________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ સમીક્ષા :
મન્ત્રનાં રહસ્યો, મન્ત્રોદ્વાર અને યન્ત્રસિદ્ધિઓ, લે. ડૉ. હર્ષદેવ માધવ
આધિ, વ્યાધિ અને ઊપાધિમાં ઘેરાયેલો, કર્મબંધનથી કે કર્મજાળથી બંધાયેલો, અવિરત પણે ‘સ્વ’ની શોધ ચલાવતો માણસ ક્યાં જાય અને શું કરે ? ક્યાં મંત્રો કે ક્રિયાઓ તેણે કરવા જોઈએ ! તે કરી શકે ! આ સઘળા પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર મળે છે. ડૉ. હર્ષદેવ માધવના પુસ્તક “મન્ત્રનાં રહસ્યો, મન્ત્રોદ્વાર અને યંત્રસિદ્ધિઓ” આ પુસ્તકમાંથી. સંસ્કૃત ભાષાના કાવ્યોમાં આમૂલ પરિવર્તન લાવનાર કવિ તરીકે ડૉ. હર્ષદેવ માધવ જાણીતા છે. તેમનાં અનેક કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. સાથોસાથ તંત્રશાસ્ત્ર તેમનો પ્રિય વિષય રહ્યો છે. તંત્રશાસ્ત્રના ગાઢઅધ્યયન ના પરિપાકરૂપે આ પુસ્તક રચાયું છે એવી પ્રતિતી વાચકને વાંચતાં જ સહજ રીતે થાય છે.
જનસામાન્યને પણ તંત્રશાસનો પ્રારંભિક પરિચય થાય તે રીતે આ પુસ્તકનું વિભાગીકરણ થયું છે. પ્રથમ વિભાગનો પ્રથમ વિભાગ છે. મંત્રની ભાષા, પરિભાષા અને રહસ્યો. આ વિભાગમાં મંત્રભાષાની ઉત્પત્તિ, મંત્ર, વાણી અને ચક્રોના સમ્બન્ધ, મંત્રના વિવિધ પ્રકારો અને સંસ્કારો, કોઈપણ મંત્રના જપ પહેલાં સમજવા જેવી આવશ્યક બાબતોનો અહીં સમાવેશ થયો છે. મંત્રની વિવિધ રહસ્યમય સ્થિતિ, મંત્રના લોમ-વિલોમ, જપ, ગુરુની આવશ્યકતા અને કદાચ ગુરુ ન મળે તો શું કરવું વગેરે અનેક સૂક્ષ્મ બાબતો, અહીં દર્શાવવામાં આવી છે, જે સામાન્ય સાધક ને માર્ગદર્શક બને છે તો જિજ્ઞાસુની જ્ઞાનપિપાસાનું શમન કરે છે.
બીજો ‘‘મન્ત્રોદ્વાર’’ વિભાગ સાધક માટે ઘણા ઉપયોગી નીવડે છે. અહીં મુખ્ય અઢાર ઉપાસ્ય દેવતાના મંત્રો આપવામાં આવ્યા છે. પરંતુ અહીં લેખકનો એક સાધક તરીકેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. કારણકે જે તે દેવતાનાં વિવિધસ્વરૂપો અને તદવિષયક ઉપાસનામંત્રો પથ ત્યાં દર્શાવાયા છે. દા.તા. ગણપતિની સાધના આજના યુગમાં લોકપ્રિય બનતી જાય છે. પરંતુ ત્યાં પણ પ્રથમ મહાગણેશમંત્રથી શરૂઆત કરીને કુલ તેર ગણેશમન્ત્રો આપવામાં આવ્યા છે જેમાં અનુક્રમે મહાગણેશમંત્ર, નિધિપ્રદગણેશમંત્ર, ઉચ્છિષ્ટ ગણપતિમંત્ર, લક્ષ્મીવિનાયક મંત્ર, પ્રૈલોક્યમોહન ગણેશમંત્ર, હરિદ્વા ગણેશમંત્રનો સમાવેશ થાય છે. વિવિધ ફળપ્રાપ્તિ માટે ગણપતિના આ અલગ અલગ ઊપાસના સ્વરૂપો અને પદ્ધતિઓ છે જે ઘણી ઓછી પ્રચલિત ઊપાસના સ્વરૂપો અને પદ્ધતિઓ છે જે ઘણી ઓછી પ્રચલિત છે. વિશેષ તો કોઈ એક ગ્રંથવિશેષમાંથી મુખ્યમંડા લઈને તેનો બીજમંત્ર કેવી રીતે બન્યો છે તે લેખકે સ્કેચ દોરીને દર્શાવ્યું છે. આ રીતે પરિચય પ્રાપ્ત થવાને કારણે બીજ મંત્ર કે મહામંત્ર ? એવી ગડમથલમાંથી સાધક ઊગરી જાય છે.
ત્રીજો વિભાગ કેવળ બીજમંત્રોનો છે. તેમાં બીજમંત્રો અનેક રહસ્યો ઉદ્ઘાટિત થયાં છે. દસ મહાવિદ્યા નામક ચોખા વિભાગમાં શિવમહાપુરાણ અનુસાર દસ મહાવિદ્યાઓ અને તદ્વિષયક વિચારણા શબ્દસ્થ થયેલી છે. અહીં પણ ઉપાસ્થ દેવતાનો ઉદ્ભવ, સ્વરૂપ, સ્વરૂપભેદ, ઉપાસ્યદેવતા વિષયક વિભિન્ન મંત્રો વગેરેનું ઊંડાણભર્યું આલેખન છે.
૧૦૩, સત્ત્તમ એપા. ઠાકોરદ્વાર,
સુજાતા સોસા. સામે, રાંદેર રોડ, સુરત
વિભાગ બીજો કેટલાંક સિદ્ધયન્ત્રો, મન્ત્રો, તન્ત્ર દુર્ગાસપ્તશતી અને શ્રીસૂક્તનું તાંત્રિક અનુષ્ઠાન દર્શાવે છે. યન્ત્રો સચિત્ર હોવાથી આ વિભાગ વિશિષ્ટ અને રસપ્રદ બની રહે છે. જનસામાન્યમાં અતિપ્રિય શ્રીસૂક્ત, તેનું ફળ, શ્રીસૂક્તનો તાંત્રિક વિનિયોગ પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. ભાગ્યે જ જોવા મળે તેવા ગાયત્રીમંત્રનાં વર્ણોનું વર્ગીકરણ અને બીજનું મહત્ત્વ ઘણા વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.
આમ વાણીનાં વૈખરી, મધ્યમા કે પશ્યન્તીના કાર્યો મંત્ર વડે શિવ અને શક્તિના કૃપાપાત્ર બને તે માટેનું શ્રેષ્ઠ જપવિધાન અત્રે પ્રગટ થાય છે. લેખકની ભાષાકીય સરળતા અને ક્રમશઃ વિગતો રજૂ કરવાની પદ્ધતિ આ ગહન વિષયને પણ રુચિકર બનાવે છે.
ડૉ. રીતા એચ. ત્રિવેદી
પથિક = ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ° ૪૮
For Private and Personal Use Only