________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધ સંસ્થાઓ તરફથી સન્માનપત્રો અને અનેક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
એઓ ખૂબ નમ્ર, સરળ, નિર્વ્યસની, સંયમી તેમ જ ધર્મભીરુ મહામાનવ હતા. સ્વબળે જ નાનામાંથી મોટા બન્યા હતા. ૧૦૦ વર્ષની વય વટાવ્યું પણ એક યુવાનને છાજે તેવો જુસ્સો ધરાવતા હતા. એઓ અનેક સામાજિક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક ટ્રસ્ટો સાથે સંકળાયેલા હતા અને એ સૌમાં કાર્યશીલ હતા.
સ્વ. કે.કા.શાસ્ત્રીજી સમાજના વિભિન્ન વર્ગોમાં અનેક રીતે આદરપાત્ર બન્યા હતા, ક્યાંક ભાષાવિદ્, ઇતિહાસકાર, લેખક, કવિ, સંશોધક, વૈયાકરણી તરીકે, ક્યાંક ગુરુ તરીકે, ક્યાંક વત્સલ વડીલ તરીકે પણ આ બધાનો સરવાળો ત્યાં છે, સિદ્ધિમાં- એક આદર્શ અધ્યાપક તરીકેની એમની સિદ્ધિમાં.
શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષક-અધ્યાપક તરીકે એમની સેવાઓની ગણતરી કરવામાં આવે તો ચંદવાણા બોડીવાવમાં શિક્ષક તરીકે ૧ વર્ષ, માંગરોળની પાઠશાળા અને હાઈસ્કૂલનાં ૧૧-૧૨ વર્ષ એમ કુલ ૧૩ વર્ષ. અમદાવાદમાં ૧૯૩૯થી ૧૯૯૦ સુધીના આશરે ૫રવર્ષ. એમણે આમ સરવાળે ૬૫ વર્ષ જેટલું લાંબુ જીવન શિક્ષણક્ષેત્રે
જો કે ભો.જે. વિદ્યાભવનમાં એઓ ૧૯૫૮થી છેલ્લા શ્વાસ તા. ૯-૯-૨૦૦૬ સધી - ૪૮ વર્ષ મનાઈ અધ્યાપક તરીકેની સેવામાં હતા. આમ સમગ્ર જીવનપર્યત શિક્ષણ જગતમાં ૮૧ વર્ષ જેટલી એમની શિક્ષકઅધ્યાપક તરીકેની કારકિર્દી અનન્ય કોટિની ગણી શકાય.
પૂ. શાસ્ત્રીજીને કૉલેજકાળ (૧૯૭૬) થી જાણ્યા. ૧૯૮૪માં ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો. બસ, ત્યારથી સ્પર્શમણિ અનેકવિધ વિષયોમાં એમનું ખેડાણ પ્રેરણારૂપ બની રહ્યું. અવારનવાર વિષયગત ચર્ચાઓ અને સંશોધનકાર્યમાં એમનું માર્ગદર્શન મળતું રહ્યું. સંશોધનક્ષેત્રે સંસ્થાગત કે વ્યક્તિગત કામગીરીની ફળશ્રુતિરૂપ ગ્રંથ પ્રકાશનમાં “આમુખ પૂ. શાસ્ત્રીજીનું હોય છે. જે દ્વારા મારા સંશોધનના મૂલ્યાંકનનો મોકો મળતો. એમના તરફથી હંમેશા પ્રેમ, હૂંફ અને પ્રોત્સાહન મળ્યા છે. સાથે મારા કુટુંબના સભ્યોને પણ એટલી જે નિકટતા અને સમભાવ મળતાં રહ્યાં.
પથિક • ત્રમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ u ૩
For Private and Personal Use Only