SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારસદાર બનાવવો પડે. તેથી તેની શોક્ય દ્વારા કામણસૂમગ્ર વિદ્યાનો આશ્રય લેવામાં આવેલો. જૈન સાધુ દ્વારા મંત્રેલુ પાણી માટલીમાં પેકકરી માટલીને જમીનમાં ઉંડે ધરબી દીધેલી છે. એ માટલી કે શીશીમાં દેડકી પુરીને જૈન મુનિએ પંચાસરનાં દરવાજા પાસે દાટેલ. માટલીમાં દેડકી પુરાયેલી રહે અને માટલી જમીનમાં ધરબાયેલી રહે ત્યાં સુધી મીનળદેવીને પ્રસૂતિ થાય નહિ અને ગર્ભ ધરબાયેલો જ રહે. વીસાંત પાટણમાંથી એક ઘોડેસવારને રવાના કરી પાટણ મહેલમાં એવા સમાચાર એ વહેતા કરી આવે કે મીનળદેવીને પુત્ર જન્મ થયો છે. તેથી શૈક્યરાણી ગભરાઈ જઈને ઉતાવળમાં એ માટલુ જમીનમાંથી કાઢીને ખોલે કે દેડકી બહાર કૂદી પડે. અને મીનળદેવીનાં બાંધેલા ગર્ભને મુક્તિ મળી જશે. અને આ રમત સફળ પણ થઈ ગઈ. આમ પુત્રજન્મની ખુશાલીમાં, વીરપરાનાથનાં આદેશથી, જનસમૂહને જલદાન કરવાની ભાવનાનાં પ્રતિકરૂપે મીનળવાવ તેમણે બાંધી આપી. સંસ્કૃત ભાષામાં રાણી માટે વપરાતો દૈવી શબ્દ મીનળને લાગુ પાડીને એ મીનળદેવી બન્યા હોય એમ માની શકાય. આ મીનળ કાંકણી કન્યા હતી. એટલે કે કર્ણાટકનાં ચંદ્રપુરનાં રાજા જયકેશીની એ ખૂબ જ લાડકવાઈ રાજકુંવરી હતી. તેનું મૂળનામ હતું મયણલ્લાદેવી, પરંતુ પાટણમાં આ નામ અધૂરું લાગવાથી મીનળદેવી રાખી દેવામાં આવ્યું એવો ઉલ્લેખ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાત સમાચારની “ઈંટ અને ઇમારત” કોલમમાં કરેલો. અને તેમણે સુંદર શીર્ષક બાંધેલું “દક્ષિણ દેશની દુહિતા ગરવી ગુજરાતમાં ઉમેરી !” સ્વ. પ્રા. ધીરજલાલ લ. સાવલિયાનાં જણાવ્યા સુધી ભોજલરામ દોઢ વર્ષના થયા ત્યારે નીગંળ ગૂમડાની તેમને વ્રણવ્યાધિ થઈ અને ખૂબ પીડા થતી હતી. તેથી તેમનાં માતા ગંગાબાઈએ મીનળદેવીની માનતા કરી. ગૂમડું બિલકુલ દઝાઈ આથી વીરપુર આવીને મીનળવાવમાં મીનળદેવીને શ્રીફળ વધેર્યું. અને તેમણે એવી વાણી ત્યારે ઉચ્ચારેલી “તે મારું એક શ્રીફળ લીધું છે પણ હું તારે આડેથી બધાં શ્રીફળ લઈ લઈશ. તે મુજબ તેમનાં આદેશથી તેમનાં શિષ્ય પૂ.જલારામ બાપાએ વીરપુરમાં સદાવ્રત શરૂ કર્યું અને આજે સહસ્રો શ્રીફળ જલારામ નાં મંદિરે દ૨૨ોજનાં વધેરાય છે. સિદ્ધરાજનાં જન્મસ્થળ માટે પાલનપુર, ધાંધલપુર, ઝીંઝુવાડા વગેરે ગામોનાં નામ નિર્દેશ પણ થાય છે. ‘મેરૂતંગ’ મુજબ સિદ્ધરાજનો જન્મ પાલનપુરમાં થયેલો ગણાય છે. પણ કેટલાંક લોકો નર્ક દોડાવે છે કે વીરપુરને બદલે પાલનપુર મળતાં આવતાં છેલ્લા પુર' પરથી કોઈએ ભૂલમાં કરી નાંખ્યું હોય અને કર્ણોપકર્ણ ચાલતું થયું હોય. વીરપુરની મીનળવાવનું પુરાતત્ત્વીય સ્મારક હવે ભૂતકાળની ભવ્યતા બની જશે એવી ભીતિ છે. ગવાક્ષો ખાલી થયા. આખી વાવ બદસૂરત બૅની ગઈ છે. અંદર જતાં બિલકુલ ભેંકાર લાગે છે. શિલ્પ અને પ્રતિમા કાં તો ખંડીત થયા છે અથવા તદ્દન ભન્નતા અને વિનાશને આરે છે. ૨૭-૭-૭૨થી મીનળવાવને રાજ્યરક્ષિત સ્મારક જાહેર કરાઈ હોવા છતાં તેનાં દીદાર દવેનમાં કોઈ જ ફેર કે સુધારો થયો નથી. અહીંના જ ધૂમકેતુની “હિરાધર શિલ્પી'ની વાતો જેવો કરુણ અંત આવી જશે તેવું લાગે છે. “વીરપુરની મીનળવાવ-એક લુપ્ત થતું પુરાતત્ત્વીય સ્મારક” (૧) દોષ કોનો ? પુરાતત્ત્વીય સ્મારકોનો પીડા પોકાર મર્યાદિત કાનો પર અથડાતો અથડાતો અખબારી પાના પર સ્થાન મેળવે અને સામાન્ય જનસમુદાય સફાળો આંખો ચોળતો ચોળતો બેઠો થાય ત્યારે દર્દને બિછાને પડેલા,નિષ્ક્રિય ડોકટર અને સગાવહાલાઓનાં વૃંદથી ઘેરાયેલા નિઃસહાય દર્દીનાં દશ્ય જેવો તાલ રચાઈ ચૂક્યો હોય છે. શિલ્પ સ્મારકરાથી દર્દીનો ભાગ્ય દોષ ગણવો કે નિષ્ક્રિય બની ગયેલા ડોકટર કે પુરાતત્ત્વીય વૈધ પર દોષારોપણ કરવું પથિક - ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૪૧ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy