SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક રાજાઓની સત્તા ગુજરાતમાં હતી કે કેમ ? એ વિશે કંઈ નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાત નામના રાજાના તાંબાના સિક્કા મળે છે. છતાં, અનુમૌર્યકાલનો ઘણો ઈતિહાસ હજી અજ્ઞાત અને અનિશ્ચિત છે. ત્યારબાદ ક્ષત્રપકાલીન ગુજરાતના અમુક જાતના ચાંદીના સિક્કાઓ ઉપરાંત તાંબાના થોડા સિક્કાઓ અને શિલાલેખો પણ પ્રાપ્ત થાય છે. જેમાંથી વિપુલ પ્રમાણમાં માહિતી મળે છે. ઇતિહાસમાં તેઓ પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. | ‘ક્ષત્રપ’ શબ્દ મૂળ ઈરાની ‘ક્ષદ્રપાવન'નું સંસ્કૃત રૂપાંતર છે. જેનો અર્થ ‘પૃથ્વીનો રક્ષક” કે “પ્રાંતનો સૂબો” એવો થાય છે. સંસ્કૃત સત્ર (સંસ્થાન) ઉપરથી ક્ષત્રપતિ પ્રયોગ વાજસનેય-સંહિતામાં જોવા મળે છે. ઋગ્લેદકાળમાં ‘રાજયકર્તાના અર્થમાં જયારે સામવેદમાં કે બ્રાહ્મણગ્રંથોમાં ‘ક્ષત્ર' એટલે ‘શાસિત વર્ગના સભ્ય કે લશ્કરનો માણસ થાય છે. આ ઉપરથી ‘ક્ષત્રપ’નો અર્થ ‘પ્રદેશનો રાજા કે ઠકરાતનો ઠાકોર’ એવો અર્થ ફલિત થાય છે. ગુજરાતમાં આ ક્ષત્રપકાલ-લગભગ ઈ.સ. ૨૩ થી ર૯૮નો છે, જે પશ્ચિમી ક્ષત્રપો તરીકે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપોનો કુલ છ કુળ હોવાનું જાણવા મળ્યું છે. એમાંનું પહેલું કુળ ક્ષહરાત વંશના રાજાઓનું છે. જેમાં ભૂમક અને નહપાન રાજવીઓ થઈ ગયા. ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએ પ્રાપ્ત થાય છે, તેથી એ પ્રદેશ પર તેની સત્તા હોવાનું સુચવી શકાય; છતાં સિક્કાઓની પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ન હોય તો એનાં અર્વાચીન સ્થાન ઉપરથી ખાતરીપૂર્વક કહી શકાય નહીં. નહપાનની રાજધાની વિશે વિદ્વાનોમાં ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક વિદ્વાનોએ ઉજજૈન, મીનનગર અને ભરૂચને એની રાજધાનીના સ્થળ તરીકે સૂચવવાનો પ્રયત્ન કર્યો છે. તો કેટલાક વિદ્વાનોએ શૂરક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ પણ રાજધાનીના મથક તરીકે વ્યક્ત કર્યો છે. ૨૮ “આવશ્યકસુત્ર- નિર્યુક્તિ” ને આધારે જયસ્વાલ નહપાનની રાજધાની ભરૂચ હોવાનું સૂચવે છે. ૨૯ પેરિપ્લસમાં પણ નહપાનના રાજ્યનો જે વિસ્તાર દર્શાવ્યો છે તેમાં ભરૂચનો સમાવેશ થાય છે. નહપાનએ લહરાત વંશનો પ્રાયઃ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સ્પષ્ટ થાય છે. તેના રાજયની ભૌગોલિક સીમાઓ જાણવા માટે બે સાધનો છે. : સિક્કાઓના પ્રાપ્તિ સ્થાનો તથા પુષ્કરમાંથી પ્રાપ્ત તાંબાના થોડા સિક્કાઓ અને જૂનાગઢમાંથી પ્રાપ્ત ચાંદીના થોડા સિક્કાઓ. તેના પરથી એવું અનુમાની શકાય કે નહપાનના રાજયમાં હાલના મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ વિભાગનો કેટલોક પ્રદેશ, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર અને ઉત્તરમાં અજમેર સુધીનો કેટલોક પ્રદેશો સમાવિષ્ટ હશે. નાસિકના (સાતવાહન રાજઓના) શિલાલેખોમાંથી એના રાજયની હદોનો ખ્યાલ આવે છે. સૌરાષ્ટ્ર, કુકુર, અપરાંત, આકરાવંતિ વગેરે પ્રદેશોને નહપાન રાજયમાં હોવાનો ઉલ્લેખ. આમ, નહપાનના રાજ્યની ભૌગોલિક સીમા ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ તેમ જ અહમદનગર, નાસિક અને પૂણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે. 31 બીજું ક્ષત્રપકુલ ચાન વંશનું મળે છે જેમાં કુલ ૨૦ રાજાઓ થયા, આ વંશની રાજધાની ઉજજૈન હતી. એવો એક ઉલ્લેખ મળે છે. આ વંશનો રાજા રૂદ્રદામા ૧લાના સામ્રાજયની ભૌગોલિક સીમાઓ વિશે જુનાગઢના એનાં શેલલેખમાંથી મળે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં પૂર્વ આકાર, સીમાઓ વિશે જૂનાગઢનાં એનાં શિલાલેખમાંથી મળે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશોમાં પૂર્વ આકાર, પશ્ચિમ અવનિ, અનુપ, નિવૃત્ત (નિમાડ), આનર્ત, સૌરાષ્ટ્ર, પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૮OF T ૮ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy