________________
Shri Mahavir Jain Aradhana Kendra
દ્રૌપદી સ્વયંવર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિપ્રસાદ શાસ્ત્રી*
આજે પંચાલ દેશની આ રાજધાનીમાં ભારે શોરબકોર છે. મોટા મેદાનમાં ભવ્ય મંડપ બંધાયો છે. મંડપમાં રંગબેરંગી બેઠકો ગોઠવાઈ છે. અતિથિઓ મનોહર વેશભષા સજાવી પધારી રહ્યા છે. મહારાના દ્રુપદ મંચ પર મોટા સિંહાસનમાં બિરાજ્યા છે. એમનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન ચોમેર આવજા કરી રહ્યો છે. મંડપના એક ખૂણામાં હું શણગાર સજી સાહેલીળઓ સાથે ઊભી રહી છું. ધીમે ધીમે શરણાઈના સૂર સંભળાય છે. એક નાના સરખા જળાશયમાં મત્સ્યનું પ્રતિબિંબ નજરે પડે છે. એની ટોચે એમ યાંત્રિક મત્સ્ય ચોમેર ઘૂમી રહ્યું છે. બાજુમાં એક મોટું ધનુષ્ય અને થોડાંક બાણ પડેલાં છે. કહે છે, આજે અહીં દ્રૌપદી સ્વયંવર યોજાયો છે. મને આ આડંબર જરાય પસંદ નથી. અહીં એક પછી એક ધનુર્ધર આવશે, ટોચ પર સોયેર ઘૂમતા યાંત્રિક મત્સ્યતા પ્રતિબિંબને નીચે જળાશયમાં નિહાળી શરસંધાન કરશે ને ઉપર ધૂમતાં મત્સ્યનો વેધ કરી શકાશે તો રાજકન્યા વરમાળ તેના કંઠમાં આરોપશે. આમાં ‘સ્વયંવર’ જેવી ભાવના ક્યાં રહેલી છે ? ઉમેદવાર ધનુર્વિદ્યામાં પારંગત હોય એ સર્વોત્તમ ગણાય, ભલે એની વય ગમે તે હોય, એનામાં અન્ય ગુણદોષ ગમે તે હોય, એની અન્ય વિધ કુશળતા કે લાયકાત ગમે તે હોય, એ પ્રતિબિંબ નિહાળી મત્સ્ય વેધ કરી શકે તો રાજકન્યા એના કંઠમાં વરમાળા પહેરાવે આમાં એ રાજકન્યાની સ્વ-પસંદગી ક્યાં આવી ?
મેં આ પ્રશ્ન મારા પિતાને, મારા ભાઈને, મારાં માતાને અનેક વાર પૂછેલા, પરંતુ એ સહુ કહે, આ તો એક પરંપરા છે, ક્ષત્રિય રાજવીઓની એમ પરંપરગાત રસમ છે; એવાં અસ્ત્ર વિદ્યામાંના કૌશલ્યનું જ પ્રાધાન્ય રહેલું છે, એને રૂઢિગત રીતે ‘સ્વયંવર’ કહેવાય છે એટલું જ. મને આ પરંપરા મંજૂર નથી. આ પરંપરાગત રિવાજને ‘સ્વયંવર’ હરિંગજ કહી ન શકાય. એ તો છે વડીલોએ અમુક શરત સાથે ગોઠવેલો વિવાહ. આ પ્રસંગને ‘દ્રૌપદી-વિવાહ' કહો, ‘દ્રૌપદી સ્વયંવર' નહિ.
મારું નામ કૃષ્ણા. છતાં સહુ મને દ્રૌપદી તરીકે પિછાને છે. શું હું કૃષ્ણ વર્ણ છું ? તો મારું નામ એવું કેમ પાડ્યું ? શું મારું સમગ્ર વ્યક્તિત્ત્વ દ્રુપદ-સુતા તરીકે જ છે ?
શરણાઈના સૂર બુલંદ બનતા જાય છે. ઉમેદવારો ઊભા થવા થનથની રહ્યા છે. રાજપુત્ર ધૃષ્ટધ્યુમ્ન વારાફરતી એકેક ઉમેદવાર પાસે જઈ એમનું નામ પોકારી એમને મત્સ્યવેધ માટે નિમંત્રે છે. ને ઉમેદવાર ઊભા થઈ ગર્વિષ્ઠ ચાલે જળાશયના તટ પાસે જઈ પેલું ધનુષ્ય હાથમાં લે છે ને પ્રતિબિંબ પ્રત્યે દષ્ટિપાત કરી શરસંધાન કરે છે. પરંતુ ટોચ પર ઘૂમતું યાંત્રિક મંત્સ્ય વીંધાયા વિના ગોળગોળ કર્યા કરે છે. ઉમેદવાર નાસીપાસ થઈ પાછલા પગે પોતાના આસન પર બેસી જાય છે.
સભામાં ભીષ્મ પિતામહ અને દ્રોણ આચાર્ય જેવા વયોવૃદ્ધ વડીલો ઉપસ્થિત છે. સારું છે કે પિતામહે વિવાહ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે ને આચાર્યે ઉમેદવારી કરવાની સંમતિ આપી નથી. દુર્યોધન તથા દુઃશાસન જેવા અનેક ઉમેદવાર મત્સ્યવેધ કરવા કોશિશ કરે છે, પરંતુ એમાં સફળ થતા નથી. એટલું મારું સદ્ભાગ્ય. નહિ તો અહીં મારા ગમા અણગમાને સ્થાન જ ક્યાં છે ? મારું મન તો ઝંખી રહ્યું હતું. પાંડપુત્ર અર્જુન માટે. પરંતુ એનો પત્તો જ નથી. પિતાજીએ ઘણી તપાસ કરાવી, પણ કંઈ ભાળ મળી નથી. લાક્ષાગૃહના અકસ્માત પછી પાંચે ય પાંડવ ક્યાંક ગુમ થઈ ગયા છે. પછી પેલો કર્ણ પણ અર્જુન જેવો પારંગત ધનુર્ધર ગણાય છે.
* પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ T ૧૯
For Private and Personal Use Only