SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાના આરે છે. શ્રી મહેન્દ્રભાઈ દ્રવી ઉઠે અને આપણે પણ દ્રવી ઊઠીએ ત્યારે કોણ કોને સધિયારો આપે ? પુરાતત્ત્વ ખાતાનાં સરકારી નિયમ પ્રમાણે માલિક આવી ઐતિહાસિક કે પુરાતત્ત્વીય મિલ્કત વેચી ન શકે પણ સરકાર તેને ખરીદી શકે ખરીદીને પછી...?..!) શ્રી મહેન્દ્રભાઈનાં જણાવ્યા મુજબ આ હવેલીનો મૂલ્યવાન એવો લાકડાનો શણગાર (સરકારી ભંગાર) એકલા વીરા હજાર રૂપિયામાં વેચી નાંખ્યો. પછી હવે સરકારે નીમેલાં એક ચોકીદાર આ હવેલીનું રક્ષણ કરવાનાં કામે લાગી ગયો છે. તેમના કહેવા મુજબ શ્રી મલ્લિકા સારાભાઈની એક પ્રકાશન કંપનીએ પરવાનગી વગર ‘હવેલી' નામનું પુસ્તક પ્રકાશિત પણ કરી દીધું. કેટલીક વખત તસવીર લેવાની કે ખેંચવાની મનાઈ આવા ગેસપયોગને અટકાવવા માટે થતી હશે તેમ માની શકાય. પણ બુદ્ધિજીવીઓ માટે એક વાંચન. સામગ્રીનું સાહિત્ય સર્જાતું હોય છે. (૩) વીરપુરની મીનળવાવનું સ્મારક : આવા અનેકાનેક દૃષ્ટાંતોની પરિપાટીમાં વીરપુર (જલારામ)ગામની બરાબર મધ્યમાં આવેલી મીનળવાવનું પુરાતત્ત્વીય સ્મારક લુપ્તતાને આરે આવીને ઊભું છે. ૧૫-૮-૯૩ નાં ‘પથિકમાં ‘વીરપુર એક ભાતીગળ ભોમકા'નાં શીર્ષક હેઠળ સમગ્ર વીરપુરનાં વિવિધ પાસૉની. અંતર્ગત એક પેટાપાસી તરીકે મીનળવાવનું આર્તનાદીય નિરૂપણ આ જ લખનારે કરેલું. ત્યારબાદ અર્ધદાયકામાં ઘણાં પાણી વહી ગયાં. આ પુરાતત્ત્વીય સ્મારકની સુરત વધુને વધુ બદસુરત બનતી જ ગઈ જાણે કે પાંચ વરસમાં આ સ્મારકે પચાસ વરસ પસાર કરી દીધા ન હોય ! શ્રી નરહરિ અમીનથી માંડીને સ્વ. શ્રી સવજીભાઈ કોરાટ જેવા કાર્યદક્ષ મંત્રી મહોદયથી માંડીને રાજકોટનાં આર. ડી.સી, શ્રી હાલાણીસાહેબ અને રાજકોટનાં જયુલીલી બાગમાં બેસતી પુરાતત્ત્વ કચેરીનાં પુરાતત્ત્વવિદ અધિક્ષક શ્રી વાય.એમ.ચીતલવાલા તથા સંયુક્ત માહિતી નિયામકશ્રીને રૂબરૂ મળીને કરેલી રજૂઆતો અસરકારક કે ફારગત ન નીવડી, ગુજરાત સરકારશ્રીનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત અને અમદાવાદનાં સરકારી ફોટો લીધો પ્રેસ દ્વારા મુદ્રિત એવી “યાત્રાધામ વીરપુર” શીર્ષક હેઠળની સચિત્ર ૧૨ પાનાની માહિતી પત્રિકા કે પેમ્ફલેટમાં વીરપુરની આ પ્રાચીન મીનળવાવની એક તસવીર આપીને નીચે નોંધ લે છે કે “વીરપુરમાં આના જોવા લાયક સ્થળો પૈકીની ઐતિહાસિક રાજયરતિ પ્રાચીન મીનળવાવ (૧) ૧૫-૪-૧૩ નાં પથિક'નાં લેખ પછી આ પત્રિકા પ્રસિદ્ધ થયેલી પણ ગાંધીનગર માહિતી ખાતાને પ્રકાશન વરસ કે માસનો સમય દર્શાવવાનું ઉચિત નહિ લાગ્યું હોય ! અખબારોનાં પાને મીનળવાવનો આર્તનાદ :- વિવિધ સત્તાધીશો પાસેની મીનળવાવ ની જાળવણી અંગેની રજૂઆતો વાંઝElી સાબિત થતાં અખબારોના પાને તેને ચમકાવીને સત્તાધીશોનું જોહરમાં ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશનો આશ્રય ના છૂટકે શોધવો પડ્યો. ૧૯૨૯૬ નાં રાજકોટનાં લોકસત્તા જનસત્તામાં “અંતે વીરપુરની મીનળવાવ રક્ષિત સ્મારક જાહેર થઈ.” હેડલાઈન હેઠળ ડેવાલ આપ્યો. જો કે રાજયરક્ષિત તો વરસો પહેલાં જ ધોષીત થયેલી. આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે વીરપુર જલારામની સુપ્રસિદ્ધ પુરાતત્ત્વ ખાતા હસ્તકની ઐતિહાસિક મીનળવાવનાં જતન માટે અહિસા પ્રો. ચંદ્રકાના એચ. જોષી તથા અખબારી ખબરપત્રી નવનીતલાલ નાનાલાલ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને આખરે સપળતા મળી છે. આ ઐતિહાસિક મીનળવાવને રક્ષિત સ્મારક જાહેર કરાયા બાદ ગુજરાત રાજ્યના પશ્ચિમ વર્તુળીય પુરાતત્ત્વ ખાતાની રાજકોટ ખાતેની કચેરીએ અધિક્ષક પુરાતત્ત્વવિદ્ ચિતલવાલા સાથે મોખિક અને લેખીત ચર્ચાઓ કર્યા બાદ અનેક મથામણો પછી મીનળવાવનાં જતન માટે સરકારે રૂા. ૧૦,000 ૦ દશ હજાર રૂપિયાની ફાળવણી કરી હોવાનું પત્ર દ્વારા પ્રોફેસર ચંદ્રકાન્ત જોષીને પુરાતત્ત્વવિદે જણાવ્યું છે. ગમે તે કારણોસર પાંચ વરસ સુધી, કોંગ્રેસ સરકારે ફાળવેલી આ રકમ પુરાતત્ત્વ ખાતા દ્વારા વાપરવામાં ન આવતા જોષીએ અવાર નવાર એ અંગેની પૃચ્છા કરવાનું ચાલુ રાખ્યું હતું પણ કોઈપણ ખાતા દ્વારા કે પથિક • àમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦O૬ u ૪૩ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy