________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેતપુર) તાલુકાનાં પુરાણપ્રસિદ્ધ વીરપુર ગામમાં આવેલી પુરાણપ્રસિદ્ધ અને ગુજરાત સરકારે જેને સુરક્ષિત પુરાતત્ત્વીય સ્મારક તરીકે જાહેર કરેલી છે. એવી મીનળવાવનાં જતન માટે અહિંનાં પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષીએ તા. ૪-૭-૯૨ નાં રોજ સંયુક્ત માહિતી નિયામકશ્રીને દશ મુદ્દાઓ વાળું આવેદનપત્ર રૂબરૂ આપેલ. જે તા. ૧૫૭-૯૨ નાં રોજ નંબર ૪૮૨૭ થી રાજકોટની પશ્ચિમ વર્તુળ વિભાગની પુરાતત્ત્વ અધિક્ષકની કચેરીએ પત્ર નં. ૧૩૦૨થી સરકારશ્રીને મીનળવાવનાં જતન માટે રૂા. ૧૦,૦૦૦ ની રકમ ફાળવી હોવાનું જણાવેલા ત્યારબાદ ૧૬-૬-૯૫નાં રોજ ત્રણ વરસ સુધી આ નાણાકિય જોગવાઈનો કોઈ ઉપયોગ ન થતાં કે મીનળ વાવની સુરક્ષા પ્રશ્ને પુરાતત્ત્વ ખાતું નિષ્ક્રીય રહેતાં ૧૧-૬-૯૫ નાં રોજ નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળાને પત્ર લખ્યો અને ૧૬૬-૯૫ નાં રોજ યુ.પી.સી. થી પુરાતત્ત્વખાતાને પત્ર મોકલ્યો.
શ્રી જોષીને નાણામંત્રીશ્રીનાં ૨૮-૭-૯પનાં પત્ર નં. ૩૧૩ થી જણાવાયેલ કે યોગ્ય કરવા માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંત્રીશ્રી ઉમેશભાઈ રાજ્યગુસને પત્ર મોકલાયેલ છે. આમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ૨૫-૧૧-૯૫ નાં રોજ વીરપુર મુકામે માર્ગ મકાન મંત્રી શ્રી સવજીભાઈ કોરાટ સમક્ષ સ્થળ પર નિકાલ માટે આ પ્રશ્ન મુકાયો-પુરાતત્ત્વ ખાતાને બહુ કામ રહેતું હોઈ પહોંચી શકાતું નથી. ગોંડલપાસેનાં રોઝડીની ઉત્ખન્ન પ્રવૃત્તિનાં જોગની પણ આવી જ વિલંબિત રખાવટ હોવાનીં ત્યાંના લોકોની માંગણી છે.
ફેબ્રુઆરી ૯૬માં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરનાં ઐતિહાસિક દીવાલ તોડી પાડવાની કાર્યવાહી સામે ગુજરાત હાઇકોર્ટનાં કાર્યકારી ના. મુખ્ય ન્યાયમૂર્તિશ્રી આર.એ.મહેતા અને ના. ન્યાયમૂર્તિશ્રી એમ.એસ.શાહની ડિવિઝન બેન્ચે રાજ્યસરકારનાં પુરાતત્ત્વખાતાનાં નિયામક તેમજ માંડવી નગરપાલિકા સામે નોટિસ કાઢીને મનાઈ હુકમ આપેલો. ત્યારે હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત થયેલ રે “ભારતનાં રાજ્ય બંધારણની કલમ ૨૧ હેઠળ ભારતનાં નાગરિકોને તેમનો ઐતિહાસિક વારસો જાળવી રાખવાનો હક્ક છે.
*(
૮-૮-૯૫ નાં લોકસત્તાનાં અગ્રલેખમાં તસ્વીર સાથે ઉપર શીર્ષક હતું. “ રક્ષિત સ્મારકોઃ” ખંડહૂર બના
રહા હૈ.
‘‘ઇમારત હિતની બુલન્દથી.' આ તંત્રીલેખનો અગત્યનો મુદ્દો તપાસી એ “જો સાંસ્કૃતિક વારસાને વર્તમાનની પ્રેરણા ભૂમિ બનાવતી હોય તો આ (ઇતિહાસકારો અને પુરાવિદોની) ગોષ્ઠિ પાશેરામાં પહેલી પૂણી છે. જે ૩૦૩ રક્ષિત સ્મારકોની યાદી છે તે પહેલાં ૧૯૭૮ માં પ્રકાશિત થઈ હતી. પણ ચૌદ વર્ષ ઊંધમાં ચાલ્યા ગયા અને ૧૯૯૩માં પ્રકાશિત થઈ તેમાં પણ ૧૯૯૨ સુધીની યાદી જ છે. આ યાદી ખાલી નામવિલાસથી ખાસ કોઈ માહિતી આપતી નથી. એટલે બી ચારો અભ્યાસ ઇચ્છુક તેને લઈને પણ શું કરે ?” શ્રી ઉમેશરાજ્યગુરુને આ અગ્રલેખમાં અધિક ઉત્સાહી ગણાવાયા છે !! શ્રી રાજ્યગુરુએ રક્ષિત સ્મારકોની જાળવણી માટે પાંચ ઝોનલ સમિતિઓની રચના કરવાની જાહેરાત કરેલી. ૩૩૦ રક્ષિત સ્મારકોમાંથી માત્ર જૂનાગઢ જિલ્લામાં જ ૧૦૩ સ્મારકો હોવાથી તેને અલગ વર્તુળ આપવાની રાજ્યસરકારની વિચારણા હોવાનું જણાવાયેલ . 'પથિક' નાં પૂર્વતંત્રી મા. શ્રી.કે.કા.શાહ અને વર્તમાનતંત્રી મા.શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, વીરબાઈના મહિલા કોલેજનાં પૂર્વ પ્રાચાર્યા ડૉ. પ્રિયબાળાબેન શાહ અને આજ કોલેજનાં ભારતીય સંસ્કૃતિ વિભાગનાં અધ્યક્ષા ડૉ. હસુતા સેદાણી, વિષ્ણુભાઈ પંડ્યા જેવા ધૂરંધરો ઉપસ્થિત હતાં. પછી પછી શું થયું તેનો અહેવાલ જાણવા નથી મળ્યો. ૧૩૬-૯૫ની વીરપુરની જાહેર સભામાં આ લખનારે જ્યારે મીનળવાવની જાળવણીનો પ્રશ્ન છેડ્યો ત્યારે શ્રી નરહરિભાઈ અમીને સામેથી ‘રજૂઆત પત્ર’ આપવાનું જણાવતાં ત્યાં શ્રી જલારામજી વિદ્યાલયમાં રૂબરૂ સ્થળ પર જ પત્ર આપેલો જ નિતર જ રહ્યો. ૨૪-૨-૯૬ નાં શ્રી મહેસૂલમંત્રીશ્રી અશોકભાઈ ભટ્ટનાં લોકદરબારમાં
પથિક ♦ ત્રૈમાસિક જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ B ૪૬
For Private and Personal Use Only