________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળયો ન હતો. અને છેલ્લી તારીખ ૨૫-૧૧-૯૫ નાં રોજ વીરપુર ખાતે યોજાયેલા લોકદરબારમાં સ્થળ પર પ્રશ્નોનાં નીકાલનાં કાર્યક્રમમાં રાજકોટ વિસ્તારનાં સંસદસભ્ય શિવલાલ વેકરિયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત ખાતાનાં નાયબ પ્રધાન શ્રી સવજીભાઈ કોરાટ સમક્ષ વીરપુરનાં પત્રકાર નવનીતલાલે ઉગ્ર રજૂઆત કરતાં ચંદ્રકાન્ત જોષીએ પુરાવાઓ રજૂ કર્યા હતાં. પુરાતત્ત્વખાતા તરફથી જ પ્રો. જોષીને પાઠવાયેલા પત્રમાં, જ પ્રધાને “આ કામ અતિ જરૂરી છે.” એવા મતલબનો રિમાર્ક લેખિત રીતે કરી આપતાં. પ્રો, જોષીએ આ પત્ર ૩૦-૧૧-૯૫ નાં રોજ રૂબરૂ પુરાતત્ત્વ કચેરીને સોંપતા “અત્યારનાં બજેટ પ્રમાણે દશ હજાર રૂપિયાને બદલે પચીશ હજાર રૂપિયાનું અંદાજપત્ર બનાવીને પુરાતત્ત્વની મુખ્ય કચેરીને મંજૂરી અર્થે મોકલી આપ્યું હોવાનું “પ્રો. જોષીને ઉપર્યુક્ત કચેરીનાં પત્રક્રમાંક પવર ૧૩૦૨ (૩૯) ૮૯/૮૫ર અન્વયે તા. ૧૮-૨૨-૯૫ નાં રોજ જણાવાયું છે.
હવે આ અંદાજપત્ર મંજૂર થયે રાજકોટ ખાતેની પુરાતત્ત્વીય કચેરી સક્રિય બને અને રક્ષિત સ્મારક કરીને સંભાળેલી વીરપુરની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક વાવનું જતન કરી શકાય તેટલા તમામ અસરકારક પગલા લઈ વાવને વધુ જર્જરીત થતી અટકાવવા તથા કાંઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં અતિ આવશ્યક કાર્ય ત્વરિત બજાવે તેવી લોક માંગણી ઊઠી છે.
૧૪-૪-૯૬ નાં ફુલછાબ'માં “વીરપુરની ઐતિહાસિક મીનળવાવની જાળવણી માટે બજેટમાં વધારો” શીર્ષક હેઠળ ઉપર્યુક્ત સમાચારો પુનઃ પ્રગટ થયાં.
ત્યારબાદ તા. ૨૪-૯-૯૭ નાં “અહિલા' (જનું સૂત્ર છે સવારે ચા સાંજે અફીણ) નાં સાંધ્યદૈનિકમાં તસવીર સાથેનાં સમાચાર પ્રગટ થયાં. તસવીર નીચેનું લખાણ હતું. “ઐતિહાસિક મીનળવાવ, પુરાતત્ત્વ ખાતા હસ્તક હોવા છતાં ખખડી ગયેલી હાલત તસવીરમાં નજરે પડે છે. આ સ્થળની જાળવણી કરવી અતિ જરૂરી છે.” અને હેડલાઈન છે. “વીરપુરની ઐતિહાસિક મીનળવાવની બદહાલત” નીચેલી. બહેડલાઈનમાં... પુરાતત્ત્વ ખાતું ખેંગારનાં વખતનો વહીવટ છોડી, શ્રદ્ધાનાં પ્રતિક સમા સ્થળની જાળવણી માટે સળગળે “પ્રચલિત લોકમાન્યતા કે વાયકા પ્રમાણે સંતાનના જન્મ બાદ કોઈ સ્ત્રીને સ્તનમાંથી ધાવણ માd અમૃતનો સમાસ ન થતો હોય તો પોતાની ચોળી કે બ્લાઉઝની મીનળવાવનાં પગથિયાં વાળી, સાફ કરી તેની તમામ રજોટ બ્લાઉઝમાં ભરી ને બહાર કચરાનો નિકાલ કરી દે તો દૂધનો સ્ત્રી તુરત જ થવા માંડે છે. સેંકડો સ્ત્રીઓને આ માનતા ફળી હોવાનું પણ કહેવાય છે. વાવની દેખરેખ માટે એક પગ હતા તે પણ હવે નથી. આ અંગે ૧૯૯૨માં રજુઆતો થતાં સરકારે રૂા. ૧૦૦૦ ફાળવલા (માત્ર કાગળ પર જ!).
‘પથિક' એ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક હોવાની અને આનાથી ઓક્ટોબરનવેમ્બર ૯૯ના સંયુક્ત દીપોત્સવી અંક ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતું, ગાંધીનગરના સહયોગથી પુરાતત્ત્વ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થઈ રહ્યો હોઈ તંત્રી શ્રીનાં જાહેર ઇજનથી ૧૫-૧૦-૯૯ સુધીમાં તેમની અપેક્ષા મુજબ આ લેખ પહોંચી જાય તે રીતે મોકલવા પાછળનો આશય એવો રાખું છું કે આવા પ્રતિષ્ઠિત સામયિકમાં પ્રગટ થયેલી લેખ વેદનાનો સાનુકૂળ પડઘો પ્રતિભાવ પડશે અને સમસ્યા નિરાકરણનું પથિક' શ્રેષ્ઠ માધ્યમ સાબિત થશે. સાથે અનેક તસવીરો પણ મોકલું છું, જેટલી લઈ શકાય તેટલી પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભાવે.
આ ઉપરાંત, ૭-૫-૯૪નાં રોજ “સંદેશ” અને “ગુજરાત સમાચાર'માં, નવા ‘અકિલા' અને “જયહિન્દ' એમ તમામ અખબારોમાં અને તા. ૧૯-૬-૯૪નાં ફૂલછાબ'માં પણ મીનળવાવનાં જતનની જરૂરિયાત પર ભાર
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ 1 ૪૪
For Private and Personal Use Only