SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભારતીય દંતકથા વિજ્ઞાનમાં કેટલીક દેવીઓ અને તેનું શિલ્પાંકન Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. અન્નપૂર્ણાબહેન શાહ* માનવીની અવધારણાઓ કે પરિકલ્પનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એ દંતકથા વિજ્ઞાન તરીકે ઓળખાય છે. આ દંતકથાઓ માનવજીવનનાં મહત્ત્વનાં અંગો છે. તેથી તેમાં અભ્યાસમાંથી જે તે દેશની સંસ્કૃતિ, સમાજ, ધર્મ, ભૌગોલિકતા વગેરે વ્યક્ત થાય છે. આ દંતકથાઓના ઐતિહાસિક પ્રમાણો મળતા નથી પણ જે તે સંસ્કૃતિનું કંઈક ‘સત્ય’ તેમાંથી ચોક્કસ વ્યક્ત થાય છે. જે પેઢી દર પેઢી જોઈ શકાય છે. તેથી જ તેનું મહત્ત્વ પણ છે. ભારતીય દંતકથા વિજ્ઞાનને ઘડવામાં પ્રકૃતિ, ધર્મ, તત્ત્વજ્ઞાન, આચારનાં નિયમોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભારતીય ધર્મ અનેક દેવો અને તેની શક્તિઓની પરિકલ્પનાઓથી સભર છે. પ્રત્યેક ભારતીયને વિશ્વાસ છે કે ઈશ્વર પાસે રહેલી આ અદ્ભુત તાકાત અને શક્તિઓ વડે જ સૃષ્ટિનું સર્જન, પોષણ અને વિસર્જન થયું છે સામાન્ય માણસ આવી અદ્ભુત શક્તિઓને વિવિધ ઇચ્છાઓની પૂર્તિ માટે પૂજે છે. દંતકથા વિજ્ઞાન મુખ્યત્વે આવી શક્તિઓની પરિકલ્પનાઓમાંથી જ ઉદ્ભવે છે. ભારતીય દંતકથા વિજ્ઞાન સૌથી પ્રાચીન છે. તેનો અભ્યાસ લગભઘ ૫૦૦૦ વર્ષ જેટલો જૂનો છે. આ દંતકથા વિજ્ઞાનને નિશ્ચિત ઘટનાક્રમ છે. આમ જોઈએ તો હિંદુ ધર્મ તેનાં કેન્દ્રમાં છે પણ સાથે સાથે ભારતમાં વિકસેલા બૌદ્ધ, જૈન, ઇસ્લામ, શિખ, ખ્રિસ્તી વગેરે ધર્મોથી પણ તે સમૃદ્ધ છે. ભારતનાં સમૃદ્ધ ગ્રામ જીવનનો પણ તેને વિકસાવવામાં મહત્ત્વનો ફાળો છે. સિંધુ સંસ્કૃતિમાંથી આ વિજ્ઞાનનાં પ્રમાણ મળે છે. આ સંસ્કૃતિ મૂળભૂત રીતે શહેરી સંસ્કૃતિ હતી. અહીં, યોગી, સ્રીયો અને યોનિની પૂજા પ્રચલિત હતી. અહીંથી પ્રાપ્ત દેવી શિલ્પો નવજીવન ધારીણી રૂપે પૂજાતા હશે. અથવા વનસ્પતિ અને પશુપાલન સાથે જોડાયેલા હશે. વેદોનો સમય દેવી શક્તિઓની અનુભૂતિનો મનાય છે. ઋગ્વેદમાંથી હિંદુધર્મની તાત્ત્વિક, ધાર્મિક વિચારધારા તેમ જ દંતકથાઓનાં મૂળ આધારો જોવા મળે છે. વેદોની દૈવી શક્તિઓમાં પૃથ્વી, આકાશ, અદિતિ, અગ્નિ સૂર્ય, ચંદ્ર, તારા અને પ્રકૃતિનાં વિવિધ રૂપોનું વર્ણન છે. વૈદિક દંત કથા વિજ્ઞાનધર્મના ઇતિહાસના અભ્યાસ સંદર્ભે અગત્યનું સ્થાન ધરાવે છે જે પરિક્પનાઓનાં મૂળ સુધી લઈ જાય છે. રામાયણ અને મહાભારત અનુક્રમે નીતિશાસ્ત્ર અને જીવનશાસ્ત્ર રૂપે વિકસ્યા છે. તેઓ દ્વારા થયેલા કાર્યો સાથે માનવજીવન સહજ રીતે જોડાઈ ગયું છે. રામ અને કૃષ્ણ સાથે, વિલ્લુનાં અવતારો સાથે અનેક કથાઓ આવી. તેઓનાં જીવન દ્વારા ધર્મ અને સંસ્કૃતિનો મહિમા સ્થપાયો. તેઓ સાથે કર્મ અને ભક્તિ વગેરેની સમજ માનવજીવનમાં આવી આમ રામ અને કૃષ્ણ સાથે દંતકથા વિજ્ઞાન જોડાઈ ગયું. * દંતકથા વિજ્ઞાનની પરિપક્વતા પુરાણોમાં જોવા મળે છે. પુરાણોમાં પ્રાચીન સમયની યશકથાઓ જેમાં વિવિધ દેવી દેવતાઓની શક્તિઓ અને તેનું મહત્ત્વ તેમ જ સફળતાઓનો મહિમા સ્થાપવામાં આવ્યો છે. પુરાણોની દૈવી શક્તિઓનાં સંદેશાને ધર્મ આજ્ઞાઓ માનવામાં આવે છે. મુખ્ય ૧૮ પુરાણ છે અને તેનાં આનુષંગિક મહાભારત ૧૮ પુરાણ છે. ભારતીય દંતકથા વિજ્ઞાનનો અભ્યાસ પુરાણો વગર અધૂરો છે. ભારતીય મૂર્તિકલાનાં વિકાસમાં પુરાણોનો સૌથી મોટો ફાળો છે. પ્રાધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, કાલાવાડ રોડ, રાજકોટ પથિક ત્રૈમાસિક જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૨૩ - For Private and Personal Use Only
SR No.535541
Book TitlePathik 2006 Vol 46 Ank 01 02 03
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2006
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy