________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજીવન શિક્ષક-અધ્યાપક સંશોધક સ્વ. કે. કા. શાસ્ત્રી
પ્રા. ડૉ. રામજીભાઈ ઠા. સાવલિયા વેદ-શાસ્ત્ર પુરાણોમાં અપાર આસ્થા અને ઉત્કટ શ્રદ્ધા ધરાવતા, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને ઘરેડના પ્રતિનિધિ અને હિમાયતી હોવા સાથે આધુનિક જ્ઞાનવિજ્ઞાન અને લોકતંત્રની પ્રણાલિના એટલા જ ઉપાસક અને પ્રસારક એવા પ્રા. ડૉ. કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે.કા. શાસ્ત્રી)નો તા. ૯-૯-૨૦૦૬ના રોજ વૈકુંઠવાસ થયો. એઓ સમગ્ર પશ્ચિમ ભારતમાંના વિદ્યાપુરુષોમાં નોખા તરી આવતા. વિદ્વતા અને વિનમ્રતા એમની પ્રકૃતિમાં અને પ્રવૃત્તિમાં સહજપણે અને સુભગતાથી સમ્મિલિત થયેલ હતા. અધ્યયન-અધ્યાપનમાં તેઓ આજીવન ગુંથાયેલા રહ્યા હતા.
શ્રી કે.કા.શાસ્ત્રીજીનો જન્મ ૨૮ જુલાઈ, ૧૮૦૫માં માંગરોળ મુકામે થયો હતો. ઈ.સ. ૧૯૬૫માં કોનેશન હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ઈ.સ. ૧૯૨૧માં સાતમા ધોરણ (મૅટ્રિક્યુલેશન)માં પાસ થયા. તા. ૨૮-૧-૧૯૨૫ના રોજ એ જ હાઈસ્કૂલમાં વધારાના સહાયક શિક્ષક તરીકે નિમણૂંક થઈ. મૅટ્રિક્યુલેશનના વર્ગમાં ગુજરાતી વ્યાકરણ ભણાવવાનો આદેશ થયો, ઉપરાંત ધોરણ-૪, પનું સંસ્કૃત પણ સોંપાયું. સતત ૧૧ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી ઈ.સ. ૧૯૩૬માં સેવાનિવૃત્ત થયા.
ઈ.સ. ૧૯૨૯માં બુદ્ધિપ્રકાશમાં વૃત્તપંગી સૂત્રાત્મક ગુજરાતી પિંગળ-શીર્ષકથી પ્રથમ લેખ છપાયો. ઈ.સ. ૧૯૨૩-૨૪માં સંસ્કૃતકોશ ડામરકોશનો ગુજરાતી પર્યાય સાથેનો ગુજરાતી અનુવાદ સિદ્ધ કરી લીધો હતો જે નવેસરથી છેક ૧૯૭૬માં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોંર્ડ, અમદાવાદ દ્વારા છાપવામાં આવ્યો. ત્યારબાદ ૩૧માં વર્ષ સુધી સતત લેખો લખવા, ચર્ચાપત્રો લખવા અને લઘુગ્રંથો તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલુ રહી હતી.
સને ૧૯૩૬માં અમદાવાદ આવ્યા અને ‘પ્રજાબંધુમાં કાર્ય આરંભ્ય. તા. ૧૧-૪-૧૯૩૭ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રેમાભાઈ હોલ (હાલ ગુજરાત વિદ્યાસભા) માં સંશોધક તરીકે જોડાયા. ૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને મુંબઈ યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત, ભારતીય સંસ્કૃતિ, ગુજરાતી, ફારસી વિષયને અનુસ્નાતક કક્ષાએ માન્યતા મળી. ૧૯૪૧માં અનુસ્નાતક કેન્દ્રના સહાયક મંત્રી તરીકે શાસ્ત્રીજીની નિમણૂંક થઈ. ૧૯૪૬માં એઓ ગુજરાતી વિષયમાં અનુસ્નાતક માન્ય અધ્યાપક તરીકે નીમાયા.
સન ૧૯૫૧માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના બધા અધ્યાપકોની અનુસ્નાતક માન્ય અધ્યાપક તરીકેની માન્યતા ચાલુ રહી. આમ પ્રો.કે.કા.શાસ્ત્રીજીએ ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રના માન્ય અધ્યાપક અને પછીથી માર્ગદર્શક તરીકે ૧૯૫૧થી છેલ્લા શ્વાસ સુધી કામગીરી બજાવી હતી.
૧૯૫૮થી ગુજરાત યુનિવર્સિટી માન્ય સંસ્થા શેઠ શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન (ભો.જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા સંચાલિત અનુસ્નાતક સંસ્થા), અમદાવાદના ગુજરાતી વિષયમાં માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ ચાલુ જ હતી. ૧૯૫૫માં ગુજરાત યુનિવર્સિટીએ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની માન્યતા આપી. એ અગાઉ એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઇ પણ માર્ગદર્શક શિક્ષક તરીકે માન્યતા આપી હતી. શ્રી શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૫ જેટલાં અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી * વરિષ્ઠ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, અમદાવાદ
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ n ૧
For Private and Personal Use Only