________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકાલીન રાજયોના અભિલેખો પરથી મળતી માહિતી મુજબ ચાવડાઓની સત્તા હાલના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા જેટલા વિસ્તારમાં સીમિત હોવાનું માલૂમ પડે છે. આમ, ચાવડાઓની સત્તા ઉત્તરપૂર્વ ગુજરાત પર હતી. જયારે દક્ષિણ ગુજરાત રાષ્ટ્રકુટોની સત્તા નીચે હતું.૩૮
ચાવડાવંશના પતન પછી અણહિલવાડ પાટણ પર ચૌલુક્ય વંશની સ્થાપના થઈ. તેનો આધસ્થાપક મૂળરાજ ૧લાનો રાજયાભિષેક વિ.સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૨) માં થયો એમ પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે. ૩૯ શરૂઆતના સમયમાં તેના સામ્રાજયની સીમાઓ સરસ્વતી નદીની આસપાસનો થોડોક જ પ્રદેશ હતો. જેમાં ધીરે ધીરે સામ્રાજ્યનો વિસ્તાર થયો અને અંતે તેના સામ્રાજયની સીમાઓ ઉત્તરમાં આબુથી દક્ષિણમાં છેક લાટ સુધીનો પ્રદેશ હતો. અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ લગભગ એના તાબે હોવાનો સંભવ છે.
સિદ્ધરાજના લેખો સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રા પાસે ગાળા ગામેથી, ગિરનારના મંદિરમાંથી, કચ્છમાં ભદ્રેશ્વરમાંથી, પંચમહાલમાં દાહોદમાંથી અને ઉજ્જૈન (માળવા), ઉદેપુર, ભિન્નમાલ, તલવાડા બાલી (માળવા), સાંભર | (જયપુર પાસે) વગેરે સ્થળેથી મળ્યા છે. આથી સ્પષ્ટ જણાય છે કે એણે સાચા અર્થમાં વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું.
આમ, સિદ્ધરાજના સમયમાં સોલંકી રાજયની ભૌગોલિક સીમાઓ ઉત્તરમાં અજમેરથી કેટલાક પ્રદેશ, દક્ષિણમાં નવસારીથી આગળ લગભગ કલ્યાણ સુધી, પૂર્વમાં ઉજ્જૈન અને ધારા સુધી તથા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી વિસ્તરતી હતી.
સિદ્ધરાજની જેમ કુમારપાળ પણ વિશાળ પ્રદેશ ઉપર સત્તા ધરાવતો હતો. ઉપલબ્ધ અભિલેખોમાં ગંભૂતા (ગાંભુ, મંગલપુર (માંગરોળ), ચિત્રકૂટ (ચિત્તોડ), આનંદપુર (વડનગર), લાટમંડલ, ઉદયપુર (ભીલસા પાસો ઉજજયન્ત) ગિરનાર) ઇત્યાદિ સ્થળોનો ઉલ્લેખ છે. એ જોતા કુમારપાળની સત્તા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, લાટ વગેરે પ્રદેશોમાં હતી. આ ઉપરાંત આબુ અને શાંકભરી રાજાઓ એના સામંત હતા. આમ, કુમારપાળના સમય દરમ્યાન તેના સામ્રાજયની સીમા રેખા દક્ષિણમાં લાટમંડલ સુધી અને ઉત્તરામાં સાંભર-અજમેર સુધી તથા પશ્ચિમમાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી અને પૂર્વમાં ભીલસા સુધી હતી.૪૦
ત્રિભુવનપાલ એ મૂળરાજ ૧લાના ચૌલુક્ય વંશનો છેલ્લો રાજવી હતો. અને ત્યારબાદ ધોળકાના ચૌલુક્ય (સોલંકી) રાણા વસલદેવે ત્યાં પોતાની સત્તા (વિ.સં. ૧૩OO - ઈ.સ. ૧૨૪૪) સ્થાપી." આ વંશનો છેલ્લો રાજા કર્ણદેવ રજો ઈ.સ. ૧૨૯૬-૯૭માં ગાદીએ આવ્યો. જેના સામ્રાજ્યની સીમાઓ આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણમાં લાટ સુધી વિસ્તરેલી હતી. આ સમયે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજી માળવા, રજપતાના, મેવાડ વગેરે જીતી ધીરે ધીરે આગળ વધ્યો. તેણે સરદાર ઉલઘખાનની સરદારી હેઠળ સૈન્ય મોકલી આક્રમણ કર્યું. અને કર્ણદેવના સમયમાં સોલંકી રાજશાસનનો અંત આવ્યો.
સોલંકીકાળ દરમ્યાન પાટણ ગુજરાતનું એક પ્રથમ પંક્તિનું ધનાઢચ નગર બન્યું. પાટણ શ્રી અને સરસ્વતીનું ધામ બન્યું. સહસ્ત્રલિગે સાચા અર્થમાં એની અનેરી શોભામાં વધારો કર્યો. તે સાચા અર્થમાં ગુજરાતનું પાટનગર બન્યુ. સોલંકી વંશ દરમ્યાન ગુજરાત એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય બન્યું. તેની સીમાઓ લાટ, માળવા, અને રાજસ્થાનના પ્રદેશો સુધી વિસ્તરી. આ રાજાઓએ વ્યવસ્થિત વહીવટી તંત્ર આપ્યું. સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મહત્ત્વની પ્રગતિ સાધી. વિશાળ દેવાલયો, જળાશયો, વિવિધ સાહિત્યનું સર્જન કરી ગુજરાતને સમગ્ર ભારતમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. ગુજરાતી પ્રજાનો વેપાર વધ્યો, કલાકૌશલ્ય વિકસ્યું. એમની વિશિષ્ટ શક્તિઓને દેશના અન્ય ભાગના લોકોએ પિછાણી. વહાણવટાની ખિલવણી થઈ. આમ, સોલંકીકાળ દરમ્યાન ગુજરાતે એક ભવ્ય સુવર્ણયુગનાં દર્શન કર્યા.
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૧૧
For Private and Personal Use Only