SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલંકી કાળનાં છે. જયારે કુટિર પરનું ચંદ્રશાલાનું અલંકરણ પ્રાફ-સોલંકી એટલે કે ઇસુની આશરે આઠમી સદીનું હોઈ, તે કુટિર કરતાં પણ પહેલાના સમયનું હોવાનું પુરવાર થાય છે. આ વાવના કૂવામાં ઉપરના સીરોમાં થોડા થોડા અંતરે બદલ [ઘોડો] કાઢેલા છે. એ પણ વાવના અલંકરણની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂના છે. આમ આવી રીતે જોઈએ તો મોઢેરાની આ પ્રાચીન વાવ એક મજલા વાળી નાળારી વાવનો એક પ્રારંભિક અને નાનકડો પણ મહત્ત્વપૂર્ણ નમૂનો છે. મોઢેરા મુકામે આવેલી આ પ્રાચીન પૌરાણિક વાવ તથા તેની પાછળના ભાગે “રાયડી હવા મહેલ” ના નામે ઓળખાતું સ્મારક રાજય પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારકો જાહેર થયેલ છે. હાલમાં આ પ્રાચીન નગરી મોઢેરાની નજીકમાં આવેલા યાત્રા સ્થળોમાં સૂર્યમંદિર, મોઢેશ્વરી માતા, બહુચરાજી, શંખલપુર વગેરે સ્થાનો આવેલાં છે. પથિક - વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ મે ૧૮ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy