________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના બદલાતા ભૌગોલિક સીમાડાઓ
ડૉ. પ્રફુલ્લા સી. બ્રહ્મભટ્ટ
‘ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની ‘સમુજ્જવલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતના મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયા હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલા પોતાના મૂળિયા થકી પોષણ મેળવે છે, તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્કૃતિક પરંપરા માટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યક્તિત્ત્વ આવી પરંપરાથી ઘડાય છે, વિકસે છે. કોઈપણ મનુષ્યનો ચહેરો-મહોરો, તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની-મોટી ખાસિયતો આ બધું આકસ્મિક હોતું નથી; તે એક સુદીર્ધ, સાતત્યપૂર્ણ અને સાંસ્કૃતિક પંરપરાની નીપજરૂપ હોય છે. બદલાતી જતી ભૌગોલિક સીમાઓમાં ગુજરાતની સંસ્કૃતિ જુના-નવાનો સુભગ સમન્વય કરતી વિકસી છે.
ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાત ભારતના નક્શામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તે ભારતના પશ્ચિમ કિનારે ૨૦–૦૧૦ થી ૨૪-૦૭° ઉ.અ. અને ૬૭-૦૪ થી ૭૪-૦૪ પૂ.રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ ૦૧, ૯૬,૦૨૪ ચો. કિ.મી છે. ગુજરાતના ૨૫ જિલ્લાઓ પૈકી ૧૨ જિલ્લાઓ સાગર કિનારો ધરાવે છે. કર્કવૃત્ત ગુજરાતના આશરે મધ્યભાગમાં પસાર થાય છે. તેના ભૌગોલિક સીમાડાઓની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર છે, વાયવ્યે કચ્છનો અખાત છે, ઉત્તરમાં નાનું રણ અને મારવાડનો વેરાન પ્રદેશ છે, અને ઇશાનમાં આબુ છે. તેની પૂર્વ દિશામાં વાંસવાડા, ખાનદેશ, અલીરાજપુર, ઝાબુઆ, અને સહાદ્રિ ગિરિમાળા છે. દક્ષિણમાં ફરીથી ઊંચો ઢોળાવ શરૂ થાય છે. અને સાતપૂડાના ડુંગરોની મુખ્ય હારમાળાની ઓત્તરાદી ડુંગરીઓનો ખરબચડો પ્રદેશ આવેલો છે.
ગુજરાતમાં પ્રાગ્ ઐતિહાસિક શોધ પહેલ-વહેલી ઈ.સ. ૧૮૯૩ માં થઈ, જેના અવશેષો રોબર્ટ બ્રુસ ફ્રુટ નામના ભૂસ્તરશાસ્ત્રીએ પ્રાપ્ત કર્યા હતા. જે સાબરમતીના પટમાંથી વિજાપુર તાલુકાના સાડોલિયા અને પેઢામલી પાસેથી મળ્યા હતા. ત્યારબાદ મહી, ઓરસંગ, નર્મદા, કરજણ નદીઓ અને આહવા સમીપે એક નાળામાંથી આ સંસ્કૃતિના એંધાણરૂપ પાષાણના હથિયારો મળ્યા છે. આમ પ્રાગ ઐતિહાસિક યુગમાં ગુજરાતમાં માનવ જીવનનો વિકાસ થયો હતો.
આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના (સિંધુખીણની સંસ્કૃતિ) અવશેષો પણ ગુજરાતમાં મળી આવ્યા છે. જેમાં રંગપુર, સોમનાથ, લોથલ, આમરા-લાખાબાવળ, રોજડી, આટકોટ, દડ અને પીઠડિયાનો સમાવેશ થાય છે. આમ, સિંધુ સભ્યતાના ઉપલબ્ધ અવશેષો, મુદ્રાઓ, નિઃશંકપણે પુરવાર કરે છે કે આ સમાજ અક્ષરજ્ઞાન ધરાવતો હતો, પરંતુ જયાં સુધી આ મુદ્રાઓનું વાંચન સિદ્ધ ન થાય ત્યાં સુધી સિંધુ સભ્યતાને “આઘ ઇતિહાસ'’ માં રાખવી પડશે.' આમ, આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાતમાં પણ સાંસ્કૃતિક વિકાસ થયો હતો. પૌરાણિક સંદર્ભમાં ગુજરાત :
પ્રાચીન કાળમાં સમગ્ર ગુજરાત ભૌગોલિક દૃષ્ટિએ એક નામથી ઓળખાતું નહોતું. ‘આનર્ત’, ‘સૌરાષ્ટ્ર' + ગુજરાત ઇતિહાસ પરિષદના ૨૨મું અધિવેશન, હૈદરાબાદ, તા. ૨૫-૨૭ ડિસે. ૨૦૦૨માં રજૂ કરેલ શોધપત્ર.
* આદિવાસી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કૉલેજ, સંતરામપુર, જિ. પંચમહાલ
પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ _B_૪
•
For Private and Personal Use Only