ્રેમ, હૂંફ અને પ્રોત્સાહન મળ્યા છે. સાથે મારા કુટુંબના સભ્યોને પણ એટલી જે નિકટતા અને સમભાવ મળતાં રહ્યાં. પથિક • ત્રમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ u ૩ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org — Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના બદલાતા ભૌગોલિક સીમાડાઓ ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ ‘ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની ‘સમુજ્જવલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતના મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયા હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલા પોતાના મૂળિયા થકી પોષણ મેળવે છે, તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્કૃતિક પરંપરા માટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યક્તિત્ત્વ આવી પરંપરાથી ઘડાય છે, વિકસે છે. કોઈપણ મનુષ્યનો ચહેરો-મહોરો, તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની-મોટી ખાસિયતો આ બધું આકસ્મિક હોતું નથી; તે એક સુદીર્ધ, સાતત્યપૂર્ણ અને સાંસ્કૃતિક પંરપરાની નીપજરૂપ હોય છે. બદલાતી જતી ભૌગોલિક સીમાઓમાં ગુજરાતની સંસ્કૃતિ જુના-નવાનો સુભગ સમન્વય કરતી વિકસી છે. ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ભારતના નક્શામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તે ભારતના પશ્ચિમ કિનારે ૨૦–૦૧૦ થી ૨૪-૦૭° ઉ.અ. અને ૬૭-૦૪ થી ૭૪-૦૪ પૂ.રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ ૦૧, ૯૬,૦૨૪ ચો. કિ.મી છે. ગુજરાતના ૨૫ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓ સાગર કિનારો ધરાવે છે. કર્કવૃત્ત ગુજરાતના આશરે મધ્યભાગમાં પસાર થાય છે. તેના ભૌગોલિક સીમાડાઓની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર છે, વાયવ્યે કચ્છનો અખાત છે, ઉત્તરમાં નાનું રણ અને મારવાડનો વેરાન પ્રદેશ છે, અને ઇશાનમાં આબુ છે. તેની પૂર્વ દિશામાં વાંસવાડા, ખાનદેશ, અલીરાજપુર, ઝાબુઆ, અને સહાદ્રિ ગિરિમાળા છે. દક્ષિણમાં ફરીથી ઊંચો ઢોળાવ શરૂ થાય છે. અને સાતપૂડાના ડુંગરોની મુખ્ય હારમાળાની ઓત્તરાદી ડુંગરીઓનો ખરબચડો પ્રદેશ આવેલો છે. ગુજરાતમાં પ્રાગ્ ઐતિહાસિક શોધ પહેલ-વહેલી ઈ.સ. ૧૮૯૩ માં થઈ, જેના અવશેષો રોબર્ટ બ્રુસ ફ્રુટ નામના ભૂસ્તરશાસ્ત્રીએ પ્રાપ્ત કર્યા હતા. જે સાબરમતીના પટમાંથી વિજાપુર તાલુકાના સાડોલિયા અને પેઢામલી પાસેથી મળ્યા હતા. ત્યારબાદ મહી, ઓરસંગ, નર્મદા, કરજણ નદીઓ અને આહવા સમીપે એક નાળામાંથી આ સંસ્કૃતિના એંધાણરૂપ પાષાણના હથિયારો મળ્યા છે. આમ પ્રાગ ઐતિહાસિક યુગમાં ગુજરાતમાં માનવ જીવનનો વિકાસ થયો હતો. આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના (સિંધુખીણની સંસ્કૃતિ) અવશેષો પણ ગુજરાતમાં મળી આવ્યા છે. જેમાં રંગપુર, સોમનાથ, લોથલ, આમરા-લાખાબાવળ, રોજડી, આટકોટ, દડ અને પીઠડિયાનો સમાવેશ થાય છે. આમ, સિંધુ સભ્યતાના ઉપલબ્ધ અવશેષો, મુદ્રાઓ, નિઃશંકપણે પુરવાર કરે છે કે આ સમાજ અક્ષરજ્ઞાન ધરાવતો હતો, પરંતુ જયાં સુધી આ મુદ્રાઓનું વાંચન સિદ્ધ ન થાય ત્યાં સુધી સિંધુ સભ્યતાને “આઘ ઇતિહાસ'’ માં રાખવી પડશે.' આમ, આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાતમાં પણ સાંસ્કૃતિક વિકાસ થયો હતો. પૌરાણિક સંદર્ભમાં ગુજરાત : પ્રાચીન કાળમાં સમગ્ર ગુજરાત ભૌગોલિક દૃષ્ટિએ એક નામથી ઓળખાતું નહોતું. ‘આનર્ત’, ‘સૌરાષ્ટ્ર' + ગુજરાત ઇતિહાસ પરિષદના ૨૨મું અધિવેશન, હૈદરાબાદ, તા. ૨૫-૨૭ ડિસે. ૨૦૦૨માં રજૂ કરેલ શોધપત્ર. * આદિવાસી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર, જિ. પંચમહાલ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ _B_૪ • For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને લાટ એવા ત્રણ વિભાગ ઉપરાંત ‘અપરાંત' નામ પણ કેટલાક ભૌગોલિક ભાગ માટે પ્રચલિત હતું. આનર્ત : ‘આનર્ત' ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ મળીને થતો પ્રદેશ. જેની રાજધાની પ્રાચીન કુશસ્થલી અથવા દ્વારકા હતી. મહાભારત, ભાગવત, વાયુ અને મત્સ્ય પુરાણમાં કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે ચૂત વખતે હું આનર્તમાં હતો નહીં, નહી તો તમને વારત.3 સુભદ્રાહરણ પ્રસંગમાં ત્યાંના લડવૈયાઓને કરાયેલા સંબોધનમાં આનર્તનો ઉલ્લેખ છે. સુભદ્રાને લઈને હસ્તિનાપુર જતાં, “અર્જુન ગિરનાર અને અર્બદ વચ્ચે 'આર્તરાષ્ટ્ર' વટાવે છે, જેમાં આનર્ત વાવો અને કમળો ભરેલા તળાવવાળો પ્રદેશ છે” એવું વર્ણન મળે છે. આનર્તનું નામ મનુના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તનો દેશ તે આનર્ત એ રીતે પૌરાણિકોએ ઘટાવ્યું છે. જયારે ડૉ. આનંદશંકર ધ્રુવના મતે, “અમૃત” ઉપરથી આનર્ત શબ્દ થયો છે, અને ઋત કહેતાં બ્રાહ્મણોનો યજ્ઞધર્મ તેને ન પાળનાર દસ્યુઓ-અનાર્યો-જયાં વસે છે તે આનર્ત" પુરાણના એક ઉલ્લેખ મુજબ પુણ્યજન નામના રાક્ષસોએ આનર્તની રાજધાની કુશસ્થલીનો નાશ કર્યો અને ત્યારબાદ યાદવોએ દ્વારિકા વસાવી અને રાજ્ય શરૂ કર્યું. આમ, કેટલાક પુરાણો ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રનો આનર્તમાં સમાવેશ કરે છે. ડૉ. આનંદશંકર ધ્રુવના બૉમ્બે ગેઝેટિયરના મત અનુસાર “આપણો ગુજરાત પ્રાંત, આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ એ ત્રણ પ્રદેશ મળીને થયેલો.' એમ કહી આનર્તની સરહદ આપે છે. એ ઉત્તરે આબુ, પશ્ચિમે કાઠિયાવાડ, પૂર્વે માળવા અને દક્ષિણે મહી અને ખંભાત અને લગભગ નર્મદાના કાંઠા સુધી પહોંચે છે. એના મુખ્ય પ્રાચીન નગરો : વડનગર, ચાંપાનેર, અણહિલવાડ પાટણ, કર્ણાવતી (હાલનું અમદાવાદ) અને ખંભાત. પુરાણોમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આ મુજબ મળે છે સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્ર દેશ, અપરાંત વિભાગમાંના દેશોમાંનો એક પાણિનીય શિક્ષા તથા કૌટિલ્યના અર્થશાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે. તે ઉપરાંત રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારના શિલાલેખોમાં પણ તેનો ઉલ્લેખ છે. બોમ્બે ગેઝેટિયર સુ લોકોના દેશ તેનું સંસ્કૃતીકરણ, સુંદર દેશ-સૌરાષ્ટ્ર એવું જણાવે છે. નાસિકની ત્રીજી ગુફામાંના ઈ.સ. પૂ. ૨૫ ના શિલાલેખમાં ‘સુરઠ' નામ મળે છે. તે ઉપરથી તેનું સંસ્કૃતીકરણ ‘સૌરાષ્ટ્ર' વધારે સંભવિત છે. હ્યુ-એન-ત્સાંગ વલભી અને સૌરાષ્ટ્ર એ બે જુદા જુદા રાજ્યો હતા એમ નોંધે છે. કે પી. જયસ્વાલના મત પ્રમાણે “આ પ્રદેશોના આભીરો અશોકના રાષ્ટિકો અને મહાભારતન યાદવોને ખૂબ મળતા હતા. એટલે તેઓના વસવાટ બાદ આ પ્રદેશ સૌરાષ્ટ્રના નામથી ઓળખાવા લાગ્યો. ડો. ભાંડારકર ‘રદ્ર' જાતિને “સુ” પ્રત્યય લગાડવાથી ‘સૌરાષ્ટ્ર' કે “સુરદ્ર’ થયું એમ માને છે. - સૌરાષ્ટ્રનો પ્રાચીન પરદેશી ઉલ્લેખ બ્રેબોનો છે. (ઈ.સ. પૂ. પ૦) Saraastus પ્લીની (ઈ.સ ૭૦) Oratural' આપે છે. ટોલેમી૧૨ અને પેરિપ્લસ Syrastrene આપે છે. હ્યુ-એન-વાંગ ૧* (ઈ.સ. દOO Su-lacha (-ta) આપે છે. જેમાં કનિંગહામ" “સુરાઠ' નામ આપે છે. આમ, સૌરાષ્ટ્રની સરહદો જુદા જુદા સમયમાં જુદી જુદી છે. કોઈવાર સિંધુના મુખથી શરૂ કરી આજનો આખો કાઠિયાવાડ, તો કોઈકવાર તેનો એક દેશ સૌરાષ્ટ્ર ગણાયેલ છે. એકંદરે આજના સોરઠ પ્રાંત કરતા આજના આખા કાઠિયાવાડ માટે સૌરાષ્ટ્ર નામ પ્રયુક્ત થયુ હોવાનું મનાય એ ઠીક છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૫ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra લાટ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહીંથી તાપી સુધીનો ગુજરાતનો પ્રદેશ ‘લાટ' તરીકે ઓળખાતો હતો, પરંતુ કેટલીકવાર તેમાં ખેડા જિલ્લાનો અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થતો. મહાભારત અને પ્રાચીન ગ્રંથોમાં કે ત્રીજા સૈકા પહેલાની ગુફાઓમાં કોતરેલા લેખોમાં એ નામ જણાતું નથી. તેનું કારણ એ પણ હોઈ શકે કે આ પ્રદેશનો સમાવેશ ‘અપરાંત’ માં કરવામાં આવ્યો હતો. ટોલેમીએ ‘લાટિકા’ કે ‘લાટિક' શબ્દ વાપર્યા છે. વાત્સાયન, વરાહમિહિર વગેરે આ શબ્દથી પરિચિત હતા. પાંચમાં સૈકામાં મંદસર અજંતાના લેખોમાં ‘લાટ’ નામનો ઉલ્લેખ છે. ચૌલુક્ય, ગુર્જર અને રાષ્ટ્રકુટ રાજાઓના લેખમાં (ઈ.સ. ૭૦૦-૧૨૦૦) એ નામ વારંવાર આવે છે. હ્યુ-એન-ત્સાંગે એનું નામ ‘લુલુ' લખેલ છે. 1. સ્વ. આનંદશંકર ધ્રુવ તથા પ્રો. નદવી લાટની ઉત્પત્તિ રાષ્ટ્ર ઉપરથી આપે છે. વડોદરા રાજ્યમાં ‘રાષ્ટ્ર' અને ‘અરણી’ એવા વિભાગો હતા. તે આ તર્કને સમર્થન આપે છે. ભરૂચ અને ધાર વચ્ચેનો પ્રદેશ આજે પણ ‘રાઠ’ નામે ઓળખાય છે.॰ લાટની સરહદ, “મહી અને તાપી એ બે નદીઓ વચ્ચેનો, ખાનદેશને સાથે ગણાતો પ્રદેશ તે લાટ.'૧૮ રાષ્ટ્ર ઉપરથી ‘લાટ’ થયું એમ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી અને પં. બેચરદાસ અભિપ્રાય છે.૯ ‘લાટ’ કોઈ સંસ્કૃત શબ્દનું રૂપાંતર છે એવા અભિપ્રાય રજુ થયા છે. રાષ્ટ્રકુટ – ‘સ્ત્ર’માંથી ‘લાટ’ શબ્દ આવ્યા વિશેના મત નોંધ્યા છે. શ્રી અલ્સેકરના મતે, “રાષ્ટ્રકુટોનો ગુજરાત સાથેનો સંબંધ વહેલામાં વહેલો દા સૈકાથી જ છે. એટલે રાષ્ટ્રકુટ - રુદ્ર-લાટ એ ક્રમ સ્વીકાર્ય કરતો નથી. માળવાની ધારનગરી અને ભરૂચ વચ્ચેનો પ્રદેશ જેમાં ‘બાધ' અને ‘લાડ’ ગામ આવેલા છે તે હજુ સુધી રાધ કહેવાય છે. ઈ.સ.ના નવમા અને દશમા સૈકામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ લાટ તરીકે ઓળખાતો. સોલંકીયુગમાં કર્ણદેવના સમયમાં ‘સાસ્વત મંડળ’ સાથે લાટને જોડી દેવામાં આવ્યું. ત્યારથી ‘લાટ’ નામ ધીમે ધીમે ભુસાતું ગયું. અપરાન્ત : જૈનો અર્થ પશ્ચિમ છેડાનો પ્રદેશ એવો થાય છે. મહાભારતના આદિપર્વમાં તેનો ઉલ્લેખ છે. જે કોંકણથી પ્રભાસ સુધીના પશ્ચિમ કાંઠાને માટે ‘અપરાંત’ નામ સૂચવે છે. સમૂહવાચક નામ તરીકે આવે છે, ત્યારે એની સીમાઓ નક્કી થતી નથી. જુદાં જુદાં પુરાણોએ કોંકણથી કચ્છ સિંધ સુધીના આખા દરિયાકાંઠા અથવા તેમના ઓછાવત્તા અંશ માટે આ નામ ાપર્યું છે. મત્સ્ય, બ્રહ્માંડ, માર્કંડેય, વામન, આદિ પુરાણોમાં અપરાંતમાં ઘણા પ્રદેશોનો સમાવેશ કરે છે. આનર્ત, અર્બુદ, સૌરાષ્ટ્ર, કચ્છ, સારસ્વત, ભૃગુકચ્છ, માહેય, આન્તરનર્મદ, શૂર્યારિક, નાસિક્ય વગેરેને ‘અપરાંત’ માં ગણાવવામાં આવ્યા છે.૨૧ ‘અપરાત'નો ઉલ્લેખ ઈ.સ. પૂ. ૨૫માં વિશિષ્ઠ પુત્ર પુલુમાવીના શિલાલેખમાં છે. તે પહેલા અશોકના શિલાલેખમાં પણ ‘અપરાંત' નો ઉલ્લેખ છે. દીપર્વસ (ત્રીજી સદી) અને મહાવેસ (પાંચમી સદી)માં પણ અપરાંતનો ઉલ્લેખ છે. કર્નિંગહામ અપરાંતમાં સિંધ, પશ્ચિમ રાજસ્થાન, કચ્છ, ગુજરાત અને નર્મદાના નીચલા પ્રદેશને ગણાવે છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજીના મત પ્રમાણે, “ઈશુની પહેલી સદીમાં અપરાંતની દક્ષિણ સીમાઓ વધુ ફેલાઈ. ઈ.સ.પૂ.ની ત્રીજી સદીમાં મહીથી ગોવા સુધીનો પ્રદેશ ‘અપરાંત’ તરીકે ઓળખાતો હતો, તે સરહદો વિસ્તરતી લાટ, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ સુધી ‘અપરાંત’નો પ્રદેશ બન્યો. આઠમી સદી બાદ આ શબ્દનો ઉપયોગ વપરાશમાં ધીમે ધીમે લુપ્ત થયો.૨૨ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ B ૬ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ, આનર્ત, લાટ, અપરાંત તરીકે મા સૈકા સુધી ગુજરાત ઓળખાતો હતો. ઈ.સ. ૧૨૬૧ના પ્રભાસ પાટણની દેપટ્ટણની શ્રીધર પ્રશસ્તિમાં ગુર્જરત્રા શબ્દ મર્યાદિત બન્યો. ત્યાર પછી ‘વાઘેલા કાલ માં સ્પષ્ટતઃ પ્રયોજાયેલ જોવા મળે છે. પ્રાગ્ ઐતિહાસિક કાલ અને આદ્ય ઐતિહાસિક કાલ સંદર્ભમાં પુરાવશેષીય સાધનો પરથી તત્કાલીન માનવજીવનની તથા સંસ્કૃતિની ઝાંખી થાય છે, પરંતુ એનો કોઈ નક્કર કડીબદ્ધ ઈતિહાસ જાણી શકાતો નથી. બીજી તરફ પુરાણો અનુશ્રુતિઓ પરથી અમુક પુરાતન રાજ્યો અને રાજવંશોની માહિતી મળે છે. પરંતુ તેની ઐતિહાસિકતા પ્રતિપાદિત કરવા માટે પુરાવા મળતા નથી. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની નક્કર અને આધારભૂત માહિતી મળવી શરૂ થાય છે., મૌર્યકાલના આરંભથી, ખાસ કરીને અભિલેખિક સાધનોને આધારે. મૌર્યકાલીન ગુજરાતના ભૌગોલિક સીમાડાઓ : જૂનાગઢ ગિરનારના માર્ગ પર આવેલ એક શિલા પર કોતરાયેલ લેખ છે, જે ગુજરાતનો સૌથી પ્રાચીન જ્ઞાત અભિલેખ છે. એમાં જણાવેલ ‘દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા એ મૌર્ય સમ્રાટ અશોક હોવાનું પ્રતિપાદિત થયું છે. સમ્રાટ અશોકે ધર્મભાવનાનાં પ્રચાર માટે પોતાના સામ્રાજ્યમાં અનેક પ્રદેશોમાં આ શૈલાલેખ કોતરાવ્યા. જેની એક પ્રત સૌરાષ્ટ્રના આ સ્થળે કોતરાયેલી છે. એ પરથી આ પ્રદેશ પણ અશોક મૌર્યના શાસન નીચે હોવાનું ફલિત થાય છે. આ શિલાલેખની બીજી બાજુ ચાર સદી બાદ કોતરાયેલ લેખમાં એ અનુમાનને સમર્થન મળે છે. એ લેખ રાજા મહાક્ષત્રપ રૂદ્રદામન ૧લાના સમયમાં શક વર્ષ ૭૨-૭૩ (ઈ.સ. ૧૫૦-૧૫૧)ના અરસામાં લખાયો છે.૨૩ જેમાં ગિરિનગરના સુદર્શન તળાવના સેતુ (બંધ)ના ભંગ તથા પુર્નનિર્માણનો વૃત્તાંત આપ્યો છે. આ વૃત્તાંતની અંદર એ જળાશયની ઉત્પત્તિ વિશે કેટલીક હકીકત આપવામાં આવી છે. એ પરથી જાણવા મળે છે કે આ જળાશય મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્પગુપ્તે કરાવેલું; અને અશોક મૌર્યના (રાષ્ટ્રીય) યવનરાજ તુષારૂં એમાંથી નહેર કરાવી.૨૪ ક્ષત્રપકાલીન લેખમાં આવતા આ બે ઉલ્લેખો મૌર્યકાલીન ઈતિહાસ પર ઘણો પ્રકાશ પાડે છે. આમ, મગધમાં નંદવંશની સત્તાનું ઉન્મૂલન કરી તેની સ્થાને મૌર્યવંશની સત્તા સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યનું (ઈ.સ. પૂ. ૩૨૨-૨૯૮) શાસન આ પ્રદેશ સુધી પ્રવર્તતુ હશે એમ ગિરનારના શિલાલેખ પરથી સ્પષ્ટ થાય છે. આ ઉપરથી તેની સમીપમાં આવેલો કચ્છ તથા તળ ગુજરાતનો પ્રદેશ પણ પ્રાયઃ મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હોવાનું સ્પષ્ટ થાય છે. અશોકનું શાસન ગુજરાતની પૂર્વે આવેલ માળવામાં તથા દક્ષિણે આવેલ કોંકણમાં પ્રવર્તતુ હતું. એ પરથી આ સંભવને સમર્થન મળે છે.૫ આમ, ગુજરાતનો સમસ્ત પ્રદેશ ત્યારે મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હતો એ લગભગ નિશ્ચિત ગણાય. અનુ-મૌર્યકાલમાં યવનોની સત્તા સિંધ પ્રાંતમાં ફેલાઈ. આ સત્તા ફેલાવનાર દિમિત્ર હતો. ત્યારબાદ ઉતિદ (ઈ.સ. પૃ. ૧૬૫ થી ૧૫૫) યવને એ પડાવી લીધી. તેની સત્તા ગુજરાતમાં ફેલાઈ હોય એમ કોઈ પ્રાચીન ગ્રંથમાં જણાવ્યું નથી, પરંતુ એના સિક્કા સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં અને જુદા જુદા સમયે મળ્યા છે.” ત્યારબાદ આવેલ મિનેન્દર અને અફલદત્તની સત્તા આ પ્રદેશોમાં પ્રવર્તતી હશે. એમ તેઓના સિક્કા ચલણમાં રહેલા એના આધારે કહી શકાય. પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૭ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક રાજાઓની સત્તા ગુજરાતમાં હતી કે કેમ ? એ વિશે કંઈ નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાત નામના રાજાના તાંબાના સિક્કા મળે છે. છતાં, અનુમૌર્યકાલનો ઘણો ઈતિહાસ હજી અજ્ઞાત અને અનિશ્ચિત છે. ત્યારબાદ ક્ષત્રપકાલીન ગુજરાતના અમુક જાતના ચાંદીના સિક્કાઓ ઉપરાંત તાંબાના થોડા સિક્કાઓ અને શિલાલેખો પણ પ્રાપ્ત થાય છે. જેમાંથી વિપુલ પ્રમાણમાં માહિતી મળે છે. ઇતિહાસમાં તેઓ પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. | ‘ક્ષત્રપ’ શબ્દ મૂળ ઈરાની ‘ક્ષદ્રપાવન'નું સંસ્કૃત રૂપાંતર છે. જેનો અર્થ ‘પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતનો સૂબો” એવો થાય છે. સંસ્કૃત સત્ર (સંસ્થાન) ઉપરથી ક્ષત્રપતિ પ્રયોગ વાજસનેય-સંહિતામાં જોવા મળે છે. ઋગ્લેદકાળમાં ‘રાજયકર્તાના અર્થમાં જયારે સામવેદમાં કે બ્રાહ્મણગ્રંથોમાં ‘ક્ષત્ર' એટલે ‘શાસિત વર્ગના સભ્ય કે લશ્કરનો માણસ થાય છે. આ ઉપરથી ‘ક્ષત્રપ’નો અર્થ ‘પ્રદેશનો રાજા કે ઠકરાતનો ઠાકોર’ એવો અર્થ ફલિત થાય છે. ગુજરાતમાં આ ક્ષત્રપકાલ-લગભગ ઈ.સ. ૨૩ થી ર૯૮નો છે, જે પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપોનો કુલ છ કુળ હોવાનું જાણવા મળ્યું છે. એમાંનું પહેલું કુળ ક્ષહરાત વંશના રાજાઓનું છે. જેમાં ભૂમક અને નહપાન રાજવીઓ થઈ ગયા. ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએ પ્રાપ્ત થાય છે, તેથી એ પ્રદેશ પર તેની સત્તા હોવાનું સુચવી શકાય; છતાં સિક્કાઓની પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ન હોય તો એનાં અર્વાચીન સ્થાન ઉપરથી ખાતરીપૂર્વક કહી શકાય નહીં. નહપાનની રાજધાની વિશે વિદ્વાનોમાં ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનોએ ઉજજૈન, મીનનગર અને ભરૂચને એની રાજધાનીના સ્થળ તરીકે સૂચવવાનો પ્રયત્ન કર્યો છે. તો કેટલાક વિદ્વાનોએ શૂરક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ પણ રાજધાનીના મથક તરીકે વ્યક્ત કર્યો છે. ૨૮ “આવશ્યકસુત્ર- નિર્યુક્તિ” ને આધારે જયસ્વાલ નહપાનની રાજધાની ભરૂચ હોવાનું સૂચવે છે. ૨૯ પેરિપ્લસમાં પણ નહપાનના રાજ્યનો જે વિસ્તાર દર્શાવ્યો છે તેમાં ભરૂચનો સમાવેશ થાય છે. નહપાનએ લહરાત વંશનો પ્રાયઃ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. તેના રાજયની ભૌગોલિક સીમાઓ જાણવા માટે બે સાધનો છે. : સિક્કાઓના પ્રાપ્તિ સ્થાનો તથા પુષ્કરમાંથી પ્રાપ્ત તાંબાના થોડા સિક્કાઓ અને જૂનાગઢમાંથી પ્રાપ્ત ચાંદીના થોડા સિક્કાઓ. તેના પરથી એવું અનુમાની શકાય કે નહપાનના રાજયમાં હાલના મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ વિભાગનો કેટલોક પ્રદેશ, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર અને ઉત્તરમાં અજમેર સુધીનો કેટલોક પ્રદેશો સમાવિષ્ટ હશે. નાસિકના (સાતવાહન રાજઓના) શિલાલેખોમાંથી એના રાજયની હદોનો ખ્યાલ આવે છે. સૌરાષ્ટ્ર, કુકુર, અપરાંત, આકરાવંતિ વગેરે પ્રદેશોને નહપાન રાજયમાં હોવાનો ઉલ્લેખ. આમ, નહપાનના રાજ્યની ભૌગોલિક સીમા ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ તેમ જ અહમદનગર, નાસિક અને પૂણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે. 31 બીજું ક્ષત્રપકુલ ચાન વંશનું મળે છે જેમાં કુલ ૨૦ રાજાઓ થયા, આ વંશની રાજધાની ઉજજૈન હતી. એવો એક ઉલ્લેખ મળે છે. આ વંશનો રાજા રૂદ્રદામા ૧લાના સામ્રાજયની ભૌગોલિક સીમાઓ વિશે જુનાગઢના એનાં શેલલેખમાંથી મળે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં પૂર્વ આકાર, સીમાઓ વિશે જૂનાગઢનાં એનાં શિલાલેખમાંથી મળે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં પૂર્વ આકાર, પશ્ચિમ અવનિ, અનુપ, નિવૃત્ત (નિમાડ), આનર્ત, સૌરાષ્ટ્ર, પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૮OF T ૮ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદનો સમાવેશ થાય છે. આ ઉપરથી તેના સામ્રાજ્યની ભૌગોલિક સીમાઓ ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં મળવા અને નિમાડ સુધી તથા પશ્ચિમે સુમદ્રકાંઠા (એટલે કે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત) સુધી હતી.૩૨ આમ, ચાટન રાજ્યની ભૌગોલિક સીમાઓ પૂર્વમાં આકરાવંતિ (પૂર્વ-પશ્ચિમ માળવા), પશ્ચિમમાં કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત (હાલનું રાજસ્થાન) અને દક્ષિણે અનૂપ (નર્મદા કાંઠા) સુધી હોવાનો સંભવ છે. ત્રીજા ક્ષત્રપકુલમાં સ્વામી જીવદયા, રૂદ્રસિંહ રજો, યશોદામા રજ થયા. ચોથા ક્ષત્રપકુલમાં સ્વામી રૂદ્રદામા રજો, સ્વામી રૂદ્રસેન ૩જો થયા. પાંચમા ક્ષત્રપકુળમાં સ્વામી સિંહસેન, સ્વામી રૂદ્રસેન ૪થો થયાં. જયારે છઠ્ઠી ક્ષત્રપકુળમાં સ્વામી સત્યસિંહ, સ્વામી રૂદ્રસિંહ જ થયા. જેના રાજયકાળના સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાનો અંત શિક વર્ષ ૩૨૦ અર્થાત્ ઈ.સ. ૩૯૮ ની નજીક હોવાનું સંભવે છે. ક્ષત્રપવંશના રાજાઓના સિક્કાઓ તથા શિલાલેખમાં ઉલ્લેખિત પ્રદેશો અને પ્રાપ્તિ સ્થાનને આધારે ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સીમાઓ આ પ્રમાણે હોઈ શકે, પૂર્વમાં અનૂપથી પશ્ચિમમાં સમુદ્ર તટે આવેલા સૌરાષ્ટ્ર, કચ્છ (ગુજરાત) સુધી, ઉત્તરમાં પુષ્કર પ્રદેશથી દક્ષિણમાં નર્મદા નદી પર્યત હતું. ૩૩ ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓના શાસનનું છેલ્લું શક વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮) છે. ને અહીં મગધના ગુપ્ત સામ્રાજયની સત્તા કુમારગુપ્ત ૧લાના રાજયકાલ (ઈ.સ. ૪૧૫-૪૫૫) દરમ્યાન પ્રસરી. આ બે વચ્ચે સત્તરેક વર્ષનો ગાળો રહેલો છે. આ દરમ્યાન અહીં શર્વ ભટ્ટાકે નામે રાજાનું રાજ્ય પ્રવર્તે. જેના સિક્કાઓ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મળ્યા છે. એનું નામ “શર્વ શિવ વાચક છે. ને એના સિક્કાઓ પરનું ચિહ્ન ત્રિશુલ શિવનું આયુધ છે. એ પરથી શર્વ ભટ્ટાર્ક શિવધર્મી હોવાનું સ્પષ્ટ થાય છે. મૈત્રક રાજવીઓનો દૂરનો પૂર્વજ હોવાનું સંભવિત ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ૧લાના શાસનકાળ (ઈ.સ. ૪૧પ-૪૫૫) દરમ્યાન ગુપ્ત સામ્રજ્યની સત્તા ગુજરાત પર પ્રસરી હતી. ગુજરાતમાં ઠેક-ઠેકાણે કુમારગુપ્ત ૧લાના ચાંદીના સિક્કા મળ્યા છે. ૨૫ કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત રાજયની ધુરા સંભાળી. સૌરાષ્ટ્રના શાસન તથા પાલન માટે એણે પર્ણદત્ત નામના ગુણસંપન્ન સૂબાની નિયુક્તિ કરી. પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણીપુત્ર ચક્રપાલિતને નીમ્યો. સ્કંદગુપ્તના મૃત્યુ (ઈ.સ. ૪૬૭) બાદ ગુપ્ત સામ્રાજયનો હ્રાસ થયો. દૂરના કેટલાક પ્રદેશો સ્વતંત્ર થયા. આ સ્થિતિનો લાભ લઈ મૈિત્રકકુળના સેનાપતિ ભટ્ટાર્કે વલભી માં પોતાની આગવી સત્તા સ્થાપી, જે ઈ.સ. ૪૭૦ ના અરસામાં સ્થપાયુ અને ઈ.સ. ૭૮૮માં અંત આવ્યો. આ સ સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર પણ પ્રવર્તે. સમય જતા મૈત્રકવંશની રાજસત્તા પશ્ચિમ માળવા પર પ્રસરી. થોડા સમયમ ભરૂચના આસપાસના પ્રદેશો પર પણ મૈત્રકોની સત્તા જામી. આમ, આ વંશની સત્તા ત્રણસો વર્ષથી વધુ લાંબાકાળ સુધી ગુજરાતના ઘણા મોટા ભાગ પર પ્રવર્તા.* મૈત્રકકાલનો ઈતિહાસ તામ્રપત્રો, શિલાલેખો અને તે સમયે લખાયેલ સાહિત્યિક સામગ્રીમાંથી મળે છે. આ વંશના કુલ ૧૧૭ દાનપત્રો અને બધા થઈને ૧૫૦ લેખો મળ્યા છે. આ વંશના સિક્કાઓ પર ત્રિશુળની આકૃતિ છે. સિક્કાના લખાણ બ્રાહ્મી લિપિમાં છે. સંસ્કૃત પ્રસિદ્ધ ‘ભટ્ટકાવ્ય' અને જૈનોનું હરિવંશપુરાણ ધનેશ્વરસુરીનું ‘શત્રુંજય મહાભ્ય' વગેરે મૈત્રક વંશના સમકાલીન છે. આચાર્ય ગુણમતિ અને સ્થિતિમતિએ તેમના દર્શનગ્રંથો અહીં રચ્યા હતા. જૈનોના આગમોની વલભી વાચના પણ અહીં થઈ હોવાની સંભાવના છે. બૌદ્ધોના આર્યમંજૂથી મૂલકાવ્ય' ગ્રંથ આ કાળના અંતભાગમાં રચાયો હોય એમ મનાય છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૯ For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ વલભીની આ સમયે મુલાકાત લીધી હતી. તેના વર્ણન પ્રમાણે, “રાજા ધ્રુવસેન હર્ષનો જમાઈ હતો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. વલભીપુર ધનાઢ્ય શહેર હતું. આ શહેરમાં ૧૦૦ ઉપરાંત કુટુંબો કરોડાધિપતિ હતા. વલભી વિદ્યાપીઠ નાલંદા જેવી પ્રખ્યાત હતી.” આમ, આ વંશમાં કુલ ૨૦ રાજાઓ થઈ ગયા. તેઓ પોતાને પરમ માહેશ્વર' તરીકે ઓળખાવે છે. આથી તેઓ શૈવધર્મી હશે. સૂર્યપૂજા પણ ખૂબ જ પ્રચલિત હતી.જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયો હશે એમ તળાજા, ગિરનાર વગેરેની બૌદ્ધકાલીન ગુફાઓ પરથી સાબિત થાય છે. સોમનાથનું પ્રાચીન મંદિર આ યુગનું હોય તે શક્ય છે. કદવાર, વિસાવાડા, ગોપ, કલસાર અને સુત્રાપાડાના મંદિરો આ યુગના છે. આ યુગનું શિલ્પ-સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે. આ રાજાઓમાં કેટલાક ખુબ પરાક્રમી હતા. જેમાં દ્રોણસિંહથી ધરસેન રજા સુધીના રાજાઓ મહારાજનું બિરૂ વાપરતા, જયારે શિલાદિત્ય ૧લાથી ધ્રુવસેન બીજા સુધીના રાજાઓની આગળ કોઈ બિરૂદ લાગેલ નથી. ધરસેને પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ અને પરમેશ્વરનું તથા ચક્રવર્તીનું બિરૂદ ધારણ કર્યું. મૈત્રક રાજાઓનો અંત શીલાદિત્ય ૭માનાં સમયમાં આવ્યો. વલભીના નાશ માટે જૈન પ્રબંધો તથા અલબેરૂની આરબની ચડાઈને મુખ્ય ગણાવે છે. 300 વર્ષ સુધી રાજય કરનાર મૈત્રકોની સત્તા તથા સમૃદ્ધિ ઉત્તરોત્તર વિસ્તાર પામી, રાજધાની વલભીની જાહોજલાલી પણ વધતી ગઈ. આમ, મૈત્રક રાજ્યની સામ્રાજય સીમાઓ સમસ્ત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમી માળવા પર પ્રવર્તમાન હતી. મૈત્રકકાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં નાના-મોટા અનેક રાજયો થયા. જેમાં શૈકૂટક વંશનો અમલ ઈ.સ. ૪૫૫ થી ૪૯૫ સુધી દક્ષિણ ગુજરાતમાં રહ્યો હતો. જેમાં દહસેન અને વ્યાદ્રાસન નામના બે રાજા ઓ થઈ ગયા. ભૂમિદાનમાં દીધેલાં સ્થળ તાપીની દક્ષિણે તથા ઉત્તરે આવેલા છે. આમ, તેઓની સરહદ પશ્ચિમમાં ખંભાતના અખાત સુધી અને પૂર્વમાં રેવાકાંઠા એજન્સીના પ્રદેશ સુધી વિસ્તરેલી હતી. નૈફૂટક રાજ્યના પ્રદેશો પર કલચુરિ નામે રાજવંશની સત્તા જામી. એની રાજધાની માહિજાતી હતી, જે નર્મદાને તીરે આવેલ હતી. સૌરાષ્ટ્રમાં ત્યારે અલગ રાજસત્તાઓ પ્રવર્તતી હતી. સૌરાષ્ટ્રમાં મૈત્રકકાલના અંતભાગથી ધૂમલીનો સૈઘવવંશ રાજસત્તા ધરાવતો હતો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્ય કુલનું રાજ્ય પ્રવર્તતું હતું. આમાંના છેલ્લા બે રાજવંશો પર કનોજના પ્રતિહાર વંશનું આધિપત્ય હતું. મૈત્રકકાળ દરમ્યાન ‘ભીલ્લમાલ'ની આસપાસનો પ્રદેશ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો. ગુર્જર પ્રતિહાર વંશે આ કાલ દરમ્યાન કનોજમાં રાજધાની રાખી પશ્ચિમ ભારતમાં પોતાની વિશાળ સત્તા જમાવી, ત્યારે સૌરાષ્ટ્રના રાજય પર એનું આધિપત્ય પ્રવર્તે. ઉત્તર ગુજરાતમાં પ્રતિહારોના શાસનનો થોડા સમયમાં અંત આવ્યો, ને ત્યાં ચાવડા વંશનું રાજય પ્રવત્યું. આ રાજવંશ વિ.સં. ૮૦૨ થી ૯૯૮ (ઈ.સ. ૭૫૬ થી ૯૪૨) સુધી થયો હોવાની અનુકૃતિ મળે છે. જેમાં એ “ચાપોત્કટ'ના વંશ તરીકે ઓળખાય છે. આ વંશના રાજા જયશિખરીને ભૂવડે મારીને કલ્યાણીના ચૌલુક્યની સત્તા સ્થાપી હતી. આ સત્તા અલ્પજીવી નીકળી, જયશિખરીના પુત્ર વનરાજે તેના મામા સુરપાળ, ચાપોવાણિયો, સાધુ શિલગુણ સૂરિ તથા ભીલોની મદદથી ઈ.સ. ૭૪૬માં ચાવડા વંશની ફરી સ્થાપના કરી. એક અનુશ્રુતિ અનુસાર વનરાજના વંશમાં યોગરાજ, રત્નાદિત્ય, વૈરિસિહ, ક્ષેમરાજ, ચામુંડરાજ, આહડ અને ભૂવડ નામે બીજા સાત રાજાઓ થયા, જ્યારે બીજી અનુશ્રુતિ પ્રમાણે યોગરાજ, ક્ષેમરાજ, ભૂયડરાજ, વૈરિસિહ, રત્નાદિત્ય અને સમાંતસિહ નામે બીજા છ રાજા થયા. ને આ રાજવંશે એકંદરે ૧૯૬ વર્ષ સત્તા ભોગવી. રાષ્ટ્રકૂટ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OF n ૧૦ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકાલીન રાજયોના અભિલેખો પરથી મળતી માહિતી મુજબ ચાવડાઓની સત્તા હાલના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા જેટલા વિસ્તારમાં સીમિત હોવાનું માલૂમ પડે છે. આમ, ચાવડાઓની સત્તા ઉત્તરપૂર્વ ગુજરાત પર હતી. જયારે દક્ષિણ ગુજરાત રાષ્ટ્રકુટોની સત્તા નીચે હતું.૩૮ ચાવડાવંશના પતન પછી અણહિલવાડ પાટણ પર ચૌલુક્ય વંશની સ્થાપના થઈ. તેનો આધસ્થાપક મૂળરાજ ૧લાનો રાજયાભિષેક વિ.સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૨) માં થયો એમ પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે. ૩૯ શરૂઆતના સમયમાં તેના સામ્રાજયની સીમાઓ સરસ્વતી નદીની આસપાસનો થોડોક જ પ્રદેશ હતો. જેમાં ધીરે ધીરે સામ્રાજ્યનો વિસ્તાર થયો અને અંતે તેના સામ્રાજયની સીમાઓ ઉત્તરમાં આબુથી દક્ષિણમાં છેક લાટ સુધીનો પ્રદેશ હતો. અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ લગભગ એના તાબે હોવાનો સંભવ છે. સિદ્ધરાજના લેખો સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રા પાસે ગાળા ગામેથી, ગિરનારના મંદિરમાંથી, કચ્છમાં ભદ્રેશ્વરમાંથી, પંચમહાલમાં દાહોદમાંથી અને ઉજ્જૈન (માળવા), ઉદેપુર, ભિન્નમાલ, તલવાડા બાલી (માળવા), સાંભર | (જયપુર પાસે) વગેરે સ્થળેથી મળ્યા છે. આથી સ્પષ્ટ જણાય છે કે એણે સાચા અર્થમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. આમ, સિદ્ધરાજના સમયમાં સોલંકી રાજયની ભૌગોલિક સીમાઓ ઉત્તરમાં અજમેરથી કેટલાક પ્રદેશ, દક્ષિણમાં નવસારીથી આગળ લગભગ કલ્યાણ સુધી, પૂર્વમાં ઉજ્જૈન અને ધારા સુધી તથા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વિસ્તરતી હતી. સિદ્ધરાજની જેમ કુમારપાળ પણ વિશાળ પ્રદેશ ઉપર સત્તા ધરાવતો હતો. ઉપલબ્ધ અભિલેખોમાં ગંભૂતા (ગાંભુ, મંગલપુર (માંગરોળ), ચિત્રકૂટ (ચિત્તોડ), આનંદપુર (વડનગર), લાટમંડલ, ઉદયપુર (ભીલસા પાસો ઉજજયન્ત) ગિરનાર) ઇત્યાદિ સ્થળોનો ઉલ્લેખ છે. એ જોતા કુમારપાળની સત્તા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, લાટ વગેરે પ્રદેશોમાં હતી. આ ઉપરાંત આબુ અને શાંકભરી રાજાઓ એના સામંત હતા. આમ, કુમારપાળના સમય દરમ્યાન તેના સામ્રાજયની સીમા રેખા દક્ષિણમાં લાટમંડલ સુધી અને ઉત્તરામાં સાંભર-અજમેર સુધી તથા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી અને પૂર્વમાં ભીલસા સુધી હતી.૪૦ ત્રિભુવનપાલ એ મૂળરાજ ૧લાના ચૌલુક્ય વંશનો છેલ્લો રાજવી હતો. અને ત્યારબાદ ધોળકાના ચૌલુક્ય (સોલંકી) રાણા વસલદેવે ત્યાં પોતાની સત્તા (વિ.સં. ૧૩OO - ઈ.સ. ૧૨૪૪) સ્થાપી." આ વંશનો છેલ્લો રાજા કર્ણદેવ રજો ઈ.સ. ૧૨૯૬-૯૭માં ગાદીએ આવ્યો. જેના સામ્રાજ્યની સીમાઓ આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણમાં લાટ સુધી વિસ્તરેલી હતી. આ સમયે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી માળવા, રજપતાના, મેવાડ વગેરે જીતી ધીરે ધીરે આગળ વધ્યો. તેણે સરદાર ઉલઘખાનની સરદારી હેઠળ સૈન્ય મોકલી આક્રમણ કર્યું. અને કર્ણદેવના સમયમાં સોલંકી રાજશાસનનો અંત આવ્યો. સોલંકીકાળ દરમ્યાન પાટણ ગુજરાતનું એક પ્રથમ પંક્તિનું ધનાઢચ નગર બન્યું. પાટણ શ્રી અને સરસ્વતીનું ધામ બન્યું. સહસ્ત્રલિગે સાચા અર્થમાં એની અનેરી શોભામાં વધારો કર્યો. તે સાચા અર્થમાં ગુજરાતનું પાટનગર બન્યુ. સોલંકી વંશ દરમ્યાન ગુજરાત એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય બન્યું. તેની સીમાઓ લાટ, માળવા, અને રાજસ્થાનના પ્રદેશો સુધી વિસ્તરી. આ રાજાઓએ વ્યવસ્થિત વહીવટી તંત્ર આપ્યું. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મહત્ત્વની પ્રગતિ સાધી. વિશાળ દેવાલયો, જળાશયો, વિવિધ સાહિત્યનું સર્જન કરી ગુજરાતને સમગ્ર ભારતમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. ગુજરાતી પ્રજાનો વેપાર વધ્યો, કલાકૌશલ્ય વિકસ્યું. એમની વિશિષ્ટ શક્તિઓને દેશના અન્ય ભાગના લોકોએ પિછાણી. વહાણવટાની ખિલવણી થઈ. આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતે એક ભવ્ય સુવર્ણયુગનાં દર્શન કર્યા. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૧૧ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમ્યાન ગુજરાતના અન્ય પ્રદેશોમાં મોટા નાના અનેક રાજયો થયા જેમાં મુખ્યત્વે ચુડાસમા રાજય, જેઠવા રાજ્ય, ગુહિલ રાજય, ઝાલા રાજ્ય, ચાલુક્ય રાજા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં ઈ.સ. ૧૨૯૭-૧૩૦૪ થી ગુજરાત પર દિલ્હી સલ્તનની હકુમત પ્રસરીને ગલુક સુલતાન નાસિરદીન મહમુદશાહના અમલ દરમ્યાન ઈ.સ. ૧૪૦૩-૦૭ અર્થાત એક શતક સુધી, ચાલી. એ પછી ગુજરાતના સુલતાનોના વંશની સત્તા પ્રવર્તી, જે ઈ.સ. ૧૫૭૨-૭૩ સુધી અર્થાત દોઢ સૈકાથી પણ વધુ સમય ચાલી. આ વંશમાં કુલ ૧૪ સુલતાનો થયા જેમાં અહમદશાહ લો, મહમુદ બેગડો અને બહાદૂરશાહ ખૂબ જ પરાક્રમી તથા મહત્ત્વાકાંક્ષી હતા. અહમદશાહ પહેલાએ પાટણથી ગાદી બદલી આશાવલ પાસે અમદાવાદમાં ઈ.સ. ૧૪૧૧ જાન્યુઆરી ૧૦મીના રોજ સ્થાપી. જુમા મસ્જિદ બંધાવી." કારીગરોને ઉત્તેજન આપી હુન્નર અને વેપારનો વિકાસ કર્યો. મહમુદ બેગડાએ ચાંપાનેર અને જુનાગઢના બે દુર્ગો જીતી લઈને રા'માંડલિક અને પતાઈ રાવળના રાજયો ખાલસા કર્યા. ઉપરાંત સિંધના જમીનદારો, માળવાના સુલતાન અને ઈડરના રાવ વગેરેને સખત હાર આપી. તેણે પોર્ટુગીઝો તથા ચાંચિયાઓ સાથે દરિયાઈ યુદ્ધ ખેડ્યા, તેમને હરાવ્યા. તેના સમયમાં મહેમદાવાદ વસાવ્યું. દાદાહરિની વાવ અને અડાલજની વાવ તેના સમયમાં બંધાયા હતા. બહાદુર શાહે ચિત્તોડ અને માળવાના રાજયો છિન્ન ભિન્ન કરી નાંખ્યા હતા. અહમદનગર, ખાનદેશ અને વરાડના સુલતાનો તેની સત્તા સ્વીકારતા હતા. હુમાયુ સાથે હાર ખાઈ બહાદુર શાહે ગુજરાત ખોયું પણ તે જીતી લીધું. ફીરંગીઓના દગાથી આ સુલતાનના જીવનનો કરૂણ અંત આવ્યો. અમીરોની ખટપટથી મુઝફરશાહ ત્રીજાને અકબરે હારવ્યો ને ગુજરાત તેણે કબજે કર્યું. ઈ.સ.ની ૧૫મી સદીના પાછલા ભાગમાં અને ૧૬મી સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુલતાનની સત્તા શિખરે હતી. તેના દરેક વિભાગ સરકાર’ કહેવાતા, જેમાં મધ્યભાગમાં નહાવાલા (પાટણ), અમદાવાદ, સુંથ, ગોધરા, ચાંપાનેર, વડોદરા, ભરૂચ, નાંદોદ (રાજપીપળા) અને સુરત, ઉત્તર શિરોહી, જાલોર, જોધપુર અને નાગાર, અગ્નિખૂણામાં નંદબાર, મૂર (બાગબાણ) અને રામનગર, ઈશાન ખૂણામાં ડુંગરપુર અને વાંસવાડા, દક્ષિણ દિશામાં કંડારાજપુરી (જંજીરા) મુંબઈ, બસીન (વસઈ) અને દમણ અને પશ્ચિમમાં સોરઠ અને નવાનગર તથા વાયવ્યમાં કચ્છ સુધી સુલતાનોના સામ્રાજયની સીમાઓ વિસ્તરી હતી. ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૮ સુધી ગુજરાતમાં મુઘલ બાદશાહોનો વહીવટ રહ્યો. મુઘલાઈ હકૂમત દરમ્યાન એકંદરે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ વધી. અહીં મુઘલ બાદશાહોના સૂબેદારોનો વહીવટ રહ્યો હતો. એમાં કેટલાક શાહજાદાઓ તથા ખંડિયા રાજાઓનો સમાવેશ થતો હતો. અકબરે ગુજરાત જીત્યું ત્યારે એણે એ સૂબાના વિભાગોની પુન: વહેંચણી કરી અને સરહદી વિસ્તારોને એના અગાઉના અધિકારક્ષેત્ર સોંપ્યા. આથી એ સૂબામાં તાજના સીધા તાબા નીચે નવ સરકાર હતી : અમદાવાદ, પાટણ, નાંદોદ, વડોદરા, ભરૂચ, ચાંપાનેર, સુરત, ગોધરા અને સોરઠ. એમાં બધા મળી ૧૯૮ પરગણાં અને ૧૩ બંદરો હતા. ઔરંગઝેબના સમયમાં ઈ.સ. ૧૯૬૧માં નવાનગર ખાલસા થતાં, સીધા વહીવટ નીચેની સરકારોની સંખ્યા દસ થઈ ૪૯ એ સમયે છ ખંડિયા રાજ્ય હતા. ડુંગરપુર, વાંસવાડા, સુંથ (રેવાકાંઠામાં) સિરોહી, કચ્છ અને રામનગર (ધરમપુર). આ ખંડિયા રાજયો પ્રાંતની સરકારના તાબા નીચે રાખવામાં આવ્યા. અને એને સરકારને ખંડણી તથા લશ્કરી સેવા આપવાનું કહેવાયું." મરાઠી સત્તાના ઉદયથી ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ભારતના રાજકારણમાં મહત્ત્વના ફેરફાર થયા. તેમ ગુજરાતના રાજકારણમાં પણ ફેરફાર થયા. શિવાજીએ બે વાર સુરત લૂટ્યું. ઈ.સ. ૧૭૧દમાં મરાઠા સરદાર પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OF ૧૨ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડેરાવ દભાડેએ દક્ષિણ ગુજરાતમાં સત્તા જમાવવા માંડી, પિલાજીરાવ ગાયકવાડે ઈ.સ. ૧૭૧૯માં સોનગઢમાં પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું, દમાજીરાવ ગાયકવાડે ઈ.સ. ૧૭૩૪ માં વડોદરામાં રાજધાની સ્થાપી, ઈ.સ. ૧૭૩૭ થી ઈ.સ. ૧૭૫૩ સુધી ગાયકવાડોએ મુઘલ સૂબેદારોના અડધા હિસ્સેદાર તરીકે અમદાવાદમાં સ્થાપ્યું, પરંતુ ઈ.સ. ૧૭૫૬માં બાબી મોમીનખાને ૨ જાએ જીતી લીધું. ઈ.સ. ૧૭૫૮મા પેશ્વા અને ગાયકવાડે એ પાછું જીતી લીધુ. આમ, ગુજરાતના પાટનગર અમદાવાદમાં મરાઠા સત્તા સાતત્યપૂર્વક ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૧૮ સુધી રહી. મરાઠાઓના શાસનકાળમાં તળગુજરાતનો ઘણો ભાગ તેઓની સત્તા નીચે હતો, જ્યારે બીજો ભાગ રજવાડાઓની સત્તા નીચે હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે રજવાડાઓની સત્તા પ્રવર્તતી હતી, પરંતુ એમના ઘણાં રાજ્યો પાસેથી પેશ્વા અને ગાયકવાડ ખંડણી વસુલ કરતા હતા. ઈ.સ. ૧૭૫૯થી અંગ્રેજોએ ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કર્યો અને પેશ્વાઓ તથા ગાયકવાડ વચ્ચેના ખટરાગનો લાભ લઈ તેઓ ગુજરાતમાં અનેક પ્રદેશોમાં પોતાની સત્તા જમાવી. ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૫૮ સુધી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ગુજરાતમાં જે કેટલાંક મુલક મળ્યા તે પાંચ જિલ્લાઓનું રાજકીય ગઠન કરવામાં આવ્યુ. ઈ.સ. ૧૮૦૦ દરમ્યાન તેઓ સુરત શહેર અને આસપાસના કેટલાક પ્રદેશોના માલિક બન્યા. ઈ.સ. ૧૮૦૩મા ભરૂચ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ઈ.સ. ૧૮૧૭ થી ઈ.સ. ૧૮૫૮ સુધી મુંબઈ પ્રેસિડેન્સીનો વિસ્તાર હજુ વધ્યો. ઈ.સ. ૧૮૧૭ થી ૩૦મી નવેમ્બર બ્રિટિશરોએ અમદાવાદનો હવાલો સંભાળી લીધો. ઈ.સ. ૧૮૩૩મા ખેડા બ્રિટિશરોએ મેળવ્યું. ઈ.સ. ૧૮૫૧ થી ઈ.સ. ૧૮૬૦ દરમ્યાન આ જિલ્લો સિંધિયા માટે બ્રિટિશ હવાલા હેઠળ હતો. એનું સંચાલન રેવાકાંઠાના રાજકીય એજન્ટ દ્વારા થતું. ઈ.સ. ૧૮૬૧ થી એ પ્રાંતના ભાગરૂપે બન્યો.પર ઈ.સ. ૧૮૫૭ થી ૧૮૫૮ ના વિપ્લવ બાદ અશાંત, અજંપો દૂર કરી બ્રિટિશ તાજ હેઠળ સ્થપાયેલી સરકારે કાયદો શાસન વ્યવસ્થા સ્થાપવાના પ્રયાસો કયો. આ બ્રિટિશ રિયાસતનો ગુજરાતમાં વહીવટ બે ભાગમાં વહેંચાયેલો. પહેલા ભાગમાં દેશી રજવાડાઓ પર હળવા હાથે છતાં મજબૂત પકડ રાખી વહીવટ કરવાનો, જ્યારે બીજા ભાગમાં સીધા વહીવટ હેઠળની પ્રજા ફળદ્રુપ જિલ્લામાં વસતિ હતી એની પાસેથી ધર્મશ્રદ્ધાઓ કે ઉદ્યોગ-ધંધામાં દરમ્યાનગીરી કર્યા વિના પૂરતા પ્રમાણમાં મહેસુલ વસૂલ કરવાનું કાર્ય અંગ્રેજ સરકારે કર્યું.પ મુંબઈ પ્રાંતના દેશી રાજ્યો પરનો અંકુશ મુંબઈ સરકાર પોલિટિકલ એજન્ટ દ્વારા ધરાવતી. ઈ.સ. ૧૮૬૩માં કર્નલ કિટિજે કાઠિયાવાડના દેશી” રજવાડાઓના સાત વર્ગો કરી તેઓને દરજ્જા પ્રમાણે દીવાની અને ફોજદારી ન્યાય અધિકારો આપ્યા. આમ, બ્રિટિશ ઇન્ડિયાની વેસ્ટર્ન બોમ્બે પ્રેસિડન્સીને ચાર મહેસૂલી વિભાગ અને ૨૫ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું. આમ, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગુજરાત બ્રિટિશ તાજ હેઠળ આવ્યું હતું. ઈ.સ. ૧૯૨૮, ૧૯૩૦ અને ૧૯૪૨ની સ્વતંત્રતાની લડાઈમાં ગાંધી અને સરદારના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની સાથે ગુજરાતે પણ ભાગ લીધો. કેટલાય નવલોહિયા યુવાનોએ પોતાના પ્રાણ અને ઉજ્જવળ કારકિર્દીનો ભોગ આપ્યો. પરિમામે ઈ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળી. સ્વતંત્રતાની સાથે જ તેની સમક્ષ દેશી રાજ્યોનું વિલીનીકરણ કોમી રમખાણો જેવા અનેક પ્રશ્નોથી ગુજરાત બાકી રહ્યું નથી. છતાં સરદાર પટેલે કુનેહપૂર્વક દેશી રાજ્યોનો પ્રશ્ન પાર પાડ્યો. જ્યારે ગુજરાતની પ્રજા સ્વતંત્ર ગુજરાત રાજ્યનું સ્વાગત કરવા સુસજ્જ થઈ ત્યારે અચાનક ૬ ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ સંસદે મહારાષ્ટ્ર, મુંબઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ગુજરાત પ્રદેશોનો સમાવેશ થાય તેવા વિશાળ દ્વિભાષી મુંબઈ રાજ્યની જાહેરાત કરી. જેનો સૌારષ્ટ્ર સહિત પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ - ૧૩ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની પ્રજાએ વિરોધ કર્યો અને તેમાંથી ‘મહાગુજરાત ચળવળનો જન્મ થયો. છેવટે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતનું અલગ રાજય સ્થાપવામાં આવ્યું ટૂંકમાં ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દષ્ટિએ જોતાં ગુજરાત' એક ભિન્ન પ્રદેશ છે. ભારતનાં બીજાં રાજયો કે જેઓ મુખ્યત્વે ખેતીપ્રધાન અને પરંપરાગત રહ્યાં છે, જયારે ગુજરાતે થોડાક આધુનિકીકરણના પ્રભાવ હેઠળ વ્યાપારિક મૂલ્યો અને સાહસિકતાના ગુણો પચાવ્યાં છે. આવા વિવિધ પરિબળોએ ગુજરાતને ભારતના નશામાં આર્થિક વિકાસ, સામાજિક પરિવર્તન અને રાજકીય ભાગીદારીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. સંદર્ભો (૧) પરીખ ૨. છો અને શાસ્ત્રી હ.ગં, (સંપાદક) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૧, ઈતિહાસની પૂર્વભૂમિકા, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૫૭ (z) B.K. Chattarjee and R.D. Kumar, Anthropology on the March, Madras, 1963. pp. 104 10. (3) મહાભારત, વનપર્વ : ૧૪, ૧૪ (૪) મહાભારત, કુંભકોણમ્ આવૃત્તિ, ૨૪૪, પૃ. ૨૪૬ (૫) હરિવંશનું પહેલું હરિવંશપુરાણ – ૧૦, ૩૧ (૬) આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દિગ્દર્શન', ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૨, પૃ. ૪૧ (૭) આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : સાહિત્ય વિચાર', ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૧, પૃ. ૫૨૫ (૮) જોષી ઉમાશંકર : “પુરાણોમાં ગુજરાત”, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૬, પૃ. ૨૦૭ (૯) શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ : ઐતિહાસિક સંશોધન", ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, ઈ.સ. ૧૯૪૧ પૃ. ૨૮૩ (૧૦-૧૧) બોમ્બે ગેઝેટિયર, વ. ૧, પૃ. ૬ (૧૨) મેકકિન્ડલસ શયન્ટ ઇન્ડિયા એઝ ડિસ્કાઈબ બાય ટોલેમી, સંપા. શ્રી. સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રી, ચક્રવર્તી ચેટરજી એન્ડ કો, કલકત્તા, ઈ.સ. ૧૯૨૭, પૃ. ૩૩-૩૫. (૧૩) ઓન યુવાન સુવાંગ્સ ટ્રાવેલ્સ ઈન ઇન્ડિયા, ગ્રંથ-૧, ૨ : ટોમલ વોટર્સ કૃત : સંપા. ટી ડબલ્યુ રહાઈઝ ડવિઝ તથા એસ ડબલ્યુ, બુશેલ. રોયલ એશિયાટિક સોસાયટી, લંડન, ઈ.સ. ૧૯૦૪, પૃ. ૨૪૮ (૧૪) એજન, પૃ. ૨૫૦ (૧૫) કનિંગહામ્ એન્શયન્ટ જયોગ્રાફી ઓફ ઇન્ડિયા સંપાદક સુરેન્દ્રનાથ મજમુદાર, શાસ્ત્રી ચક્રવર્તી ચેટરજી એન્ડ કો. કલકત્તા, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૩૭૨ (૧૬) ઇન્ડિયન એન્ટિ ક્વેરી : વૉ. ૧૩, પૃ. ૨૦૪. (૧૭) બૉમ્બે ગેઝેટિયર, વૉ. ૧, પૃ. ૭ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦૦૬ ૧૪ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) એજન, પૃ. ૯ (૧૯) જોટે રત્નમણિરાવ ભીમરાવ : ખંભાતનો ઇતિહાસ’ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૩૫, પૃ. ૧૭૨, (૨૦) શ્રી અૉકર અનન્ત સદાશિવ : એશયન્ટ ટાઉન્સ એન્ડ સિટિઝ ઓફ ગુજરાત એન્ડ કાઠિયાવાડ, મુંબઈ, ૧૯૨૬, પૃ. ૭ (૨૧) જોષી ઉમાશંકર : ઉપરોક્ત, પૃ.૭ (૨૨) એજન, પૃ. ૧૦ (23) Bhagavanlal Indraji and Buhler, Indian Antiquary, Vol- VII.PP- 257 (ર૪) મૌર્યસ્થ રાન્ન : ચંદ્રગુપ્ત સ્થ રાષ્ટ્રયણ (વૈ) સ્થને પુષ્પગુપ્તન કદંતિ, પંક્તિ ૮-૯, ગિરનારના શિલાલેખ. (24) Bomabay Gazetteer, Vol. 1, Pt.1 P-14 (2) Ibid, Vol-1, Pt-1, Early History of Gujarat, PP-16. (૨૭) શતપથ બ્રાહ્મણ, ગ્રંથ - ૧૩-૧, ૫, ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ-૮. (૨૮) એપિગ્રાફિકા ઇન્ડિકા : પુ. ૮-૧૬ અને ઇન્ડિયન એન્ટિક્વેરી, પુ. ૪૭, પૃ. ૭૧ (૨૯) જબિઓરીસો, ૧૯૩૦, પૃ. ૨૯૦ (૩૦) સામાન્ય રીતે રાજાઓ વચ્ચેના યુદ્ધો પાટનગરમાં ખેલાતા હોવાનો સંદર્ભ છે. નહપાનના સમયના શિલાલેખા અને એના સિક્કાઓના પ્રાપ્તિસ્થાનો ઉપરથી એની રાજયસત્તનું વડું મથક હાલના મહારાષ્ટ્રના મોઈ પ્રાચીન નગરમાં હોવા સંભવે, પણ શિલાલેખો તો એના જમાઈ ઉષાવદત્તે કોતરાવ્યા છે. અને તે માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. વળી, ઉષાવદત માટે ક્યાંય કોઈ અધિકાર સૂચક વિશેષણ વપરાયું નથી. એણે દાન તો નાસિકથી માંડી પુષ્કર સુધીના વિસ્તારમાં દીધેલા, પણ પશ્ચિમઘાટના પ્રદેશમાં શૈલગૃહોનાં દાન દીધેલાં હોઈ એ જળવાઈ રહ્યા છે. આથી એનું પાટનગર-મહારાષ્ટ્રમાં હોવાની અટકળ થઈ શકતી નથી. આથી ભરૂચ એની રાજધાની હોવાનું મનાય છે. (૩૧) જમીનદાર રસેશ : ક્ષત્રપકાલનું ગુજરાત', ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૭૫, પૃ. ૬૪ (૩૨) જમીનદાર રસેશ : એ નોટ ઓન એન અનનોટિસડ વેસ્ટર્ન ક્ષત્રપ કોઈન, જન્યસોઈન, પુ. ૩૦, પૃ. ૧૯૮ (૩૩) એજન, પૃ. ૨૦૦ (૩૪) પરીખ, ૨. છો. અને શાસ્ત્રી, હ. ગં. (સંપા.) : ગુ.રા.સાં.ઇ., ગ્રંથ-૨, ૧૯૭૨, અમદાવાદ, પૃ. ૧૮૮ થી ૧૯૦. (34) Sirar D.C. :"Sclect Inscription", Vol-1, Part-II, Nots. 56-62. (૩૬) ગુજરાત ઐતિહાસિક લેખ સંગ્રહ : ભાગ-૩, લેખ નં. ૨૫૭ (૩૭) ગુ.રા.સાં.ઇ., ગ્રંથ-૨, ઉપર્યુક્ત પૃ. ૩ પથિક • વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૧૫ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) શાસ્ત્રી હરિપ્રસાદ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૦ (૩૯) ગુજરાત ઐતિહાસિક લેખો ભાગ-૨, નં. ૧૪૭, પ્રબંધ ચિંતામણિ, પૃ. ૨૪ (૪૦) શાસ્ત્રી દુર્ગાશંકર કે : “ગુજરાતના મધ્યકાલીન હિંદુ રાજપુત યુગનો ઇતિહાસ, (ગુ.રા.સાં.ઇ.) ગ્રંથ – - ૧, ૨, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૮૬ (૪૧) મેરૂતુંગાચાર્ય, વિચારશ્રેણી, પુ. ૯ (૪૨) ગુજરાત ઐતિહાસિક લેખો ભાગ-૩, નં. ૨૨૨. (૪૩) કાન્હડદે પ્રબંધ, લેખ-૧, ગુ.મ.રા.ઈ.પૃ. ૪૯૫-૪૯૭ (૪૪) ગુ.રા.સાં.ઇ. ગ્રંથ-૪, પૃ. ૧૩૩- ૧૪૨. (૪૫) જોટે રત્નમણિરાવ ભીમરાવ : “ગુજરાતો સાંસ્કૃતિક ઈતિહાસ, ઇલામ યુગ ખંડ-૨, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પૃ. ૩૨૫ (૪૬) નાયક છોટુભાઈ રણછોડજી : “ગુજરાતમાંની ઇસ્લામી સત્તનનનો ઇતિહાસ', (ઈ.સ. ૧૩૦૦ થી ૧૫૭૩), - ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૮૨, પૃ. ૨૪૨ (૪૭) (iazeteer of the Bombay Presidency. Vol-I, PR-1, P. 218 અને શેખ ગુલામ મુહમ્મદ મુકમલ ઇસ્લામી, તારીખે ગુજરાત’ (ઉર્દુ), પૃ. ૨૩૮ (૪૮) M.S. Commissariat : History of Gujarat, Vol- , P-1, અને નાયક છોટુભાઈ રણછોડજી : ‘મધ્યયુગ', ગુજરાત : એક પરિચય, પૃ. ૧૦૪. (૪૯) M.S. Commissariat, op-cit., p-2. (૫૦) P Saran, Prvincial (Government of Mughals (1526 - 1658 A.D.), PP. 148 - 149, (૫૧) દેસાઈ ગો.હો. : ‘ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ', અમદાવાદ, ૧૯૧૮, પૃ. ૩૮ (૫૨) ગુ.રા.સાં.ઇ. ગ્રંથ- ૮, અમદાવાદ, પૃ. ૧૬૬- ૧૬૭ . (પ૩) એજન, પૃ. ૯૦-૯૧ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦૦૬ ] ૧૬ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોઢેરા નજીક મળી આવેલી કલાત્મક નક્શીકામવાળી અને એક પ્રવેશદ્વાર વાળી અદ્ભુત વાવ યશવંત કડીકર તાજેતરમાં મોઢેરા સૂર્યમંદિરવાળું પાસેથી એક અતિ પ્રાચીન વાવ મળી આવી છે. આમ તો મોઢેરા તેના સૂર્ય મંદિર અને સુર્ય મંદિરના શિલ્પ સ્થાપત્ય માટે ખૂબ જ જાણીતું છે. આ પ્રાચીન નગરી મોઢેરા મહેસાણાથી ત્રીસ કિ.મી. ના અંતરે આવેલ છે. એસ.ટી.બસ દ્વારા ત્યાં જઈ શકાય છે અને મહેસાણા હાઈવે પર આવેલા મોઢેરા ચાર રસ્તા પરથી ખાનગી વાહનો પણ મળી આવે છે. અહીંયા મળી આવેલી આ વાવ શિલ્પ સ્થાપત્યના રસિયાઓને આકર્યા છે. નમૂનેદાર કોતરણીકામ ધરાવતી, અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી ત્રિકૂટાનંદા પ્રકારની આ પ્રાચીન વાવ મોઢેરાના સૂર્યમંદિર કરતાં પણ પ્રાચીન હોવાનું પુરાતત્ત્વવિદો માની રહ્યા છે. અમદાવાદથી એકસો દસ કિલોમીટરના અંતરે આ પ્રાચીન નગર મોઢેરા આવેલું છે. શિલ્પ સ્થાપત્ય માટે તો એનું મહત્ત્વ છે જ, સાથે સાથે પૌરાણિક સ્થાન માટે પણ આ નગરનું એટલું જ મહત્ત્વ છે. ઐતિહાસિક પાર્થ ભૂમિ ધરાવતા મોઢેરા અને તેની આસપાસના પ્રદેશનો સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સાહિત્યિક ઉલ્લેખો પણ સાંપડ્યા છે. આ માહિતી મુજબ જોઈએ તો પ્રાચીન સમયમાં મોઢેરા ગુજરાતનું એક વિકસિત બંદર હતું. આ રીતે જોઈએ તો સૂર્યમંદિરની નજીકમાં દરિયા કિનારો હોવાની શક્યતા નકારી કઢાય એમ નથી. આજે આપણે જે મોઢેરા ગામ જોઈએ છીએ, તે ટીંબા પર વસેલું હોવાનું, જમીનમાંના સ્તરોમાંની ક્ષત્રપકાલીન ઈંટા પરથી જણાય છે. એ સમયે પાટણના રાજવી રાજા ભીમદેવ સોલંકી (ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૩)ના સમયમાં બનેલા જગપ્રસિદ્ધ સૂર્યમંદિર અને તેની નજીક આવેલા કુંડના લીધે મોઢેરા બહુ જાણીતું છે. અને હવે તો આપણા પુરાતત્ત્વવિદોએ આ ઐતિહાસિક વાવ શોધી સંશોધનના નવાદરવાજા ખોલી નાખ્યાં છે. ગુજરાત અને રાજસ્થાનમાં, અન્ય રાજયોના મુકાબલે વાવોના નિર્માણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે વાવના નિર્માણમાં એવી રચના જોવા મળે છે કે એક છેડાથી પગથિયા દ્વારા છેક કૂવાના પાણીની સપાટી સુધી પહોંચી શકાય છે. આ વાવના નિર્માણમાં જુદા જુદા સ્વરૂપોનું વર્ણન સ્થાપત્ય વિષયક ગ્રંથોમાં જોવા મળે છે. મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર તરફ જતાં, રસ્તામાં મુખ્ય માર્ગને અડીને આવેલી, પથ્થરોની બનેલી એક પ્રવેશદ્વારવાળી આ વાવ ત્રિકૂટાનંદા પ્રકારની વાવ સૂર્યમંદિર કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે. પહેલી “પટલાલ” પથ્થરો જેટલી દિવાલ પછી એકાંત સોપાન શ્રેણી અને ફૂટની રચના થયેલી છે. આ વાવનું બીજું એક આકર્ષણ તેના બીજા તબક્કામાં આવેલી કુટિર છે. આ કુટિરનું નકશીકામ ખૂબ જ અદ્ભુત અને મનમોહક છે. કુટિરના દ્વારની પત્રશાખામાં મધ્યમાં જે સ્વરૂપે પદ્મપત્રો કંડારવામાં આવેલ છે. તે ભીમદેવ પ્રથમ -૧૦૬:3ના સમયથી પણ થોડું પ્રાચીન છે. આ કુટિર વિશે ઘણી બધી વાતો સાંભળવા મળે છે. એમાં કેટલાક વિધવિધ મતમતાંતરો છે. પરંતુ ખ્યાતનામ કલાવિદ મધુસુદન ઢાંકીના મત મુજબ સંભવિત સોલંકી કાળમાં આ વાવ પર બેસાડેલી જણાય છે. જ્યારે વાવના ભારપટ (ઉપરના ભાગ પરના કીર્તિ મુખના સુશોભનો * ૧૫, જયસિદ્ધનગર સોસા., ધર્મનગર સ્કૂલ રોડ, સાબરમતી, અમદાવાદ-૫ પથિક • àમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦૦૬ b ૧૭ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલંકી કાળનાં છે. જયારે કુટિર પરનું ચંદ્રશાલાનું અલંકરણ પ્રાફ-સોલંકી એટલે કે ઇસુની આશરે આઠમી સદીનું હોઈ, તે કુટિર કરતાં પણ પહેલાના સમયનું હોવાનું પુરવાર થાય છે. આ વાવના કૂવામાં ઉપરના સીરોમાં થોડા થોડા અંતરે બદલ [ઘોડો] કાઢેલા છે. એ પણ વાવના અલંકરણની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂના છે. આમ આવી રીતે જોઈએ તો મોઢેરાની આ પ્રાચીન વાવ એક મજલા વાળી નાળારી વાવનો એક પ્રારંભિક અને નાનકડો પણ મહત્ત્વપૂર્ણ નમૂનો છે. મોઢેરા મુકામે આવેલી આ પ્રાચીન પૌરાણિક વાવ તથા તેની પાછળના ભાગે “રાયડી હવા મહેલ” ના નામે ઓળખાતું સ્મારક રાજય પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકો જાહેર થયેલ છે. હાલમાં આ પ્રાચીન નગરી મોઢેરાની નજીકમાં આવેલા યાત્રા સ્થળોમાં સૂર્યમંદિર, મોઢેશ્વરી માતા, બહુચરાજી, શંખલપુર વગેરે સ્થાનો આવેલાં છે. પથિક - વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ મે ૧૮ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દ્રૌપદી સ્વયંવર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિપ્રસાદ શાસ્ત્રી* આજે પંચાલ દેશની આ રાજધાનીમાં ભારે શોરબકોર છે. મોટા મેદાનમાં ભવ્ય મંડપ બંધાયો છે. મંડપમાં રંગબેરંગી બેઠકો ગોઠવાઈ છે. અતિથિઓ મનોહર વેશભષા સજાવી પધારી રહ્યા છે. મહારાના દ્રુપદ મંચ પર મોટા સિંહાસનમાં બિરાજ્યા છે. એમનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન ચોમેર આવજા કરી રહ્યો છે. મંડપના એક ખૂણામાં હું શણગાર સજી સાહેલીળઓ સાથે ઊભી રહી છું. ધીમે ધીમે શરણાઈના સૂર સંભળાય છે. એક નાના સરખા જળાશયમાં મત્સ્યનું પ્રતિબિંબ નજરે પડે છે. એની ટોચે એમ યાંત્રિક મત્સ્ય ચોમેર ઘૂમી રહ્યું છે. બાજુમાં એક મોટું ધનુષ્ય અને થોડાંક બાણ પડેલાં છે. કહે છે, આજે અહીં દ્રૌપદી સ્વયંવર યોજાયો છે. મને આ આડંબર જરાય પસંદ નથી. અહીં એક પછી એક ધનુર્ધર આવશે, ટોચ પર સોયેર ઘૂમતા યાંત્રિક મત્સ્યતા પ્રતિબિંબને નીચે જળાશયમાં નિહાળી શરસંધાન કરશે ને ઉપર ધૂમતાં મત્સ્યનો વેધ કરી શકાશે તો રાજકન્યા વરમાળ તેના કંઠમાં આરોપશે. આમાં ‘સ્વયંવર’ જેવી ભાવના ક્યાં રહેલી છે ? ઉમેદવાર ધનુર્વિદ્યામાં પારંગત હોય એ સર્વોત્તમ ગણાય, ભલે એની વય ગમે તે હોય, એનામાં અન્ય ગુણદોષ ગમે તે હોય, એની અન્ય વિધ કુશળતા કે લાયકાત ગમે તે હોય, એ પ્રતિબિંબ નિહાળી મત્સ્ય વેધ કરી શકે તો રાજકન્યા એના કંઠમાં વરમાળા પહેરાવે આમાં એ રાજકન્યાની સ્વ-પસંદગી ક્યાં આવી ? મેં આ પ્રશ્ન મારા પિતાને, મારા ભાઈને, મારાં માતાને અનેક વાર પૂછેલા, પરંતુ એ સહુ કહે, આ તો એક પરંપરા છે, ક્ષત્રિય રાજવીઓની એમ પરંપરગાત રસમ છે; એવાં અસ્ત્ર વિદ્યામાંના કૌશલ્યનું જ પ્રાધાન્ય રહેલું છે, એને રૂઢિગત રીતે ‘સ્વયંવર’ કહેવાય છે એટલું જ. મને આ પરંપરા મંજૂર નથી. આ પરંપરાગત રિવાજને ‘સ્વયંવર’ હરિંગજ કહી ન શકાય. એ તો છે વડીલોએ અમુક શરત સાથે ગોઠવેલો વિવાહ. આ પ્રસંગને ‘દ્રૌપદી-વિવાહ' કહો, ‘દ્રૌપદી સ્વયંવર' નહિ. મારું નામ કૃષ્ણા. છતાં સહુ મને દ્રૌપદી તરીકે પિછાને છે. શું હું કૃષ્ણ વર્ણ છું ? તો મારું નામ એવું કેમ પાડ્યું ? શું મારું સમગ્ર વ્યક્તિત્ત્વ દ્રુપદ-સુતા તરીકે જ છે ? શરણાઈના સૂર બુલંદ બનતા જાય છે. ઉમેદવારો ઊભા થવા થનથની રહ્યા છે. રાજપુત્ર ધૃષ્ટધ્યુમ્ન વારાફરતી એકેક ઉમેદવાર પાસે જઈ એમનું નામ પોકારી એમને મત્સ્યવેધ માટે નિમંત્રે છે. ને ઉમેદવાર ઊભા થઈ ગર્વિષ્ઠ ચાલે જળાશયના તટ પાસે જઈ પેલું ધનુષ્ય હાથમાં લે છે ને પ્રતિબિંબ પ્રત્યે દષ્ટિપાત કરી શરસંધાન કરે છે. પરંતુ ટોચ પર ઘૂમતું યાંત્રિક મંત્સ્ય વીંધાયા વિના ગોળગોળ કર્યા કરે છે. ઉમેદવાર નાસીપાસ થઈ પાછલા પગે પોતાના આસન પર બેસી જાય છે. સભામાં ભીષ્મ પિતામહ અને દ્રોણ આચાર્ય જેવા વયોવૃદ્ધ વડીલો ઉપસ્થિત છે. સારું છે કે પિતામહે વિવાહ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે ને આચાર્યે ઉમેદવારી કરવાની સંમતિ આપી નથી. દુર્યોધન તથા દુઃશાસન જેવા અનેક ઉમેદવાર મત્સ્યવેધ કરવા કોશિશ કરે છે, પરંતુ એમાં સફળ થતા નથી. એટલું મારું સદ્ભાગ્ય. નહિ તો અહીં મારા ગમા અણગમાને સ્થાન જ ક્યાં છે ? મારું મન તો ઝંખી રહ્યું હતું. પાંડપુત્ર અર્જુન માટે. પરંતુ એનો પત્તો જ નથી. પિતાજીએ ઘણી તપાસ કરાવી, પણ કંઈ ભાળ મળી નથી. લાક્ષાગૃહના અકસ્માત પછી પાંચે ય પાંડવ ક્યાંક ગુમ થઈ ગયા છે. પછી પેલો કર્ણ પણ અર્જુન જેવો પારંગત ધનુર્ધર ગણાય છે. * પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ T ૧૯ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ એમાં નિષ્ફળ નીવડ્યો. છતાં એની પ્રતિષ્ઠા જાળવવા એણે પણ મત્સ્યવેધ કરવા કોશિશ કરી, પરંતુ કેટલાકે વાત ઉડાડી મે મેં એને ‘સૂતપુત્રને નહિ વરું’ કહી ઉમેદવારી જ કરવા દીધી નહિ ! આ વાત સદંતર ખોટી છે. આમાં મારી ઇચ્છા-અનિચ્છાને કંઈ સ્થાન જ ક્યાં છે ? ક્ષત્રિય-વૃંદમાં બેઠેલા સર્વ ઉમેદવાર નિષ્ફળ પ્રયત્ન મરી ચૂક્યા એ પછી વિપ્રવૃંદમાં બેઠેલા એક તેજસ્વી યુવાને ઉમેદવારી કરી ધનુષ્ય લઈ પ્રતિબિંબ પ્રત્યે નિહાળી શરસંધાન તરીકે મત્સ્યવેધ કરી બનાવ્યા ને એ અજાણ્યે યુવક મારો પતિ થવા પસંદગી પામ્યો. એ કોણ હતો એની ખબર ન મને હતી, ન મારા પિતાજીને કે ન મારા ભાઈને, બસ, સ્વયંવર કહેવાતું એ નાટક એ દિવસે સમાપ્ત થયું. વિપ્રવૃંદ પણ વિખરાયું. રાતે રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને છૂપી રીતે તપાસ આદરી. પેલો તેજસ્વી યુવાન અને એના ભાઈઓ વાસ્તવમાં ક્ષત્રિય હતા એવું તેઓએ રાતે શયનખંડમાં કરેલી ગોષ્ઠિ પરથી સિદ્ધ થયું. બીજે દિવસે સવારે પિતાજીએ તેઓને રાજસભામાં પધારવા નિમંત્ર્યા. એ પાંચ ભાઈઓ હતા. તેઓ પોતાનાં ખરાં નામ જણાવતા નહોતા. પાંચે ય જણ મારી સામે અનિમિષ નજરે તાકી રહ્યા. આખરે એવામાં જયેષ્ઠ બંધુએ પિતાજી પાસે પ્રસ્તાવ મૂક્યો. અમારા કુલાચાર અનુસાર ક્રમશઃ અમે સર્વ રાજકન્યા સાથે વિવાહ કરીશું. આ સાંભળી અમને સર્વને ભારે આશ્ચર્ય થયું. આ તે કેવો ગુલાચાર ! પરંતુ તેઓનો પ્રસ્તાવ સ્વીકાર્યા સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો. મારી ઇચ્છા-અનિચ્છાનો પ્રશ્ન જ નહોતો. વિવાહ-વિધિમાં હું ક્રમશઃ પાંચેય વૃંદુઓની પત્ની બની ! હવે તેઓએ પોતાનાં ખરાં નામ પ્રકટ કર્યાં : એ હતા પાંચ પાંડવો. એમાં મત્સ્ય વેધ કરનાર હતો ગાંડીવધારી અર્જુન. એવા વીરને હું પહેલેથી ઝંખતી હતી ને એ જ મારો મનમાન્યો પતિ બન્યો. એમા હું કૃતકૃત્ય થઈ. પરંતુ એની પત્ની, પ્રેયસ્ત, પ્રિયતમા બનવા છતાં મારે એ પાંચેય બંધુઓની પત્ની બનવું પડ્યું એનો વસવસો મને જિંદગીભર ચાલતો રહ્યો. સમય જતાં મારે તેઓ સાથે પત્ની તરીકેનો સહવાસ વારાફરતીકરવા માટે ૭૨-૭૨ દિવસનું સમયપત્રક અપનાવવું પડ્યું. મેં એ દરેકને એમને પુત્ર આપ્યો. જીવનની સંધ્યાવસ્થાએ એક ગોઝારી રાત્રે દ્રોણ પુત્ર અશ્વત્થામાએ પાંચ પાંડવોની હત્યા કરવાના ઇરાદાથી રાતના અંધકારમાં સરત ચૂકથી મારા એ પાંચેય પુત્રોની કારવી હત્યા કરી દીધી. ભારત યુદ્ધમાં અંતે પાંડવોનો વિજય થયો, પરંતુ હું પુત્ર વિહોણી બની ગઈ. કેટલાંક વર્ષ રાજસત્તા ભોગવી આખરે અમે હિમાલયમાં પ્રયાણ કર્યું ને ત્યાં અમે સહુએ વારાફરતી પોતાનો જીવનલીલા સમટી લીધી. આ છે મારા સ્વયંવરની ફલ-શ્રુતિ. આમ મારો કહેવાતો સ્વયંવર ખરેખર સ્વયંવર નહોતો. જન્મપુત્રી સીતાનો સ્વયંવર પણ ખરો સ્વયંવર નહોતો. દશરત-પુત્ર રામના પિતામહ અજને રાજકન્યા ઇન્દ્રમતી વરી તે ખરો સ્વયંવર હતો. એવો સ્વયંવર મારા ભાગ્યમાં લખાયો હોત તો કેવું સારું ! પથિક♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ D ૨૦ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરસોલની ચામુંડામાતૃકાની પ્રતિમા મુનીન્દ્ર વેણીશંકર જોશી* માતૃકાઓના માતૃદેવી અને બ્રાહ્મી વગેરે સપ્ત માતૃકાઓ એવા બે ભેદ જોવા મળે છે. માતૃદેવીનું સ્વતંત્ર વર્ણન પુરાણો કે મૂર્તિશાસ્ત્રોમાં મળતું નથી. આમ છતાં વેદમંથી ઉષા, અદિતી, સરસ્વતી ઇત્યાદિને માતૃ તરીકે સંબોધેલ છે.' જ્યારે કે પુરાણો અને મૂર્તિશાસ્ત્રોમાં સપ્તમાતૃકાઓના વર્ણન મળે છે. જેમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઐન્દ્રીને દેવતાઓ સાથે સાંકળવામાં આવેલ છે. જ્યારે ચામુંડા એ સ્વતંત્ર દેવી છે. માર્કંડેય પુરાણમાં મળતાં વર્ણનો મુજબ ચંડ અને મુંડ નામના દૈત્યોએ જ્યારે સૈન્ય સાથે સિંહારૂઢ અંબિકા દેવી ઉ૫૨ આક્રમણ કર્યું ત્યારે ક્રોધિતદેવીના મુખમાંથી કાલી પ્રગટ થઈ. જેના હાથોમાં તલવાર, પાશ, ખટવાંગ આયુધો તથા નરમાલાનું આભૂષણ ધારણ કરેલું હતું. ચિત્તાની ચામડીનું વસ્ત્ર ધારણ કરેલું હતું. માંસ સુકાઈ ગયેલ હોઈ ભયંકર લાગતી હતી. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આ દેવીએ ચંડ અને મુંડ નામના દૈત્યોને હણી તેમના છેદાયેલા મસ્તક દેવીને અર્પણ કરતાં તે ચામુંડા તરીકે ઓળખાઈ. વધુમં આ જ પુરાણમાં દેવોની શક્તિઓ રૂપે સપ્તમાતૃકાઓના વર્ણન સાથે શિવદૂતી અને નારસિંહી મળી કુલઃ નવ માતૃકાઓનો ઉલ્લેખ મળે છે. વામકેશ્વરતંત્ર તથા મંત્રત મહોદધમં અષ્ટ માતૃકાની નોંધ મળે છે." આમ છતાં ગુજરાતમાં સ્વતંત્ર સ્વરૂપે કે પટ્ટ સ્વરૂપે વીરભદ્ર અને ગણેશ સહિત સપ્તમાતૃકાઆની પ્રતિમાઓ મળે છે. અત્રે ચર્ચિત ચામુંડા માતૃકાની પ્રતિમા હરસોલ તાઃ- પ્રાંતિજ જિલ્લો :- સાબરકાંઠાના રામેશ્વર મહાદેવની દીવાલમાં જડી દીધેલ જોવા મળેલ. પ્રતિમા સીમેન્ટના પ્લાસ્ટર દ્વાર બનાવેલ નવા હાથ તથા ચૂનો લગાવેલ હોઈ વિકૃત થઈ ગયેલ છે. આમ છતાં મહદંશે પ્રતિમા મૂળ સ્વરૂપમાં હોઈ તેની કલાશૈલીને કારણે તથા ગાની પ્રાચીનતાને કારણે પણ નોંધ પાત્ર છે. તેથી હરસોલ વિશે પણ ઉલ્લેખ અસથાને નહીં ગણાય. E ઢ આજનું હરસોલ પ્રાચીન કાળમાં હર્ષપુર વિષયનું વડુમથક હતું. વિષય એ મૈત્રકાલમાં હાલના જિલ્લા જેવો મોટો વહીવટી વિભાગ હતો. અને હર્ષપુર વિષયમાં ૭૫૦ ગામોનો સમાવેશ થતો હતો.” મૈત્રક અનુમૈત્રકકાલ દરમ્યાન દસપુર (મંદસોર) કે ઉજ્જૈનથી ભરૂચના મુખ્યમાર્ગ પર ડુંગરપુર, ભીલોડા, શામળાજી, હર્ષપુર (હરસોલ), કર્પટવાણી જય (કપડવંજ), કઠલાલ અને નડીયાદ વગેરે મોટાં મથકો હતાં. આ સમયના મળતાં અભિલેખિક પુરાવાઓ પરથી રાષ્ટ્રકૂટ રાજવી કક્કરાજ (આશરે ઈ.સ. ૭૫૭ થી ૭૮૮)નું આધિપત્ય હર્ષપુર વિષય પર પ્રવર્તતુ હતું. આ ઉપરાંત ઈ.સ. ૯૧૦માં હર્ષપુર પ્રદેશમાં બ્રહ્મવકકુલના મહાસામંત પ્રચંડની સત્તા પ્રવર્તતી હોવાના ઉલ્લેખો પણ મળે છે.॰ આમ હરસોલ પ્રાચીનકાળમાં રાજકીય સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનું કેન્દ્ર હતું. અત્રે ચર્ચિત પ્રતિમા પારેવા પથ્થરમાંથી કંડારેલ છે. આગળ જણાવ્યા મુજબ ખાસ કરીને હાથ વગેરે પાછળના સમયમાં સીમેન્ડ વડે નવા બનાવેલ હોઈ તથા ચૂનો લગાવેલ હોઈ વિકૃત થયેલ છે. આમ છતાં જોવા મળતાં ભાગ પરથી પ્રતિમા તેની કલાશૈલીને કારણે નોંધપાત્ર તો છે જ. દેવીના મસ્તક પર ઉત્તુંગ ધમ્મિલ પ્રકારનો જટા મુકુટ છે. જેના અલંકરણમાં માનવ ખોપરીઓની માળા ઉપરાંત મધ્યભાગે મોટાકંદનું માનવખોપરીનું અંકન કરેલ જણાય છે. જટા મુકુટનું લટોન બન્ને છેડા પર અથવૃત્તઘાટ આપી. આકર્ષક બનાવેલ છે. જટાભારની આ પ્રકારની ગૂંથણી ગૂજરાત પ્રકૃ સોલંકીકાલીન પ્રતિમાઓમાં * અધિક્ષક, પશ્ચિમવર્તુળ, પુરાતત્ત્વ ખાતું, ગુ.રા. જ્યુબીલીબાગ, રાજકોટ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ T ૨૧ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહદઅંશે જોવા મળે છે. જેની ચર્ચા પ્રતિમાના સમયાંકનની ચર્ચામાં કરીશું. કપાળ અને કેશની વચ્ચે પણ માનવ ખોપરીની માળાનું મસ્તિઋાભારણ ધારણ કરેલ છે. જયારે બન્ને ખભા પર પણ જટાલટો દર્શાવેલ છે. કર્ણાભૂષણ સ્પષ્ટ નથી. ખુલ્લાં વિસ્ફારિત નેત્રો ને કારણે મુખ પર રૌદ્ર સ્વરૂપના ભાવ જોવા મળે છે. હોઠ તથા ગ્રીવાનો કેટલોક ભાગ ખંડિત છે. નાકના ટેરવાનો ભાગ પણ ખંડિત છે. ગળામાં સર્પમાલા ધારણ કરેલ છે. ચતુર્ભુજ દેવીએ નીચેના બે હાથ લાર બાળકને ધારણ કરેલ છે. જમણો હાથ પાછળના સમયમાં સીમેન્ટથી બનાવેલ છે. જમમો ઉપલો હાથ ખંડિત હોવા છતાં ત્રિશૂલ (૧) ધારણ કરેલ જણાય છે. જ્યારે ડાબા ઉપલા હાથનું આયુધ સ્પષ્ટ નથી, કૃશકાય દેવીએ ધારણ કરેલ સર્વોવલ્સની રેખા કટિ પર દેખાય છે. હાથમાં કંકણા છે. બાળકનું મુખ તથા શરીરના અન્ય ભાગ પણ ઘસાયેલ હોઈ વિગતો સ્પષ્ટ થતી નથી છતાં ગળામાં એકાવલી જેવું આભૂષણ જણાય છે. પાદટીપ ૧. જુઓ :- ઋગ્વદ; ૬-૧૭-૭, ૧૦-૬૫-૮, ૭-૧૦૦-૪, ૯-૧૨-૪, યજુર્વેદ અ.પ. મંત્ર ૨૩ ૨. માર્કંડેય પુરાણ - અ.૮૮૧૧૧૨. દેવી માહાભ્ય, અ.૮, ૮૧૧ ૧૯-૨૦, અ.૭ શ્લોક ૩, ૬ થી ૮, મત્સ્ય પુરાણ:- અ. ૧૭૯૯ ય૧૧ અગ્નિપુરાણ અ. પQ સ્કંદ, પુરાણ- કાશીખંડ (ઉત્તરાર્ધ) અ. ૭૦, બ્રહ્મવૈવર્ત એ. ૬૪ ૮૭-૮૮. વરાહ પુરાણ. અ. ૨૭ ૩૦-૩૭ વગેરે. જ્યારે શિલાગ્રંથોમાં અભિલક્ષિતાર્થ ચિંતામણી પ્ર. ૩ અ. ૧૮૩૫-૩૭ બૃહત્સંહિતા, . ૧૮-પદ દેવતામૂર્તિ પ્રકરણ, અ. ૮, શિલ્યરત્ન, ર૪ સુપ્રભેદાગમન, પટલ-૪૨ , માનસાર અ. ૫૪, અફરજિત પૃચ્છા, સૂત્રાંક : ૨૨૩, રૂપમંડન, અ. ૫ વગેરેમાં વર્ણનો મળે છે. ૩. માર્કંડેય પુરાણ, સપ્તશતી, એ. ૭, શ્લોક : ૩, ૬ થી ૮: અ. ૧૧૧૦-૨૦ Bhagwant Sahi Iconographi of Minor Hindy & Buddhist Deties 'P. 207-208 ૬. શાસ્ત્રી. હરિપ્રસાદ ગ. “માફકાલીન ગુજરાત, ભાગ-૧, પૃ. ૩૩૨ ૭. (ડ.) પરીખ રસિકલાલ અને (ડ. હરિપ્રસાદ ગં. (સં.) “ગૂજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૪, મૈત્રક અનુમૈત્રકકાલ, પૃષ્ઠ ૧૮૨. C. (Dr.) Shah U.p.. "Sculptures from samalaji and Roda" p. 5 ૯. ગુજરાતના ઐતિહાસિક લેખો, લેખ-૧૩ ૧૦. (ડૉ.) પરીખ રસિકલાલ અને (ડૉ.) શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (સં.) એજન પૃ. ૧૬૧. ફોટોગ્રાફ :- પુરાતત્ત્વખાતું, ગુજરાત રાજયના સૌજન્યથી. ચામુંડા, રામેશ્વર મહાદેવ, હરસોલ, તા:- પ્રાંતિજ, જિ:- સા.કાં. છઠ્ઠીનો ઉત્તરાર્ધ પથિક સૈમાસિક – જાન્યુઆરી માર્ચ, ૨૦૦૬ ] ૨૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતીય દંતકથા વિજ્ઞાનમાં કેટલીક દેવીઓ અને તેનું શિલ્પાંકન Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. અન્નપૂર્ણાબહેન શાહ* માનવીની અવધારણાઓ કે પરિકલ્પનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ દંતકથા વિજ્ઞાન તરીકે ઓળખાય છે. આ દંતકથાઓ માનવજીવનનાં મહત્ત્વનાં અંગો છે. તેથી તેમાં અભ્યાસમાંથી જે તે દેશની સંસ્કૃતિ, સમાજ, ધર્મ, ભૌગોલિકતા વગેરે વ્યક્ત થાય છે. આ દંતકથાઓના ઐતિહાસિક પ્રમાણો મળતા નથી પણ જે તે સંસ્કૃતિનું કંઈક ‘સત્ય’ તેમાંથી ચોક્કસ વ્યક્ત થાય છે. જે પેઢી દર પેઢી જોઈ શકાય છે. તેથી જ તેનું મહત્ત્વ પણ છે. ભારતીય દંતકથા વિજ્ઞાનને ઘડવામાં પ્રકૃતિ, ધર્મ, તત્ત્વજ્ઞાન, આચારનાં નિયમોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય ધર્મ અનેક દેવો અને તેની શક્તિઓની પરિકલ્પનાઓથી સભર છે. પ્રત્યેક ભારતીયને વિશ્વાસ છે કે ઈશ્વર પાસે રહેલી આ અદ્ભુત તાકાત અને શક્તિઓ વડે જ સૃષ્ટિનું સર્જન, પોષણ અને વિસર્જન થયું છે સામાન્ય માણસ આવી અદ્ભુત શક્તિઓને વિવિધ ઇચ્છાઓની પૂર્તિ માટે પૂજે છે. દંતકથા વિજ્ઞાન મુખ્યત્વે આવી શક્તિઓની પરિકલ્પનાઓમાંથી જ ઉદ્ભવે છે. ભારતીય દંતકથા વિજ્ઞાન સૌથી પ્રાચીન છે. તેનો અભ્યાસ લગભઘ ૫૦૦૦ વર્ષ જેટલો જૂનો છે. આ દંતકથા વિજ્ઞાનને નિશ્ચિત ઘટનાક્રમ છે. આમ જોઈએ તો હિંદુ ધર્મ તેનાં કેન્દ્રમાં છે પણ સાથે સાથે ભારતમાં વિકસેલા બૌદ્ધ, જૈન, ઇસ્લામ, શિખ, ખ્રિસ્તી વગેરે ધર્મોથી પણ તે સમૃદ્ધ છે. ભારતનાં સમૃદ્ધ ગ્રામ જીવનનો પણ તેને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો છે. સિંધુ સંસ્કૃતિમાંથી આ વિજ્ઞાનનાં પ્રમાણ મળે છે. આ સંસ્કૃતિ મૂળભૂત રીતે શહેરી સંસ્કૃતિ હતી. અહીં, યોગી, સ્રીયો અને યોનિની પૂજા પ્રચલિત હતી. અહીંથી પ્રાપ્ત દેવી શિલ્પો નવજીવન ધારીણી રૂપે પૂજાતા હશે. અથવા વનસ્પતિ અને પશુપાલન સાથે જોડાયેલા હશે. વેદોનો સમય દેવી શક્તિઓની અનુભૂતિનો મનાય છે. ઋગ્વેદમાંથી હિંદુધર્મની તાત્ત્વિક, ધાર્મિક વિચારધારા તેમ જ દંતકથાઓનાં મૂળ આધારો જોવા મળે છે. વેદોની દૈવી શક્તિઓમાં પૃથ્વી, આકાશ, અદિતિ, અગ્નિ સૂર્ય, ચંદ્ર, તારા અને પ્રકૃતિનાં વિવિધ રૂપોનું વર્ણન છે. વૈદિક દંત કથા વિજ્ઞાનધર્મના ઇતિહાસના અભ્યાસ સંદર્ભે અગત્યનું સ્થાન ધરાવે છે જે પરિક્પનાઓનાં મૂળ સુધી લઈ જાય છે. રામાયણ અને મહાભારત અનુક્રમે નીતિશાસ્ત્ર અને જીવનશાસ્ત્ર રૂપે વિકસ્યા છે. તેઓ દ્વારા થયેલા કાર્યો સાથે માનવજીવન સહજ રીતે જોડાઈ ગયું છે. રામ અને કૃષ્ણ સાથે, વિલ્લુનાં અવતારો સાથે અનેક કથાઓ આવી. તેઓનાં જીવન દ્વારા ધર્મ અને સંસ્કૃતિનો મહિમા સ્થપાયો. તેઓ સાથે કર્મ અને ભક્તિ વગેરેની સમજ માનવજીવનમાં આવી આમ રામ અને કૃષ્ણ સાથે દંતકથા વિજ્ઞાન જોડાઈ ગયું. * દંતકથા વિજ્ઞાનની પરિપક્વતા પુરાણોમાં જોવા મળે છે. પુરાણોમાં પ્રાચીન સમયની યશકથાઓ જેમાં વિવિધ દેવી દેવતાઓની શક્તિઓ અને તેનું મહત્ત્વ તેમ જ સફળતાઓનો મહિમા સ્થાપવામાં આવ્યો છે. પુરાણોની દૈવી શક્તિઓનાં સંદેશાને ધર્મ આજ્ઞાઓ માનવામાં આવે છે. મુખ્ય ૧૮ પુરાણ છે અને તેનાં આનુષંગિક મહાભારત ૧૮ પુરાણ છે. ભારતીય દંતકથા વિજ્ઞાનનો અભ્યાસ પુરાણો વગર અધૂરો છે. ભારતીય મૂર્તિકલાનાં વિકાસમાં પુરાણોનો સૌથી મોટો ફાળો છે. પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, કાલાવાડ રોડ, રાજકોટ પથિક ત્રૈમાસિક જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૨૩ - For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન અને બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મના દૂષણ સમાન પરગેમ પશુબલી સામે અહિંસા અને કરુણા લઈને આવ્યા આ ધર્મોએ આચાર વિચારમાં નિયમો અને સિદ્ધાન્તો આવ્યા જેને સમજાવવા માટે તેનાં પ્રવર્તકો સાથે દંતકથાઓ જોડાઈ અને પરિકલ્પનાઓ વિકસી. જેમકે, બોધીસત્ત્વ, બુદ્ધ તીર્થકર વગેરે. આ બધા જ ધર્મોમાં માતૃશક્તિઓની વિભાવના પણ વિકસી. નારીમાં રહેલી નવસર્જનની શક્તિનો ખ્યાલ આવતા તેની મહત્તા વધી અને વિશ્વમાં સર્વોપરી શક્તિ સ્વરૂપે ઓળખાઈ. આ શક્તિ માનવજીવનના તમામ પાસાઓ સાથે જોડાઈ તેથી ઘેર ઘેર તેનાં વિવિધ સ્વરૂપોની પૂની, વિવિધ ઇચ્છાઓની પૂર્તિ માટે, જીવનમાં શક્તિ માટે, દુષ્ટ તત્ત્વોથી રક્ષણ માટે થવા લાગી હિંદુ ધર્મમાં તે ‘માં’ સ્વરૂપે વિકસી છે. જેમાં ખોળે જવાથી, શરણે જવાથી તમામ ચિંતાઓમાંથી મુક્ત થઈ જવાય છે. એવી વિભાવમા આજદિન સુધી જીવંત છે. આ દંતકથા વિજ્ઞાનનો અભ્યાસ કરતા સમજાય છે કે આ દંતકથાઓએ માનવીનાં રોજિંદા જીવનમાં મહત્ત્વનું સ્થાન લીધું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વને ઇશ્વરીય શક્તિનું સર્જન માને છે. નિરાકાર, નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ, સાકાર, પરબ્રહ્મનાં સ્વરૂપો મનુષ્યો મોક્ષ માટે સજર્યા છે. અપરિમિત, પારલૌકિક શક્તિઓ વડે વિભૂષિક દેવ-દેવીઓને માનવ આકાર આપ્યો. અને તેમાં એમની શક્તિઓને વ્યક્ત કરવા માટે અનેક મસ્તકો, હાથ, આયુધો, મુદ્રાઓ, વાહનો વગેરેનો ઉપયોગ કર્યો. જેને મૂર્તિ વિજ્ઞાનને વિકસાવવામાં મદદ કરી તેથી ભારતીય કલા પ્રતીકાત્મક બની થોડામાં ઘણું કદવાની તાકાતવાળી બની તેથી ભારતીય કલાનાં પ્રતિકો અને તે હારા વ્યક્ત થતાં જીવનસંદેશો લોકમાનસમાં રૂઢ થઈ ગયા. જીવન જીવવામાં આધાર બની ગયા. અલોકિક શક્તિઓ ધરાવતા વિવિધ દેવી દેવતાઓનાં આલેખનમાં તેમાં બ્રાહ્મણ રૂપની સાથે આંતરિક રૂપનું પણ મહત્ત્વ સ્થપાયું જે વિવિધ ભાવભંગીઓ, આસનો, મુદ્રાઓ આયુધો અને અનેક હાથ વડે વ્યકત થયું. સમય જતાં મૂર્તિનિર્માણમાં ગ્રંથો રચાયા તેમના સિદ્ધાન્તો સ્થપાયા. સપ્રમાણમાં લાવાય, ભાવ, લાય વગેરેના ખ્યાલો આવ્યા. મૂર્તિકલાનાં વિકાસનું એક કારણ કદાચ વિવિધ દૈવી શક્તિઓની અનુભૂતિ સમગ્ર માનવ સૃષ્ટિને પણ થાય તેમ મનાય છે. જેના વડે ઉત્તમ ગુણો અને જીવન નિર્માણ માજો માટે વિવિધ દેવી દેવતાઓ સગુણ સાકાર થયા. અને આમ યુગમ મૂર્તિવિજ્ઞાનનું સર્જન થયું. માનવીય સભ્યતાના આરંભથી સ્ત્રીની સુંદરતાને ફળદ્રુપતા અને નવસર્જનના સંદર્ભમાં મૂલવવામાં આવી છે જેમાં માતૃત્વને દૈવી રૂપ ગણવામાં આવ્યું છે. આ નવસર્જનની વિભાવનામાંથી પૃથ્વી દેવીની પરિકલ્પના આવી જેમાં સૃષ્ટિનાં તમામ તત્ત્વોનાં સર્જનની અલૌકિક શક્તિ છે. સમયાંતરે વિવિધ દેવી સ્વરૂપોની પરિકલ્પનાઓ આવી જેની સાથે નવસર્જનની શક્તિ ઉપરાંત તેમાં છુપાયેલી બીજી શક્તિઓને પણ સ્થાપવામાં આવી. આ શક્તિઓનું આગવું નિરૂપણ કરવામાટે તેને બેઠેલી કે ઊભેલી દર્શાવેલ છે. બેઠી હોય ભારે વિવિધ આસનોમાં તેમજ ઉભી હોય ભારે સમજાંગ, ત્રિભંગ માં બતાવવામાં આવી છે. તેના વિવિધ વાહનો તરીકે ગરડ, હાથી, સિંહ, હંસ, વાઘ, ઘોડો વગેરે પણ બતાવાયા છે. આંખ, હાથની મુદ્રાઓ આયુધો, વાહનો અંગભંગીઓ વગરે દ્વારા નવરસની અભિવ્યક્તિ થઈ. જેમકે અજા ખૂણાના આલેખનમાં સંતોષ અને અન્નની મૂર્તિ કરનાર દેવી તરીકે તેમાં હાથમાં અજાની થાળી કે ડોડો પકડાવ્યો. જ્યારે સરસ્વતીનાં નિરૂપણમાં ધ્યાન અને શાનાં પ્રતિક રૂપે તેની આંખો બંધ કે અર્ધ ખુલ્લી બતાવી. સંગીતની દેવી તરીકે તેનાં હાથમાં વીણા મૂકી. કલાકારોએ સ્ત્રીઓની દેવી શક્તિઓ પુરાણોમાં જણાવ્યા મુજબ તેમ જ શિલ્પ શાસ્ત્રોને આધાર લઈ વ્યક્ત કરી. પુરાણોમાં દેવીની ઉત્પત્તિનાં અનેક સ્વરૂપોને લગતી અનેક કથાઓ છે. મત્સ્યપુરાણ, માર્કન્ડેય પુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણ, અગ્નિપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં તેઓ વિશે વિગતે વર્ણન મળે છે. આ દેવીઓ અને પથિક - ત્રિમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર00 g ૨૪ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની શક્તિઓ અસુરી તત્ત્વોનો નાશ કરી માનવનું કલ્યાણ કરે છે. શુભ કરે છે, રક્ષણ કરે છે, એવી વિભાવના સહજ રીતે માનવજીવનમાં વણાઈ ગઈ છે. જેથી તેનાં કલ્યાણકારી સૌમ્ય અને રોદ્ર સ્વરૂપો જોવા મળે છે. આ શક્તિમાં એવું સામર્થ્ય છે. જે હંમેશા શુભ જ કરે છે. આવા કેટલાક દેવી સ્વરૂપો જાણીતો છે. જેમકે સરસ્વતી વિદ્યા અને સંગીતની દેવી, વારાહી, માતૃત્વની દેવી, ચામુંડા મહાશક્તિ સ્વરૂપ અને લક્ષ્મી સુખ અને સમૃદ્ધિની દેવી વગેરે. પુરાણોમાં વર્ણનોને આધારે આ દેવી શક્તિઓનું શિલ્માંકન થયું છે. સરસ્વતી : સરસ્વતીની ઉપાસનાના પ્રમાણ છેક સર્વેદ કાળથી મળે છે. શરૂઆતમાં તે નદી સ્વરૂપે પૂજાતી. પછી ધીરે ધીરે તે વિદ્યા, વાણી, પ્રજ્ઞા અને કલાની અધિષ્ઠાત્રી દેવી તરીકે પ્રતિષ્ઠા પામી. પુરાણોમાં સરસ્વતીના ઉદ્ભવ વિશે સંખ્યાબંધ વૃત્તાંતો મળે છે. મોટાભાગના પુરાણોમાં સરસ્વતીને બ્રહ્માની પુત્રી અને શક્તિ સ્વરૂપે વર્ણવી છે. તો કેટલીક જગ્યાએ સરસ્વતીને બ્રહ્માની પત્નીરૂપે પણ વર્ણવી છે. મત્સ્યપુરાણ મુજબ બ્રહ્માએ પોતાનામાંથી સરસ્વતીનું સર્જન કર્યું અને પછી તેની સાથે લગ્ન કર્યા હોવાનો ઉલ્લેખો મળે છે. તો એમાં તે બ્રહ્મની પુત્રી તરીકે ધર્મ રાજને પરણી હોવાનો પણ ઉલ્લેખ છે. * માર્કયપુરાણમાં મહાલક્ષ્મીનાં સર્વપ્રધાન સ્વરૂપે તેનો ઉલ્લેખ છે, પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં સરસ્વતીનો વાણી, વિદ્યા, સંગીત અને કાવ્યની દેવી તરીકે વારંવાર નિર્દેશ થયો છે. જૈન ધર્માતે વિદ્યાદેવીઓમાં અને બદ્ધમાં તે બોધી સત્ત્વની મંજુશ્રીની શક્તિરૂપે જોવા મળે છે. સરસ્વતીનું સ્વતંત્ર મહાદેવી તરીકે મૂર્તિવિધાન પુરાણો અને શિલ્પગ્રંથોમાં આવેલું છે. મત્સ્યપુરાણમાં વર્ણવ્યા મુજબ સરસ્વતીને શેત વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત કરવી હંસ પર બેઠેલી, ચારહાથવાળી અને ચાર હાથમાં પુસ્તક, અક્ષમાલા, પમ અને પદ્મ ધારણ કરેલી બતાવવી. વિલુધર્મોત્તર પુરાણમાં સરસ્વતીન સર્વને વસ્ત્રાલંકારોથી શોભતી સૌમ્ય અને ચતુર્ભુજ બનાવવી કહ્યું છે. ચાર હાથણાં અક્ષમાલા, પુસ્તક વીણા અને કર્મડલું ધારણ કરેલ વર્ણવી છે. માર્કય પુરાણમાં દેવી માહાભ્યમાં સરસ્વતીના ચાર હાથમાં અક્ષમાલા, વીણા, અંકુશ. અને પુસ્તક આપવાનું સૂચવ્યું છે. અગ્નિપુરાણ, સ્કંદપુરાણ, વાયુપુરાણા વગેરેમાં પણ સરસ્વતીનાં વર્ણનો મળ્યા છે. 19 શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં સરસ્વતીનું મૂર્તિવિધાન આવેલું છે. અભિલપિતાર્થ ચિંતામણીમાં બ્રહ્માની જમણીબાજુ સરસ્વતી અને ડાબીબાજુ સાવિત્રીને મૂકવાનું સૂચન છે.11 અપરાજીત પૃચ્છામાં તે પદ્મસાન ઉપર તેડેલ, ચાર હાથમાં અક્ષમાળા વીણા, પુસ્તક અને કમંડલુ ધારણ કરેલી વર્ણવી છે.૧૧ રૂપમંડનમાં ચાર હાથવાળી વર્ણવી છે. જેમાં અક્ષમાળા, કમળ, વણ. અને પુસ્તક આપવામાં આવ્યા છે. ૧૩ દેવતામૂર્તિ પ્રકરણમાં સરસ્વતીનાં બાર સ્વરૂપોનું વર્ણન કરેલું છે. ૧૪ અંશુમદ ભેગાદમમાં સરસ્વતીને શ્વેતવર્ણ, શ્વેતવસ્ત્ર અને શ્વેત પદ્મ સાથે વર્ણવી છે. તેના ચાર હાથમાં વ્યાખ્યા નમ મુદ્રા, અલસૂત્ર, પુસ્તક અને કમળ ધારણ કરેલ છે.' | ગુજરાતમાંથી પાટણની રાણીવાવ, ખેડબ્રહ્મમાં વડોદરા મ્યુઝિયમમાં, મોઢેરાના સૂર્યમંદિરમાં અને દેહગામનાં બહિયેલની સરસ્વતી પ્રતિમાઓ નોંધપાત્ર છે. વારાહી : સપ્તમાતૃકાઓના સમૂહમાં વારાહીને પાંચમા ક્રમમાં જોવામાં આવે છે. પુરાણોમાં તે વિલ્સના વરાહ અવતારની શક્તિરૂપે ઓળખાય છે. તે મુજબ તેના હાથમાં શંખ, ચક્ર, ગદા અને વરદ મુદ્રા જોવા મળે છે, તો ક્યારેક ઘંટા, હળ, ખડ અને પારાયણ જોવા મળે છે. વારાહીના હાથમાં બાળક હોય છે. જે માતૃત્વને વ્યક્ત કરે છે. તેના ચહેરામાં ભાવ પણ વાલ્યપૂર્ણ હોય છે. તેનું વાહન વરાહ કે મહિષ હોય છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૨૫ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મત્સ્યપુરાણમાં તેને મહિષ પર બેઠેલી અને મસ્તક પર ચામર ધારણ કરેલ, ગદા અમે ચકધારણ કરી દાનવોનોનો નાશ કરનારી કહ્યી છે. 15 માર્કયપુરાણમાં તેને ચક્રધારણ કરનારી અને દાઢથી પૃથ્વીને ઉપાડનારી વળી છે. અપરાજિતપૂચ્છા પ્રમાણે વારાહી મહિપ પર બેઠેલી છે. વરાહ જેવા મુખવાળી અને ચાર હાથમાં અક્ષસૂત્ર, ખઢઘ, ઘંટા અને કમંડલુ ધારણ કરતી વર્ણવી છે. ૧૧ રૂપમંડનમાં તેને વરાહ જેવા રૂપવાળી મહિષ પર બેઠેલી અને હાથમાં બંટા, ચામર, ગદા અને ચક્રને ધારણ કરતી વર્ણવી છે. ૧૯ અંશમુદભેદાગમમાં તેને વરાહના મુખવાળી ચારહાથ વાળી જેમાં હમ, વરદમુદ્રા શક્તિ અને અભયમુદ્રા ધારણ કરતી વર્ણવી છે. ૨૦ શિલ્પરત્નમાં ચાર હાથવાળી વર્ણવી છે. જેમાં ત્રિશૂળ, તલવાર, ઘંટા અને હળ ધારણ કરેલ બતાવી છે. ૨૧ ગુજરાતમાંથી વડોદરા મ્યુઝિયમની શામળાજી વારાણી, પંચમહાલ જિલ્લામાં માતરિયાનો વ્યાસેશ્વર મહાદેવના મંદિરની વારાહી, સાબરકાંઠાના ગઢાની વારાહી ભરુચનાં ગલાલની વારાહી, વડાવલ અને લાડોલની વારાહી જાણીતી છે. ૨૨ ચામુંડા : માતૃકા સ્વરૂપોમાં તે મહાશક્તિ ગણાય છે. ચામુંડા જગદંબા ત્રિગુણાત્મિકા મહાકાલીનું અપર સ્વરૂમ મનાય છે. ચામુંડા નીચલા સ્તરના લોકોમાં વિશેષ પુનીય છે. ગુજરાતમાં કેટલાક કુટુંબોમાં તે કુળદેવી તરીકે પૂજાય છે. મસ્યપુરાણમાં ચામુંડાને કટિ પર ઘંટ બાંધેલ નગ્નસ્વરૂપની અને ચિત્તાના ચર્મ પર બેઠેલી બતાવી વિષ્ણુધર્મોત્તરમાં ચામુંડાને વિકૃત મુખવાળી ઉગ્રદાંત સર્પના આભૂષણો ભૂંડા આંખોવાળી અને દશભૂત વાળી બતાવી છે. જેમાં મૂશળ, બાકાષ અંકુશ, ખડ્ઝ, કવચ, ખેટક, પાશ વાન દંડ અને પશુધારણ કરેલ હોય છે. અપરાજીત પૃચ્છામાં ચામુંડા કૃશકાપ, કદરૂપી, કાનમાં મૂંડમાલા મુક્ત કુંડળ હાથમાં ખટવાંગ, મુંડ અને ત્રિશૂલ ધારણ કરેલી વર્ણવી છે. ૨૧ રૂપમંડનમાં ચામુંડા લાલવર્ણની વિકૃતમુખ, તીક્ષ્ણદાંત, ઉડી આંખો અને દશ ભૂજાવાળી વર્ણવી છે. આ અંશુમદ્ ભેદાગમમાંતેને લાલ વર્ણની, ચતુર્ભુજ વળી છે. ૨૧ શિલ્પમાં ચામુંડાને ‘ચંડીતરીકે વર્ણવી છે. તેને મૂંડમાલા ધારણ કરી છે ચાર હાથમાં શૂલાતલવાર નરપુંડ અને કલાપ ધારણ કરેલા છે. ૨ યોગીની હૃયમાં ચામુંડાને કૃષ્ણવર્મા અને અનુભૂતિ વર્ણવી છે. તેમાં આંઠ હાથમાં શૂલ, ક્રમમૂ, ખગ અને ગુજરાતમાંથી શામળાજી, કોટેશ્વર વડાવલ, લાડોલ, રાણીવાવની ચામુંડા પ્રસિદ્ધ છે. ૨૧ લક્ષ્મી છે. લક્ષ્મી અથવા શ્રીદેવી એ પ્રાચીન કાલથી ખૂબ લોકપ્રિય દેવી છે. તે સૌન્દર્ય, સમૃદ્ધિ, ભાગ્યની દેવી મનાય છે. પુરાણોમાં લક્ષ્મીને વિષ્ણુની આત્મા કહી છે. લક્ષ્મી વગર વિ નિર્જીવ છે. તેમ વિષ્ણુ વગર લક્ષ્મી પણ નિપ્રાણ છે. અગ્નિપુરાણમાં તેને જગન્જનની કહેવામાં આવી છે. લક્ષ્મીના પુરાવા છેક સિંધુ સંસ્કૃતિમાંથી મળે છે તેથી એમ મનાય છે કે તે આર્ય-આર્યતરો સૌમાં વ્યાપકપણે પ્રચારમાં હશે. આગળ જતાં લક્ષ્મીનાં અન્ય દેવી-દેવતાઓની જેમ અનેક રૂપો પ્રચલિત થયાં. મહાભારત અને રામાયણમાં પણ લક્ષ્મીનું વિગતે વર્ણન મળે છે. ૩૪ લક્ષ્મીનું મહત્ત્વ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની જેમ બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. મરહૂત, સાંચી તેમ જ અજંટા ઇલોરાની બૌદ્ધ ગુફાઓમાં શ્રી લક્ષ્મીનું આલેખવમાં દૃષ્ટાંત છે. લક્ષ્મીનું વર્ણન પુરાણોમાં વ્યાપકરૂપે જોવા મળે છે. વામન પુરાણમાં કર્મપુરણપ વિષ્ણુધર્મોત્તર પુરાણ, મારદપુરાણ વગેરેમાં લક્ષ્મીનું વર્ણન છે. માર્કન્ડેયપુરાણમાં લક્ષ્મીને અષ્ટનિધિની સ્વામીની કહી છે. ૩૫ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ n ૨૬ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લક્ષ્મી વિષ્ણુની પત્ની હોવાથી જયારે વિલ્લુ અવતાર ધારણ કરે છે. ત્યારે તે દરેક અવતારમાં તેજાની સાથે જ રહે છે. જેમકે વિષ્ણુ આદિત્ય તરીકે જન્મ્યા ત્યારે તે પદ્મા સ્વરૂપે, પશુરામ રૂપે જન્મ્યા ત્યારે તે પૃથ્વીરૂપે, રામસ્વરૂપે જનમ્યા ત્યારે સીતા સ્વરૂપે એવી જ રીતે કૃષ્ણ સાથે રૂક્ષ્મણી સ્વરૂપે જન્મ્યા. રાજાઓમાં તે રાજલક્ષ્મી તરીકે વૈષ્ણવોમાં ગજલક્ષ્મી તરીકે ઓળખાય છે. મત્સ્યપુરાણમાં લક્ષ્મીનું મૂર્તિવિધાન, કરતાં વર્ણવ્યું છે કે તેમના જમણાહાથમાં શ્રીફળ અને ડાબા હાથમાં કમળ હોય છે. પદ્માસનપર બેઠેલા કે ઊભેલા હોય છે અને બધી બાજુએથી ગજ અભિષેક કરતા હોય લોકપાલો, ગંધર્વો તેમજ પક્ષો લક્ષ્મીની સ્તુતિ કરતા હોય એમ વર્ણવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુ ધર્મોત્તરમાં લક્ષ્મીને જગતની જનની અને વિષ્ણુપ્રિયા તરીકે વર્ણવી છે. તાં બે હાથમાંથી એકમાં પદ્મ આરણ કરવી અને એક હાથ અભય મુદ્રામાં હોય છે જ્યારે ચાર હાથ વાળી બતાવી હોય ત્યારે ચાર હાથમાં કમળ, અમૃતકુંભ, બિલ્વફળ અને શંખધારણ કરતી વર્ણવી છે. અને હાથીઓ જળથી અભિષેક કરે છે. 43 રૂપમંડનમાં અષ્ટદલ કમળના સિંહાસન પર બેઠેલી ચતુર્ભુજ વર્ણવી છે. જેમાં ઉપરના બે હાથમાં કમળ અને બાકીના બે હાથમાં અમૃતકુંભ અને માતુલિંગ ધારણ કરેલા છે. શિલ્પ રત્નમાં માતુર્લિંગ ધારણ કરેલા છે. શિલ્પ રત્નમાં લક્ષ્મીને સુવર્કાળ પર બેઠેલી હાથમાં અભય અને વરદ મુદ્રા તેમજ બીજા બે હાથમાં કમળધારણ કરેલી વર્ણવી છે. અને ચાર ગુજરાજો દ્વારા સૂંઢમાં ઊંચા કરેલા ધડાથી રત્નોનો અભિષેક થતો હોય તેનું વર્ણન છે.” અંશુમદ્ ભેદાગમમાં પણ તેને પદ્માસનપર બેઠેલી દ્વિભુજ વર્ણવી છે.૪૦ ભારતમાંથી ગજ લક્ષ્મીનાં ઉત્તમ શિલ્પો મળ્યાં છે. ગુજરાતમાંથી લક્ષ્મીની અનેક પ્રતિમાઓ મળી છે. જેમં આહ્વાની લક્ષ્મી, આપજની ગજલક્ષ્મી, પ્રભાસપાટણની લક્ષ્મી રાણીવાવ (પાટણ)ની લક્ષ્મી, કુંભા, રિયાની લક્ષ્મી વગેરે પ્રતિ છે. ऋग्वेद ૨૧૪-૨૬. ૧. सं. श्री पाद शर्मा मुंबई १९४० ૨. 3. આમ દંતકથા વિજ્ઞાનનો સંબંધ પરંપરાગત કથાઓ, કુદરતી તાકાતો, માનવી અને સૃષ્ટિનો ઉદ્ભવતી વાતો, કેટલાક રિવાજો, ધાર્મિક ક્રિયા પરિકલ્પનો વગેરે સાથે છે. જેમાં કલ્પનાઓ સત્તારૂપે વિકસી પેઢી દર પેઢી સચવાય છે. જેની આજુબાજુ કુદરતી તાકાતો, માન્યતાઓ, ધર્મ, ધાર્મિક ક્રિયાઓ, દેવી-દેવતાઓ અને તેમની શક્તિઓ તેમજ તેમની સાથે જોડાયેલી કથાઓ વગેરેનો સમાવેશ થાય છે. અને પછી તેમાં શ્રદ્ધા, પૂજા, ભક્તિ ભય ઇચ્છાઓની પરિપૂર્તિ ઉમેરાતાં અજર અમર બને છે ત્યારે તે પરિકલ્પનાઓ દંતકથાઓમાં દેવીદેવતાઓની શક્તિઓ લોકોનાં પ્રથમ વિશ્વાસ બને છે, જીવવામાં બળ બને છે. સમાજ ઘડતરનાં કારણ બને છે. અને માનવતાનાં વિકાસમાં મદદરૂપ બને છે. ૪. ૧. ૬. પાદટીપ An encyclopaedic dictionary of Indian Mythology. p. 250 मत्स्यपुराण - ૬. ૧૭૬ ૪૨૨-૨૩૮ પૃ. ૩, ૪૪-૪૬ बंकटेश्वर प्रेस प्रेस - मुंबई १९८० मार्कण्डेयपुराण - बंकटेश्वर प्रेस - मुंबई: १९८७ देवी महात्म्य રઘુવંશ . સં. રામચંદ્ર શા. વારાળી- ૧૯૬૩ -૪૬; ૪-૬; ૧૩, ૬૪-૬૮ વિજ્ર મોર્વશીય સં. સામચંદ્ર જ્ઞા. વારાળસી ૧૯૬૨ રૂ પૃ. ૨૬૨વળી જુઓ. M.I. K|han પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ - ૨૭ = For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sarasvati in Sanskrit Literature glansiabad- 1978- P 1505, 153 Bagwant Sahai. P. 141 (Publication of Sakil-worship in India) . મત્સ્ય પુરાણ ૬૬૬૨ ૫૯ ૨૪-૨૫ Visnu Dhr mother Purna - Voll. p. 189 Priyanka Shah. ૯. માર્કન્ડેય પુરાણ- દેવી માહાભ્ય ૧૧/૧૨ ૧૦. અગ્નિપુરાણ અ. ૫૦ શ્લોક ૧૬, સ્કંદપુરાણ અ. ૪૬ ૧૯ વાયુપુરાણ અ- ૨૩૪૪-૪૫ ૧૧. મ7પતાઈ fધતામrf - સ. આર.એસ.શાસ્ત્રી અ. નં ૭૭ મૈસૂર ૨૬૨૬ ૧૨. ‘૩૫૨નતyછી સ પી.એસ.મા વડોદ્રા સૂત્રાંક ૦ ૨૩૦ શ્લોક ૧૪-૧૫ ૧૩. રૂપમંડન અ, ૫ શ્લોક ૬૧-૬૨ ૧૪. દેવતામૂર્તિ પ્રકરણ અ. ૮, શ્લોક ૭-૮૫ ૧૫. અંશુમદ ભેદાગમ ૪૯ પટલ, ૧-૨ ૧૬, મત્સ્યપુરાણ અ. ૨૬૧ ૧૭. માર્કન્ડેય પુરાણ અ. ૮૬/૧૬ ૧૮. અપરાજિતપૃચ્છા, સૂનાંક ૨૩/૧૬ ૧૯. રૂપમંડન અ. પ૬૭-૬૮ ૨૦. અંશુમર્ભદાગમ – પટલ ૪૭ ૨૧. શિલ્પરત્ન અ. ૨૪૮૦, સં. ..શારશ્રી ત્રિવેન્દ્રમ ૨૨૨૬ ૨૨. ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમા વિધાન – પૃ. ૨૩૪ થી ૨૪ ડૉ. રામજીભાઈ સાવલિયા. ૨૩, મત્સ્યપુરાણ, અ. ર૬૧ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨OOK p ૨૮ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ્રાચીન) સ્તંભ સ્થાપત્ય ડૉ. પ્રિયબાળાબહેન શાહ* સ્થાપત્યના વિવિધ અંગોમાં મહત્ત્વનું અંગ સ્તંભ છે. જગતના સ્થાપત્યમાં ચિરસ્થાયી અને ધ્યાન ખેંચે તેવી દેણગી માત્ર ત્રણ દેશોમાં છે. એકગ્રીકો રોમન અથવા ગ્રીસ, રોમ અને ભારત છતાં ધ્યાન ખેંચે તેવા દેશો જાવા, કંબોડીઆ અને બ્રહ્મદેશનાં જૂની અને જાણીતી ઇમારતોમાં (મકાનો, મઠો, મંદિરો વગેરેમાં) સ્તંભોનો ઉપયોગ ઘણો ઓછો અથવા નહિવત થયો છે. જાવા માટે તો એમ કહેવાય છે કે, આ એક જ દેશ છે કે જયાં સ્તંભ, મકાન, કે ચુનાનો ઉપયોગ થયો નથી. છતાં પણ ત્યાંનું મંદિર સ્થાપત્ય ઊંચી કક્ષાએ પહોંચ્યું છે. ભારતદેશમાં સ્તંભ સ્થાપત્યનો વિકાસ ધ્યાન ખેંચે તેવો થયો છે, છતાં તંભને સ્વતંત્ર ઊભો કરવાનું માન અશોક માર્યને ફાળે જાય છે. સ્તંભની ટોચ ઉપર સુંદર શિલ્પાકૃતિઓ પણ કરેલી છે. તેમાંનું, એક અશોકચિત્ર સ્વતંત્ર ભારતે અપનાવ્યું છે. ભારત દેશે તેના સ્તંભ સ્થાપત્યને ખૂબ અલંકારોથી શણગાર્યું છે. માટે કહેવું જોઈએ કે ભારતીય કારીગર તેના પૈર્ય અને એકાગ્રતામાં અજોડ છે. અર્થાત્ સ્તંભ સ્થાપનમાં તેની પ્રતિભાના પડઘા પાડ્યા વિના રહેતો નથી. સોની જેમ સોનારૂપા ઉપર ઘાટ ઘડે, જેમ જડતર કામવાળા હિરામાણેક જડે તેમ સુથાર કાષ્ટ ઘડે તેવી જ રીતે સલાટ શિલાપાટ, અલંકારની વિવિધતા તેના કાર સાથે તદ્રુપ થઈને પડે છે તેમાં તે ઉઠાવ કામ (Relief work) વળી રૂપ-કામ (Sculptural work) હેરત પમાડે તેવું કામ આર્જત સેંકડો વર્ષ પૂર્વ જગત સમક્ષ તેણે ખડું કર્યું છે. સમગ્ર પાષાણને માટીનો પીંડ હોય તેમ ઘડ્યો છે તેને લાકડાની માફક કર્યો છે; મણના પીંડની જેમ કંડાર્યો છે. જડાવે કામમાં તાજમાં દુનિયાભરના અજોડ ગણાતાં સલાટીએ પોતાનું કૌશલ્ય વ્યક્ત કર્યું છે. ભારતીય કલાકારની સૌન્દર્ય દષ્ટિ એવી રીતે વિકસેલી હતી કે તેમાં સ્થાપત્યનાં મુખ્ય બે અંગ રૂપ અને રંગ પૈકી તેનું જડતર પણ શણગારરૂપે મહત્ત્વનું બન્યું છે. આવા સંસ્કારો તેમણે ગળથુથીમાં જ મેળવ્યા હતા. કારણકે તે અંગેની કોઈ શાળા કે શિક્ષણધામ હતાં નહીં. સંસ્કારો જેના જન્મદાતા છે તેવું એક સ્થાપત્યનું અંગ તે સ્તંભો (થાંભણા)ની ગોઠવણી. આ સ્તંભરચા ઘણાં સ્થાપત્યો કામોનું એક અંગ બની જાય છે. ભારતીય સ્થપતિએ કરેલી આવી ગોઠવણીનો વિકાસ સાધ્યો છે. તેમ ફર્ગ્યુસન કહે છે. તેના માટે થાંભલાઓની આ ગોઠવણી “જૈન સ્થાપત્યથી ઓળખાવે છે. આવા સંકુચિત નામ આપવાની જરૂર નથી. ગુજરાતના અણહિલપુર પાટણમાં મંડને તેનું સુંદર વર્ણન કરેલું છે અમદાવાદની જુમા મસ્જિદમાં ૪ ૨૬૦ (બસો સાઠ)થી ભાલાની ગોઠવણી છે. સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાતની સંભાવલિ આગળ દ્રાવિડી સહસ્રસ્તંભી અને બંગાલી મજીદોના અસંખ્ય થાંભલાઓ ઉતરતી પંક્તિના ગણાય. સ્થાપત્યના ઉપરોક્ત સફળ, સબળ અને મૂળભૂત સિદ્ધાંતો જેણે સદીઓના અનુભથી અને પેઢી દર પેઢી વારસાગત પ્રાપ્ત કર્યા છે એવા ભારતીય સ્થપતિએ કરેલાં સ્થાપત્યનાં કામો સદીઓ સદી વહી ગયા છતાં અને સંસ્કૃતિઓનાં એનાં ધર્ષણો તેમ જ અનેક રૂપાન્તરો થયાં છતાં આજે પણ અર્વાચીન જડવાદી જમાનામાં સૌન્દર્યલક્ષી કામ થયાં અને પ્રશંસા પામ્યાં છે. પ્રેરક બળોને પરિણામે ભારતના સ્તંભોમાં સપ્રમાણ અને સુમેળ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. મંદિર હોય કે ઘર, સિંહાસન હોય કે પલંગ ગમે તે કામ હોય તો પણ તેના દરેક ભાગોના માપો એકબીજાના * પૂર્વ આચાર્ય, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, કાલાવાડ રોડ, રાજકોટ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૨૯ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાણમાં હોવાં જોઈએ. આ રીતે ઉત્તરોત્તર એકબીજાના પ્રમાણમાં કરવા માટે શિલ્પશાસ્ત્રોમાં વિગતવાર વિધિનિષેધ છે. ભારતીય સ્થપતિએ સ્તંભોના વિપુલ માય અને ભરેલા ઘાટ આપી તેને ભરાવદાર બનાવ્યા. જેમ છત્રી કે સભામંડપ સ્તંભોના માપ પ્રમાણસર નાના કરી નાજુકતા કે સરૂપતા આપ્યા. જ્યાં આખા પ્રાસાદને અનુરૂપ સ્તંભની ઊંચાઈ કરવી પડી ત્યાં કંદોરાકંદોરી યોગ્ય જગાએ ગોઠવી એકંદર સુમેળ સાધ્યો, તેવી જ રીતે જુદા જુદા ઘાટોને હલકા ભારે કરવા માટે જુદા જુદા શણગારોનો પ્રબંધ પણ વિચારવામાં આવ્યો. પ્રાચીન વાસ્તુવિદ્યાનો ગ્રંથ માનસારના લેખકે થાંભલા માટે બાર વિવિધ નામો આપ્યાં છે. આ રીતે શિલ્પશાસ્ત્રીઓએ થાંભલાના આકાર પ્રમાણે તેનું નામાંકન કરેલું છે. માનસારમાં લાકડાના થાંભલા કે પથ્થર માટે જ ઉલ્લેખ છે પણ ધાતુ માટે નથી. ધાતુના થાંભલા થતો તેનો ઉલ્લેખ દિલ્હીમાંના કુતુલ પાસેનો લોહસ્તંભ આપે છે. સ્થાપત્યના કામોમાં તેનો ઓછો ઉપયોગ થતો. કદાચ આપણા સ્થપતિ અહીંની આબોહવાને સર્વાશ અનુકુળ ગણતો નહોતો. મકાન મંદિરમાં સ્તંભ હોય તે ઉપરાંત વિવિધ પ્રકારના સ્તંભો પણ સ્તંભ સ્થાપત્ય આપે છે જેમકે કીર્તિસ્તંભ, વિજયસ્તંભ, ધર્મસ્તંભ, ધ્વજસ્તંભ, દીપસ્તંભ વગેરે. સ્તંભની કલ્પના ભારતીય-સ્થાપત્યની વિશિષ્ટતા છે તેમ ‘ભરેલું (bracket capital) પણ તેનું વિશિષ્ટ અંગ છે. ગુજરાતના કાષ્ટ્ર સ્થાપત્યે તેમાં સુંદર કામ કર્યું છે તેને ધારસ્થાપત્યમાં લઈ લઈને મહત્ત્વની અને મુશ્કેલ કારીગરી કરી છે. અજંતાના કેટલાક Bracket Capitals ની નકલ ભારતના મુખ્ય શહેરોના મહત્ત્વના મકાનોમાં નજરે પડે છે. સ્તંભ સ્થાપત્યમાં નોંધપાત્ર કાલોમાં અને તે કાળનાં સ્થાપત્યોમાં જે જાતનાં કુંભી સરાં છે ત્યાં જેમ હાથી વગેરે પ્રાણીઓનો શોભા માટે ઉપયોગ કર્યો છે, તેવો અજંતા અને તેનાં સમકાલીન સ્થાપત્યોમાં નજરે પડતો નથી. તેવી જ રીતે સ્તંભના બીજો અંગ ઉપાંગો તે તે સ્થાપત્યનો કાલનિર્ણય કરવામાં ઉપયોગી થઈ પડે છે; ઉપરાંત સમાજ ઉપર કયા દેશની સંસ્કૃતિની અસર અથવા કયા દેશ સાથેનો વ્યવહાર હતો તેનો પણ નિર્દેશ થઈ શકે છે. ટૂંકમાં સ્થાપત્યવિદ્યા આપણા દેશમાં અવિચળ રહેશે એમ માનવાનું મન થાય છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK ૩૦ For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Firs : નો . s E *Eાર. * જ મં s: - { -:-' - w F• પર www.kobatirth.org પાલીકા - Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફોન : + ક અશોક સ્તંભ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૩૨ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra EMC રાષ્ટ્રીય પ્રતિક www.kobatirth.org અમદાવાદની જુમા મસ્જિદ Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ♦ ત્રૈમાસિક — જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩૩ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લોહસ્તંભ, દિલ્હી Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિક ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩૪ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શોધપત્ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. ડૉ. લલિત એસ. પટેલ* સિદ્ધરાજ અને કુમારપાળનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ અણહિલપુર પાટણમાં રાજ્ય કરનાર ગુજરાતના ચૌલુક્ય રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૪૧૧૪૩) નો શાસનકાળ યશસ્વી રહ્યો છે. આજે પણ લોકસાહિત્ય અને ભવાઇમાં તે જીવંત છે. વિક્રમ અને ભોજરાજાની જેમ સિદ્ધરાજ પણ જાણેઅજાણે અનેક દંતકથાઓનું પાત્ર બની ગયો છે. સિદ્ધરાજના દરબારમાં ભારતના દરેક પ્રદેશોના અનેક વિદ્વાનો બિરાજતા હતા. તેના સુપરિચિત મનીષીઓમાં ‘કલિકાલ સર્વજ્ઞ’ હેમચંદ્ર મુખ્ય હતા, જેમણે તત્કાલીન ભારતમાં ખેડાતી વિદ્યાની સર્વ શાખાઓમાં આધારભૂત ગ્રંથો રચેલા છે. હેમચંદ્ર એક જૈન આચાર્ય હતા અને એમની આસપાસ એમના પોતાના વિદ્વાન શિષ્યોનું એક વર્તુળ હતું. સિદ્ધરાજના દરબારના બીજા કવિ પંડિતોમાં તેનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ મુખ્ય હતો. વિજયપાલ કૃત ‘દ્રૌપદી સ્વયંવર નાટક’ ની હિન્દી પ્રસ્તાવનામાં આચાર્ય જયવિજયજીએ તથા ‘કાવ્યાનું શાસન’ ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પ્રો. રસિકલાલ પરીખે શ્રીપાલના જીવન અને કાર્ય વિશે નિરૂપણ કર્યું છે. શ્રીપાલનું જીવન (કૌટુંબિક વૃતાન્ત) ગુજરાત ને રાજસ્થાનના ઇતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્વટ (પોરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં શ્રીપાલનો જન્મ થયો હતો. ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે આબુ પર્વત ઉપર વિ.સ. ૧૦૮૮ (ઇ.સ. ૧૦૩૨)માં બંધાવેલ જૈનમંદિર વિમલ વસતિના સભામંડપમાં શ્રીપાલની મૂર્તિ છે. એ મૂર્તિ નીચેના એક ખંડિત શિલાલેખ ૧માંથી જાણવા મળે છે કે શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ હતું. શ્રી જિનવિજયજીએ તેમના દ્રૌપદી સ્વયંવર નાટકની પ્રસ્તાવનામાં ૨ એવું અનુમાન કરેલ છે કે શ્રીપાલ વિમલશાહનો અથવા તેના કોઈ કુટુંબીજનો વંશજ હશે. પ્રાપ્ત સાહિત્યિક સાધનો પરથી જણાય છે કે શ્રીપાલ અંધ હતો. તેના અંધત્વનાં કારણો અને સમય વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થતી નથી. તેના વિદ્યાધ્યયનની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તેણે રચેલ સાહિત્યકૃતિઓ તથા સૂક્તિઓ ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે તે એક નિપુણ કવિ અને વિદ્વાન હતો. પ્રબંધોમાં તેને ‘કવિ ચક્રવર્તિનૂ’ ‘કવિ કુંજર’ અને ‘મહાકવિ’ તરીકે વર્ણવ્યો છે. ‘મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ' માં તેને ‘કવિરાજ'નું બિરૂદ આપ્યું છે. મહારાજ સિદ્ધરાજ તેને ‘કવિન્દ્ર અને ‘ભ્રાતા’ કહીને માનભેર સંબોધતો હતો.' જલણકૃત ‘સૂક્તિ મુક્તાવલિ અને શાર્ગંધરકૃત, ‘શાલધર પદ્ધતિ' જેવા સુભાષિત સંગ્રહો શ્રીપાલને ‘શ્રીપાલ કવિરાજ’ તરીકે એનો નિર્દેશ કરે છે. ‘ભાષા ચક્રવર્તી' તરીકે ખ્યાતિ પામેલા કવિ શ્રીપાલે એક જ દિવસમાં મહાપ્રબંધ રચ્યો હતો." વાદિદેવ સૂરિ અને કુમુદચંદ્રચાર્ય વચ્ચે વિ.સ. ૧૧૮૧ (ઈ.સ. ૧૧૨૫)માં થયેલા વાદ પ્રસંગે શ્રીપાલ કવિ પ્રમુખ હતો. શ્રીપાલ વાદિદેવસૂરીની પાંડિત્ય પ્રતિભાનો ઉપાસક હતો. તેણે અજિત દેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ રચેલ ‘નાભેય નેમિ કાવ્ય’ અથવા ‘દ્વિસંધાન કાવ્ય'નું સંશોધન કર્યું હતું. અનેક સમકાલિન કવિઓ પોતાની કવિતા સુધારવા શ્રીપાલ પાસે આવતા. શ્રીપાલ રાજા સિદ્ધરાજ જયસિંહનો નિકટવર્તી મિત્ર હતો. વડનગર પ્રશસ્તિના છેલ્લા શ્લોકમાં શ્રીપાલે પોતાને શ્રી સિદ્ધરાજ્ઞ પ્રતિપત્રવન્યું એટલે કે સિદ્ધરાજે પોતાના ભાઇ તરીકે સ્વીકાર્યો છે એમ કહ્યું છે ‘મુદ્રિત * અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, આર્ટ્સ કોલેજ, પાટણ પથિક • ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૩૫ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમુદચંદ્ર પ્રકરણ” માં (પૃ. ૩૯) શ્રીપાલને શ્રી સિદ્ધભૂપાન વીતીમત્રમ કહેવામાં આવ્યો છે. સોમપ્રભસૂરિકૃત ‘કુમારપાલ પ્રતિબોધ’ અને ‘સુમતિનાથ ચરિત્ર' જેવા સમકાલીન ગ્રંથો નોંધે છે કે રાજા સિદ્ધરાજ શ્રીપાલને ‘ભાઈ’ કહીને બોલાવતો હતો. આ નિર્દેશ ‘પ્રભાવક ચરિત' ના છેલ્લા “હેમચંદ્રસૂરિ ચરિત માંથી અનુમોદન મળે છે. એમાં રાજા સિદ્ધરાજ અને શ્રીપાલની નિકટતા વિસ્તારથી વર્ણવી છે. તથા થોડાક સમય માટે અણહિલવાડ પાટણમાં આવીને રહેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધના સંપર્કમાં તેઓ બન્ને કઈ રીતે આવ્યા એ પણ એમાં વર્ણવ્યું છે. શ્રીપાલ સિદ્ધરાજ પછી તેના ઉત્તરાધિકારી કુમારપાલો પણ રાજકવિ બન્યો હતો. સિદ્ધરાજના અવસાન પછી વિ.સં. ૧૨૦૮ (ઈ.સ. ૧૧૫૨) માં કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિઓ તેણે રચી હતી. કુમારપાલની એક શત્રુંજય યાત્રામાં પણ શ્રીપાલ તેની સાથે હતો.' શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ વિદ્વાન હતો. ‘પુરાતન પ્રબંધ સંગ્રહ” તથા “કુમારપાલ પ્રબંધ' માં તેને કવિઓ અને દાતાઓમાં શ્રેષ્ઠ (વવીનાં ઢાળ ધુર્ય:)કહ્યો છે. તેની કોઈ સાહિત્ય રચના મળતી નથી પણ તેણે રહેચા કેટલાક શ્લોકો ‘પ્રબંધકોશ'માં છે૭ તેના કેટલાક સંસ્કૃત અને પ્રાકૃત પઘો સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબોધમાં છે. સોમપ્રભવસૂરિએ આ પ્રાકૃત ગ્રંથ વિ.સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫) માં સિદ્ધપાલે પાટણમાં બંધાવેલ ઉપાશ્રય (વસતિ)માં રહીને પૂર્ણ કર્યો હતો. પ્રબંધોના મતે સિદ્ધપાલ પણ કુમારપાલનો પ્રીતીપાત્ર હતો. સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ એક વિદ્વાન અને નાટ્યકાર હતો. તેણે સંસ્કૃતમાં રચેલ નાટક ‘દ્રૌપદી સ્વયંવર’ ભીમદેવ બીજાની આજ્ઞાથી પાટણમાં મુલરાજે બંધાવેલ ત્રિપુરૂષ પ્રાસાદ ભજવાયું હતું. આ રીતે શ્રીપાલના કુટુંબમાં ત્રણ પેઢી સુધી કવિત્વ પરંપરા ચાલુ રહી હતી. શ્રીપાલની સાહિત્યકૃતિઓ : શ્રીપાલની સાહિત્યકૃતિઓને (૧) માત્ર સાહિત્યિક ઉલ્લેખો દ્વારા જ્ઞાનવૃતિઓ (૨) ખંડિત સ્વરૂપે ઉપલબ્ધ કૃતિઓ અને (૩) અખંડ ઉપલબ્ધ કૃતિઓ એમ ત્રણ રીતે વહેંચી શકાય. ૧. “પ્રભાવક ચરિત' (પૃ. ૧૯૦) અનુસાર શ્રીપાલે ‘વૈરોચન પરાજય' નામે એક મહાપ્રબંધ રચ્યો હતો. જે અત્યારે પ્રાપ્ત ન હોવાથી તેના સાહિત્ય સ્વરૂપ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. વડનગર પ્રશસ્તિને અંતે શ્રીપાલે પોતાને પુછપ્પનન મહાવિન્ય: કહ્યો છે. અને આ મહાપ્રબંધ વૈરોચન પરાજય હોવાનો સંભવ છે. સિદ્ધપુરમાં મુલરાજે બંધાવેલ રૂદ્રમહાલયનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજે કરાવ્યો હતો અને તેની પ્રશસ્તિ શ્રીપાલે રચી હોવાનો ઉલ્લેખ “પ્રભાવક ચરિત'માં છે. આ પ્રશસ્તિની કોતરેલી શિલા રૂદ્રમહાલયના કોઈ સ્થાને જડવામાં આવી હશે. પરંતુ કાળક્રમે રૂદ્રમહાલય ખંડેર થઈ જતા શ્રીપાલ રચિત પ્રશસ્તિ નાશ પામી હશે. ૨. રાજા સિદ્ધરાજે અણહિલવાડ પાટણમાં બંધાવેલ સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલે રચેલ “સહસ્ત્રલિંગસરપ્રશસ્તિ' ના થોડાક અંશો આજ સુધી સચવાઈ રહ્યા છે. સિદ્ધરાજના માલવવિજયના આરક રૂપે આરસનો એક કીર્તિ સ્તંભ એ સરોવરના કિનારે ઊભો કરવામાં આવ્યો હતો અને શિલાપટ્ટીકાઓ ઉપર કોતરવામાં આવેલી એ પ્રશસ્તિ કીર્તિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી. અત્યારે હાલના પાટણના વિજયકૂવાના મહોલ્લાના એક નાના શિવમંદિરની ભીંતમાં ચોંટાડેલો આ પ્રશસ્તિનો એક ટુકડો આજે પણ મોજૂદ છે. આ રીતે મળેલી પ્રશસ્તિની એક માત્ર શિલાપટ્ટીકાઓમાં જે નવ ખંડિત પંક્તિઓ કોતરેલી મળે છે, એમાં પ્રશસ્તિ કાવ્યનો એકપણ શ્લોક અખંડરૂપે મળતો નથી. આ રીતે ખંડિતરૂપે મળતી શ્લોકોને અંતે ૭૬, ૭૭, ૮૭ અને ૯૦ એટલા શ્લોકો વાંચી શકાય છે. એના ઉપરથી અનુમાન કરી શકાય કે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરામાં અમર બનેલ પથિક • ત્રિમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦OK L ૩૬ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહસ્ત્રલિંગ સરોવરનું મહાભ્ય વર્ણવતા એ પ્રશસ્તિકાવ્યમાં ૯૦થી વધારે શ્લોક હશે. “પ્રભાવક ચરિત' (પૃ.૧૯૦)માં તેને દુર્લભ સરોશજ પ્રશસ્તિ' કહી છે. કારણ કે આ સરોવરનું બાંધકામ સિદ્ધરાજના પૂર્વજ દુર્લભરાજે શરૂ કર્યું હતું અને તેથી તે દર્લભ સરોવર તરીકે પણ ઓળખાતું હતું. મેતુંગસૂરિ રચિત 'પ્રબંધચિંતામણી' (ઇ.સ. ૧૩૦૫) ના મતે આ સરોવરની શ્રીપાલની પ્રશસ્તિ રચાઈ અને પટ્ટિક ઉપર કોતરાઇ એટલે તેના શોધન માટે સિદ્ધરાજે સર્વ દર્શનોના વિદ્વાનોને નિમંત્રણ હતા. મેરૂતુંગ મૂળ પ્રશસ્તિમાંથી નીચેના બે શ્લોકો ટાંકે છે. ઉપર દર્શાવેલ શ્લોક ટુકડાઓ અને આ બે શ્લોકોના અંશો જ સહસ્ત્રલિંગ પ્રશસ્તિમાંથી અત્યારે ઉપલબ્ધ છે. न मानसे माद्याति मानसं मे पम्पा न सम्पादयति प्रसादम् । अच्छोदमच्छोदकमप्यसारं सरोवरे राजति सिद्धभर्तुः ॥ कोशोनापि युतं दलैरूपचितं नोटछेत्तुमेतत् क्षम स्वस्यापि स्कुटकण्टकव्यतिकरं पुरत्वं च धत्ते नहि ।। एकोऽप्येष करोति कोरारहितो निष्कंटकं भूतलं भत्वैवं कमला विहय कमलं यस्यासिमाशिश्रियत् ॥ રાજા કુમારપાલે સં. ૧૨૦૮ (ઈ.સ. ૧૧પર)માં બંધાવેલ વડનગરના કિલ્લાની પ્રશસ્તિ અને ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતું, ૨૯ શ્લોકનું અલંકાર પ્રચુર કાવ્ય છે, તથા સંસ્કૃત કવિ તરીકે શ્રીપાલની નિપુણતા વ્યક્ત કરે છે. ઔલુક્ય યુગમાં વડનગરનું કોઇ ખાસ રાજકીય મહત્ત્વ ન હતું. તે વિદ્વાન બ્રાહ્મણોનું નગર હતું. “આ નગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ પરિત્રાણા કરે છે તથા શાન્તિક અને પૌષ્ટિક કર્મો વડે ભૂપ અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે, છતાં એમના તીવ્ર તપને બાધા ન થાય એ હેતુથી આ નગરના રક્ષણ માટે રાજાએ ભક્તિપૂર્વક વપ્ર કોટ કરાવ્યો” (શ્લોક -૨૩) એમ પ્રશસ્તિમાં કહ્યું છે મૂલરાજ-૧ લાથી કુમારપાલ સુધીના ચૌલુક્ય રાજાઓનો સંક્ષિપ્ત વૃત્તાંત પ્રશસ્તિમાં આપેલ છે. વડનગર પ્રશસ્તિ એવી સર્વપ્રથમ ઐતિહાસિક કૃતિ છે, જેમાં ચૌલુક્યો પહેલાં પાટણ ઉપર રાજ્ય કરનાર ચપોક અથવા ચાવડ વંશનો ઉલ્લેખ આવે છે. વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યા પછી ચાર શતાબ્દી કરતાં વધુ સમય બાદના ઐતિહાસિક સાધનોમાં ચાવડાઓનો આ પહેલો ઉલ્લેખ મળે છે. એ વસ્તુ એમ પણ સૂચવે છે કે ચાવડા વંશ પ્રમાણમાં ગૌણ મહત્ત્વનો રાજવંશ હતો, જો કે એ વંશે સ્થાપેલ રાજધાની પાટણ કાળાન્તરે પશ્ચિમ ભારતી સૌથી આબાદ નગરી બની હતી. ‘ચતુર્વિશતિજિન સ્તુતિ' પણ સુંદર અલંકારયુક્ત શ્રીપાલે રચેલું સ્ત્રોત છે. શ્રીપાલની સૂક્તિઓ : પુરાતન પ્રબંધ સંગ્રહ (પૃ. ૪૩) તથા કુમારપાલચરિત સંગ્રહ (પૃ. ૧૦૬)માં શ્રીપાલનો પCબાપાજીવ વિવનિ તરીકે ઉલ્લેખ મળે છે. પરંતુ સંસ્કૃત સિવાયની ભાષામાં રચાયેલી તેની કોઇ કૃતિ મળી નથી. એક દરબારી કવિ તરીકે તે જુદી જુદી ભાષાઓમે બે કાવ્યો રચી શકતો હશે એમ કહી શકાય. અનેક કવિઓની સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં શોધ-સૂક્તિઓ પ્રબંધોમ સચવાયેલી છે એ હકીકતથી આ અનુમાન કરી શકાય. માલવવિજય કરીને સિદ્ધરાજ પાટણ પાછો આવ્યો એ પ્રસંગે તેને આવકાર આપતાં, શ્રીપાલના બે સંસ્કૃત શ્લોકો રાજશેખસૂરિના ‘પ્રબંધ કોશ' માં છે.. શ્રીપાલનો એક સંસ્કૃત શ્લોક પ્રભાવકચરિતમાં પણ છે. યશશ્ચન્દ્ર કૃત સમકાલીન સંસ્કૃત નાટક ‘મુદ્રિત કુમુદચંદ્ર પ્રકરણમાં શ્રીપાલ અગત્યના પાત્ર તરીકે છે. જેમાં લેખકે શ્રીપાલના નામે અનેક શ્લોકો મૂક્યા છે. આ એક ઐતિહાસિક નાટક હોઇ આ શ્લોકો શ્રીપાલની રચના હશે કે તેના કર્તાએ પોતે રચી શ્રીપાલના નામે મૂક્યા હશે એ કહેવું મુશ્કેલ છે. અલબત્ત, તેમાંના થોડાક પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૩૭ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્લોકો શ્રીપાલના હશે એ સંભવિત છે. સંસ્કૃતના બે પ્રખ્યાત સુભાષિત સંગ્રહો જલણની ‘સુતિમુક્તાવલિ' અને શાઘરની ‘શાગાર પદ્ધતિ'માં શ્રીપાલના સુભાષિતો લેવામાં આવ્યા છે જે બતાવે છે કે એની કવિ તરીકેની કીર્તિ થોડાક સમયમાં મહારાષ્ટ્ર અને સંપાદ લક્ષ સુધી વિસ્તરી હતી. આ બન્ને સુભાષિત સંગ્રહોમાં લેવાયેલા શ્રીપાલના શ્લોકો ઋતુવર્ણનને લગતા છે, આનાથી અનુમાન કરી શકાય કે કાલિદાસના 'ઋતુસંહાર જેવું ઋતુઓનું વર્ણન કરતું કોઇ કાવ્ય તેણે રચ્યું હશે. સુભાષિત સંગ્રહો અને પ્રબંધોમાં મળતી શ્રીપાલની કેટલીક સૂક્તિઓ નીચે મુજબ છે. अपि तरुवनान्यू ष्मायन्ते तपत्यति यामिनि दहती सरसी वातोऽप्येष ज्वलन्ति जलान्यपि । इथि समधिकं ग्रीष्मे भीष्मे न पण्यवतां भयं मलयखरसैदिग्धं लब्धवा वधूस्तनमाण्डलम् ।। श्रीपालकवि राजस्य । नेयं चूतलता विराजित धनुर्लेखा स्थितेयं पुरो नासे गुज्ति मुङ्ग पद्धतिरियं मौर्वी टणत्कारिणी । नैते नूतनपल्लवा- स्मरमटस्थामी स्फुटं पत्रिणः । शोजास्तत्क्षण भिन्नं पान्धहृदय प्रस्यन्दिभिश्शोणितैः ॥ श्री पालकवि राजस्य । वधिरितचतुराशा प्रती (त) हारीतनादै बेहलबकुल पुष्पैरन्धपुष्पन्धायाडसौ । निधुवनविधि मोहान्भूक्कोका वनश्री : । कथमिव पथिकानां नैव (वैक) ल्य हेतुः ॥ श्रीपालकविराजसयः । આ રીતે સિદ્ધરાજ અને કુમારપાલના દરબારી કવિ તરીકે પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલે અનેક સાહિત્યક કૃતિઓ અને ગ્રંથોની રચના દ્વારા રાજકવિનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. પાદટીપ મુનિ જિનવિજયજી, ‘પ્રાચિન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, નં. ૨૭૧ ૨. મુનિવિજયજી, ‘દ્રૌપદી સ્વયંવર નાટક' પ્રસ્તાવના પૃ. ૨૧, ૨૨ પ્રભાવક ચરિત, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથ-૧૩, પૃ. ૧૯૦ સોમપ્રભાચાર્ય, કુમારપાલ પ્રતિબોધ-પ્રશસ્તિ, શ્લોક-૮ ૫. આચાર્ય ગિ.વ., ‘ગુજરાતના ઐતિહાસિક લેખ, ભાગ-૨ લેખ ૧૪૭ एकाहनिष्पन् महाप्रब्नधः श्री सिद्धि राजप्रतिपन्नबन्धुं ।। श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्प्रशस्ताम् ।। પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૪૩, કુમારપાલ ચરિત સંગ્રહ પૃ. ૧૦૬ પ્રબંધ કોશ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથ ૬, પૃ. ૪૮ ૮, પ્રબંધ ચિંતામણી, સિંધી જૈન ગ્રંથમાલા ગ્રંથ-૧, પૃ. ૬૩, ૬૪. ૯. આચાર્ય ગિ.વ. ‘પૂર્વોક્ત' ભાગ-૨, ૫,૩૮-૪૭ તથા એપિઝાફિયા ઇન્ડિકા, ગ્રંથ-૧ , પૃ. ૨૯૩ ૧૦. પ્રબંધકોશ, ‘પૂર્વોક્ત, ગ્રંથ-૬, પૃ. ૯૩ પથિક • àમાસિક - જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૩૮ છે For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “વીરપુરનું પુરાતત્ત્વ રક્ષિત મીનળવાવનું ઐતિહાસિક સ્મારક પ્રા. ચંદ્રકાન્ત હ. જોષી ૧. પ્રાસ્તાવિક : વીરપુર જલારામ તરીકે ઓળખાવ્યા પછી કે સાહિત્યકાર ધૂમકેતુનાં વીરપુર તરીકે ગણાવ્યા પછી અથવા તો મીનળવાવ વાળું વીરપુર એવું જણાવ્યા પછી ભાગ્યેજ તેનાં ભૌગોલિક સ્થાનનો નિર્દેશ કરવો પડે એટલું બધું વિશ્વવિખ્યાત આ ગામ બની ગયું છે. વીરપુરની આ મીનળવાવ સિદ્ધરાજનો આ ભૂમિ પર જન્મ થવાથી માતા મીનળદેવીએ તેની સ્મૃતિમાં બંધાવેલી હોવાનું મનાય છે. સિદ્ધરાજનો સમય ૧૦૯૪ થી ૧૧રની વચ્ચેનો ગણાય છે. એ રીતે કાળગણનાની દષ્ટિએ આ વાવત ૯૦૫ વરસ જેટલી પ્રાચીન ગણી શકાય. “સૌરાષ્ટ્રનાં ઇતિહાસની વિસરાતી વાતો”માં શ્રી કીશોરલાલ કોઠારીએ વીરપુર નામ કેવી રીતે પડ્યું તેનાં પર પ્રકાશ ફેંક્યો છે. પણ મીનળદેવી એ વાવ બંધાવી કે સિદ્ધરાજનો અહિં જન્મ થયો તેવા પદ્ધતિસરના ઉલ્લેખો પ્રકીર્ણરીતે પણ વાંચવા મળતાં નથી. જુનાગઢ જુલ્લાના કલેકટર પદે રહી ચુકેલા અત્યારે વયોવૃદ્ધ બની ચુકેલા શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકનાં ૨૭૯માં પાના ઉપર જણાવ્યા મુજબ “સિદ્ધરાજ જયસિંહ રાનવઘણનાં સમયમાં સૌરાષ્ટ્રમાં જન્મ્યો” એટલું જણાવ્યું છે. આગળ જતાં ૨૫૭માં પાના ઉપર તેઓ જણાવે છે “સિદ્ધરાજ તેનાં પાપ કર્મોનાં કારણે નિઃસંતાન ગુજરી ગયો.' જયારે કસુંબલરંગ' માં શ્રી મનસુખલાલ સાતાએ જણાવ્યું છે કે “સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ નો જન્મ વીરપુરની પવિત્ર ભૂમિ ઉપર થયો હતો. એ જ રીતે ભોજલરામ બાપાનાં અનુવંશજ અને ગોંડલની મહારાજાશ્રી ભગવતસિંહજી કોલેજનાં પ્રાધ્યાપક શ્રી ધીરજલાલ સાવલીયાએ “વીવાદ માં એવું જણાવીને વિવિધ દંતકથાઓનાં આધાર આપેલા અને આ હકીકતની નોંધ અને જાહેરાત થવી જોઈએ એવી પણ તેમણે માંગણી કરેલી. વીરપુરનાં જ સાહિત્યકાર શ્રી ધૂમકેતુની “સિદ્ધરાજ જયસિંહ” નવલમાં આવો કોઈ સ્પષ્ટ અને આધારભુત ઉલ્લેખ કરાયો નથી. આમ છતાં અણહીલપુરથી આરંભેલી અને સોમનાથમાં સમાપ્ત કરવા ધારેલી તેમની ધર્મયાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે વીરપુરમાં મહારાણી મીનલે આરામ ફરમાવવાનું ઉચિત માન્યું હોય અને પ્રસુતા હોવાથી પ્રસુતિ સમય પાકી ગયો હોય અને બાળકને સિદ્ધરાજને વીરપુરની વીરપરાનાથની ધરતી પર જન્મ આપ્યો હોય તેવી વાતને કેટલાક બુદ્ધિગમ્ય પુરાવાઓનું સમર્થન સાંપડી શકે ખરું. ૨. આડકતરા કે અપ્રત્યક્ષ સમર્થનો : મીનળવાવનું શિલ્પ સ્થાપત્ય ઘણું પ્રાચીન હોવાનું નિરીક્ષણ પરથી મોટી શકાય. અને ૯00 વરસનો ગાળો તેના માટે નિયત થઈ શકે તેટલું પુરાવાઓનું સમર્થન હાલનાં દીદાર અને દર્શન પરથી થઈ શકે. અંદર વાવતાં કોઠા તરફ જતાં જમણી બાજુએ એક જર્જરીત થઈ ગયેલા શિલ્પમાં માતા બાળકને શયનસ્થ અવસ્થામાં સ્તનપાન કરાવતી હોય તેટલું સ્પષ્ટ થાય છે. અને સિદ્ધરાજને મીનળદેવી સીનપાન કરાવી રહ્યા હોવાનું આરોપણ થઈ શકે માતાના હાથ ખંડીત થયેલા છે. આ મીનળવવમાં પ્રવેશતાં જ પાંચમે પગથીયે જમણી બાજુએ હનુમાનજીની મૂર્તિનું શિલ્પ અને એક ખંડીત થયેલી પ્રતિમા દષ્ટિ ગોચર થાય છે. ૮૮૮, આનંદનગર, રાજકોટ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨OCE n ૩૯ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિમાં વાવની સંસ્કૃતિ એક જુદી જ ચર્ચા માંગી લે તેવી છે. છતાં સંક્ષિપ્તમાં જૂનાગઢ તાલુકાની ચૌબારીવાવ, અડાલજની વાવ, ધાંગ્રધ્રા તાલુકાની સીયાવાવ, જેઠા મૂળજીની વાવ, માનવભવાની વાવ દાદા હરીની વાવ, અને છેલ્લે ઉત્તરગુજરાતના પાટણની મહારાણી ઉદયમતી વાવની સમકક્ષ જ આ મીનળવાવને મૂકી શકાય. વાવની વિશાળતા, લંબાઈ, પહોળાઈપ સાજા અને ખંડીત એવા જ જેટલા પગથિયા, શિલ્પ મંડપો, કમાનો વિ. ધ્યાનકર્ષક બની રહે છે. કાળક્રમે જાળવણી અને જતનનાં અભાવ શિલ્પ ખવાઈ ગયેલું અને મૂર્તિઓ અર્ધખંડિત જરૂર લાગે છે. બધી વાવોનો ઉંડાણથી અભ્યાસ કરીએ તો હનુમાનજીની મૂર્તિનું સ્થાન વાવોમાં વિરલ અને પ્રસંગો પાત જ ગણાય છે. ઉદયમતિની વાવમાં આવી હનુમાનમૂર્તિ સ્થાપિત થયેલી જોવા મળે છે. ગુર્જર સામ્રાજ્યના સીમાડાઓ એક સમયે અતિવિસ્તૃતરીતે ફેલાયેલા હતાં. સૌરાષ્ટ્રનાં કચ્છથી માંડીને રાજસ્થાનનાં શિરોહી સુધી અને તત્કાલીન સોપારક બંદર જે આજે નાલા સોપારા તરીકે ઓળખાય છે. ત્યાં સુધી આ રાજવીવંશની આણ વર્તાતી હતી આવા રાજવીવંશને રાજકિય ઉથલપાથલોમાં પણ શી રહેતાં હોય છે. રાજા કર્ણઘેલાની મહારાણી મીનળદેવીનાં લગ્નમાં પહેલાની પટ્ટરાણી ઉદયમતીએ ખૂબ જ અગ્રસરની ભૂમિકા ભજવી હતી અને એ રીતે રાજકુટુંબમાં થનારી સંભવિત ઉથલપાથલો અને કાવાદાવાને તેને નિર્મૂળ કે નામશેષ કરી નાખવામાં ખૂબ જ કુશાગ્ર બુદ્ધિથી કામ લીધેલું. તેનાં આ વૈભૈવી ગુણો મીનળદેવીએ આત્મસાત કર્યા હોય અને રાજયશાસનમાં સ્થિરતા સ્થાપવામાં સફળ રહ્યાં હોય. અને આ પરિપ્રેક્ષ્યમાં પોતે બંધાવેલી વાવમાં ઉદયમતી વાવની માફક હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાપિત કરી હોય તેવું બની શકે. આ હનુમાનજીનાં ગવાજથી વાવકોઠા તરફ ઊંડા જતાં બે ચાલી કે મંડપ વટાવ્યા બાદ યન્સ અને પુત્રને સ્તનપાન કરાવતી મીનળદેવીનું કમનીય શિલ્પ છે. પ્રચલિત લોકવાયકા મુજબ મીનળદેવીનાં શિલ્પથી હનુમાનજી મંદિરની ચાલી સુધી વાવનાં પગથિયાં પોતાના હમખા ચોલીથી સાફ કરનાર સ્ત્રીને જો પ્રસૂતિ પછી ધાવણ ન આવતું હોય તો ધાવણની ધારા છૂટે છે. આવી શ્રદ્ધાથી પ્રેરાઈને પ્રતિવર્ષ સંકડો સ્ત્રીઓ આવી માનતા રાખે છે અને ફળે છે એવું પણ જણાવે છે. પછી આ કમખો કે બ્લાઉસ હનુમાનજીની મૂર્તિ નીચેનાં પગથિયા પર રાખી દે છે અને મીનળવાવનાં ડાબા કાંઠે રહેલા એક બાવાજી પરિવારની મહિલાઓ આ ચોલી-કમખાની હકદાર બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવની સંસ્કૃતિનો વીંટો વળી જાય તેટલી હદે દુર્દશા થઈ ગઈ છે. વીરપુરની મીનળવાવ પણ કાળની થપાટમાંથી બાકાત રહી શકી નથી. વિશાળ શિલાઓ હટી ખસી ગઈ છે. અમુક શીલાઓ હવે જોવા જ નથી મળતી. ક્યાંક શીલા સર્કણ થઈ ગયેલું જણાય છે. અમરેલીથી ત્રણેક કિ.મી. દૂર આવેલા ફતેપુર ગામનાં ભોજલરામનું કે ભોજાભગતને જલારામ બાપાએ ગુરુપદે સ્થાપેલાં આ ભોજાભગત સાથે મીનળદેવીની જનશ્રુતિ સંકળાયેલી છે. તેમનાં અનુવંશજ એવા લવજીભગતે “ભોજલ ગુણાનુવાદ”ની રચના કરી છે. તેમણે કંઠોપકંઠ ચાલી આવતી વાતની નોંધ આ રીતે લીધી છે. મીનળદેવીને પ્રસવકાળની સમાપ્તિ થઈ જવા છતાં બાલ થતાં ન હતાં. રાજવી રસાલા સાથે સોમનાથ દર્શને જવા ધર્મયાત્રા સહુ નીકળી પડ્યાં. વીરપુર ત્યારે વિસોત નગરી તરીકે ઓળખાતું અને રસ્તામાં આ વિસોત પાટણના પાદરમાં તેમણે રસાલા સાથે પડાવ નાંખ્યો. આ નગરીમાં વસતા નાથ સંપ્રદાયના શ્રી વીરપરાનાથજી (જેના પરથી ‘વીરપુર નામ પડ્યું હોવાનું મનાય છે) જેવા સિદ્ધયોગી પાસે પોતાની આ મુશ્કેલી નિ:સંકોચ જણાવવાનું નક્કી થયું. તેમના તારણ મુજબ કર્ણદેવની આ બીજી પત્ની મીનળની કુખે પુત્ર અવતરે તો રાજગાદી અને સંપત્તિનો પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૪૦ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારસદાર બનાવવો પડે. તેથી તેની શોક્ય દ્વારા કામણસૂમગ્ર વિદ્યાનો આશ્રય લેવામાં આવેલો. જૈન સાધુ દ્વારા મંત્રેલુ પાણી માટલીમાં પેકકરી માટલીને જમીનમાં ઉંડે ધરબી દીધેલી છે. એ માટલી કે શીશીમાં દેડકી પુરીને જૈન મુનિએ પંચાસરનાં દરવાજા પાસે દાટેલ. માટલીમાં દેડકી પુરાયેલી રહે અને માટલી જમીનમાં ધરબાયેલી રહે ત્યાં સુધી મીનળદેવીને પ્રસૂતિ થાય નહિ અને ગર્ભ ધરબાયેલો જ રહે. વીસાંત પાટણમાંથી એક ઘોડેસવારને રવાના કરી પાટણ મહેલમાં એવા સમાચાર એ વહેતા કરી આવે કે મીનળદેવીને પુત્ર જન્મ થયો છે. તેથી શૈક્યરાણી ગભરાઈ જઈને ઉતાવળમાં એ માટલુ જમીનમાંથી કાઢીને ખોલે કે દેડકી બહાર કૂદી પડે. અને મીનળદેવીનાં બાંધેલા ગર્ભને મુક્તિ મળી જશે. અને આ રમત સફળ પણ થઈ ગઈ. આમ પુત્રજન્મની ખુશાલીમાં, વીરપરાનાથનાં આદેશથી, જનસમૂહને જલદાન કરવાની ભાવનાનાં પ્રતિકરૂપે મીનળવાવ તેમણે બાંધી આપી. સંસ્કૃત ભાષામાં રાણી માટે વપરાતો દૈવી શબ્દ મીનળને લાગુ પાડીને એ મીનળદેવી બન્યા હોય એમ માની શકાય. આ મીનળ કાંકણી કન્યા હતી. એટલે કે કર્ણાટકનાં ચંદ્રપુરનાં રાજા જયકેશીની એ ખૂબ જ લાડકવાઈ રાજકુંવરી હતી. તેનું મૂળનામ હતું મયણલ્લાદેવી, પરંતુ પાટણમાં આ નામ અધૂરું લાગવાથી મીનળદેવી રાખી દેવામાં આવ્યું એવો ઉલ્લેખ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાત સમાચારની “ઈંટ અને ઇમારત” કોલમમાં કરેલો. અને તેમણે સુંદર શીર્ષક બાંધેલું “દક્ષિણ દેશની દુહિતા ગરવી ગુજરાતમાં ઉમેરી !” સ્વ. પ્રા. ધીરજલાલ લ. સાવલિયાનાં જણાવ્યા સુધી ભોજલરામ દોઢ વર્ષના થયા ત્યારે નીગંળ ગૂમડાની તેમને વ્રણવ્યાધિ થઈ અને ખૂબ પીડા થતી હતી. તેથી તેમનાં માતા ગંગાબાઈએ મીનળદેવીની માનતા કરી. ગૂમડું બિલકુલ દઝાઈ આથી વીરપુર આવીને મીનળવાવમાં મીનળદેવીને શ્રીફળ વધેર્યું. અને તેમણે એવી વાણી ત્યારે ઉચ્ચારેલી “તે મારું એક શ્રીફળ લીધું છે પણ હું તારે આડેથી બધાં શ્રીફળ લઈ લઈશ. તે મુજબ તેમનાં આદેશથી તેમનાં શિષ્ય પૂ.જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું અને આજે સહસ્રો શ્રીફળ જલારામ નાં મંદિરે દ૨૨ોજનાં વધેરાય છે. સિદ્ધરાજનાં જન્મસ્થળ માટે પાલનપુર, ધાંધલપુર, ઝીંઝુવાડા વગેરે ગામોનાં નામ નિર્દેશ પણ થાય છે. ‘મેરૂતંગ’ મુજબ સિદ્ધરાજનો જન્મ પાલનપુરમાં થયેલો ગણાય છે. પણ કેટલાંક લોકો નર્ક દોડાવે છે કે વીરપુરને બદલે પાલનપુર મળતાં આવતાં છેલ્લા પુર' પરથી કોઈએ ભૂલમાં કરી નાંખ્યું હોય અને કર્ણોપકર્ણ ચાલતું થયું હોય. વીરપુરની મીનળવાવનું પુરાતત્ત્વીય સ્મારક હવે ભૂતકાળની ભવ્યતા બની જશે એવી ભીતિ છે. ગવાક્ષો ખાલી થયા. આખી વાવ બદસૂરત બૅની ગઈ છે. અંદર જતાં બિલકુલ ભેંકાર લાગે છે. શિલ્પ અને પ્રતિમા કાં તો ખંડીત થયા છે અથવા તદ્દન ભન્નતા અને વિનાશને આરે છે. ૨૭-૭-૭૨થી મીનળવાવને રાજ્યરક્ષિત સ્મારક જાહેર કરાઈ હોવા છતાં તેનાં દીદાર દવેનમાં કોઈ જ ફેર કે સુધારો થયો નથી. અહીંના જ ધૂમકેતુની “હિરાધર શિલ્પી'ની વાતો જેવો કરુણ અંત આવી જશે તેવું લાગે છે. “વીરપુરની મીનળવાવ-એક લુપ્ત થતું પુરાતત્ત્વીય સ્મારક” (૧) દોષ કોનો ? પુરાતત્ત્વીય સ્મારકોનો પીડા પોકાર મર્યાદિત કાનો પર અથડાતો અથડાતો અખબારી પાના પર સ્થાન મેળવે અને સામાન્ય જનસમુદાય સફાળો આંખો ચોળતો ચોળતો બેઠો થાય ત્યારે દર્દને બિછાને પડેલા,નિષ્ક્રિય ડોકટર અને સગાવહાલાઓનાં વૃંદથી ઘેરાયેલા નિઃસહાય દર્દીનાં દશ્ય જેવો તાલ રચાઈ ચૂક્યો હોય છે. શિલ્પ સ્મારકરાથી દર્દીનો ભાગ્ય દોષ ગણવો કે નિષ્ક્રિય બની ગયેલા ડોકટર કે પુરાતત્ત્વીય વૈધ પર દોષારોપણ કરવું પથિક - ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૪૧ For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે દિવસ રાતની પાળીએ બદલાતાં જતાં સગાવહાલા જેવી ફરતીજતી સરકારને અપરાધી ગણવી કે પછી સ્થાનિક જનતાની ઉદાસીનતાને જવાબદાર ગણવી કે કંઈ બુદ્ધિ ન ચાલે તો સમગ્ર લોકશાહી તંત્ર પર દોષનો ટોપલો ઢોળી, નિસાસો નાખીને ચીંતામુક્ત થઈ જવું તેની અવશ્ય દશામાં એક પુરાતત્ત્વ ચાહકનો નાનકડો વર્ગ મુકાઈ ગયો છે. (૨) અખબારી અહેવાલો : તા. ૨૧/૯૯૯નાં ગુજરાત સમાચાર'માં જુનાગઢના નવાબકાળનાં અનેક બેનમૂન બાંધકામો અને શિલ્પની અવદશાનાં માકા સમાચાર ચમક્યા. જૂનાગઢ (કર્ણર્ગ) ની શાન સમા સ્ટેશન દરવાજાની બીસ્માર હાલતનું વર્ણન કરાયું છે. આ દરવાજા ઘડીયાળનું ટાવર પચાસ વર્ષથી બંધ છે તેનાં કરતાં તેની જગાએ ખાલી બાકારોની તસ્વીર જૂનાગઢનાં ફોટો ગ્રાફર શ્રી યોગેશભાઈ પાલાએ આપીને હૃદયને હચમચાવી નાંખ્યું. અહીંની બહાઉદ્દીન કોલેજમાં વીરપુરનાં સાક્ષર સાહિત્યકાર શ્રી ધૂમકેતુએ અભ્યાસ કરીને પ્રેરણા મેળવી હતી. તેમની યાદ તેમનાં એર્ડ વેદનાપૂર્ણ અવતરણ” પડે છે ત્યારે સઘળું પડે છે” દ્વારા વધુ આવી ગઈ. જૂનાગઢનાં નવાબશ્રી બહાદૂરખાન ત્રીજાં શાસનકાળ દરમ્યાન ઈ.સ. ૧૮૮૮ માં મુંબઈના ગવર્નર લોર્ડ રે નાં હસ્તે ઉદ્ઘાટન થયુ હોવાથી ત્યારે ને રે ગેઇટ તરીકે ઓળખાતો. ૧૯૪૭ માં “સરદાર પટેલ દરવાજો”નું તે નામાભિકરણ પામ્યો. શેક્સપીયરનાં વિખ્યા વાક્ય “What is There in a name"માં છેલ્લો ઉમેરો એટલો કરવાનું મન થાય કે. “જો તેને જાળવી કે બચાવી ન શક્યા તો.” જૂનાગઢમાં તો પુરાતન સ્મારકોની જાળવણી અને વિકાસ માટે ‘ઉપરકોટ ડેવલપમેન્ટ કમિટી'' થોડી સક્રિય હોવાથી વધુ વેદના કે ફરીયાદને અવકાશ રહેવા નથી દેતી. પણ કેટલાક સ્મારકો નિરાધાર હાલતમાં જીર્ણશીર્ણ થઈ ગયા છે. બાલાશ્રમનાં કોઈ બાળકને કોઈ નિ:સંતાન માતાપિતા ગોદલે કે દત્તક લે તો એ બાળક ભાગ્યશાળી ગણાવા માંટે પણ એ જ માબાપ ઘણા બધા બાળકોને દત્તક લે અને પછી કોઈની રખેવાળી ન કરી શકે તેવો અદન ધાટપુરા તત્ત્વીય ખાતાને સરકારે સોંપેલા આવા અસંખ્યા ગજાબહારનાં સ્મારકોની જાળવણીનાં હોય ભારનો છે. ૨૨-૭-૯૯નાં ‘જયહિન્દ’માં ચૌદમી સદીનાં સોલંકીયુગની ઉતમોનમ શિલ્પકલાનાં નમૂના સફીળા' માધવજી ત્રિકમરાય મંદિર માધવપુરનો સુંદર આકર્ષક તસ્વીર સાથે વિખ્યાત ફોટો, ગ્રાફર શ્રી ભારી એન. (વાંકાનેર, સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત પ્રકૃતિવિદ પણ ખરા) “શું આપણે સ્થાપત્ય કલા વારસો સમુદ્રની થપાટમાં નામશેષ થઈ જશે ?’' શીર્ષક હેઠળ આવીને આપણને સૌને વિચારતા કરી મૂકશે. તેમની કોલમનું નામ જ ‘પ્રાચીન’ છે. પણ હવે ‘‘Old is Gold”ની કહેવત પણ પ્રાચીન થઈ ગઈ છે. ૨૯-૯-૯૯' ની ગુજરાત સમાચાર'ની શતદલપૂર્તિનાં ફ્રન્ટપેજ ઉપર જ ‘વિવિધા’ કોલમમાં શ્રી ભવેન કચ્છીએ શ્રી ઝવેરીલાલ મહેતાની તસ્વીર કળામાંથી નીપજેલ ફોટો સાથે વસોતી હવેલીનો અહેવાલ આપતાં શીર્ષક બાંધ્યું “ભીંતમાં એક નાનું બાકોરું પાડવાં ફસાયેલા મજૂરોએ કોશ વડે આઠ કલાક મહેનત કરવી પડીએક જમાનાની કલાત્મકને બેનમૂન હવેલી હોરર ફીલ્મનાં કામ લાગે તેવી બનતી જાય છે. આજની યુવાન પેઢીને આ હવેલીનો વિશેષ ખ્યાલ ન હોય તો આ રીતે ઓળખાણ આપું કે “ભવની ભવાઈ” નામની પુરસ્કૃત ફિલ્મનું શુટિંગ આ હવેલીમાં થયું હતું. ના દરબારશ્રી ગોપાલદાસ બાપુનાં પુત્ર સને ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના રાજ્યની સ્થાપના સમયની પ્રથમ ધારાસભાની ચૂંટણીનાં વિજેતા શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ ખેડા નડિયાદ હાઇવે પર પલાણા ગામ પાસે આવેલા વસો ગામની આ હવેલીનાં માલીક કે વારસદાર છે. ૨૦૦ વર્ષ પહેલાની આ હવેલી સરકારે ઘડેલા પુરાતત્ત્વીય ખાતાનાં ચિત્રવિચિત્ર નિયમોને લીધે ‘અમૂલ્ય’માંથી મૂલ્યવિહોણી બની પથિક * ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૪૨ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાના આરે છે. શ્રી મહેન્દ્રભાઈ દ્રવી ઉઠે અને આપણે પણ દ્રવી ઊઠીએ ત્યારે કોણ કોને સધિયારો આપે ? પુરાતત્ત્વ ખાતાનાં સરકારી નિયમ પ્રમાણે માલિક આવી ઐતિહાસિક કે પુરાતત્ત્વીય મિલ્કત વેચી ન શકે પણ સરકાર તેને ખરીદી શકે ખરીદીને પછી...?..!) શ્રી મહેન્દ્રભાઈનાં જણાવ્યા મુજબ આ હવેલીનો મૂલ્યવાન એવો લાકડાનો શણગાર (સરકારી ભંગાર) એકલા વીરા હજાર રૂપિયામાં વેચી નાંખ્યો. પછી હવે સરકારે નીમેલાં એક ચોકીદાર આ હવેલીનું રક્ષણ કરવાનાં કામે લાગી ગયો છે. તેમના કહેવા મુજબ શ્રી મલ્લિકા સારાભાઈની એક પ્રકાશન કંપનીએ પરવાનગી વગર ‘હવેલી' નામનું પુસ્તક પ્રકાશિત પણ કરી દીધું. કેટલીક વખત તસવીર લેવાની કે ખેંચવાની મનાઈ આવા ગેસપયોગને અટકાવવા માટે થતી હશે તેમ માની શકાય. પણ બુદ્ધિજીવીઓ માટે એક વાંચન. સામગ્રીનું સાહિત્ય સર્જાતું હોય છે. (૩) વીરપુરની મીનળવાવનું સ્મારક : આવા અનેકાનેક દૃષ્ટાંતોની પરિપાટીમાં વીરપુર (જલારામ)ગામની બરાબર મધ્યમાં આવેલી મીનળવાવનું પુરાતત્ત્વીય સ્મારક લુપ્તતાને આરે આવીને ઊભું છે. ૧૫-૮-૯૩ નાં ‘પથિકમાં ‘વીરપુર એક ભાતીગળ ભોમકા'નાં શીર્ષક હેઠળ સમગ્ર વીરપુરનાં વિવિધ પાસૉની. અંતર્ગત એક પેટાપાસી તરીકે મીનળવાવનું આર્તનાદીય નિરૂપણ આ જ લખનારે કરેલું. ત્યારબાદ અર્ધદાયકામાં ઘણાં પાણી વહી ગયાં. આ પુરાતત્ત્વીય સ્મારકની સુરત વધુને વધુ બદસુરત બનતી જ ગઈ જાણે કે પાંચ વરસમાં આ સ્મારકે પચાસ વરસ પસાર કરી દીધા ન હોય ! શ્રી નરહરિ અમીનથી માંડીને સ્વ. શ્રી સવજીભાઈ કોરાટ જેવા કાર્યદક્ષ મંત્રી મહોદયથી માંડીને રાજકોટનાં આર. ડી.સી, શ્રી હાલાણીસાહેબ અને રાજકોટનાં જયુલીલી બાગમાં બેસતી પુરાતત્ત્વ કચેરીનાં પુરાતત્ત્વવિદ અધિક્ષક શ્રી વાય.એમ.ચીતલવાલા તથા સંયુક્ત માહિતી નિયામકશ્રીને રૂબરૂ મળીને કરેલી રજૂઆતો અસરકારક કે ફારગત ન નીવડી, ગુજરાત સરકારશ્રીનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત અને અમદાવાદનાં સરકારી ફોટો લીધો પ્રેસ દ્વારા મુદ્રિત એવી “યાત્રાધામ વીરપુર” શીર્ષક હેઠળની સચિત્ર ૧૨ પાનાની માહિતી પત્રિકા કે પેમ્ફલેટમાં વીરપુરની આ પ્રાચીન મીનળવાવની એક તસવીર આપીને નીચે નોંધ લે છે કે “વીરપુરમાં આના જોવા લાયક સ્થળો પૈકીની ઐતિહાસિક રાજયરતિ પ્રાચીન મીનળવાવ (૧) ૧૫-૪-૧૩ નાં પથિક'નાં લેખ પછી આ પત્રિકા પ્રસિદ્ધ થયેલી પણ ગાંધીનગર માહિતી ખાતાને પ્રકાશન વરસ કે માસનો સમય દર્શાવવાનું ઉચિત નહિ લાગ્યું હોય ! અખબારોનાં પાને મીનળવાવનો આર્તનાદ :- વિવિધ સત્તાધીશો પાસેની મીનળવાવ ની જાળવણી અંગેની રજૂઆતો વાંઝElી સાબિત થતાં અખબારોના પાને તેને ચમકાવીને સત્તાધીશોનું જોહરમાં ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશનો આશ્રય ના છૂટકે શોધવો પડ્યો. ૧૯૨૯૬ નાં રાજકોટનાં લોકસત્તા જનસત્તામાં “અંતે વીરપુરની મીનળવાવ રક્ષિત સ્મારક જાહેર થઈ.” હેડલાઈન હેઠળ ડેવાલ આપ્યો. જો કે રાજયરક્ષિત તો વરસો પહેલાં જ ધોષીત થયેલી. આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વીરપુર જલારામની સુપ્રસિદ્ધ પુરાતત્ત્વ ખાતા હસ્તકની ઐતિહાસિક મીનળવાવનાં જતન માટે અહિસા પ્રો. ચંદ્રકાના એચ. જોષી તથા અખબારી ખબરપત્રી નવનીતલાલ નાનાલાલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને આખરે સપળતા મળી છે. આ ઐતિહાસિક મીનળવાવને રક્ષિત સ્મારક જાહેર કરાયા બાદ ગુજરાત રાજ્યના પશ્ચિમ વર્તુળીય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ ખાતેની કચેરીએ અધિક્ષક પુરાતત્ત્વવિદ્ ચિતલવાલા સાથે મોખિક અને લેખીત ચર્ચાઓ કર્યા બાદ અનેક મથામણો પછી મીનળવાવનાં જતન માટે સરકારે રૂા. ૧૦,000 ૦ દશ હજાર રૂપિયાની ફાળવણી કરી હોવાનું પત્ર દ્વારા પ્રોફેસર ચંદ્રકાન્ત જોષીને પુરાતત્ત્વવિદે જણાવ્યું છે. ગમે તે કારણોસર પાંચ વરસ સુધી, કોંગ્રેસ સરકારે ફાળવેલી આ રકમ પુરાતત્ત્વ ખાતા દ્વારા વાપરવામાં ન આવતા જોષીએ અવાર નવાર એ અંગેની પૃચ્છા કરવાનું ચાલુ રાખ્યું હતું પણ કોઈપણ ખાતા દ્વારા કે પથિક • àમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦O૬ u ૪૩ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળયો ન હતો. અને છેલ્લી તારીખ ૨૫-૧૧-૯૫ નાં રોજ વીરપુર ખાતે યોજાયેલા લોકદરબારમાં સ્થળ પર પ્રશ્નોનાં નીકાલનાં કાર્યક્રમમાં રાજકોટ વિસ્તારનાં સંસદસભ્ય શિવલાલ વેકરિયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત ખાતાનાં નાયબ પ્રધાન શ્રી સવજીભાઈ કોરાટ સમક્ષ વીરપુરનાં પત્રકાર નવનીતલાલે ઉગ્ર રજૂઆત કરતાં ચંદ્રકાન્ત જોષીએ પુરાવાઓ રજૂ કર્યા હતાં. પુરાતત્ત્વખાતા તરફથી જ પ્રો. જોષીને પાઠવાયેલા પત્રમાં, જ પ્રધાને “આ કામ અતિ જરૂરી છે.” એવા મતલબનો રિમાર્ક લેખિત રીતે કરી આપતાં. પ્રો, જોષીએ આ પત્ર ૩૦-૧૧-૯૫ નાં રોજ રૂબરૂ પુરાતત્ત્વ કચેરીને સોંપતા “અત્યારનાં બજેટ પ્રમાણે દશ હજાર રૂપિયાને બદલે પચીશ હજાર રૂપિયાનું અંદાજપત્ર બનાવીને પુરાતત્ત્વની મુખ્ય કચેરીને મંજૂરી અર્થે મોકલી આપ્યું હોવાનું “પ્રો. જોષીને ઉપર્યુક્ત કચેરીનાં પત્રક્રમાંક પવર ૧૩૦૨ (૩૯) ૮૯/૮૫ર અન્વયે તા. ૧૮-૨૨-૯૫ નાં રોજ જણાવાયું છે. હવે આ અંદાજપત્ર મંજૂર થયે રાજકોટ ખાતેની પુરાતત્ત્વીય કચેરી સક્રિય બને અને રક્ષિત સ્મારક કરીને સંભાળેલી વીરપુરની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક વાવનું જતન કરી શકાય તેટલા તમામ અસરકારક પગલા લઈ વાવને વધુ જર્જરીત થતી અટકાવવા તથા કાંઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં અતિ આવશ્યક કાર્ય ત્વરિત બજાવે તેવી લોક માંગણી ઊઠી છે. ૧૪-૪-૯૬ નાં ફુલછાબ'માં “વીરપુરની ઐતિહાસિક મીનળવાવની જાળવણી માટે બજેટમાં વધારો” શીર્ષક હેઠળ ઉપર્યુક્ત સમાચારો પુનઃ પ્રગટ થયાં. ત્યારબાદ તા. ૨૪-૯-૯૭ નાં “અહિલા' (જનું સૂત્ર છે સવારે ચા સાંજે અફીણ) નાં સાંધ્યદૈનિકમાં તસવીર સાથેનાં સમાચાર પ્રગટ થયાં. તસવીર નીચેનું લખાણ હતું. “ઐતિહાસિક મીનળવાવ, પુરાતત્ત્વ ખાતા હસ્તક હોવા છતાં ખખડી ગયેલી હાલત તસવીરમાં નજરે પડે છે. આ સ્થળની જાળવણી કરવી અતિ જરૂરી છે.” અને હેડલાઈન છે. “વીરપુરની ઐતિહાસિક મીનળવાવની બદહાલત” નીચેલી. બહેડલાઈનમાં... પુરાતત્ત્વ ખાતું ખેંગારનાં વખતનો વહીવટ છોડી, શ્રદ્ધાનાં પ્રતિક સમા સ્થળની જાળવણી માટે સળગળે “પ્રચલિત લોકમાન્યતા કે વાયકા પ્રમાણે સંતાનના જન્મ બાદ કોઈ સ્ત્રીને સ્તનમાંથી ધાવણ માd અમૃતનો સમાસ ન થતો હોય તો પોતાની ચોળી કે બ્લાઉઝની મીનળવાવનાં પગથિયાં વાળી, સાફ કરી તેની તમામ રજોટ બ્લાઉઝમાં ભરી ને બહાર કચરાનો નિકાલ કરી દે તો દૂધનો સ્ત્રી તુરત જ થવા માંડે છે. સેંકડો સ્ત્રીઓને આ માનતા ફળી હોવાનું પણ કહેવાય છે. વાવની દેખરેખ માટે એક પગ હતા તે પણ હવે નથી. આ અંગે ૧૯૯૨માં રજુઆતો થતાં સરકારે રૂા. ૧૦૦૦ ફાળવલા (માત્ર કાગળ પર જ!). ‘પથિક' એ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક હોવાની અને આનાથી ઓક્ટોબરનવેમ્બર ૯૯ના સંયુક્ત દીપોત્સવી અંક ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતું, ગાંધીનગરના સહયોગથી પુરાતત્ત્વ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યો હોઈ તંત્રી શ્રીનાં જાહેર ઇજનથી ૧૫-૧૦-૯૯ સુધીમાં તેમની અપેક્ષા મુજબ આ લેખ પહોંચી જાય તે રીતે મોકલવા પાછળનો આશય એવો રાખું છું કે આવા પ્રતિષ્ઠિત સામયિકમાં પ્રગટ થયેલી લેખ વેદનાનો સાનુકૂળ પડઘો પ્રતિભાવ પડશે અને સમસ્યા નિરાકરણનું પથિક' શ્રેષ્ઠ માધ્યમ સાબિત થશે. સાથે અનેક તસવીરો પણ મોકલું છું, જેટલી લઈ શકાય તેટલી પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભાવે. આ ઉપરાંત, ૭-૫-૯૪નાં રોજ “સંદેશ” અને “ગુજરાત સમાચાર'માં, નવા ‘અકિલા' અને “જયહિન્દ' એમ તમામ અખબારોમાં અને તા. ૧૯-૬-૯૪નાં ફૂલછાબ'માં પણ મીનળવાવનાં જતનની જરૂરિયાત પર ભાર પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ 1 ૪૪ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂકતા અહેવાલો પ્રસિદ્ધ થયેલાં. ૨૪ નવેમ્બર - '૯૭નાં બ્લીચીય જૂથનાં પ્રકાશનનાં નેટવર્કમાં પાના-૨૩ પર જણાવાયેલ છે કે “..સિદ્ધરાજની જન્મભોમકા એવા વીરપુરમાં તેમણે મીનલ વાવ પણ બંધાવી હતી. કાળક્રમે સંસ્કૃતિનું ગૌરવ ખોઈ બેઠેલી પ્રજા આજે એ કલાત્મક વાવમાં કચરો નાંખે છે. અને પુરાતત્ત્વ ખાતું નવા ઇતિહાસ વિદો નિરાંતની નિદ્રા ફરોડે છે તે જુદી વાત છે.” (૫) પડ્યાં ઉપર પાટું : મીનળવાવનાં કે કોઈ પણ પુરાતત્ત્વીય સ્મારકનાં રોદણા રોતા હોઈએ ત્યાં ઉપરથી બીજુ પાટુ પડે છે. રાજકોટની પુરાતત્ત્વીય પ્રયોગશાળાનું સ્થળાંતર કરવાની હિલચાલની ગંધ રાજકોટ ૧ નાં ભાજપનાં જાગ્રત અને તરવરિયા યુવાન ધારાસભ્યને આવતાં જ તેમણે તુરત જ, વગર વિલંબે એક પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવી આ સ્થળાંતર અટકાવવાનો જોરદાર અનુરોધ કર્યો હતો. તેમનાં પત્રની જ વિગતો ‘પથિક'ના વાચકો સમક્ષ તેમની જાણ માટે મૂકું તો.... રાજય સરકારનાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતનાં વહીવટી વિભાગ હેઠળ ગુજરાત સરકારનું પુરાતત્ત્વ ખાતું કામગીરી કરે છે અને પુરાતત્ત્વ નિયામક શ્રી ડાયરેકટર ઓફ અહીંયા લોજીની મુખ્ય કચેરી અમદાવાદ મુકામે આવેલી છે. પુરાતત્ત્વ નિયામક શ્રી અમદાવાદનાં સીધા વહીવટી નિયંત્રણ હેઠળ સને ૧૯૭૯ થી રાજકોટ મુકામે જયલીલી બાગમાં પુરાતત્ત્વીય પ્રયોગશાળા કામગીરી કરી રહી છે. આ લેબોરેટરી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયનાં ઐતિહાસિક મંદિરો અને જૂના સ્મારકોની કેમીકલ પ્રક્રિયાથી જાળવણીની કામગીરી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં જૂના ટીંબાઓ જેવા કે રોઝડી (શ્રીનાથગઢ)નો ટીંબો, કુતાસીનો ટીમ્પો, શીકારપુરને ટીંબો-સામખીયાણી, બાબરકોટનો ટીંબો-ભાવનગર વગેરેનાં ખોદકામ માંથી મળી આવતી પ્રાચીન વસ્તુઓ જેવી કે સીક્કાઓ, માટીનાં વાસણો, ધાતુનાં ઓજારો, પોટરી વગેરેને કેમિકલ પ્રોસેસથી સાફ કરીને જાળવણી કરવાની કામગીરી પણ રાજકોટમાં આ લેબોરેટરી દ્વારા થાય છે. તેથી સૌરાષ્ટ્રનાં સાંસ્કૃતિક વારસાનાં જતન માટે અનિવાર્ય એવી આ લેબોરેટરીનું સ્થળાંતર બંધ રહેવું જોઈએ. રાજ્યમાંથી ત્રણસોથી વધુ સ્મારકો છે તે પૈકીના ૨૦૦થી વધુ સ્મારકો તો સૌરાષ્ટ્રનાં જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જ આવેલા છે. ટૂંકમાં 90 ટકા કામગીરી સૌરાષ્ટ્રમાં છે. રાજકોટથી ૧૫૦ થી ૨૦૦ કિ.મી.ની ત્રિજયામાં જ લગભગ ૨૦૦ જેટલા મંદિરો અને ઐતિહાસિક સ્થળ અને ટીંબાઓ આવેલા છે. વીરપુરની મીનળવાવ રાજકોટથી માત્ર ૬૦ કિ.મી.નાં જ અંતરે આવેલી છે.જીપ જેવું વાહન ન હોવા છતાં પણ આ લેબોરેટરી દ્વારા સાધનો રસાયણો વગેરે ને ગામડા કે મંદિરો સુધી લઈ જવા માટે અન્ય ટ્રાન્સપોર્ટ સર્વિસીઝનો લાભ લઈને પણ કામગીરી બજાવે છે. લેબોરેટરીનો વિભાગ સલામતી માટે વહીવટ વિભાગથી જુદો રાખવામાં આવે છે. આ સ્થળાંતરથી લેબ. અને વહીવટી કર્મચારીઓને સાથે બેસવાનું થતાં સભા મતીનો પ્રશ્ન પણ ઊભો થશે. સરકારશ્રીનાં મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ પાસે વડોદરા અને રાજકોટમાં પ્રાચીન કલાકૃતિઓની જાળવણી માટે બે લેબોરેટરી છે. તેમાંથી રાજકોટની લેબોરેટરી થોડા વરસોથી બંધ કરીને સૌરાષ્ટ્રને એર્ડ અન્યાય તો થયાં જ છે. હવે બીજો અન્યાય ન થાય તે ઇચ્છવા યોગ્ય છે. તેથી ૨૪-૨-૯૬ નાં “ગુજરાત સમાચાર” હું તો કાગળિયા લખી લખી થાકી, પણ સુરક્ષા તારા મનમાં નથી.” અને “વીરપુર મીનળ વાવની સુરક્ષામાં પ્રશ્નો સરકારનાં ઠાગા ઠેયા, સ્થળ પરનાં નીકાલતાં કાર્યક્રમમાં જવાબ પછી ગ્રાન્ટ લેસ થઈ” એવી હેટ લાઈન હેઠળ સમાચાર અહેવાલ પ્રગટ કર્યા કે “ગોંડલ (હકીકતે પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૪૫ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેતપુર) તાલુકાનાં પુરાણપ્રસિદ્ધ વીરપુર ગામમાં આવેલી પુરાણપ્રસિદ્ધ અને ગુજરાત સરકારે જેને સુરક્ષિત પુરાતત્ત્વીય સ્મારક તરીકે જાહેર કરેલી છે. એવી મીનળવાવનાં જતન માટે અહિંનાં પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષીએ તા. ૪-૭-૯૨ નાં રોજ સંયુક્ત માહિતી નિયામકશ્રીને દશ મુદ્દાઓ વાળું આવેદનપત્ર રૂબરૂ આપેલ. જે તા. ૧૫૭-૯૨ નાં રોજ નંબર ૪૮૨૭ થી રાજકોટની પશ્ચિમ વર્તુળ વિભાગની પુરાતત્ત્વ અધિક્ષકની કચેરીએ પત્ર નં. ૧૩૦૨થી સરકારશ્રીને મીનળવાવનાં જતન માટે રૂા. ૧૦,૦૦૦ ની રકમ ફાળવી હોવાનું જણાવેલા ત્યારબાદ ૧૬-૬-૯૫નાં રોજ ત્રણ વરસ સુધી આ નાણાકિય જોગવાઈનો કોઈ ઉપયોગ ન થતાં કે મીનળ વાવની સુરક્ષા પ્રશ્ને પુરાતત્ત્વ ખાતું નિષ્ક્રીય રહેતાં ૧૧-૬-૯૫ નાં રોજ નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળાને પત્ર લખ્યો અને ૧૬૬-૯૫ નાં રોજ યુ.પી.સી. થી પુરાતત્ત્વખાતાને પત્ર મોકલ્યો. શ્રી જોષીને નાણામંત્રીશ્રીનાં ૨૮-૭-૯પનાં પત્ર નં. ૩૧૩ થી જણાવાયેલ કે યોગ્ય કરવા માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંત્રીશ્રી ઉમેશભાઈ રાજ્યગુસને પત્ર મોકલાયેલ છે. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ૨૫-૧૧-૯૫ નાં રોજ વીરપુર મુકામે માર્ગ મકાન મંત્રી શ્રી સવજીભાઈ કોરાટ સમક્ષ સ્થળ પર નિકાલ માટે આ પ્રશ્ન મુકાયો-પુરાતત્ત્વ ખાતાને બહુ કામ રહેતું હોઈ પહોંચી શકાતું નથી. ગોંડલપાસેનાં રોઝડીની ઉત્ખન્ન પ્રવૃત્તિનાં જોગની પણ આવી જ વિલંબિત રખાવટ હોવાનીં ત્યાંના લોકોની માંગણી છે. ફેબ્રુઆરી ૯૬માં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરનાં ઐતિહાસિક દીવાલ તોડી પાડવાની કાર્યવાહી સામે ગુજરાત હાઇકોર્ટનાં કાર્યકારી ના. મુખ્ય ન્યાયમૂર્તિશ્રી આર.એ.મહેતા અને ના. ન્યાયમૂર્તિશ્રી એમ.એસ.શાહની ડિવિઝન બેન્ચે રાજ્યસરકારનાં પુરાતત્ત્વખાતાનાં નિયામક તેમજ માંડવી નગરપાલિકા સામે નોટિસ કાઢીને મનાઈ હુકમ આપેલો. ત્યારે હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત થયેલ રે “ભારતનાં રાજ્ય બંધારણની કલમ ૨૧ હેઠળ ભારતનાં નાગરિકોને તેમનો ઐતિહાસિક વારસો જાળવી રાખવાનો હક્ક છે. *( ૮-૮-૯૫ નાં લોકસત્તાનાં અગ્રલેખમાં તસ્વીર સાથે ઉપર શીર્ષક હતું. “ રક્ષિત સ્મારકોઃ” ખંડહૂર બના રહા હૈ. ‘‘ઇમારત હિતની બુલન્દથી.' આ તંત્રીલેખનો અગત્યનો મુદ્દો તપાસી એ “જો સાંસ્કૃતિક વારસાને વર્તમાનની પ્રેરણા ભૂમિ બનાવતી હોય તો આ (ઇતિહાસકારો અને પુરાવિદોની) ગોષ્ઠિ પાશેરામાં પહેલી પૂણી છે. જે ૩૦૩ રક્ષિત સ્મારકોની યાદી છે તે પહેલાં ૧૯૭૮ માં પ્રકાશિત થઈ હતી. પણ ચૌદ વર્ષ ઊંધમાં ચાલ્યા ગયા અને ૧૯૯૩માં પ્રકાશિત થઈ તેમાં પણ ૧૯૯૨ સુધીની યાદી જ છે. આ યાદી ખાલી નામવિલાસથી ખાસ કોઈ માહિતી આપતી નથી. એટલે બી ચારો અભ્યાસ ઇચ્છુક તેને લઈને પણ શું કરે ?” શ્રી ઉમેશરાજ્યગુરુને આ અગ્રલેખમાં અધિક ઉત્સાહી ગણાવાયા છે !! શ્રી રાજ્યગુરુએ રક્ષિત સ્મારકોની જાળવણી માટે પાંચ ઝોનલ સમિતિઓની રચના કરવાની જાહેરાત કરેલી. ૩૩૦ રક્ષિત સ્મારકોમાંથી માત્ર જૂનાગઢ જિલ્લામાં જ ૧૦૩ સ્મારકો હોવાથી તેને અલગ વર્તુળ આપવાની રાજ્યસરકારની વિચારણા હોવાનું જણાવાયેલ . 'પથિક' નાં પૂર્વતંત્રી મા. શ્રી.કે.કા.શાહ અને વર્તમાનતંત્રી મા.શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, વીરબાઈના મહિલા કોલેજનાં પૂર્વ પ્રાચાર્યા ડૉ. પ્રિયબાળાબેન શાહ અને આજ કોલેજનાં ભારતીય સંસ્કૃતિ વિભાગનાં અધ્યક્ષા ડૉ. હસુતા સેદાણી, વિષ્ણુભાઈ પંડ્યા જેવા ધૂરંધરો ઉપસ્થિત હતાં. પછી પછી શું થયું તેનો અહેવાલ જાણવા નથી મળ્યો. ૧૩૬-૯૫ની વીરપુરની જાહેર સભામાં આ લખનારે જ્યારે મીનળવાવની જાળવણીનો પ્રશ્ન છેડ્યો ત્યારે શ્રી નરહરિભાઈ અમીને સામેથી ‘રજૂઆત પત્ર’ આપવાનું જણાવતાં ત્યાં શ્રી જલારામજી વિદ્યાલયમાં રૂબરૂ સ્થળ પર જ પત્ર આપેલો જ નિતર જ રહ્યો. ૨૪-૨-૯૬ નાં શ્રી મહેસૂલમંત્રીશ્રી અશોકભાઈ ભટ્ટનાં લોકદરબારમાં પથિક ♦ ત્રૈમાસિક જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ B ૪૬ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂકીશ જિલ્લા કલેકટરશ્રીની કચેરીમાં, પુરાતત્ત્વ ખાતાની કચેરીને પણ અરજીઓ અપાયેલી. પુરાતત્ત્વ ખાતાના અભિપ્રાયો વીરપુર ગામ. પંચાયતનો સહકાર મળતો નથી. તેથી આ લખનારે ૪૯-૯૨ નાં રોજ વીરપુર ગ્રામપંચાયતને પત્ર આપેલ. ૮-૬-૯૫નાં રોજ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચની સહીથી જવાબ મળેલ કે “પ્રાચીન સ્મારક મીનળવાવની બાજુમાં ગ્રામપંચાયતે શોપિંગ સેન્ટર બનાવવા પ્રયત્ન કરેલ. એટલે કે મીનળવાવની બાજુમાં શોપીંગ સેન્ટરમાં પાયાનું ખોદકામ કરેલ, જે બાંધકામ ન કરવા સુચના મળતાં કામતુરત બંધ કરેલા બાંધકામનો હેતુ ફક્ત મીનળ વાવની આજુબાજુ ગંદકી ન થાય અને મીનળવાવ સુરક્ષિત થાય તે હેતુ જ હતો.” પરંતુ છેલ્લે નિષ્પક્ષપણે ખંચકાયા વગર લોકસત્તાનાં ઉપર્યુક્ત તંત્રીલેખનું અવતરણ ટાંકીશ “ પરંતુ વાસ્તવિકતા એ છે આવી સાંસ્કૃતિક સજ્જતા ક્યાંક હદપાર થઈ છે “ખાધુ પીધું ને રાજ કર્યું ને મીટીંગમાંથી પાછા ઘરે પણ આવી ગયા ? પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૪૭ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ સમીક્ષા : મન્ત્રનાં રહસ્યો, મન્ત્રોદ્વાર અને યન્ત્રસિદ્ધિઓ, લે. ડૉ. હર્ષદેવ માધવ આધિ, વ્યાધિ અને ઊપાધિમાં ઘેરાયેલો, કર્મબંધનથી કે કર્મજાળથી બંધાયેલો, અવિરત પણે ‘સ્વ’ની શોધ ચલાવતો માણસ ક્યાં જાય અને શું કરે ? ક્યાં મંત્રો કે ક્રિયાઓ તેણે કરવા જોઈએ ! તે કરી શકે ! આ સઘળા પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર મળે છે. ડૉ. હર્ષદેવ માધવના પુસ્તક “મન્ત્રનાં રહસ્યો, મન્ત્રોદ્વાર અને યંત્રસિદ્ધિઓ” આ પુસ્તકમાંથી. સંસ્કૃત ભાષાના કાવ્યોમાં આમૂલ પરિવર્તન લાવનાર કવિ તરીકે ડૉ. હર્ષદેવ માધવ જાણીતા છે. તેમનાં અનેક કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. સાથોસાથ તંત્રશાસ્ત્ર તેમનો પ્રિય વિષય રહ્યો છે. તંત્રશાસ્ત્રના ગાઢઅધ્યયન ના પરિપાકરૂપે આ પુસ્તક રચાયું છે એવી પ્રતિતી વાચકને વાંચતાં જ સહજ રીતે થાય છે. જનસામાન્યને પણ તંત્રશાસનો પ્રારંભિક પરિચય થાય તે રીતે આ પુસ્તકનું વિભાગીકરણ થયું છે. પ્રથમ વિભાગનો પ્રથમ વિભાગ છે. મંત્રની ભાષા, પરિભાષા અને રહસ્યો. આ વિભાગમાં મંત્રભાષાની ઉત્પત્તિ, મંત્ર, વાણી અને ચક્રોના સમ્બન્ધ, મંત્રના વિવિધ પ્રકારો અને સંસ્કારો, કોઈપણ મંત્રના જપ પહેલાં સમજવા જેવી આવશ્યક બાબતોનો અહીં સમાવેશ થયો છે. મંત્રની વિવિધ રહસ્યમય સ્થિતિ, મંત્રના લોમ-વિલોમ, જપ, ગુરુની આવશ્યકતા અને કદાચ ગુરુ ન મળે તો શું કરવું વગેરે અનેક સૂક્ષ્મ બાબતો, અહીં દર્શાવવામાં આવી છે, જે સામાન્ય સાધક ને માર્ગદર્શક બને છે તો જિજ્ઞાસુની જ્ઞાનપિપાસાનું શમન કરે છે. બીજો ‘‘મન્ત્રોદ્વાર’’ વિભાગ સાધક માટે ઘણા ઉપયોગી નીવડે છે. અહીં મુખ્ય અઢાર ઉપાસ્ય દેવતાના મંત્રો આપવામાં આવ્યા છે. પરંતુ અહીં લેખકનો એક સાધક તરીકેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. કારણકે જે તે દેવતાનાં વિવિધસ્વરૂપો અને તદવિષયક ઉપાસનામંત્રો પથ ત્યાં દર્શાવાયા છે. દા.તા. ગણપતિની સાધના આજના યુગમાં લોકપ્રિય બનતી જાય છે. પરંતુ ત્યાં પણ પ્રથમ મહાગણેશમંત્રથી શરૂઆત કરીને કુલ તેર ગણેશમન્ત્રો આપવામાં આવ્યા છે જેમાં અનુક્રમે મહાગણેશમંત્ર, નિધિપ્રદગણેશમંત્ર, ઉચ્છિષ્ટ ગણપતિમંત્ર, લક્ષ્મીવિનાયક મંત્ર, પ્રૈલોક્યમોહન ગણેશમંત્ર, હરિદ્વા ગણેશમંત્રનો સમાવેશ થાય છે. વિવિધ ફળપ્રાપ્તિ માટે ગણપતિના આ અલગ અલગ ઊપાસના સ્વરૂપો અને પદ્ધતિઓ છે જે ઘણી ઓછી પ્રચલિત ઊપાસના સ્વરૂપો અને પદ્ધતિઓ છે જે ઘણી ઓછી પ્રચલિત છે. વિશેષ તો કોઈ એક ગ્રંથવિશેષમાંથી મુખ્યમંડા લઈને તેનો બીજમંત્ર કેવી રીતે બન્યો છે તે લેખકે સ્કેચ દોરીને દર્શાવ્યું છે. આ રીતે પરિચય પ્રાપ્ત થવાને કારણે બીજ મંત્ર કે મહામંત્ર ? એવી ગડમથલમાંથી સાધક ઊગરી જાય છે. ત્રીજો વિભાગ કેવળ બીજમંત્રોનો છે. તેમાં બીજમંત્રો અનેક રહસ્યો ઉદ્ઘાટિત થયાં છે. દસ મહાવિદ્યા નામક ચોખા વિભાગમાં શિવમહાપુરાણ અનુસાર દસ મહાવિદ્યાઓ અને તદ્વિષયક વિચારણા શબ્દસ્થ થયેલી છે. અહીં પણ ઉપાસ્થ દેવતાનો ઉદ્ભવ, સ્વરૂપ, સ્વરૂપભેદ, ઉપાસ્યદેવતા વિષયક વિભિન્ન મંત્રો વગેરેનું ઊંડાણભર્યું આલેખન છે. ૧૦૩, સત્ત્તમ એપા. ઠાકોરદ્વાર, સુજાતા સોસા. સામે, રાંદેર રોડ, સુરત વિભાગ બીજો કેટલાંક સિદ્ધયન્ત્રો, મન્ત્રો, તન્ત્ર દુર્ગાસપ્તશતી અને શ્રીસૂક્તનું તાંત્રિક અનુષ્ઠાન દર્શાવે છે. યન્ત્રો સચિત્ર હોવાથી આ વિભાગ વિશિષ્ટ અને રસપ્રદ બની રહે છે. જનસામાન્યમાં અતિપ્રિય શ્રીસૂક્ત, તેનું ફળ, શ્રીસૂક્તનો તાંત્રિક વિનિયોગ પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. ભાગ્યે જ જોવા મળે તેવા ગાયત્રીમંત્રનાં વર્ણોનું વર્ગીકરણ અને બીજનું મહત્ત્વ ઘણા વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. આમ વાણીનાં વૈખરી, મધ્યમા કે પશ્યન્તીના કાર્યો મંત્ર વડે શિવ અને શક્તિના કૃપાપાત્ર બને તે માટેનું શ્રેષ્ઠ જપવિધાન અત્રે પ્રગટ થાય છે. લેખકની ભાષાકીય સરળતા અને ક્રમશઃ વિગતો રજૂ કરવાની પદ્ધતિ આ ગહન વિષયને પણ રુચિકર બનાવે છે. ડૉ. રીતા એચ. ત્રિવેદી પથિક = ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ° ૪૮ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ત્રમાસિક : જાન્યુઆરી-માર્ચ, 2006 BOOK-POST પથિક Printed Matter Acharya Shri Kailassagarsuri Gyanmandir TO, રવાના : પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ www.kobatirth.org For Private and Personal Use Only Shri Mahavir Jain Aradhana Kendra