SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમ્યાન ગુજરાતના અન્ય પ્રદેશોમાં મોટા નાના અનેક રાજયો થયા જેમાં મુખ્યત્વે ચુડાસમા રાજય, જેઠવા રાજ્ય, ગુહિલ રાજય, ઝાલા રાજ્ય, ચાલુક્ય રાજા હતા. અલાઉદ્દીન ખલજીના સમયમાં ઈ.સ. ૧૨૯૭-૧૩૦૪ થી ગુજરાત પર દિલ્હી સલ્તનની હકુમત પ્રસરીને ગલુક સુલતાન નાસિરદીન મહમુદશાહના અમલ દરમ્યાન ઈ.સ. ૧૪૦૩-૦૭ અર્થાત એક શતક સુધી, ચાલી. એ પછી ગુજરાતના સુલતાનોના વંશની સત્તા પ્રવર્તી, જે ઈ.સ. ૧૫૭૨-૭૩ સુધી અર્થાત દોઢ સૈકાથી પણ વધુ સમય ચાલી. આ વંશમાં કુલ ૧૪ સુલતાનો થયા જેમાં અહમદશાહ લો, મહમુદ બેગડો અને બહાદૂરશાહ ખૂબ જ પરાક્રમી તથા મહત્ત્વાકાંક્ષી હતા. અહમદશાહ પહેલાએ પાટણથી ગાદી બદલી આશાવલ પાસે અમદાવાદમાં ઈ.સ. ૧૪૧૧ જાન્યુઆરી ૧૦મીના રોજ સ્થાપી. જુમા મસ્જિદ બંધાવી." કારીગરોને ઉત્તેજન આપી હુન્નર અને વેપારનો વિકાસ કર્યો. મહમુદ બેગડાએ ચાંપાનેર અને જુનાગઢના બે દુર્ગો જીતી લઈને રા'માંડલિક અને પતાઈ રાવળના રાજયો ખાલસા કર્યા. ઉપરાંત સિંધના જમીનદારો, માળવાના સુલતાન અને ઈડરના રાવ વગેરેને સખત હાર આપી. તેણે પોર્ટુગીઝો તથા ચાંચિયાઓ સાથે દરિયાઈ યુદ્ધ ખેડ્યા, તેમને હરાવ્યા. તેના સમયમાં મહેમદાવાદ વસાવ્યું. દાદાહરિની વાવ અને અડાલજની વાવ તેના સમયમાં બંધાયા હતા. બહાદુર શાહે ચિત્તોડ અને માળવાના રાજયો છિન્ન ભિન્ન કરી નાંખ્યા હતા. અહમદનગર, ખાનદેશ અને વરાડના સુલતાનો તેની સત્તા સ્વીકારતા હતા. હુમાયુ સાથે હાર ખાઈ બહાદુર શાહે ગુજરાત ખોયું પણ તે જીતી લીધું. ફીરંગીઓના દગાથી આ સુલતાનના જીવનનો કરૂણ અંત આવ્યો. અમીરોની ખટપટથી મુઝફરશાહ ત્રીજાને અકબરે હારવ્યો ને ગુજરાત તેણે કબજે કર્યું. ઈ.સ.ની ૧૫મી સદીના પાછલા ભાગમાં અને ૧૬મી સદીના પ્રથમ ચરણ દરમ્યાન સુલતાનની સત્તા શિખરે હતી. તેના દરેક વિભાગ સરકાર’ કહેવાતા, જેમાં મધ્યભાગમાં નહાવાલા (પાટણ), અમદાવાદ, સુંથ, ગોધરા, ચાંપાનેર, વડોદરા, ભરૂચ, નાંદોદ (રાજપીપળા) અને સુરત, ઉત્તર શિરોહી, જાલોર, જોધપુર અને નાગાર, અગ્નિખૂણામાં નંદબાર, મૂર (બાગબાણ) અને રામનગર, ઈશાન ખૂણામાં ડુંગરપુર અને વાંસવાડા, દક્ષિણ દિશામાં કંડારાજપુરી (જંજીરા) મુંબઈ, બસીન (વસઈ) અને દમણ અને પશ્ચિમમાં સોરઠ અને નવાનગર તથા વાયવ્યમાં કચ્છ સુધી સુલતાનોના સામ્રાજયની સીમાઓ વિસ્તરી હતી. ઈ.સ. ૧૫૭૩ થી ૧૭૫૮ સુધી ગુજરાતમાં મુઘલ બાદશાહોનો વહીવટ રહ્યો. મુઘલાઈ હકૂમત દરમ્યાન એકંદરે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ વધી. અહીં મુઘલ બાદશાહોના સૂબેદારોનો વહીવટ રહ્યો હતો. એમાં કેટલાક શાહજાદાઓ તથા ખંડિયા રાજાઓનો સમાવેશ થતો હતો. અકબરે ગુજરાત જીત્યું ત્યારે એણે એ સૂબાના વિભાગોની પુન: વહેંચણી કરી અને સરહદી વિસ્તારોને એના અગાઉના અધિકારક્ષેત્ર સોંપ્યા. આથી એ સૂબામાં તાજના સીધા તાબા નીચે નવ સરકાર હતી : અમદાવાદ, પાટણ, નાંદોદ, વડોદરા, ભરૂચ, ચાંપાનેર, સુરત, ગોધરા અને સોરઠ. એમાં બધા મળી ૧૯૮ પરગણાં અને ૧૩ બંદરો હતા. ઔરંગઝેબના સમયમાં ઈ.સ. ૧૯૬૧માં નવાનગર ખાલસા થતાં, સીધા વહીવટ નીચેની સરકારોની સંખ્યા દસ થઈ ૪૯ એ સમયે છ ખંડિયા રાજ્ય હતા. ડુંગરપુર, વાંસવાડા, સુંથ (રેવાકાંઠામાં) સિરોહી, કચ્છ અને રામનગર (ધરમપુર). આ ખંડિયા રાજયો પ્રાંતની સરકારના તાબા નીચે રાખવામાં આવ્યા. અને એને સરકારને ખંડણી તથા લશ્કરી સેવા આપવાનું કહેવાયું." મરાઠી સત્તાના ઉદયથી ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ભારતના રાજકારણમાં મહત્ત્વના ફેરફાર થયા. તેમ ગુજરાતના રાજકારણમાં પણ ફેરફાર થયા. શિવાજીએ બે વાર સુરત લૂટ્યું. ઈ.સ. ૧૭૧દમાં મરાઠા સરદાર પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OF ૧૨ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy