________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહસ્ત્રલિંગ સરોવરનું મહાભ્ય વર્ણવતા એ પ્રશસ્તિકાવ્યમાં ૯૦થી વધારે શ્લોક હશે. “પ્રભાવક ચરિત' (પૃ.૧૯૦)માં તેને દુર્લભ સરોશજ પ્રશસ્તિ' કહી છે. કારણ કે આ સરોવરનું બાંધકામ સિદ્ધરાજના પૂર્વજ દુર્લભરાજે શરૂ કર્યું હતું અને તેથી તે દર્લભ સરોવર તરીકે પણ ઓળખાતું હતું.
મેતુંગસૂરિ રચિત 'પ્રબંધચિંતામણી' (ઇ.સ. ૧૩૦૫) ના મતે આ સરોવરની શ્રીપાલની પ્રશસ્તિ રચાઈ અને પટ્ટિક ઉપર કોતરાઇ એટલે તેના શોધન માટે સિદ્ધરાજે સર્વ દર્શનોના વિદ્વાનોને નિમંત્રણ હતા. મેરૂતુંગ મૂળ પ્રશસ્તિમાંથી નીચેના બે શ્લોકો ટાંકે છે. ઉપર દર્શાવેલ શ્લોક ટુકડાઓ અને આ બે શ્લોકોના અંશો જ સહસ્ત્રલિંગ પ્રશસ્તિમાંથી અત્યારે ઉપલબ્ધ છે.
न मानसे माद्याति मानसं मे पम्पा न सम्पादयति प्रसादम् । अच्छोदमच्छोदकमप्यसारं सरोवरे राजति सिद्धभर्तुः ॥ कोशोनापि युतं दलैरूपचितं नोटछेत्तुमेतत् क्षम स्वस्यापि स्कुटकण्टकव्यतिकरं पुरत्वं च धत्ते नहि ।। एकोऽप्येष करोति कोरारहितो निष्कंटकं भूतलं
भत्वैवं कमला विहय कमलं यस्यासिमाशिश्रियत् ॥ રાજા કુમારપાલે સં. ૧૨૦૮ (ઈ.સ. ૧૧પર)માં બંધાવેલ વડનગરના કિલ્લાની પ્રશસ્તિ અને ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતું, ૨૯ શ્લોકનું અલંકાર પ્રચુર કાવ્ય છે, તથા સંસ્કૃત કવિ તરીકે શ્રીપાલની નિપુણતા વ્યક્ત કરે છે. ઔલુક્ય યુગમાં વડનગરનું કોઇ ખાસ રાજકીય મહત્ત્વ ન હતું. તે વિદ્વાન બ્રાહ્મણોનું નગર હતું. “આ નગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ પરિત્રાણા કરે છે તથા શાન્તિક અને પૌષ્ટિક કર્મો વડે ભૂપ અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે, છતાં એમના તીવ્ર તપને બાધા ન થાય એ હેતુથી આ નગરના રક્ષણ માટે રાજાએ ભક્તિપૂર્વક વપ્ર કોટ કરાવ્યો” (શ્લોક -૨૩) એમ પ્રશસ્તિમાં કહ્યું છે મૂલરાજ-૧ લાથી કુમારપાલ સુધીના ચૌલુક્ય રાજાઓનો સંક્ષિપ્ત વૃત્તાંત પ્રશસ્તિમાં આપેલ છે. વડનગર પ્રશસ્તિ એવી સર્વપ્રથમ ઐતિહાસિક કૃતિ છે, જેમાં ચૌલુક્યો પહેલાં પાટણ ઉપર રાજ્ય કરનાર ચપોક અથવા ચાવડ વંશનો ઉલ્લેખ આવે છે. વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યા પછી ચાર શતાબ્દી કરતાં વધુ સમય બાદના ઐતિહાસિક સાધનોમાં ચાવડાઓનો આ પહેલો ઉલ્લેખ મળે છે. એ વસ્તુ એમ પણ સૂચવે છે કે ચાવડા વંશ પ્રમાણમાં ગૌણ મહત્ત્વનો રાજવંશ હતો, જો કે એ વંશે સ્થાપેલ રાજધાની પાટણ કાળાન્તરે પશ્ચિમ ભારતી સૌથી આબાદ નગરી બની હતી. ‘ચતુર્વિશતિજિન સ્તુતિ' પણ સુંદર અલંકારયુક્ત શ્રીપાલે રચેલું સ્ત્રોત છે. શ્રીપાલની સૂક્તિઓ :
પુરાતન પ્રબંધ સંગ્રહ (પૃ. ૪૩) તથા કુમારપાલચરિત સંગ્રહ (પૃ. ૧૦૬)માં શ્રીપાલનો પCબાપાજીવ વિવનિ તરીકે ઉલ્લેખ મળે છે. પરંતુ સંસ્કૃત સિવાયની ભાષામાં રચાયેલી તેની કોઇ કૃતિ મળી નથી. એક દરબારી કવિ તરીકે તે જુદી જુદી ભાષાઓમે બે કાવ્યો રચી શકતો હશે એમ કહી શકાય. અનેક કવિઓની સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં શોધ-સૂક્તિઓ પ્રબંધોમ સચવાયેલી છે એ હકીકતથી આ અનુમાન કરી શકાય. માલવવિજય કરીને સિદ્ધરાજ પાટણ પાછો આવ્યો એ પ્રસંગે તેને આવકાર આપતાં, શ્રીપાલના બે સંસ્કૃત શ્લોકો રાજશેખસૂરિના ‘પ્રબંધ કોશ' માં છે.. શ્રીપાલનો એક સંસ્કૃત શ્લોક પ્રભાવકચરિતમાં પણ છે.
યશશ્ચન્દ્ર કૃત સમકાલીન સંસ્કૃત નાટક ‘મુદ્રિત કુમુદચંદ્ર પ્રકરણમાં શ્રીપાલ અગત્યના પાત્ર તરીકે છે. જેમાં લેખકે શ્રીપાલના નામે અનેક શ્લોકો મૂક્યા છે. આ એક ઐતિહાસિક નાટક હોઇ આ શ્લોકો શ્રીપાલની રચના હશે કે તેના કર્તાએ પોતે રચી શ્રીપાલના નામે મૂક્યા હશે એ કહેવું મુશ્કેલ છે. અલબત્ત, તેમાંના થોડાક
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૩૭
For Private and Personal Use Only