________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વીરપુરનું પુરાતત્ત્વ રક્ષિત મીનળવાવનું ઐતિહાસિક સ્મારક
પ્રા. ચંદ્રકાન્ત હ. જોષી ૧. પ્રાસ્તાવિક : વીરપુર જલારામ તરીકે ઓળખાવ્યા પછી કે સાહિત્યકાર ધૂમકેતુનાં વીરપુર તરીકે ગણાવ્યા પછી અથવા તો મીનળવાવ વાળું વીરપુર એવું જણાવ્યા પછી ભાગ્યેજ તેનાં ભૌગોલિક સ્થાનનો નિર્દેશ કરવો પડે એટલું બધું વિશ્વવિખ્યાત આ ગામ બની ગયું છે. વીરપુરની આ મીનળવાવ સિદ્ધરાજનો આ ભૂમિ પર જન્મ થવાથી માતા મીનળદેવીએ તેની સ્મૃતિમાં બંધાવેલી હોવાનું મનાય છે. સિદ્ધરાજનો સમય ૧૦૯૪ થી ૧૧રની વચ્ચેનો ગણાય છે. એ રીતે કાળગણનાની દષ્ટિએ આ વાવત ૯૦૫ વરસ જેટલી પ્રાચીન ગણી શકાય. “સૌરાષ્ટ્રનાં ઇતિહાસની વિસરાતી વાતો”માં શ્રી કીશોરલાલ કોઠારીએ વીરપુર નામ કેવી રીતે પડ્યું તેનાં પર પ્રકાશ ફેંક્યો છે. પણ મીનળદેવી એ વાવ બંધાવી કે સિદ્ધરાજનો અહિં જન્મ થયો તેવા પદ્ધતિસરના ઉલ્લેખો પ્રકીર્ણરીતે પણ વાંચવા મળતાં નથી.
જુનાગઢ જુલ્લાના કલેકટર પદે રહી ચુકેલા અત્યારે વયોવૃદ્ધ બની ચુકેલા શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના સૌરાષ્ટ્રનો ઇતિહાસ' પુસ્તકનાં ૨૭૯માં પાના ઉપર જણાવ્યા મુજબ “સિદ્ધરાજ જયસિંહ રાનવઘણનાં સમયમાં સૌરાષ્ટ્રમાં જન્મ્યો” એટલું જણાવ્યું છે. આગળ જતાં ૨૫૭માં પાના ઉપર તેઓ જણાવે છે “સિદ્ધરાજ તેનાં પાપ કર્મોનાં કારણે નિઃસંતાન ગુજરી ગયો.'
જયારે કસુંબલરંગ' માં શ્રી મનસુખલાલ સાતાએ જણાવ્યું છે કે “સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ નો જન્મ વીરપુરની પવિત્ર ભૂમિ ઉપર થયો હતો. એ જ રીતે ભોજલરામ બાપાનાં અનુવંશજ અને ગોંડલની મહારાજાશ્રી ભગવતસિંહજી કોલેજનાં પ્રાધ્યાપક શ્રી ધીરજલાલ સાવલીયાએ “વીવાદ માં એવું જણાવીને વિવિધ દંતકથાઓનાં આધાર આપેલા અને આ હકીકતની નોંધ અને જાહેરાત થવી જોઈએ એવી પણ તેમણે માંગણી કરેલી. વીરપુરનાં જ સાહિત્યકાર શ્રી ધૂમકેતુની “સિદ્ધરાજ જયસિંહ” નવલમાં આવો કોઈ સ્પષ્ટ અને આધારભુત ઉલ્લેખ કરાયો નથી.
આમ છતાં અણહીલપુરથી આરંભેલી અને સોમનાથમાં સમાપ્ત કરવા ધારેલી તેમની ધર્મયાત્રા દરમ્યાન રસ્તામાં વચ્ચે વીરપુરમાં મહારાણી મીનલે આરામ ફરમાવવાનું ઉચિત માન્યું હોય અને પ્રસુતા હોવાથી પ્રસુતિ સમય પાકી ગયો હોય અને બાળકને સિદ્ધરાજને વીરપુરની વીરપરાનાથની ધરતી પર જન્મ આપ્યો હોય તેવી વાતને કેટલાક બુદ્ધિગમ્ય પુરાવાઓનું સમર્થન સાંપડી શકે ખરું.
૨. આડકતરા કે અપ્રત્યક્ષ સમર્થનો : મીનળવાવનું શિલ્પ સ્થાપત્ય ઘણું પ્રાચીન હોવાનું નિરીક્ષણ પરથી મોટી શકાય. અને ૯00 વરસનો ગાળો તેના માટે નિયત થઈ શકે તેટલું પુરાવાઓનું સમર્થન હાલનાં દીદાર અને દર્શન પરથી થઈ શકે.
અંદર વાવતાં કોઠા તરફ જતાં જમણી બાજુએ એક જર્જરીત થઈ ગયેલા શિલ્પમાં માતા બાળકને શયનસ્થ અવસ્થામાં સ્તનપાન કરાવતી હોય તેટલું સ્પષ્ટ થાય છે. અને સિદ્ધરાજને મીનળદેવી સીનપાન કરાવી રહ્યા હોવાનું આરોપણ થઈ શકે માતાના હાથ ખંડીત થયેલા છે.
આ મીનળવવમાં પ્રવેશતાં જ પાંચમે પગથીયે જમણી બાજુએ હનુમાનજીની મૂર્તિનું શિલ્પ અને એક ખંડીત થયેલી પ્રતિમા દષ્ટિ ગોચર થાય છે.
૮૮૮, આનંદનગર, રાજકોટ
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨OCE n ૩૯
For Private and Personal Use Only