________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદનો સમાવેશ થાય છે. આ ઉપરથી તેના સામ્રાજ્યની ભૌગોલિક સીમાઓ ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં મળવા અને નિમાડ સુધી તથા પશ્ચિમે સુમદ્રકાંઠા (એટલે કે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત) સુધી હતી.૩૨
આમ, ચાટન રાજ્યની ભૌગોલિક સીમાઓ પૂર્વમાં આકરાવંતિ (પૂર્વ-પશ્ચિમ માળવા), પશ્ચિમમાં કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત (હાલનું રાજસ્થાન) અને દક્ષિણે અનૂપ (નર્મદા કાંઠા) સુધી હોવાનો સંભવ છે.
ત્રીજા ક્ષત્રપકુલમાં સ્વામી જીવદયા, રૂદ્રસિંહ રજો, યશોદામા રજ થયા. ચોથા ક્ષત્રપકુલમાં સ્વામી રૂદ્રદામા રજો, સ્વામી રૂદ્રસેન ૩જો થયા. પાંચમા ક્ષત્રપકુળમાં સ્વામી સિંહસેન, સ્વામી રૂદ્રસેન ૪થો થયાં. જયારે છઠ્ઠી ક્ષત્રપકુળમાં સ્વામી સત્યસિંહ, સ્વામી રૂદ્રસિંહ જ થયા. જેના રાજયકાળના સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાનો અંત શિક વર્ષ ૩૨૦ અર્થાત્ ઈ.સ. ૩૯૮ ની નજીક હોવાનું સંભવે છે. ક્ષત્રપવંશના રાજાઓના સિક્કાઓ તથા શિલાલેખમાં ઉલ્લેખિત પ્રદેશો અને પ્રાપ્તિ સ્થાનને આધારે ક્ષત્રપ રાજ્યની ભૌગોલિક સીમાઓ આ પ્રમાણે હોઈ શકે, પૂર્વમાં અનૂપથી પશ્ચિમમાં સમુદ્ર તટે આવેલા સૌરાષ્ટ્ર, કચ્છ (ગુજરાત) સુધી, ઉત્તરમાં પુષ્કર પ્રદેશથી દક્ષિણમાં નર્મદા નદી પર્યત હતું. ૩૩
ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓના શાસનનું છેલ્લું શક વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮) છે. ને અહીં મગધના ગુપ્ત સામ્રાજયની સત્તા કુમારગુપ્ત ૧લાના રાજયકાલ (ઈ.સ. ૪૧૫-૪૫૫) દરમ્યાન પ્રસરી. આ બે વચ્ચે સત્તરેક વર્ષનો ગાળો રહેલો છે. આ દરમ્યાન અહીં શર્વ ભટ્ટાકે નામે રાજાનું રાજ્ય પ્રવર્તે. જેના સિક્કાઓ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મળ્યા છે. એનું નામ “શર્વ શિવ વાચક છે. ને એના સિક્કાઓ પરનું ચિહ્ન ત્રિશુલ શિવનું આયુધ છે. એ પરથી શર્વ ભટ્ટાર્ક શિવધર્મી હોવાનું સ્પષ્ટ થાય છે. મૈત્રક રાજવીઓનો દૂરનો પૂર્વજ હોવાનું સંભવિત
ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત ૧લાના શાસનકાળ (ઈ.સ. ૪૧પ-૪૫૫) દરમ્યાન ગુપ્ત સામ્રજ્યની સત્તા ગુજરાત પર પ્રસરી હતી. ગુજરાતમાં ઠેક-ઠેકાણે કુમારગુપ્ત ૧લાના ચાંદીના સિક્કા મળ્યા છે. ૨૫ કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત રાજયની ધુરા સંભાળી. સૌરાષ્ટ્રના શાસન તથા પાલન માટે એણે પર્ણદત્ત નામના ગુણસંપન્ન સૂબાની નિયુક્તિ કરી. પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણીપુત્ર ચક્રપાલિતને નીમ્યો. સ્કંદગુપ્તના મૃત્યુ (ઈ.સ. ૪૬૭) બાદ ગુપ્ત સામ્રાજયનો હ્રાસ થયો. દૂરના કેટલાક પ્રદેશો સ્વતંત્ર થયા. આ સ્થિતિનો લાભ લઈ મૈિત્રકકુળના સેનાપતિ ભટ્ટાર્કે વલભી માં પોતાની આગવી સત્તા સ્થાપી, જે ઈ.સ. ૪૭૦ ના અરસામાં સ્થપાયુ અને ઈ.સ. ૭૮૮માં અંત આવ્યો. આ સ સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર પણ પ્રવર્તે. સમય જતા મૈત્રકવંશની રાજસત્તા પશ્ચિમ માળવા પર પ્રસરી. થોડા સમયમ ભરૂચના આસપાસના પ્રદેશો પર પણ મૈત્રકોની સત્તા જામી. આમ, આ વંશની સત્તા ત્રણસો વર્ષથી વધુ લાંબાકાળ સુધી ગુજરાતના ઘણા મોટા ભાગ પર પ્રવર્તા.*
મૈત્રકકાલનો ઈતિહાસ તામ્રપત્રો, શિલાલેખો અને તે સમયે લખાયેલ સાહિત્યિક સામગ્રીમાંથી મળે છે. આ વંશના કુલ ૧૧૭ દાનપત્રો અને બધા થઈને ૧૫૦ લેખો મળ્યા છે. આ વંશના સિક્કાઓ પર ત્રિશુળની આકૃતિ છે. સિક્કાના લખાણ બ્રાહ્મી લિપિમાં છે. સંસ્કૃત પ્રસિદ્ધ ‘ભટ્ટકાવ્ય' અને જૈનોનું હરિવંશપુરાણ ધનેશ્વરસુરીનું ‘શત્રુંજય મહાભ્ય' વગેરે મૈત્રક વંશના સમકાલીન છે. આચાર્ય ગુણમતિ અને સ્થિતિમતિએ તેમના દર્શનગ્રંથો અહીં રચ્યા હતા. જૈનોના આગમોની વલભી વાચના પણ અહીં થઈ હોવાની સંભાવના છે. બૌદ્ધોના આર્યમંજૂથી મૂલકાવ્ય' ગ્રંથ આ કાળના અંતભાગમાં રચાયો હોય એમ મનાય છે.
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૯
For Private and Personal Use Only