SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમુદચંદ્ર પ્રકરણ” માં (પૃ. ૩૯) શ્રીપાલને શ્રી સિદ્ધભૂપાન વીતીમત્રમ કહેવામાં આવ્યો છે. સોમપ્રભસૂરિકૃત ‘કુમારપાલ પ્રતિબોધ’ અને ‘સુમતિનાથ ચરિત્ર' જેવા સમકાલીન ગ્રંથો નોંધે છે કે રાજા સિદ્ધરાજ શ્રીપાલને ‘ભાઈ’ કહીને બોલાવતો હતો. આ નિર્દેશ ‘પ્રભાવક ચરિત' ના છેલ્લા “હેમચંદ્રસૂરિ ચરિત માંથી અનુમોદન મળે છે. એમાં રાજા સિદ્ધરાજ અને શ્રીપાલની નિકટતા વિસ્તારથી વર્ણવી છે. તથા થોડાક સમય માટે અણહિલવાડ પાટણમાં આવીને રહેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધના સંપર્કમાં તેઓ બન્ને કઈ રીતે આવ્યા એ પણ એમાં વર્ણવ્યું છે. શ્રીપાલ સિદ્ધરાજ પછી તેના ઉત્તરાધિકારી કુમારપાલો પણ રાજકવિ બન્યો હતો. સિદ્ધરાજના અવસાન પછી વિ.સં. ૧૨૦૮ (ઈ.સ. ૧૧૫૨) માં કુમારપાલે બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિઓ તેણે રચી હતી. કુમારપાલની એક શત્રુંજય યાત્રામાં પણ શ્રીપાલ તેની સાથે હતો.' શ્રીપાલનો પુત્ર સિદ્ધપાલ વિદ્વાન હતો. ‘પુરાતન પ્રબંધ સંગ્રહ” તથા “કુમારપાલ પ્રબંધ' માં તેને કવિઓ અને દાતાઓમાં શ્રેષ્ઠ (વવીનાં ઢાળ ધુર્ય:)કહ્યો છે. તેની કોઈ સાહિત્ય રચના મળતી નથી પણ તેણે રહેચા કેટલાક શ્લોકો ‘પ્રબંધકોશ'માં છે૭ તેના કેટલાક સંસ્કૃત અને પ્રાકૃત પઘો સોમપ્રભસૂરિના કુમારપાલ પ્રતિબોધમાં છે. સોમપ્રભવસૂરિએ આ પ્રાકૃત ગ્રંથ વિ.સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫) માં સિદ્ધપાલે પાટણમાં બંધાવેલ ઉપાશ્રય (વસતિ)માં રહીને પૂર્ણ કર્યો હતો. પ્રબંધોના મતે સિદ્ધપાલ પણ કુમારપાલનો પ્રીતીપાત્ર હતો. સિદ્ધપાલનો પુત્ર વિજયપાલ એક વિદ્વાન અને નાટ્યકાર હતો. તેણે સંસ્કૃતમાં રચેલ નાટક ‘દ્રૌપદી સ્વયંવર’ ભીમદેવ બીજાની આજ્ઞાથી પાટણમાં મુલરાજે બંધાવેલ ત્રિપુરૂષ પ્રાસાદ ભજવાયું હતું. આ રીતે શ્રીપાલના કુટુંબમાં ત્રણ પેઢી સુધી કવિત્વ પરંપરા ચાલુ રહી હતી. શ્રીપાલની સાહિત્યકૃતિઓ : શ્રીપાલની સાહિત્યકૃતિઓને (૧) માત્ર સાહિત્યિક ઉલ્લેખો દ્વારા જ્ઞાનવૃતિઓ (૨) ખંડિત સ્વરૂપે ઉપલબ્ધ કૃતિઓ અને (૩) અખંડ ઉપલબ્ધ કૃતિઓ એમ ત્રણ રીતે વહેંચી શકાય. ૧. “પ્રભાવક ચરિત' (પૃ. ૧૯૦) અનુસાર શ્રીપાલે ‘વૈરોચન પરાજય' નામે એક મહાપ્રબંધ રચ્યો હતો. જે અત્યારે પ્રાપ્ત ન હોવાથી તેના સાહિત્ય સ્વરૂપ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. વડનગર પ્રશસ્તિને અંતે શ્રીપાલે પોતાને પુછપ્પનન મહાવિન્ય: કહ્યો છે. અને આ મહાપ્રબંધ વૈરોચન પરાજય હોવાનો સંભવ છે. સિદ્ધપુરમાં મુલરાજે બંધાવેલ રૂદ્રમહાલયનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજે કરાવ્યો હતો અને તેની પ્રશસ્તિ શ્રીપાલે રચી હોવાનો ઉલ્લેખ “પ્રભાવક ચરિત'માં છે. આ પ્રશસ્તિની કોતરેલી શિલા રૂદ્રમહાલયના કોઈ સ્થાને જડવામાં આવી હશે. પરંતુ કાળક્રમે રૂદ્રમહાલય ખંડેર થઈ જતા શ્રીપાલ રચિત પ્રશસ્તિ નાશ પામી હશે. ૨. રાજા સિદ્ધરાજે અણહિલવાડ પાટણમાં બંધાવેલ સહસ્ત્રલિંગ સરોવરની શ્રીપાલે રચેલ “સહસ્ત્રલિંગસરપ્રશસ્તિ' ના થોડાક અંશો આજ સુધી સચવાઈ રહ્યા છે. સિદ્ધરાજના માલવવિજયના આરક રૂપે આરસનો એક કીર્તિ સ્તંભ એ સરોવરના કિનારે ઊભો કરવામાં આવ્યો હતો અને શિલાપટ્ટીકાઓ ઉપર કોતરવામાં આવેલી એ પ્રશસ્તિ કીર્તિસ્તંભ ઉપર મૂકવામાં આવી હતી. અત્યારે હાલના પાટણના વિજયકૂવાના મહોલ્લાના એક નાના શિવમંદિરની ભીંતમાં ચોંટાડેલો આ પ્રશસ્તિનો એક ટુકડો આજે પણ મોજૂદ છે. આ રીતે મળેલી પ્રશસ્તિની એક માત્ર શિલાપટ્ટીકાઓમાં જે નવ ખંડિત પંક્તિઓ કોતરેલી મળે છે, એમાં પ્રશસ્તિ કાવ્યનો એકપણ શ્લોક અખંડરૂપે મળતો નથી. આ રીતે ખંડિતરૂપે મળતી શ્લોકોને અંતે ૭૬, ૭૭, ૮૭ અને ૯૦ એટલા શ્લોકો વાંચી શકાય છે. એના ઉપરથી અનુમાન કરી શકાય કે ગુજરાતની સાંસ્કૃતિક પરંપરામાં અમર બનેલ પથિક • ત્રિમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦OK L ૩૬ For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy