________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોઢેરા નજીક મળી આવેલી કલાત્મક નક્શીકામવાળી અને એક પ્રવેશદ્વાર વાળી અદ્ભુત વાવ
યશવંત કડીકર તાજેતરમાં મોઢેરા સૂર્યમંદિરવાળું પાસેથી એક અતિ પ્રાચીન વાવ મળી આવી છે. આમ તો મોઢેરા તેના સૂર્ય મંદિર અને સુર્ય મંદિરના શિલ્પ સ્થાપત્ય માટે ખૂબ જ જાણીતું છે.
આ પ્રાચીન નગરી મોઢેરા મહેસાણાથી ત્રીસ કિ.મી. ના અંતરે આવેલ છે. એસ.ટી.બસ દ્વારા ત્યાં જઈ શકાય છે અને મહેસાણા હાઈવે પર આવેલા મોઢેરા ચાર રસ્તા પરથી ખાનગી વાહનો પણ મળી આવે છે.
અહીંયા મળી આવેલી આ વાવ શિલ્પ સ્થાપત્યના રસિયાઓને આકર્યા છે. નમૂનેદાર કોતરણીકામ ધરાવતી, અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી ત્રિકૂટાનંદા પ્રકારની આ પ્રાચીન વાવ મોઢેરાના સૂર્યમંદિર કરતાં પણ પ્રાચીન હોવાનું પુરાતત્ત્વવિદો માની રહ્યા છે.
અમદાવાદથી એકસો દસ કિલોમીટરના અંતરે આ પ્રાચીન નગર મોઢેરા આવેલું છે. શિલ્પ સ્થાપત્ય માટે તો એનું મહત્ત્વ છે જ, સાથે સાથે પૌરાણિક સ્થાન માટે પણ આ નગરનું એટલું જ મહત્ત્વ છે. ઐતિહાસિક પાર્થ ભૂમિ ધરાવતા મોઢેરા અને તેની આસપાસના પ્રદેશનો સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણ જેવા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સાહિત્યિક ઉલ્લેખો પણ સાંપડ્યા છે. આ માહિતી મુજબ જોઈએ તો પ્રાચીન સમયમાં મોઢેરા ગુજરાતનું એક વિકસિત બંદર હતું. આ રીતે જોઈએ તો સૂર્યમંદિરની નજીકમાં દરિયા કિનારો હોવાની શક્યતા નકારી કઢાય એમ નથી. આજે આપણે જે મોઢેરા ગામ જોઈએ છીએ, તે ટીંબા પર વસેલું હોવાનું, જમીનમાંના સ્તરોમાંની ક્ષત્રપકાલીન ઈંટા પરથી જણાય છે.
એ સમયે પાટણના રાજવી રાજા ભીમદેવ સોલંકી (ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૩)ના સમયમાં બનેલા જગપ્રસિદ્ધ સૂર્યમંદિર અને તેની નજીક આવેલા કુંડના લીધે મોઢેરા બહુ જાણીતું છે.
અને હવે તો આપણા પુરાતત્ત્વવિદોએ આ ઐતિહાસિક વાવ શોધી સંશોધનના નવાદરવાજા ખોલી નાખ્યાં છે. ગુજરાત અને રાજસ્થાનમાં, અન્ય રાજયોના મુકાબલે વાવોના નિર્માણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય રીતે વાવના નિર્માણમાં એવી રચના જોવા મળે છે કે એક છેડાથી પગથિયા દ્વારા છેક કૂવાના પાણીની સપાટી સુધી પહોંચી શકાય છે. આ વાવના નિર્માણમાં જુદા જુદા સ્વરૂપોનું વર્ણન સ્થાપત્ય વિષયક ગ્રંથોમાં જોવા મળે છે. મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર તરફ જતાં, રસ્તામાં મુખ્ય માર્ગને અડીને આવેલી, પથ્થરોની બનેલી એક પ્રવેશદ્વારવાળી આ વાવ ત્રિકૂટાનંદા પ્રકારની વાવ સૂર્યમંદિર કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે.
પહેલી “પટલાલ” પથ્થરો જેટલી દિવાલ પછી એકાંત સોપાન શ્રેણી અને ફૂટની રચના થયેલી છે. આ વાવનું બીજું એક આકર્ષણ તેના બીજા તબક્કામાં આવેલી કુટિર છે. આ કુટિરનું નકશીકામ ખૂબ જ અદ્ભુત અને મનમોહક છે. કુટિરના દ્વારની પત્રશાખામાં મધ્યમાં જે સ્વરૂપે પદ્મપત્રો કંડારવામાં આવેલ છે. તે ભીમદેવ પ્રથમ -૧૦૬:3ના સમયથી પણ થોડું પ્રાચીન છે. આ કુટિર વિશે ઘણી બધી વાતો સાંભળવા મળે છે. એમાં કેટલાક વિધવિધ મતમતાંતરો છે. પરંતુ ખ્યાતનામ કલાવિદ મધુસુદન ઢાંકીના મત મુજબ સંભવિત સોલંકી કાળમાં આ વાવ પર બેસાડેલી જણાય છે. જ્યારે વાવના ભારપટ (ઉપરના ભાગ પરના કીર્તિ મુખના સુશોભનો * ૧૫, જયસિદ્ધનગર સોસા., ધર્મનગર સ્કૂલ રોડ, સાબરમતી, અમદાવાદ-૫
પથિક • àમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦૦૬ b ૧૭
For Private and Personal Use Only