________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે દિવસ રાતની પાળીએ બદલાતાં જતાં સગાવહાલા જેવી ફરતીજતી સરકારને અપરાધી ગણવી કે પછી સ્થાનિક જનતાની ઉદાસીનતાને જવાબદાર ગણવી કે કંઈ બુદ્ધિ ન ચાલે તો સમગ્ર લોકશાહી તંત્ર પર દોષનો ટોપલો ઢોળી, નિસાસો નાખીને ચીંતામુક્ત થઈ જવું તેની અવશ્ય દશામાં એક પુરાતત્ત્વ ચાહકનો નાનકડો વર્ગ મુકાઈ ગયો છે.
(૨) અખબારી અહેવાલો :
તા. ૨૧/૯૯૯નાં ગુજરાત સમાચાર'માં જુનાગઢના નવાબકાળનાં અનેક બેનમૂન બાંધકામો અને શિલ્પની અવદશાનાં માકા સમાચાર ચમક્યા. જૂનાગઢ (કર્ણર્ગ) ની શાન સમા સ્ટેશન દરવાજાની બીસ્માર હાલતનું વર્ણન કરાયું છે. આ દરવાજા ઘડીયાળનું ટાવર પચાસ વર્ષથી બંધ છે તેનાં કરતાં તેની જગાએ ખાલી બાકારોની તસ્વીર જૂનાગઢનાં ફોટો ગ્રાફર શ્રી યોગેશભાઈ પાલાએ આપીને હૃદયને હચમચાવી નાંખ્યું. અહીંની બહાઉદ્દીન કોલેજમાં વીરપુરનાં સાક્ષર સાહિત્યકાર શ્રી ધૂમકેતુએ અભ્યાસ કરીને પ્રેરણા મેળવી હતી. તેમની યાદ તેમનાં એર્ડ વેદનાપૂર્ણ અવતરણ” પડે છે ત્યારે સઘળું પડે છે” દ્વારા વધુ આવી ગઈ. જૂનાગઢનાં નવાબશ્રી બહાદૂરખાન ત્રીજાં શાસનકાળ દરમ્યાન ઈ.સ. ૧૮૮૮ માં મુંબઈના ગવર્નર લોર્ડ રે નાં હસ્તે ઉદ્ઘાટન થયુ હોવાથી ત્યારે ને રે ગેઇટ તરીકે ઓળખાતો. ૧૯૪૭ માં “સરદાર પટેલ દરવાજો”નું તે નામાભિકરણ પામ્યો. શેક્સપીયરનાં વિખ્યા વાક્ય “What is There in a name"માં છેલ્લો ઉમેરો એટલો કરવાનું મન થાય કે. “જો તેને જાળવી કે બચાવી ન શક્યા તો.” જૂનાગઢમાં તો પુરાતન સ્મારકોની જાળવણી અને વિકાસ માટે ‘ઉપરકોટ ડેવલપમેન્ટ કમિટી'' થોડી સક્રિય હોવાથી વધુ વેદના કે ફરીયાદને અવકાશ રહેવા નથી દેતી. પણ કેટલાક સ્મારકો નિરાધાર હાલતમાં જીર્ણશીર્ણ થઈ ગયા છે. બાલાશ્રમનાં કોઈ બાળકને કોઈ નિ:સંતાન માતાપિતા ગોદલે કે દત્તક લે તો એ બાળક ભાગ્યશાળી ગણાવા માંટે પણ એ જ માબાપ ઘણા બધા બાળકોને દત્તક લે અને પછી કોઈની રખેવાળી ન કરી શકે તેવો અદન ધાટપુરા તત્ત્વીય ખાતાને સરકારે સોંપેલા આવા અસંખ્યા ગજાબહારનાં સ્મારકોની જાળવણીનાં હોય ભારનો છે.
૨૨-૭-૯૯નાં ‘જયહિન્દ’માં ચૌદમી સદીનાં સોલંકીયુગની ઉતમોનમ શિલ્પકલાનાં નમૂના સફીળા' માધવજી ત્રિકમરાય મંદિર માધવપુરનો સુંદર આકર્ષક તસ્વીર સાથે વિખ્યાત ફોટો, ગ્રાફર શ્રી ભારી એન. (વાંકાનેર, સૌરાષ્ટ્રનાં પ્રખ્યાત પ્રકૃતિવિદ પણ ખરા) “શું આપણે સ્થાપત્ય કલા વારસો સમુદ્રની થપાટમાં નામશેષ થઈ જશે ?’' શીર્ષક હેઠળ આવીને આપણને સૌને વિચારતા કરી મૂકશે.
તેમની કોલમનું નામ જ ‘પ્રાચીન’ છે. પણ હવે ‘‘Old is Gold”ની કહેવત પણ પ્રાચીન થઈ ગઈ છે.
૨૯-૯-૯૯' ની ગુજરાત સમાચાર'ની શતદલપૂર્તિનાં ફ્રન્ટપેજ ઉપર જ ‘વિવિધા’ કોલમમાં શ્રી ભવેન કચ્છીએ શ્રી ઝવેરીલાલ મહેતાની તસ્વીર કળામાંથી નીપજેલ ફોટો સાથે વસોતી હવેલીનો અહેવાલ આપતાં
શીર્ષક બાંધ્યું “ભીંતમાં એક નાનું બાકોરું પાડવાં ફસાયેલા મજૂરોએ કોશ વડે આઠ કલાક મહેનત કરવી પડીએક જમાનાની કલાત્મકને બેનમૂન હવેલી હોરર ફીલ્મનાં કામ લાગે તેવી બનતી જાય છે. આજની યુવાન પેઢીને આ હવેલીનો વિશેષ ખ્યાલ ન હોય તો આ રીતે ઓળખાણ આપું કે “ભવની ભવાઈ” નામની પુરસ્કૃત ફિલ્મનું શુટિંગ આ હવેલીમાં થયું હતું. ના દરબારશ્રી ગોપાલદાસ બાપુનાં પુત્ર સને ૧૯૬૦ની ગુજરાત રાજ્યની સ્થાપના રાજ્યની સ્થાપના સમયની પ્રથમ ધારાસભાની ચૂંટણીનાં વિજેતા શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ ખેડા નડિયાદ હાઇવે પર પલાણા ગામ પાસે આવેલા વસો ગામની આ હવેલીનાં માલીક કે વારસદાર છે. ૨૦૦ વર્ષ પહેલાની આ હવેલી સરકારે ઘડેલા પુરાતત્ત્વીય ખાતાનાં ચિત્રવિચિત્ર નિયમોને લીધે ‘અમૂલ્ય’માંથી મૂલ્યવિહોણી બની
પથિક * ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૪૨
For Private and Personal Use Only