Book Title: Jain Adarsh Prasango Part 02
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005426/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ NUOTA ପୁଅ જૈત આદર્શ પ્રસંગો (1) ભાગ - ૨ પંન્યાસ ભદ્રેશ્વરવિજય Can Luncation international For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો” પુસ્તક વિષે કેટલાક અભિપ્રાય) 'પ.પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ. :... નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.. આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે,...” મુનિ શ્રી જયપદ્રવિજયજી : “અનંત કાળે મળેલ માનવ ભવમાં શ્રેષ્ઠ કમાણી કેવી રીતે થાય ? આટલા અલ્પ આયુષ્યમાં અનંતા કર્મોનો નાશ કેવી રીતે કરવો ? આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ સુંદર જૈન આદર્શ પ્રસંગોના ૩ ભાગ આપશ્રીએ મહેનત કરીને જૈનો તથા સર્વ સમક્ષ મૂક્યા તે વાંચવાથી જ મળી જાય છે. આપશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય છે...' (મુનિ શ્રી યુગદર્શનવિજયજી : “જૈન આદર્શ પ્રસંગો પુસ્તક ખૂબ વાંચવા જેવા છે. પહેલો પ્રસંગ વાંચ્યા પછી પુસ્તક પુરું ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. સારા શ્રાવકોની અનુમોદના આ રીતે આ પુસ્તક વાંચનારા ઘણાં બધાં કરતાં હશે અને ઉત્તમ મનોરથો સેવતા થઈ ગયાં હશે તે બધા જ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી આપશ્રી બન્યા છો. આ ચોપડી મેં જ્યારે જ્યારે વાંચી ત્યારે ત્યારે લગભગ તે પૂરી કરીને જ ઊભો થયો છું. આવો અનુભવ અનેક વાચકોને થયો હશે. વિશેષમાં પ્રત્યેક પ્રસંગે તમે જે વત્તી ઓછી પ્રેરણા કરો છો તે તો ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. તેનાથી તો ઊંઘતો પણ જાગી જાય...' 'ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ ઃ પાંચકુવા કાપડ મહાજન : “અત્યારે બેંગલોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું. પ્રાતઃ કાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આહલાદક બની ગયું છે. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જેન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” આવા પ્રશંસાસૂચક અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ********** ૐ હ્રીં શ્રી અાઁ નમોનમઃ * પ્રેમ-રામચંદ્ર-ભુવનભાનુ-જયઘોષસૂરિભ્યો નમઃ * * * જૈન આદર્શ પ્રસંગો (જૈનોનો શ્રેષ્ઠ સત્ય દ્રષ્ટાંતસંગ્રહ) ભાગ - ૨ www : લેખક : પંન્યાસ ભદ્રેશ્વરવિજ! મહારાજ : સંપાદક : મુનિરાજ શ્રી સંયમબોધિવિજય મહારાજ : સહાયકર્તા : મુનિરાજ યોગીરત્નવિજય : સુકૃતના સહભાગી : કાન્તાબેન ચંદુલાલ પોપટલાલ ગજરાવાલા મહાજનવાડી, માંડવીની પોળ, અમદાવાદ-૧. ********** For Personal & Private Use Only ED Page #4 -------------------------------------------------------------------------- ________________ (આવૃત્તિ ૧થી ૫ ર૦૫૧ અ.સુદથી ૨૦૫૪ પર્યુષણા સુધી નકલ - ૧૧૨૦૦ આવૃત્તિ છઠ્ઠી : ર૦૫૫ પર્યુષણ પર્વાધિરાજ તા. ૭-૯-૯૯ નકલ - પ૦૦૦ (કિંમત : પાંચ ભાગ : રૂા. ૨૦ ભાગ-૧ રૂા. ૫ ૧૦૦ નકલ લેનારને સૌજન્યદાતાઓ તરફથી આ સુંદર પુસ્તકના પ્રચારાર્થે દરેક ભાગ માત્ર રૂા. ૨- ની નજીવી કિંમતે મળશે. 'કન્સેશનથી પ્રાપ્તિસ્થાન અને સંપર્ક : અમદાવાદ : - ૧. રસિકલાલ રતિલાલ શાહ(તનમનવાળા) : એલ. કે. ટ્રસ્ટ બીલ્ડીંગ, (પાંચકુવા, બરોડા બેંકની સામે, અમદાવાદ - ૩૮૦૦૦૨ ને. ૩૩૮૨૪૪, ૩૩૬પ૨૫, R : ૬૬૩૫૦૧૩, ૬૬૩૫૭૧૫ ૨. નિરંજનભાઈ, દિનેશ : ૧૧, ૧૨, ભૂમિ એપાર્ટમેન્ટ, ત્રીજોમાળ, ૩૩ આનંદનગર, ભા. પો. ઓ. પાસે, પાલડી-૭. © ૬૬૩૮૧૨૭ નીચેના ફોનથી સંપર્ક કરી નીચેના સ્થળોથી ૨-૪ દિવસમાં મેળવો :,,,,.જીતેન્દ્રભાઈ : O ૬૬૦૫૩૫ર આંબાવા: રાજેશભાઈ: ૬૬૦૯૦૬૮ 'કિન્નરભાઈ : O ૬૬૩૦૧૬૭, શાંતિનગર : રોહિતભાઈ : O ૭૫૫૧૭૭૨, લક્ષમીવર્ધક: મહેશભાઈ : 0 ૬૬૪૧૧૦૬, શાહપુર : રજનીભાઈ: O ૫૫૦૫૭૮૫ મહાલક્ષ્મી : પરેશભાઈ : O ૬૬૩૮૭૭પ, પછીયાપોળ: જે કીલભાઈ : ૬૬૩૭૯૩૯ મુંબઈ : પુસ્તક પ્રાપ્તિ સ્થાન નીલેશભાઈ : ૮/ર, જવાહરનગર, ગોરેગાવ (વેસ્ટ) ૦ ૮૭ર૭૪૪૮ અશ્વિનભાઈ : ૫, મહાવીરનગર, બોરીવલી (વેસ્ટ) © ૮૯૮૪૧૬૬ અરવિંદભાઈ : ૮૯, શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨ ૩૪૨૬૮૮૩ અપૂર્વભાઈ : ૧૧૩, લાઈટ ટ્રેડર્સ, લુહાર ચાલ છે ૨૦૬૦૨૦૫ વડોદરા: જે.મુ.જેને દહેરાસર, કારેલીબાગ,વડોદરા ) P. P. ૪૨૨૬૫૯ : સૌજન્ય : (૧) અશ્વેિનભાઈ ગીરધરલાલ સંઘવી (૨) વિનુભાઈ મગનલાલ શાહ (૩) પન્નાલાલ અમૃતલાલ શાહ (૪) હેમલતાબહેન દિલીપભાઈ શાહ (૫) વિમળાબહેન અંબાલાલ શાહ (૮૬,૭૦૦ નકલ બધા ભાગની થઈ પ્રકાશિત થયેલ છે. મુદ્રક : નિકુંજ શાહ નવનીત પ્રીન્ટર્સ ર૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ-૧. ફોન : ૫૬૨ ૫૩૨૬, પેજર : ૯૬૩૨-૪૪૨૨૩૪ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ * આદર્શ પ્રસંગો - ભાગ ૨ એના ઓરડેથી આ લઘુપુસ્તિકામાં વર્તમાન સદીની જૈન ધર્મસાધકોની આરાધનાની સત્યઘટનાઓ રજૂકરૂં છું. આરાધકો રૂપી તેજસ્વી તારલાઆકલિકાળમાં પણ જિનશાસનરૂપી ગગનમાં ઝગમગે છે!આ પુસ્તિકાના પ્રથમ ભાગને મારી ધારણા કરતાં અનેક ગણો આવકાર મળ્યો છે. છ માસમાં ત્રણ આવૃત્તિ બહાર પડી. પહેલો ભાગ વાંચનારા ઘણાંને ગમ્યો એવું વાંચનારા કેટલાકે કહ્યું. કેટલાકે આવા ઘણા ભાગ બહાર પાડવાની વિનંતી કરી. ઘણાંને લાભ થવાથી આ બીજો ભાગ આરાધના પ્રેમીઓ સમક્ષ પ્રગટ કરું છું. પ.પૂ.પં.મ. શ્રી મુનિચંદ્રવિજય મ.સા., પ.પૂ.પં.મ.શ્રી રત્નસુંદરવિજયજી ગણિવર, ગણિવર શ્રી ભુવનસુંદરવિજયજી, ગણિવર શ્રી ગુણસુંદર વિજયજી, મુનિશ્રી ધર્મપ્રભ વિજયજી, મુનિરાજ શ્રી અક્ષયબોધિવિજયજી, મુનિરાજ શ્રી મહાબોધિવિજયજી, મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી, મુનિરાજશ્રી કુલભાનવિજયજી આદિ અનેક સાધુ અને શ્રાવકો પાસેથી મળેલા પ્રેરક પ્રસંગો બદલ તેઓનો આભારી છું પ્રથમ ભાગની પ્રસ્તાવના આ ભાગવાંચતા પૂર્વે વાંચી લેવા જેવી છે. બીજો ભાગ વાંચી પહેલો ભાગ મેળવવા ઈચ્છનારાઓને પ્રાપ્તિસ્થાનોથી મળી શકશે. મારી દીક્ષાને પચીસ વર્ષ પૂરા થતાં સંસારી સગા-સ્નેહીઓને થોડો ઘણો લાભ થાય તે માટે કંઈક લખવું એ વિચાર આવવાથી જ આવા પ્રેરક પ્રસંગોનો પ્રથમ ભાગ લખ્યો. મારી આમહેનત કેટલી સફળ થઈ તે ખ્યાલ આવે તે માટે તમે આ પ્રસંગો વાંચી આરાધના કેટલીવધારી, પુસ્તકથી શા લાભ થયા એ મને જણાવશો? કેટલાકે પુસ્તક વધુ મોટું બનાવો એવી વિનંતી કરેલી. છતાં ઘણાખરા વાંચકોથી જાણ્યું કે આ નાની પુસ્તિકા છે તેથી અમે જલ્દી ને તરત વાંચી. એવા અભિપ્રાયોને ધ્યાનમાં રાખી આ પુસ્તિકા પણ નાની જ બનાવરાવી છે. સાધુ મહાત્માઓની પણ અજબગજબ આરાધના આ કાળમાં પણ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઘણી જાણવા મળે છે. પણ આ પુસ્તિકામાં લગભગ શ્રાવકોની વિશિષ્ટ આરાધનાના પ્રસંગો લીધા છે. થોડા જૈનેતરોના તથા સંસ્કૃતિના પ્રેરક પ્રસંગો પણ લીધા છે. ઉદારતાથી મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજીએ સંપાદન કરી આપ્યું તેમનો ખૂબ આભાર. આજે ચારેબાજુના ભયંકરવાતાવરણમાં આરાધના ખૂબ મુશ્કેલ બની છે. તેથી આત્મ હિતેચ્છુઓ માટે એ અતિ આવશ્યક છે કે કદાચ આરાધના ઓછી થાય તો પણ આરાધકોની આરાધના આવા પુસ્તકોથી અવશ્ય જાણવી, તેને વારંવાર યાદ કરવી, તેની ભાવથી અનુમોદના કરવી, જેને કારણે સદ્ગતિ ને આત્મહિત શકય બને. પ્રાંતે આરાધનાને અનુમોદનાથી શીઘશિવસુખના સ્વામી બનો એ જ એકની એક શુભાભિલાષા ' ઓપેરા, અમદાવાદ - પંન્યાસ. ભદ્રેશ્વરવિજયજી અ.સુ.વિ.સં. ૨૦૧૧ જેન આદર પ્રસંગો ભાગ પ્રથમ માટે પ.પૂ.આ.મ. શ્રી વિ. રત્નસુંદરસૂરિશ્રી મ. નો અભિપ્રાય "....નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબનરૂપ બને તેવો પણ છે." For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પાના નં. - - ..... ......... 0 ........ ....... જ દ ........ ) ( ૧ અનુક્રમણિકા પ્રસંગ નં. વિષય ૧. ધર્મપ્રભાવે રોગ ગાયબ. ૨. દલીચંદભાઈનો વિશ્વવિક્રમ .... ૩. પ્રવચનથી પુનિત પંથે. ૪. ધર્મવૃઢ સુશ્રાવિકા.... ૫. નવકાર-પ્રતાપે મોતથી બચાવ... ૬. સાધુ જેવા સુશ્રાવક.. ૭. મહાવૈરાગી યુવતિ..... ૮. વિશિષ્ટ સાધર્મિક ભક્તિ... ૯. શ્રી હસ્તગિરિજી તીર્થ .. ૧૦. સિદ્ધગિરિથી પોપટ માનવ... ૧૧. ચમત્કાર થાય છે !.. ૧૨. ધર્મીનું રક્ષણ... ૧૩. તપ ........................... ૧૪. અનેકવિધ તપ.. ૧૫. પુત્રવધૂઓ કે પુત્રીઓ? ... ૧૬. પ્રશંસનીય મૃત્યુ .. ૧૭. જીવદયાપ્રેમી ............. ૧૮. સેવ (Save) શ્રાવકપણું ... ૧૯. ચોવિહારે મરતાં બચાવ્યો! ૨૦. સ્વપ્નમાં દાદા. ૨૧. પ્રભુની ભક્તિ ૨૨. અલબેલો સંઘ ૨૩. ભક્તામર આરાધો. ૐ ......... 2 2 છે ................. તે ...... છે ............. જૈ જૈ ............ ................... હૈ .........••••• છે. છે .............. ............ ............... & For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ • .............. .......... .............. ............. પ્રસંગ નં. વિષય પાના નં. ૨૪. ધર્મમાં અંતરાય...... ૨૫. ધંધામાં ધર્મબુદ્ધિ. ૨૬. અદ્દભુત જીવપ્રેમ.. ••••••••••• ૨૭. રાત્રે પાણી ન પીવાય. ............. ૨૮. દીક્ષા પ્રસંગે વ્રત-નિયમો.. ૨૯. માસક્ષમણ -પ્રભાવે અલ્સરનો નાશ ૩૦. આયંબિલથી મૃત્યુ પર વિજય . ૩૧. ધર્મની નિંદાનું ઇન્સ્ટન્ટ ફળ.................. ૩૨. ગીરધરનગરની અફલાતુન ભક્તિ.. ૩૩. ટી.વી.ના ભયંકર નુકશાન................. ૩૪. શુભ ભાવની તાકાત જબ્બર .. ૩૫. કામમાં રેડી, નામનાથી રડે!... ૩૬. શાસનરાગી સુશ્રાવક ૩૭. અજેન પણ જેન આચારમાં અડગ ૩૮. બાળકોના દેવદૂતો... ........ ૩૯. આદર્શપુત્ર ........ ૪૦. જૈન મમ્મી પપ્પા બનવું છે?” ૪૧. કાંતિભાઈની ગુરુભક્તિ........ ૪૨. ધનની સફળતા. ............. ............ ૪૩. ધન્ય ધર્મભાવના ... ૪૪. જાપનો પ્રભાવ ..... ........ ૫. મંત્રની જેમ મહાપ્રભાવી વાત્સલ્ય ગુણ.................... ૪૬. જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી ૪૭. દેવ છે? (અજેન પ્રસંગ)....... ૪૮. જિનાજ્ઞાપાલક બનો . .............. ૪૯. અજબ ગજબ આરાધના . ............. ........ . • ............ * ૫ પ્રભાવ••••••••••••••••••••••••••••••••••••••• ............. ... For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ' : ૧. હમપ્રભાવે રોગ ગાયબ : ઈરલાના વિનોદભાઈને દેહમાં ગાંઠ થઈ નિદાન કરાવી જરૂરી લાગતાં ઓપરેશન કરાવવું પડયું. ફરી ગાંઠ નીકળી. ડૉકટરે બીજીવાર ઓપરેશનની સલાહ આપી. ન છૂટકે કરાવ્યું. થોડા સમય બાદ ફરી પાછી ગાંઠ થઈ. ડૉકટરની ઓપરેશનની સલાહ સાંભળી ધર્મપ્રેમી એ જૈન સુશ્રાવકે વિચાર્યું કે પુણ્યથી મળેલી લક્ષ્મી વેડફવા કરતાં પ્રભુ શરણે જઉં! લાખોપતિ એ શ્રદ્ધાળુએ પ્રભુ દેરે ઘણા રૂપીયા રોકડા મૂકી પ્રાર્થના કરી કે હવે તો તારા જ શરણે આવી ગયો છું. ડોકટરોને મારે હવે રૂપિયા નથી દેવા. ઓપરેશન ખર્ચ તારે ચરણે ધરી પ્રાર્થના કરું છું કે હવે તો આ ગાંઠ તું જ મટાડ. નહીં મટે તો પણ હવે તો ઓપરેશન કરાવવું નથી. ગાંઠ મટી ગઈ! ૪ વર્ષ થયા. હવે એ ગાંઠ આ ધર્માત્માને ત્યાં આવવાની હિંમત પણ કરી શકતી નથી. આવા ભયંકર કાળમાં પણ ધર્મનો આવો ચમત્કાર જાણી ધર્મ ખૂબ કરો. પુણ્ય ન હોય તો ડૉકટર અને દવા પરની શ્રદ્ધા નિષ્ફળ જશે. ઉપરથી નવા પાપ બંધાવી લાંબો કાળ ઘણું દુઃખ આપશે. જ્યારે મહાપ્રભાવી ધર્મ આપણને સર્વત્ર સુંદર સાચું સુખ આપશે. '૨ ડાયરી ઓફ સુક્ષાવક : " શ્રાવક(શિરોમણી" દલીચંદભાઇનો વિશ્વવિકમ આ શ્રાદ્ધરત્નને મેળવી ગામના યુવાનો સહિત ઘણા જૈનો ખુશખુશાલ છે! ઘણા સાધુ પણ એમની ધર્મચય જાણી તેમની શતમૂખે પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી ! એમની અનેકવિધ આરાધના જાણવી છે?૪૦ વર્ષથી ધંધાનો ત્યાગ, ચંપલ ત્યાગ. ૪૫ વર્ષ પૂર્વે ૧૨ વ્રત લીધા. રોજ રાત્રે ૧૧ વાગ્યાથી સળંગ ૮ સામાયિક કેટલા? - આઠ) કરી પદ્માસનમાં ભગવાનનું ધ્યાન કરે છે! રોજના ૧૫ સામાયિક (વાંચો છો ?) કરવાનો નિયમ છે !!! કુલ સામાયિક ૨ લાખ ઉપર For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી કર્યા છે (તમે એટલી નવકારવાળી પણ ગણી છે ?) પર્યુષણમાં અને દર ચૌદશે અવશ્ય પૌષધ કરે છે. ૨ હજાર ઉપર પૌષધ થઈ ગયા! દેરાસર અને જ્ઞાનભંડાર ઘેર રાખ્યા છે. ૭ લાખથી વધુ રૂપિયા ધર્મમાં વાપર્યા છે. ૫૦ વર્ષથી દેરાસરનું ધ્યાન રાખે છે! ૧૦ અઠ્ઠાઈ, ૨૫ વર્ષીતપ, સ્વસ્તિક તપ આદિ થઈ કુલ ૬૦૦૦ જેટલા ઉપવાસ. હજારો આયંબિલ, એકાસણાં કર્યા છે રોજ ૫૦ બાંધી નવકારવાળી ગણે છે! પાંચ ક્રોડથી વધુ નવકારથી નશ્વર દેહને પવિત્ર કર્યો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિનો બીજો ઘણો જાપ કર્યો છે. ઉપધાન, છરી પાલિત સંઘ, ૧૪ નિયમ ધારવા આદિ ઘણી બધી આરાધના કરનારા આ વિશિષ્ટ આરાધકને શ્રી સંઘે તા. ૮-૧૦-૯૪ એ “શ્રાવક શિરોમણી'નું બિરૂદ ઉલ્લાસથી અર્પણ કર્યું છે! ટી.વી., સિનેમા, હોટલના પાપનો સંપૂર્ણ ત્યાગ છે. સકલસંઘપ્રિય આ સુશ્રાવકની મહાપુણ્યથી ગામને મળેલ ભેટની કથા પણ રોમાંચક છે. જન્મ થયો ત્યારે ન રડતા, ન હાલતા એમને ગામલોકો મૃત જાણી દાટવા જતા હતા. પણ રસ્તામાં વિધવા માસીએ અટકાવી ઘરે લઈ જઈ રૂમાં લપેટી તપાવતાં હાલવા માંડયો. જન્મ સમયે અતિ ઠંડીથી ઠરી ગયેલ જીવિત આ બાળકને ગામના કોઈ મહાપુણ્ય માસી મારફતે જિનશાસનને ધરી દીધો! સ્થળ - સંકોચને કારણે ઘણી બધી આરાધના હું જણાવી શકતો નથી. દેશ-વિદેશના લાખોના માનનીય ૮૫ વર્ષના આ ધર્મસપૂતને અત્યારે વાંચતા વાંચતાં જ અંજલિબદ્ધ પ્રણામ કરી હે ધર્મપ્રિય વાચકો! તમે બધા પણ અત્યારે જ યથાશક્તિ આવી થોડી-ઘણી આરાધના આજથી જ કરવાનો સંકલ્પ કરી સાચી અનુમોદના દ્વારા એમણે આરાધનાથી ઉપાર્જેલા પુણ્યના સ્વામી બનો એ અંતરની અભિલાષા. આ અને આવા પ્રેરક પ્રસંગો વાંચી તમે કેટલી આરાધના વધારી તે મને જણાવી મારો આ પ્રયાસ સફળ થયો એની ખાત્રી કરાવશો? ઉપરાંત તમારી આરાધનાની અનુમોદના કરવાની મને પણ તક મળે. આવી પ્રેરક આરાધનાના આધારભૂત પ્રસંગો વિગતવાર લખી જણાવશો. જેથી અવસરે બીજા ઘણા પણ એમની અનુમોદના કરી નિર્જરા, સગતિ ને શિવગતિ પામે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ '૩. પ્રવચનથી પનિત પશે | મુંબઈ ભીવંડીમાં મહાત્મા વ્યાખ્યાન આપતા હતા. ત્યાંથી જતા એક શ્રાવકને વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા થઈ. એક જ પ્રવચન સાંભળી પોતાના પાપી પૂર્વજીવન પ્રત્યે પારાવાર પશ્ચાત્તાપ થયો. સાતે વ્યસનોમાં ગળાડૂબ તેણે સાતેયનો ત્યાગ કર્યો! પ્રભુપૂજા શરૂ કરી. જિનવાણી સાંભળતાં ભાવ વધતાં ૪ લાખ રૂ. ખર્ચ અષ્ટપ્રકારી પૂજાની સકલ સામગ્રી સોનાની તૈયાર કરાવી. શ્રેણિક, કુમારપાળ વગેરેની અદ્ભુત પ્રભુભક્તિ જાણી, પોતે ચાંદીની ગીની રોજે રોજ મૂકે છે! આ માટે વાર્ષિક રૂ. ૩૬,૦૦૦ વાપરે છે. સુંદર સાથિયો રચવા સોનાના ચોખા વચ્ચે હીરા મૂકાવી લગભગ ૧ લાખમાં તૈયાર કરાવ્યા. રોજ બે ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક કરવા માંડયા. તપનો પણ ભાવ થતાં સજોડે વર્ષીતપ શરૂ કર્યો. વર્ષીતપ દરમ્યાન બ્રહ્મચર્ય જેવું કઠીન વ્રત શરૂ કર્યું ! આવી અનેકવિધ આરાધનાનો યજ્ઞ કરતાં એ વિમલ બુદ્ધિવાળા સુશ્રાવક મહારાજશ્રીને વિનંતિ કરે છે કે તિજોરીની ચાવી આપને આપી દઉં. મારા હિત માટે આપ કહો તે બધા સ્થાનોમાં તમે કહો તેટલો લાભ લેવા તૈયાર છું. હવે મારા કર્તવ્યથી ચૂકું તો દોષ આપનો ! દીક્ષાની ભાવનાવાળા, સંસારમાં ફસેલા, નિમિત્તવશ પાપો કરનારા આ પુણ્યશાળીનું આખું જીવનપરિવર્તન કરનારી મહાપ્રભાવક જિનવાણીએ તો અનંતા પાપીઓનો પણ ઉદ્ધાર કર્યો છે ! શ્રાવકનાં મહત્ત્વના કર્તવ્યભૂત આ પ્રવચન શ્રવણ તમે પણ અવશ્ય કરી આત્મહિત સાધો એ મંગલ કામના. આવા ભયંકર કલિકાળમાં પણ અનેકોને અનેકવિધ પ્રેરણા કરનારા આ વ્યાખ્યાન શ્રવણનો ધર્મ તમે નિયમિત કે શકયતા મુજબ આરાધી વધુને વધુ આત્મહિત સાધો એ શુભેચ્છા. '૪. ધર્મદ્રઢ સુશ્રાવિકા ધર્મપ્રેમી એ શ્રાવિકાએ બીજા ગર્ભાધાન પ્રસંગે નિર્ણય કર્યો કે મારા For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ એક પુત્રને સાધુ બનાવીશ ! પછી તો એ માતાએ ૨-૨ પુત્રોને શાસનને . સમર્પી દીધા ! મુંબઈના એ બહેનના બીજા અનેક પ્રસંગો આપણને ખૂબ પ્રેરણા કરે તેવા છે. એ ધર્માત્મા પરણીને સાસરે ગયા પછી કંદમૂળ ખાતા કાકાજી વગેરેને કહેલું કે તમારું એંઠું પવાલુ માટલામાં ન નાંખવું. આટલી મારી વિનંતી નહીં સ્વીકારાય તો આ ઘરનો ત્યાગ કરીશ. સંયુક્ત કુટુંબમાં એકે મજાકમાં એક વાર એંઠું પવાલુ ઘડામાં નાંખ્યું. દૃઢધર્મી એ શ્રાવિકા તરત જ ઘરની બહાર નીકળી ગઈ । પુણ્યોદયે સરળ પતિએ જુદું ઘર લીધું. પુત્રોને કહેલું કે આ ઘરમાં ટી.વી. આવશે તો ગૃહત્યાગ કરી દઈશ. એક દીકરાએ ઘરમાં ટી.વી. લાવતા તે જ મિનિટે ઘરની નીચે ઊતરી ગયા ! મમ્મીની ધર્મવૃઢતા જોઈ સુપુત્રે ટી.વી.ને ઘરમાંથી રવાના કરી દીધું. આ કલિકાળમાં પણ જિનશાસન કેવું જયવંતુ છે કે આવી અનેક શ્રાવિકા સુંદર આરાધના કરે છે અને કુટુંબ પાસે કરાવે છે ! તમે પણ સ્વયં આરાધના યથાશક્તિ કરો અને સંતાનો અને સ્વામિનાથને ધર્મમાં જોડો, સંસ્કારો ને સર્બુદ્ધિ આપો અને સાચા શ્રાવક બનાવો એ શુભેચ્છા. ૫. નવકાર-પ્રતાપે મોતથી બચાવ લગભગ ૨૧ વર્ષ પહેલા અમે પાંચ સાધુ કાવી જવા ધુવારણના આરાથી હોડીમાં બેઠા. લગભગ અધવચ્ચે નાવિકે બૂમ પાડી ઃ ‘અરે ! આપણે બધા હવે ડૂબી મરવાના...’ પૂછતાં તેણે બધાને કહ્યું ‘હું વર્ષોથી નાવ ચલાવું છું. અહીં ભૂલથી આપણે આવી ગયા. અહીં ધોધની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આ પ્રવાહ હોડીને સડસડાટ સીધી સામે જ ખેંચી જશે. આજુબાજુમાં સરકવું હવે અશકય છે. દૂર આગળ મોટા થાંભલા દેખાય છે ત્યાં પહોંચી હોડી અથડાશે. તૂટશે. પાણી ભરાશે. ડૂબશે. બધા મરશું. તરનારા અમે પણ ધસમસતા પાણી - પ્રવાહમાં તરી નહીં શકીએ. અમે પણ ડૂબશું. બચવાનો હવે કોઈ રસ્તો For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ નથી..' સાંભળી બધા રડારડ ને ચીસાચીસ કરવા માંડયા. નાવમાં ૩૦-૩પ મુસાફરો પણ હતા. જ્ઞાનીઓના વચનોને યાદ કરી સમાધિમૃત્યુ ને આરાધના માટે મેં બધાને ખમાવી અંતિમ આરાધના માટે સાગારી અણશણ સ્વીકારી નવકાર ગણવા માંડયા. થાંભલા પાસે પહોંચતાં બધાને મોત નજીક દેખાય છે. મરવાનું ભયંકર દુઃખ છે. પણ નવકાર પ્રતાપે હોડકું થાંભલાની બાજુમાંથી નીકળ્યું ! હોડી સહીસલામત કિનારે પહોંચી ગઈ. અનંતા જીવોને મોક્ષ આપનાર નવકારના આવા સેંકડો ચમત્કારો તમે પણ જાણ્યા હશે. બુદ્ધિશાળી તમે પણ આ જાણી આંખો બંધ કરી આના ઉપર ઊંડું ચિંતન કરી અનંત પુણ્ય મળેલા આ મહાપ્રભાવી જૈન ધર્મ પર દ્રઢ શ્રદ્ધા પ્રગટાવી ધર્મને યથાશક્તિ સેવી સદા સર્વત્ર સુખ પામો એ જ શુભેચ્છા. '૬. લાખ ધન્યવાદ ' સાધુ જેવા સુશ્રાવકને એ પુણ્યશાળીનું નામ પણ કેવું પવિત્ર ! નામ એમનું વીરચંદ ગોવિંદજી. એમની વિશિષ્ટ આરાધનાઓ કહું? જાણવી છે ? ખૂબ ધ્યાનથી વાંચોઃ ૧. દરરોજ બે પ્રતિક્રમણ અને આઠ (રીપીટ આઠ) સામાયિક. ૨. રોજ લગભગ એકાસણું. ૩. ત્રણ લીલોતરી સિવાય બધી જ લીલોતરીનો ત્યાગ. ૪. વરસાદ પડતો હોય તો પ્રાયઃ વરસાદમાં બહાર ન જાય !! પ. કાળવેળાએ ખુલ્લામાં જાય તો સાધુની જેમ કામળી ઓઢીને જાય ! ૬. પૂજા માટે સ્નાન ખુલ્લામાં કરે. ૭. સંડાસ - બાથરૂમ સાધુની જેમ બહાર ખુલ્લામાં જાય. સાધુની જેમ ઘણા બધા પાપો ગૃહસ્થ વેશમાં પણ છોડનાર આવા For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધકો આ કાળમાં ગણ્યાગાંઠયા હશે. લગભગ દશ વર્ષ પહેલાં દેવલોક પામેલ આ શ્રાવક બારડોલી પાઠશાળાના શિક્ષક હતા. તમે બધા પણ આ શ્રેષ્ઠ સાધકની દિલથી અનુમોદના કરી યથાશક્તિ ધર્મઆરાધના કરો એ જ શુભેચ્છા. નિત્ય સામાયિક, પાંચ તિથિ લીલોતરી ત્યાગ, સ્નાન માટે ઓછું પાણી વાપરવું વગેરે યથાશક્તિ સંકલ્પ અને પ્રતિજ્ઞા આજથી જ કરી આ વાંચનને સફળ કરો. આ ધમત્મિાને આરાધકોમાં પ્રથમ સ્થાને મૂકી શકાય. આમની જેમ યથાશક્તિ આરાધના કરો તો સાચી અનુમોદનાને કારણે એમના જેવું પુણ્ય પણ મળે ! ૭. મહાવરાગી યુવતિ : - • યુવાન કન્યાને જોવા બોલાવેલા બધા છક થઈ ગયા. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ, લઘરવઘર કપડાંમાં યુવતિને જોઈ મુરતિયાએ ના પાડી દીધી. એ દ્રઢ વૈરાગી સાણંદની કુમુદબેન કેશવલાલ સંઘવીએ દીક્ષાર્થી છતાં કુટુંબીઓના આગ્રહથી મુરતિયા સમક્ષ જવું પડયું ત્યારે લગ્નપાપથી બચવા ને દીક્ષા મેળવવા આવું સાહસ કર્યું ! રૂપ-ગુણસંપન્ન કુમુદે ભાવના સફળ કરવા તપ આદિ અનેક આરાધના કરવા માંડી. રોજ પ્રાયઃ માત્ર રોટલી, પાણી કે ધળ જ જમતી! ને છ-છ માસ એક જ સાડી પહેરતી ! એ કુમુદે ભાઈના લગ્નપ્રસંગે પણ માત્ર દાળભાત જ ખાધા! કુટુંબીઓને દ્રઢ વૈરાગ્યની ખાત્રી થઈ. દીક્ષા માટે ભાગેલી એને દીક્ષા અપાવશું એ ખાત્રી મળ્યા પછી જ એ પાછી આવી. અંતે પિતા વિગેરેએ અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આવા દ્રઢ વૈરાગી (હાલમાં શ્રી પાલતાશ્રીજી નામધારી) એ સાધ્વીએ ૫૦ વર્ષના નિર્મળ સંયમને પાળી ઘણી શાસન પ્રભાવના કરી છે. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૮. વિશિષ્ટ સાધર્મિકભક્તિ મુંબઈના કેટલાક ધર્મપ્રેમી ઉદાર શ્રાવકોએ ભેગા મળી સાધર્મિક ઉત્કર્ષ ટ્રસ્ટ સ્થાપ્યું છે. તેમાં ૬૦ લાખ રૂપિયા ભેગા કર્યાં, આખા ભારતમાં જૈનોની આર્થિક ચિંતા કાયમ માટે નાશ પામે તે શુભ ભાવથી તેઓ જૈનોને વિના વ્યાજની ૫ હજારની, ૧૦ હજારની લોન આપે અને ૫૦ હપ્તા વગેરે સ્કીમથી લોન થોડા વર્ષોમાં ભરપાઈ કરી દેવાની. જૈનોને કદી માંગવું ન પડે અને નાના ધંધા દ્વારા આજીવિકાની ચિંતાથી મુક્ત બની ધર્મ આરાધના કરી શકે એ ઉત્તમ આશયથી આવા દાનવીરો આવા વિલાસી વાતાવરણમાં પણ સુંદર સાધર્મિકભક્તિ કરી રહ્યા છે તેની ખૂબ અનુમોદના. લગભગ ૯૦૦ જૈનોને આ ટ્રસ્ટ લોન આપે છે. જૈનોને પગભર થવા જાતે કે આવા ટ્રસ્ટો દ્વારા અનંત હિતકર સાધર્મિકભક્તિનો તમે પણ યથાશક્તિ લાભ લો એ જ શુભાશિષ. ભણશાલી ટ્રસ્ટ મુંબઈમાં સાધર્મિક ભક્તિ, જીવદયા, અનુકંપા, દુકાળરાહત, રેલરાહત વગેરે અનેક પ્રવૃત્તિઓ વર્ષોથી કરે છે. દીનેશભાઈ, મહેશભાઈ આદિ ધંધો, મોજશોખ છોડી જાતે સુંદર રીતે વ્યવસ્થા કરી ખૂબ અનુમોદનીય સત્કાર્યો કરી રહ્યા છે. * ૯. આવો ઓળખીયે કાન્તિભાઈને તથા શ્રી હસ્તગિરિજી તીર્થંશ્રેષ્ઠને સુશ્રાવક કાન્તિભાઈ મણિભાઈથી ઘણા બધા પરિચિત છે. શ્રી હસ્તગિરિજી તીર્થના ઉદ્ઘારમાં તેમણે તન, મન, ધન, જીવન ન્યોચ્છાવર કરી દીધા છે ! સુકલકડી આ એક શ્રાવક સાહસથી કેવી અનોખી સિદ્ધિ પામી શકે છે, એનું સાક્ષાત્ દર્શન આજે હસ્તગિરિ તીર્થમાં થાય છે. એક નાનું દેરાસર પણ કોઈ એકલાને બાંધવામાં કેટલી બધી મુશ્કેલીઓ નડે છે એ આપણને ખબર છે. જ્યારે કાંતિભાઈએ ઊંચા પર્વત ઉપર For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શૂન્યમાંથી એક ભવ્ય તીર્થ નિમણિમાં કેટલો બધો ભોગ આપ્યો હશે? આ શ્રાદ્ધરત્ન આ તીર્થને શ્રેષ્ઠ ને પવિત્ર બનાવવા અવિધિ - આશાતનાઓ ન થાય તે માટે જાતે ત્યાં રહી બધી તપાસ રાખતા ! ઓળીના આયંબિલ જાળિયા ગામમાં ઝૂંપડીમાં જાતે રસોઈ બનાવી આ કરોડપતિ શ્રાવકે કર્યા છે ! સંયમમૂર્તિ પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મ.સા. ની હસ્તગિરિજીના ઉદ્ધારની ભાવના જાણી આ સુશ્રાવકે તે અતિ ભગીરથ સત્કાર્ય ભવ્ય રીતે સાકાર કરવાનું બીડું ઝડપી લીધું. પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ અનેક પૂજ્યોની કૃપાથી અને પોતાની સર્વશક્તિથી આ શ્રેષ્ઠ કાર્ય ખૂબ સુંદર રીતે પાર પાડયું. અને ઊંચા પર્વતના શિખર પર ૭૨ જિનાલયનું ભવ્ય દેવાલય ખડું કરી દીધું ! ! આવા અતિપવિત્રહૃદયી શાસનરાગીએ ઉછળતાં નિર્મળ ભાવોથી શાસ્ત્રીય વિધિપૂર્વક નિમણિ કરેલા આ ભવ્ય હસ્તગિરિ તીર્થની આપણે શાંતચિત્તે વિધિપૂર્વક શુભ આશયથી વારંવાર યાત્રા કરવી જ જોઈએ જેનાથી આપણા અનાદિ અનંત અશુભ ભાવોનો મૂળથી નાશ થઈ સમ્યક્ત, સર્વવિરતિ અને શીધ્ર શિવરમણી આપણને અવશ્ય મળશે. જીવ માત્ર પ્રત્યે તેમનો મૈત્રીભાવ પણ ખૂબ જ અનુમોદનીય છે. ઉપકાર બુદ્ધિથી નોકરીમાં રાખેલ માણસે લાખેક રૂપિયા જેટલી ચોરી કરી, ધમકાવવાને બદલે કાન્તિભાઈએ સંવત્સરીએ સૌ પ્રથમ ક્ષમાપના - પત્રિકા તેને લખી! બીજા કોઈ પગલાં નહિ, દંડ નહીં. પોતાનું માથું ફોડવા આવનારને પાલીતાણા ચોમાસું કરવા પ્રેમથી બોલાવી કેટલીક વ્યવસ્થા સોંપી પોતાના મૈત્રી ભાવને ખૂબ દ્રઢ કર્યો. પોતાની ૨ સુપુત્રીના લગ્ન પ્રસંગે નિમંત્રી સુંદર આગતાસ્વાગતા કરી. જાળિયાના માથાભારે માણસોનું તીર્થવિરોધીપણું કુનેહથી મિટાવી દીધું. આ કાંતિભાઈના સાદગી, નમ્રતા, નિખાલસતા વગેરે અનેક ગુણો અનુમોદનીય હતા. મોઢા પર પણ અભિમાન અને મોટાઈનો છાંટોય For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જોવા ન મળે! મૂળ પાટણના આ ઝવેરી શ્રેષ્ઠીએ પાલીતાણામાં મુક્તિ નિલય ધર્મશાળા અને અમારી - વિહાર બંધાવ્યા. ચોમાસું, નવ્વાણું યાત્રા અને તીર્થોની યાત્રા એમણે અનેકને ઉદારતા પૂર્વક કરાવી છે. આજના વિલાસ પ્રધાન કાળમાં ગણ્યાગાંઠ્યા ભાવ શ્રાવકો પૈકીના એક સુશ્રાવકને આપણાં ભાવપૂર્વક પ્રણામ. એમના શ્રેષ્ઠ ધર્મકાર્યોની ભાવપૂર્વક અનુમોદના કરી તમે પણ તીર્થયાત્રા, તીર્થનિમણિ આદિ આરાધના યથાશક્તિ કરો એ જ શુભાશિષ. 1 2 2 2 '૧૦. સિદ્ધગિરિથી પોપટને 'જૈન ધર્મની પ્રાપ્તિ આ સત્ય પ્રસંગ લગભગ ૮૭ વર્ષ પહેલાં બની ગયો છે. સમેતશિખરજી માટે લડતાં વકીલના સ્વમુખે આ વાત સાંભળીને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. ૧૧ દિવસનો એ બાળક ખૂબ રડે છે! ઘણા ઉપાયે શાંત ન રહેતાં કયું ન ભયે હમ મોર...' એ સ્તવન ગાવા માંડયું. રડવાનું છોડી છોકરો ધ્યાનથી સાંભળવા લાગ્યો ! પછી જ્યારે રડે ત્યારે આ સ્તવન સંભળાવી શાંત રાખે. સિદ્ધાચલજીની તાજી યાત્રાની યાદરૂપે તેનું નામ સિદ્ધરાજ પાડયું. ૩ વર્ષના તેને સોનાકાકી વાલકેશ્વર દર્શને લઈ ગયા ત્યારે બોલી ઊઠયો “પેલા આદિનાથ તો મોટા છે.' પૂછતાં તેણે જણાવ્યું સિદ્ધાચલજીના આદેશ્વર દાદાની મેં ગયા (પોપટના) ભવમાં પૂજા કરી છે. એને કદી પાલીતાણા લઈ ગયા ન હતા. તે સિદ્ધગિરિના દર્શન કરાવવાની જીદ કરવા લાગ્યો. ૩ વર્ષના તેને પાલીતાણા લઈ ગયા. સોનગઢ અને શિહોર ગામે ગિરિરાજ દેખાડી સિદ્ધરાજ કાકાને કહે છે “આ જ સિદ્ધાચલજી.' પાલીતાણા પહોંચી યાત્રા માટે તેને ડોળીમાં બેસવા કહ્યું. પણ તે કાકાની આંગળી પકડી ચડવા માંડયો! બાઈ ઉપાડીને લઈ જાય તે માટે સમજાવ્યો પણ ન માન્યો. વચ્ચે કયાંય પણ બેઠા વિના ઉપર પહોંચી ગયો ! તેની For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાવના જાણી પહેલી પક્ષાલ પૂજા વગેરે કરાવ્યા. ઘરનાં ચૈત્યવંદન કરતાં હતા ત્યારે તે ા કલાક દાદા સામે ધ્યાનમાં બેસી ગયો. યાત્રા પછી અત્યંત આનંદી દેખાયો. તે ગિરિરાજ ઉપર પાણી પણ પીતો નહીં! એક બે વાગે નીચે ઊતરી જમતો. તેનું પ્રિયસ્થાન (સિદ્ધવડ) તેણે બધાંને બતાવ્યું. પૂછતાં તેણે કહ્યું કે યાત્રાએ આવેલા આ ઢઢ્ઢાજી અને તેમના માતુશ્રીને જોઈ મને એમને ત્યાં જનમવાનું મન થયું હતું. ૪ વર્ષના આ બાળકને તેના ઘરનાં મ.સા. પાસે લઈ ગયા. તેની સાથે વાતો કરી પૂ. મુનિ શ્રી કપૂરવિજયજી મ. આદિએ કહ્યું કે આને જાતિસ્મરણ થયું લાગે છે. હજારો યાત્રાળુ એના દર્શને આવતા. આ બાળક મોટો થઈ કલકત્તા વેપારી ચેમ્બરમાં મોટા હોદ્દા ઉપર હતો. પૂર્વજન્મના આવા ઘણા પ્રસંગો આજે સંભળાય છે. અનંત કાળથી પૂર્વજન્મને બતાવનાર સંપૂર્ણ સત્ય એવા જ્ઞાનીના બધા વચનોને જાણી, સમજી આપણે ધર્મસાધના કરીસદ્દ્ગતિ ને શીઘ્ર શિવગતિ મેળવીએ.’ ૧૧. આજે પણ ચમત્કાર થાય છે ! શ્રી શત્રુંજ્ય ગિરિરાજ ઉપર વાઘણપોળમાં કવડયક્ષની દેરીની આગળ જમણે સમવસરણવાળું (મહાવીર પ્રભુના દેરાસર પછી) શ્યામ અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય છે. અહીં અમી ઝરે છે, એ વાત સાંભળી બેંગલોરના પારસમલજી ખાત્રી કરવા ૨ વર્ષ પહેલાં ત્યાં ધ્યાનમાં બેસી ગયા. થોડીવારે અમી ઝરતાં ોઈ આનંદવિભોર બની યાત્રિક અને પૂજારીને પણ ઝરતાં અમી બતાવ્યાં. કલિકાળમાં પણ સાક્ષાત બનતાં આવા પ્રસંગો જાણીને પણ આપણને ધર્મમાં શ્રદ્ધા ન ય તો આપણું ભાવિ કદાચ ભૂંડું તો નહીં હોય ને ? ૧૦ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ '૧૨. ધમનું રક્ષણ જરૂર થાય. ભરતભાઈને અન્નનળીનો લકવો છે. હજારે એકાદને થતા આ રોગથી પ્રાયઃ કોઈ બચતું નથી. અમે પ્રયત્નો પૂરા કરીશું. પણ પરિણામ કુદરતનાં હાથમાં છે,’ કહેતાં ડોકટરે સગાઓને વસ્તુસ્થિતિનો અણસાર આપી દીધો. મોતના મોમાંથી પાછા ફરેલા એ સાણંદવાળા ભરતભાઈએ કેવી રીતે બચ્ય' એ પ્રશ્નના જવાબમાં કહેલી વાત આનંદના અશ્રુ પેધ કરનારી છે. એમણે ખાત્રીપૂર્વક જણાવ્યું, પૂ. સાધુ - સાધ્વીની તનમનધનથી ઘણી ભક્તિ કરવાનો ખૂબ રસ છે. શોખથી પ્રાણીઓની દયા ઘણી કરી છે. જિનપૂજા વગેરે ઘણી બધી આરાધના કરી શકયો છું.” “ધર્મની રક્ષા કરે તેની રક્ષા ધર્મ કરે.' એ વાત મને સંપૂર્ણ સાચી લાગે છે. સાચા ધર્મીઓને સાક્ષાત્ આવા સત્ય અનુભવો થવા છતાં પણ શું તમે આવો ધર્મ યથાશક્તિ પણ નહીં કરો? ૧૩. તપ મદ્રાસના તપસ્વીરત્ન શેષમલજી પંડયા. વર્ધમાન આયંબિલની ૧ થી ૯૪ ઓનીઓમાં એકાંતરે ઉપવાસ કરતાં! બધી ઓળીના બધા આયંબિલ પુરિમષ્ઠ, ઠામ ચોવિહાર સાથે અલ્પ દ્રવ્યથી કર્યા! ૬૮ મી ઓળી આખી માત્ર ભાત અને પાણીથી કરી! ૧૦૦મી ઓળી એક જ ધાનથી કરી. આમને તપનો કેવો પ્રેમ કે ઓળીઓમાં પણ વિવિધ પ્રકારના તપ કરે ! જેમ વૈજ્ઞાનિક નવી નવી શોધખોળ કરે તેમ આ તપસ્વીજી આયંબિલોમાં પણ શુદ્ધ આયંબિલ, એક ધાન વિગેરે વિશિષ્ટ સાધના કરે. તપ ઉપરાંત દયા વગેરે ગુણો પણ એવા કે મદ્રાસમાં ગરીબો અને ભૂખ્યાને નિત્ય ભોજનની વ્યવસ્થા કરી શાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. * * * stassssssss ૧૧ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ '૧૪. અનેકવિધ તપ સુરતના સુશ્રાવક મહેન્દ્રભાઈ ઝવેરીએ અનેક પ્રકારના ઘોર તપ કરી કુટુંબીઓને તપ-પ્રેમી બનાવ્યા છે. જાપાનમાં છ એ અઠ્ઠાઈ પર્વમાં અઠ્ઠાઈ કરી! લગભગ ૩૪ વર્ષ પર્યુષણમાં અઠ્ઠાઈ કરી! ૧૯૪૪ માં જીવનભર રાત્રિભોજન અને કાચા - પાણીના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારી. ત્યારથી બધા ચોમાસા શત્રુંજયમાં જ કય. શુભ પરિણામપૂર્વક ૧૨ વ્રત, ત્રણે ઉપધાન, સંથારામાં સૂવું, માસક્ષમણ, સિદ્ધિ તપ, શ્રેણીતપ આદિ અનેકવિધ આરાધનાથી અનંતી નિર્જરા સાધી. એમની આરાધનાથી ધર્મરાગી બનેલા એમના ધર્મપત્ની, ભાઈ, બહેન આદિએ પણ અઠ્ઠાઈ, ૧૨ વ્રત આદિ આરાધના કરી! 'કેમ ૧૫. પુત્રવધૂઓ કે પુત્રીઓ ? અમે પૂ. માતાપિતાની સેવા સુંદર કરતા હતા. પણ માતાપિતાજી મુંબઈની ધમાલ, હવામાનની પ્રતિકૂળતા વગેરે કારણે કાયમ માટે દેશમાં ગયા છે. અમે બંને ભાઈ લગભગ ૨૦ વર્ષથી મુંબઈમાં રહીએ છીએ. ધંધા, પરિવાર, બાળકોને ભણવાનું વગેરે કારણે મુંબઈ છોડવું શક્ય નથી. તેમ કર્તવ્યભૂત માબાપની સેવાથી વંચિત પણ કેમ રહેવાય? હું તો મોટી મુશ્કેલીમાં મુકાયો છું. બોલ ! શું કરશું ?' સૌરાષ્ટ્રના જેને પત્નીને દિલનું દર્દ જણાવ્યું. સંસ્કારી પત્નીએ કહ્યું : ‘ચિંતા ન કરશો. ભાભી અને હું વિચારી રસ્તો કાઢીશું.” દેરાણીજેઠાણીએ વિચારી વારાફરતી છ-છ માસ દેશમાં સેવા કરવાનું નક્કી કર્ય! મુંબઈમાં રહેનાર બંને કુટુંબોને સાચવે એ પણ નિર્ણય કર્યો! જુદા રહેતા બન્ને ભાઈઓના પૂરા પરિવારને છ મહિના જમાડવા વગેરે બધી જવાબદારી ઉપાડનાર અને સાસુ સસરાની સેવા માટે છ માસ પતિવિયોગનું દુઃખ સહર્ષ સ્વીકારનાર આ ૨ સિંહણોએ કેટલા બધા કર્મ ખપાવ્યા હશે એ જ્ઞાની જાણે! હે સુખવાંચ્છુઓ!માતાપિતાને સુખ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આપશો તો સુખ જરૂર તમારા પગ ચાટશે. શાસ્ત્રકારો કહે છે કે માતાપિતાની સેવા કરનારને પ્રાય સુગુરુ અને પરમગુરુની પ્રાપ્તિ તથા બીજા ઘણાં ફળ મળે છે. . આદત ઇચ્છાશક્તિ (પ્રશંસનીય મૃત્યુ અહીં કોઈનું મૃત્યુ થાય તો કેવું ગણાય?” ભરૂચના ધર્મપ્રેમી સુશ્રાવક અનુપચંદ મલૂકચંદે શ્રી સિદ્ધગિરિજીમાં પૂછેલા આ પ્રશ્નના જવાબમાં જૈન ધર્મપ્રેમી ચારણે કહ્યું: “શેઠજી ! મહાન પુણ્યશાળી.” આવું પુણ્ય મને તો એમ કહેતાં જ શેઠે એ ચારણના ખભે માથું ઢાળ્યું. હીંગળાજના હડાથી ઉપરના ભાગમાં ઈચ્છા મૃત્યુ પામેલા આ શ્રાદ્ધરત્નની અભૂત પુણ્યલક્ષ્મીને એ ચારણ હર્ષોલ્લાસથી નમી રહ્યો ! આપણે પણ આવા સમાધિમૃત્યુની પ્રભુને પ્રાર્થના કરીએ. ' ૧૯. જીવવ્યાપ્રેમી “શ્રાવકજી! ગામ બહાર વાડા જેવી જગ્યામાં સેંકડો ભૂંડો પૂરાયેલા જોઈને આવ્યો. તપાસ કરવા જેવી છે કે કસાઈ આદિને વેચવાના નથી ને? પ.પૂ. ૫. મ. શ્રી પદ્મવિજય મહારાજે જીવદયા પ્રેમી બાબુભાઈ કિટોસણવાળાને પ્રેરણા કરી. સુશ્રાવકે યથાશક્તિ કરવા સ્વીકાર્યું. આગેવાન શ્રાવકો સાથે બાબુભાઈ અધિકારીઓને મળ્યા. મ્યુનિ. ચીફ ઓફિસરે કહ્યું, “ભૂંડો ઘણા વધી જવાથી ગામલોકોની વારંવારની ફરિયાદને કારણે મ્યુનિ. એ માણસો મારફતે પકડાવી નિકાલ કરવો પડશે.” શ્રાવકો કહે “સેંકડો ભૂંડોની કતલ અમારાથી સહન કેમ થાય? અમે જૈન છીએ.’ ‘તમે આ ભૂંડોને ગામથી બહુ દૂર મૂકાવો તો અમે તમને સોંપી દઈએ.' વિચારી શ્રાવકોએ પૈસા આપી ખુશ કરી ૧૩૦૦ જેટલા ભૂંડને ગામથી દૂર મૂકાવ્યા. આ ધર્મપ્રેમી બાબુભાઈ પછી વૈરાગ્ય વધતાં પ.પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મ.સા. ના શિષ્ય મુનિ શ્રી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ બાહુવિજય બની સ્વપરહિત સાધે છે. સર્વ જીવોના દુઃખો દૂર કરવાનો જિનોપદેશ સહી ગીતાબહેન જેવા સેંકડો પુણ્યાત્માઓ પોતાના પ્રાણના ભોગે લાખો જીવોને બચાવે છે. આવા કોઈ પ્રસંગ જોવા મળે તો તમે પણ થોડી હિંમત કેળવી આવા અબોલ પ્રાણીઓના અભયદાનનો અનંત લાભ લો, એ જ શુભ કામના. ' ૧૮ નવ (Save) શ્રાવકપણ - મુંબઈના ગુરૂભક્ત ગોવિંદજીભાઈ ખોના પ.પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુંબઈમાં જ્યાં પણ હોય ત્યાં દરરોજ અવશ્ય સપરિવાર વંદન કરે. શેફાલીના પી.પી. શાહ વર્ષોથી રોજ પ.પૂ. તપસ્વીસમ્રાટ આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. અમદાવાદમાં જ્યાં પણ હોય ત્યાં ગુરૂવંદન કરવા જાય છે ! ધરણીધર પાસેના સતીશભાઈ, વાસણાના મધુભાઈ આદિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. અમદાવાદમાં જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં જઈ રોજ વંદન અવશ્ય કરે છે ! ધન્ય છે આવા ગુરૂભક્તોને! (દરરોજ દુકાને, નોકરી વગેરે સ્થળે આખી દુનિયા જાય, પણ પોતાની નજીક સાધુ મહારાજ હોય તેમને પણ વંદન રોજ કેટલા કરે ?) શ્રી તીર્થંકર દેવોએ જેમ પ્રભુપૂજા શ્રાવકનું રોજનું કર્તવ્ય કહ્યું છે તેમ ગુરૂવંદન શ્રાવક માટે દૈનિક ધર્મ છે. આવા ખૂબ સહેલા કર્તવ્યને તમે બધા આચરો અને આવા સેંકડો ગુરૂભક્તોને ભાવથી વંદના ને તેમના આવા સુકૃત્યોની અનુમોદના કરો એ જ શુભેચ્છા. ટી.વી. જેમ સેવ વોટર (Save Water) ની ચેતવણી આપે છે એમ જ્ઞાનીઓ આપણને શ્રાવકપણાની રક્ષા કરવાની પ્રેરણા કરે છે. 1. ૧૯ ચોવિહારે મરતાં બચાવો | ન , એક્સીડન્ટ થયો. એક મર્યો. બીજો સીરીયસ હતો. તપાસીને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ડૉકટરે કહ્યું કે આ બચે તેમ નથી. સંબંધી બીજા ડૉકટરે એ સર્જનને પ્રયત્ન કરવા આગ્રહ કર્યો. સર્જને કહ્યું: ‘એકસીડન્ટ પહેલાં ૩-૪ કલાકમાં કાંઈ ખાધું નહીં હોય તો કદાચ બચે. બાકી તો મોઢાનું લોહી પેટમાં જાય એ ઝેરી હોવાને કારણે બચે જ નહીં. ઓપરેશન કર્યું. બચ્યો. ચોવિહાર હતો તેથી તેણે એકસીડન્ટ પહેલાં ૩-૪ કલાક ખાધેલું નહીં. ચોવિહારે આ દુર્લભ માનવભવની રક્ષા કરી !તમે પણ સર્વત્ર હિતકર ચોવિહાર વગેરે આરાધના જીવનમાં ખૂબ વધારો એ જ હિતશિક્ષા. ૨૦.. વાનમાં પણ દાદાના દર્શન ! પાલીતાણાના શેઠ કુટુંબના આ ધમરાગી ભાગ્યશાળીને સ્વપ્રમાં પણ શાશ્વત તથધિપતિ શ્રી આદિનાથજી અને ભમતીના અવારનવાર દર્શન થાય છે ! એ મણે હૈયામાં દાદાને પધરાવી અંતરને કેવું ઉજળું બનાવી દીધું કે દિવસે આદિનાથમય બનેલા એ શ્રાદ્ધરત્નના પવિત્ર દિલમાં રાત્રે પણ દાદા વાસ કરે! ઘણાંને સ્વપ્ના ભૂતનો ને ભયનો આવે છે. કારણ દિવસે એ સ્વયં ભૂત બની ભૂત જેવા કામો કરવામાંથી ઊંચા જ આવતા નથી. જ્યારે આમને આદિનાથજીના સ્વપ્ના આવે છે. કારણ જાણવું છે? વારંવાર આ વાંચો - આ શ્રાદ્ધરને શ્રી શંત્રુજય ગિરિરાજની ૯૯ યાત્રા ૪૬ વખત કરી છે! (તમે દર વર્ષે ઓછામાં ઓછી ૧ પણ કરી છે ?) ચોમાસામાં શ્રી તળેટીની ૯૯ યાત્રા ૪૪ વાર કરી છે ! ભારતના અનેક તીર્થોની પણ એ મણે યાત્રા કરી છે. એમની પગપાળા તીર્થયાત્રાઓ - મહુવાથી અંજાર, (વાયા ઉના, દીવ, દેલવાડા) પાલીતાણાથી તળાજા, પાલીતાણાથી ગીરનાર, મુંબઈથી શેત્રુજય. એ મનું પવિત્ર નામ છે. રતિલાલ જીવરાજ શેઠ. ઉ.વ. ૭૧. પાલીતાણા નગરના શેઠ કુટુંબના એ મણે પોતાના સ્નેહીસ્વજનોને પણ પ્રેરણા કરી ૯૯ યાત્રા કરાવી છે. નવપદજીની ઓળી સળંગ ૨૦ વર્ષથી કરે છે. ૨ વખત ઉપધાન કર્યા છે. ભગવાનના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વરઘોડામાં વિશિષ્ટ વસ્ત્રો પરિધાન કરી લાલ લીલી ધજા સાથે સંકેત કરવા અવશ્ય હાજર રહે! ગામમાં લોકો એ મને “રાજા' તરીકે ઓળખે છે. ' ૨૧. પ્રભુની (અને પૂજારીની) ભક્તિ ગિરીશભાઈરોજ ૪-૫ કલાક પ્રભુની સુંદર ભક્તિ કરે છે. પૂજા માટે રોજ લગભગ ૫૦૦ રૂપિયાનો વ્યય કરે છે. પૂજામાં ભક્તિનો ભંગ ન થાય માટે ટેલિફોનનું રિસિવર પૂજા સમયે નીચે મૂકી દે છે. સુંદર ઘર દહેરાસર બનાવી આશરે ૨ લાખ રૂપિયાની આંગીનો સામાન તૈયાર કર્યો છે. લગ્ન પણ કર્યા નથી! પ્રભુ ખુબ ગમે છે માટે પ્રભુના પૂજારીની પણ ભક્તિ કરે છે. પૂજારીને ઘણો પગાર આપે છે. તેના ગામમાં તેનું ઘર બનાવી આપ્યું ! પોતાના જ ઘરે ઘરના માણસની જેમ રાખે છે ! મુંબઈમાં કાલબાદેવી પર રામવાડીમાં તેમના દહેરાસરમાં આ પ્રભુભક્તની ભક્તિ જોવાનો લ્હાવો લેવા જેવો છે. ' ' , , , થલતોલો - - અમદાવાદ શેફાલી એપાર્ટમેન્ટમાં (લાવણ્ય પાસે વાસણામાં) રોજ સામુહિક ભકતામરની આરાધના થાય છે. માત્ર ૯૦ ઘરનો સંઘ હોવા છતાં આ સંઘમાં ઘણી વિશેષતાઓ છે. રોજ રાત્રે સામુહિક આરતી ઉતારવા ૨૫ થી ૩૦ જણ અચૂક આવે છે. આરતી સાથે પ્રાર્થના, છડી પોકારવી વગેરે ભક્તિ પણ રોજ કરે છે. ક્યારેક મોટા દહેરાસરોમાં પણ આરતી ઉતારવા કોઈ મળતું નથી. જ્યારે અહીં બધા રોજ એકી અવાજે ભાવથી આરતી ઉતારે છે. જેનનગરમાં ઘણા કોલેજિયનો, કિશોરો વગેરે નિયત સમયે રોજ સામૂહિક આરતી અને ચૈત્યવંદન કરે છે તે સાક્ષાત્ જોવા જેવું છે. સંસારપ્રેમીઓ સ્વાથ્ય માટે “મોનીંગ વોક' કરે છે. તમારે પણ આત્મસુખાકારી, શાંતિ માટે કોઈ વહેલી પરોઢે કે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મનોહર આહ્લાદક સંધ્યા સમયે આવા કોઈ સ્થાનની મુલાકાત લઈ અનોખી પ્રસન્નતા અનુભવવા જેવી છે. શ્રાવકના નિત્ય ધર્મકાર્યમાં ત્રિકાળપૂજામાં આરતીપૂજા પણ રોજ દરેકે કરવાની જિનાજ્ઞા છે. ' : : ૨૩. વકતામર રાશે : " અમદાવાદમાં લક્ષ્મીવર્ધક દહેરાસરમાં સામુહિક ભક્તિ કરવા ૧૧ વર્ષથી રોજ લગભગ ૧૦૦-૧૫૦ભાવિકો સવારે ભેગા થાય છે. સુંદર રાગ અને તાલથી ભક્તામર, પ્રભુ પ્રાર્થના, ચૈત્યવંદન આદિ ભક્તિમાં બધા રસ-તરબોળ થઈ જાય છે. ડૉકટરો, વકીલો વગેરે ડીગ્રીધારી સુખી ભક્તોની સાથે કયારેક તમારે પણ આ ભાવ-ભક્તિનો લ્હાવો લેવા જેવો છે. એમ શેફાલી, નવરંગપુરા વગેરે તથા મુંબઈ વગેરે ઘણાં સ્થળોએ રોજ સામુદાયિક ભક્તામર બોલાય છે. ( ૨૪. ધર્મમાં અંતરાયનું પાપ મોટું થોડા વર્ષો પહેલાં બનેલી આ સત્ય ઘટના આપણને આનંદ, આશ્ચર્ય આદિ અનેક ભાવો પેદા કરે તેવી છે. અમદાવાદ શહેરમાં એ છોકરી ખૂબ ધર્મી કુટુંબમાં જન્મ પામવાનું જબ્બર પુણ્ય લાવેલી. આપણે એને ભવ્યા તરીકે સંબોધીએ. દાદા વગેરેએ દીક્ષા લીધેલી. ઘરનાં સંસ્કારોથી પૂર્વજન્મમાં સાધના કરેલ ભવ્યાને બાળપણથી ધર્મ ગમતો. ૧૧ વર્ષની ઉંમરે ઉપધાન કર્યા ! પૂજા, ચોવિહાર, તપ વગેરે નિત્ય આરાધના સાથે નૃત્ય-ગીત વગેરે અભુત કળામાં હોંશિયાર હતી. દીક્ષાની ભાવના થઈ. તેની બા પણ ધર્મો. બંને સાથે દીક્ષા લઈશું એવી એમની ભાવના. છતાં કોઈ વિચિત્ર કર્મસંયોગે ૧૯ વર્ષે તેને લગ્ન કરવા પડયા. ભવ્યા ખરેખર ધર્મરાગી કે લગ્ન પછી પણ યુવાન વય છતાં અમન-ચમન કરવાને બદલે ચોવિહાર વગેરે ઘણી આરાધના ચાલુ રાખી!પતિ અભ્યાસ કરતો હતો. એમની ખાનગી વાતો છોડી દઈએ. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પણ પાપોદયે ૨૩ વર્ષની ભરયુવાન વયે ભવ્યા પરલોકમાં સાધના કરવા ઉપડી ગઈ. ડોકટરના રીપોર્ટ પ્રમાણે તે બ્રહ્મચારી જ રહી હતી. એને કોઈએ ઝેર આપ્યું હશે. જે બન્યું હોય છે. પણ જ્ઞાનીઓના વચનો પ્રમાણે ભવ્યાએ સાચા ભાવથી કરેલો ધર્મ જરૂર તેના આત્માને વહેલા મોડા મોક્ષમાર્ગની ઉચ્ચ સાધના કરાવી શિવસુખ મેળવી આપશે આ પ્રસંગ વાંચી જૈનોએ ખૂબ વિચારવા જેવું છે. સૌ પ્રથમ તો ધર્મ ગમતો હોવા છતાં મોહ વગેરે કારણે, તમે સગાં-સ્નેહીઓને ધર્મ આરાધનાનો વિલંબ કે નિષેધ કરો તો એમાં તમારું તો અહિત જરૂર થાય છે. વળી એના ભાવ પડી જાય તો આરાધનાથી એ આત્મા પણ વંચિત રહે અને અંતર નિર્મળ રહે તો તેનું તો કલ્યાણ થાય જ. વળી આજના સ્વચ્છંદ સમાજમાં ઘણાં બધાં અનિચ્છનીય આચાર, દોષો તમારા પત્ની, પુત્રો વગેરે સેવે છે તે તમે ચલાવી લો છો. અને હજારોમાં એકાદ સાધક જીવ નાનો ધર્મ કરે તેમાં તમે પથરા નાંખો તે જેને એવા તમને શોભે? એથી બંધાયેલ પાપ ભયંકર દુખો તો કદાચ આપશે પણ અનેકાનેક ભવ ધર્મ પણ નહીં મળે તે તમને પસંદ છે? તેથી દ્રઢ નિશ્ચય કરો કે ધર્મ કરતાં કોઈને પણ રોકવો નહીં. ઉપરથી ધર્મની પ્રેરણા કરવી. બીજું આ સુશ્રાવિકા તો ખૂબ આરાધક ધર્મી છે. મને કહ્યું, "આપને ઠીક લાગે તો નામ વગેરે બધું છાપો. બીજાઓને તો મારી જેમ ભૂલ કરી પસ્તાવો કરવો નહીં પડે. છતાં કોઈ કષાયવશ નિંદાનું પાપ ન કરે માટે નામ છાપ્યું નથી. દાનપ્રેમી બીજા એક ભાઈના પ્રસંગ અહીં લેવા હતા. પણ કેટલાક કારણે તેમણે ના પાડી તેથી છોડી દીધા. જ્યારે આ ધર્મી શ્રાવિકા નામ સાથે છાપવાનું કહે છે! કોલેજ ભણતરના આજના વાયરા વિષે એક આધુનિક ચિંતકે કટાક્ષ કરતાં કહ્યું છે : બી.એ. કિયા, નોકર હુએ, પેન્શન મિલા ફિર મર ગયે! સંસારનો અંજામ ભયંકર દુઃખો. ધર્મના ફળમાં સર્વત્ર સુખ. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તેથી તમે ને તમારા સ્વજનો ધર્મ કરો ને શાશ્વત સુખ પામો એ શુભેચ્છા. '૦૫. ઈશામાં પણ વર્મવૃદ્ધિ શેફાલીના પ્રવિણભાઈ આજીવિકા માટે કેટરીંગનો ધંધો કરવો પડતો હોવા છતાં કેટલાક સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરે છે. રસોઈનો લાખો રૂપિયાનો ઓર્ડર સામે આવે તો પણ કંદમૂળનો ઉપયોગ કરવાનો હોય તો ઘસીને ના પાડી દે છે. પોતાના ગુરૂદેવને વંદન કરવા વર્ષોથી અચૂક જાય છે. ઘેર ગુરૂદેવના પગલા કરાવવા ચોથા વ્રતનો થાવજીવનો નિયમ લીધો! ' ૨૬. અશ્વત જીવમ ! . બાપુલાલ મોહનલાલ પાલનપુર જીલ્લાના ચીમનગઢ ગામમાં રહે. જીવો પર ગજબની લાગણી. દર મહિને કસાઈઓને જીવો વેચતી કોમ પાસેથી લગભગ સો જીવોને ખરીદી અભયદાન આપે! જીવદયા માટે સંઘ અને સંસ્થાઓની મદદ લે. ચીમનગઢની સંઘની પાંજરાપોળ સંભાળે. નિત્ય એકાસણા કરે. એક વખત ભૂવો માતાજીને બોકડાનો ભોગ ધરવાની તૈયારી કરતો હતો. જઈને ન મારવા ભૂવાને ઘણું કહ્યું. ન માન્યો. ભૂવાની પત્નીને મળી કહે, હે મારી ધર્મની બહેન! તારા પુત્ર - પુત્રીના મામેરામાં આ મામો પાંચસો રૂપિયાનો કરિયાવર કરશે. આ નિર્દોષ બોકડાને ગમે તેમ કરી બચાવ!' લાગણી જનમતા ભૂવાને તેની પત્નીએ સમજાવ્યો. શ્રાવકે મનથી અઠ્ઠમની તૈયારી કરી! ભૂવો છોડવા કબૂલ થયો ! જીવ બચાવ્યાનો અત્યંત આનંદ એમને થયો. શ્રી તીર્થંકરદેવો ભવ્ય જીવોને કહે છે કે એકેન્દ્રિય જીવોમાં પણ આપણા જેવો જ આત્મા છે. તેથી કોઈ પણ જીવની હિંસા ન કરવી. તેથી આપણને પંચેદ્રિય વગેરે જીવોને બચાવવાની મહામૂલી તક મળે ત્યારે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઝડપી લઈ સ્વપરહિત કરવું એ જ શુભ સંદેશ. ૨૦. ના ! રાત્રે પાણી ન પીવાય કેમ ચિનુ ! અત્યારે અડધી રાત્રે ઊઠી ગયો છે? શું ઊંઘ નથી આવતી? સૂઈ જા !” સાહેબ! પાણીની ખૂબ તરસ લાગી છે, રહેવાતું નથી. ગળું સૂકાઈ ગયું છે. ઉંઘ આવતી નથી. કયારનો સંથારામાં તરફડિયા મારી રહ્યો છું.” પાંચ વરસની નાનકડી ઉંમરના ચિનુનો ઉપાધ્યાય મહારાજશ્રી પ્રેમવિજયજી ગણિવરને જવાબ મળ્યો. જ્ઞાનપાંચમના કારણે ચિનુએ એ દિવસે એકાસણું કરેલું. પૂ. ઉપાધ્યાય મહારાજ આદિનું ચાતુર્માસિ વઢવાણ શહેરમાં થયેલું. ચિનુ પૂજ્યોની સાથે ઉપાશ્રયમાં જ રહી અભ્યાસ આદિ કરી રહ્યો હતો. નિત્ય નવકારશી, રાત્રિભોજન ત્યાગ, જિનમંદિરે ભગવંતના દર્શન બાદ જ નવકારશી પારવાની વગેરે સંસ્કારો એને ધર્મી મા-બાપ તરફથી જ મળેલા હતા. અપ્રમત્ત આરાધક તરીકે સુખ્યાત પૂ. ઉપાધ્યાય મહારાજ બાળક ચિનુના સંથારા પાસે ગયા. હેતભય હૈયાથી એમણે ચિનુને પંપાળ્યો. તૃષા લાગી હોય તો જો પેલા તપેલામાંથી ચુનાનું પાણી વાપરી લે.” ચિનુની પરીક્ષા કરવા ઉપાધ્યાય મહારાજશ્રી બોલ્યા. સાહેબ ! અત્યારે રાત્રિ છે, મારે એકાસણું છે, રાત્રે પાણી ન પીવાય.” ઉપાધ્યાય મહારાજના અનેક વખતના વચનોનો બાળક ચિનુ પાસે આ એક જ જવાબ હતો ! વતવૃઢતા - સત્ત્વની પરીક્ષામાં ચિનુ સારી રીતે ઉત્તીર્ણ થયો. મહેસાણા જિલ્લાના માણેકપુર ગામનો એ ચિનુ હિરાભાઈ ૭ વર્ષ કામ માસની ઉમ્મરમાં જ બાળ મુનિ નરરત્નવિજયજી બન્યા, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય થયા. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સરળતા-નમ્રતા-વિનય-વૈયાવચ્ચ-અષ્ટ પ્રવચનમાતાના પાલનની ચૂસ્તતા-ઔચિત્ય- પાપભય આદિ અનેક ગુણના સ્વામી એ મુનિવર અનુક્રમે આચાર્ય શ્રી વિજય નરરત્નસૂરીશ્વરજી મ. બન્યા. ૬૨ વર્ષના નિર્મળ ચારિત્રના પાલન દ્વારા તેઓ પોતાનું જીવન સફળ બનાવી ગયા. ૫ વર્ષનો ટેણીયો આવી ભયંકર તરસ છતાં અને ગુરૂ મ.જ પાણી આપતા હોવા છતાં એકાસણું દ્રઢતાથી પૂર્ણ કરે, આ વર્તમાન સત્યકથાથી તમે શો સંકલ્પ કર્યો? નિયમ શક્તિ મુજબના લેવા અને અડગપણે પાળવા એ જરૂરી છે. એનો અદ્ભુત લાભ છે. વળી સંતાનો ભાવ થવાથી ઉપવાસ વગેરે પર્યુષણામાં કરે તો આજે કેટલાક મા-બાપ પછી એકાસણું વગેરે કરાવે છે. એમાં ઉભયને કેટલું પાપ બંધાય ? પચ્ચક્ખાણ લીધા પછી એનો ઉલ્લાસ વધારી, પ્રેમ આપી સારી રીતે તપ વગેરે પૂરા કરાવવા. છતાં કદાચ ન થાય તો એને અસમાધિ થતી હોય તો ગુરુદેવને પૂછી અપવાદિક ઉપાયો લઈ પ્રાયશ્ચિત્ત કરાવીએ તો તેને કે તમને પાપ ન બંધાય પણ ઘણો લાભ થાય. પછી પ્રેમથી એને સમજાવાય કે બેટા! હવે મન થાય ત્યારે એકાસણું વગેરે કરજે. પછી શક્તિ આવે ત્યારે ઉપવાસ કરે તો નિયમભંગનું પાપ ન લાગે. સાથે આજે ઘણા વૃદ્ધો પણ બારે માસ તિવિહાર જ કરે છે. તેઓએ મનને મક્કમ કરવા જેવું છે કે આવા બાળકો જનમથી ને નાની ઉંમરે ચોવિહાર કરતા હોય તો મારાથી કેમ ન થાય? અને છતાં અસહ્ય ગરમીમાં કદાચ તિવિહાર કરો તોપણ શિયાળા-ચોમાસામાં કેમ ચોવિહાર ન કરવો? વિશેષમાં આવા સત્ય પ્રસંગો જાણી બિનજરૂરી રાત્રિભોજન આદિ પાપ કરતા હો તો તમારે તમારા આત્માને સમજાવવું કે આવા સાવ નાના બાળકો ચોવિહાર કરતા હોય તો મને તો જરાપણ મુશ્કેલી નહીં પડે. એમ મન મક્કમ કરી રાત્રિભોજન, કંદમૂળ વિગેરે શકય પાપોથી બચવું જોઈએ. આજથી જ પ્રયત્ન કરો ને સફળતા મેળવી આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. Ram ૨૧ - For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ' : ૧૮. રક્ષાબર વન-નિયમો : - ઝીંઝુવાડા ગુજરાતનું સંસ્કારી ગામ છે. પ.પૂ.આ.ભ. શ્રી દાનસૂરીજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી ઓમકારસૂરીજી મ.સા. વિગેરે ઘણા ધર્મી રત્નોની શાસનને આ ગામે ભેટ ધરી છે. આ ધર્મનગરી ઝીંઝુવાડામાં કાંતિભાઈ રહેતા હતા. રોજ ૫૦-૫૫ બીડી પીવે રાત્રિભોજન ચાલું, બીડી રાત્રે પણ પીવે, તેમના ભત્રીજા (પ. પૂ. આ. શ્રી યશોવિજય મ.)ની દીક્ષા થઈ ત્યારે એમને સ્વયં મનોરથ થયો. કભત્રીજો દીક્ષા લે અને હું આવા પાપ કરું? ન ચાલે. દીક્ષા વખતે જ આજન્મ બીડી-ત્યાગ, રાત્રિભોજન - ત્યાગની ખૂબ કઠિન પ્રતિજ્ઞા લીધી! માનવને વ્યસન પડયા પછી બીડી વિગેરે વધતા જાય, તેનો ત્યાગ કરવો હોય તેને પણ બહુ આકરૂં પડે. અરે ! થોડી સંખ્યા ઘટાડવાની મ.સા. પ્રેરણા કરે તો પણ તેને સાત-પાંચ થઈ જાય. જ્યારે આ સત્વશાળીએ આવો ઘોર નિયમ લઈ અણીશુદ્ધ પાળ્યો! પૂર્વે દીક્ષા સાંભળી ગામ-પરગામના ઘણાં દીક્ષા લેતા. શાસ્ત્રોમાં ઘણાં પ્રસંગો સાંભળવા મળે છે. આજે પણ કેટલાય સગાસ્નેહી દીક્ષા પ્રસંગે વિશેષ નિયમો લે છે. હે ભવ્યાત્માઓ! તમે જૈન છો. તમે પણ સગા-સ્વજન વિગેરેની દીક્ષા પ્રસંગે મળેલ દુર્લભ મનને જ્ઞાનથી ભાવિત કરી સત્ત્વ ફોરવી ઉલ્લાસથી શકય વ્રત નિયમો સ્વીકારી આત્મ હિત. સાધો. સંસારપ્રેમીઓ બીજાના ટીવી વિગેરે પાપવિલાસો જોઈ પાપ વ્યાપારો વધારે છે. તમે જૈન છો. તમારે અન્યની દીક્ષા વિગેરે જોઈ જાણી ધર્મ આરાધના અવશ્ય વધારવી જોઈએ. અને દીક્ષાર્થી દીક્ષાગુરૂ આદિ કોઈની પણ નિંદા, તિરસ્કાર, દ્વેષ આદિ કરવાનું ભયંકર પાપ ભૂલથી પણ ન થાય તે સાવચેતી તો બધાએ રાખવી જ જોઈએ. ૨૯. માસક્ષમણ-પ્રભાવે અલ્સરનો નાશ ઝીંઝુવાડાના આ જ કાંતિભાઈને અલ્સરની બીમારી થઈ. ડોકટરે Stara re ૨૨ & Attitude For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ દવાઓ સાથે ખાસ સૂચના કરી કે તમારે તમારી પાસે ચોવીસે કલાક દૂધ અને બીસ્કીટ રાખવા. અને બળતરા થાય કે તરત તે વાપરવા. કાંતિભાઈએ કહ્યું: ‘ડોકટર! રાત્રિભોજન તો હું નહીં જ કરું.” ડોકટરે સ્પષ્ટ કહ્યું “રાત્રે પણ તમારે લેવું જ પડશે, નહીં તો આ તકલીફ ખૂબ વધી જશે.' સત્ત્વશાળી કાંતિભાઈએ શુભ પરિણામો વધતાં માસ ક્ષમણનો નિર્ધાર કર્યો. સગા-સ્નેહી ઘણાંએ ખૂબ સમજાવ્યા. ન માન્યા. છેવટે કહ્યું કે પચ્ચકખાણ ૧-૧ ઉપવાસનું લેજો. તો કહે મારે તો એક સાથે ૩૦ નું કેવું છે પણ ગુરૂદેવ આપે નહીં. તેથી ૧૬ નું લઈશ. પછી ૧૪ નું લઈ માસક્ષમણ સારી રીતે પૂર્ણ કર્યું. પારણું પણ સારું થયું. પછી તે મરચાંની વાનગી વગેરે બધું જમતાં. ડોકટરને બતાવવા ગયા, તપાસી કહે, “તમને સારું થઈ ગયું છે. દવા વગેરે કરી તો કેવું મટી ગયું.” કાંતિભાઈ કહે : “દવા, દૂધ વગેરે કાંઈ લીધું નથી. માસખમણ કર્યું.” ડોકટરને પણ આશ્ચર્ય થયું. આ વાંચી તમારે માત્ર તાલીયો પાડવી છે કે તેમની જેમ તમારા આત્માને આગળ વધારવો છે? એટલું સત્ત્વ ન હોય તો નાના રોગોમાં ડોકટર કહે તે અભક્ષ્ય દવાનું સેવન, રાત્રિભોજન વગેરે પાપો તો ન જ કરવા. વિશેષમાં રોગના કારણ વિના તો રાત્રિભોજન, કંદમૂળ વગેરે મોટા પાપો તો કદી ન કરવા. છેવટે તમારામાં એટલું મનોબળ ન હોય તો પણ સગા વગેરે જે કોઈ નાની મોટી આરાધના કરતાં હોય તેમને કિંદમૂળ વગેરે ત્યાગની ભાવના થાય તો તેમની ભાવના વધારવી. પણ શુભ ભાવનાનો નાશ કરવાનું કે ખોટી-ઊંધી સલાહ આપવાનું પાપ તો કદી ન કરવું એટલો સહેલો નિયમ તો લેશો ને? ૩૦. આયંબિલથી મૃત્યુ પર વિશ્વ રાજસ્થાનવાસી એક બહેનને પેટમાં સોજો થયો. વધતાં પેટ ખૂબ વધી ગયું. ડોકટરે તપાસી કહ્યું “આનો કોઈ ઈલાજ નથી. બચશે નહીં.” કોઈએ આયંબિલનો મહિમા વર્ણવ્યો. શ્રદ્ધા નહીં છતાં મોતથી બચવા માણસ બધું કરવા તૈયાર થાય એ ન્યાયે એમણે આયંબિલ શરૂ કર્યા Reat as a ૨૩ Rarati For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેલે દિવસે જરાક જ મગનું પાણી લેવાયું. બીજું કશું નહીં. છતાં આયંબિલ ચાલુ જ રાખ્યા. થોડા મહિનામાં પેટનો બધો જ સોજો ઊતરી ગયો! ચમત્કારી આયંબિલના પ્રભાવના આજે આવા અનેક ચમત્કારો જોવા-સાંભળવા મળે છે. કર્મનાશકારક આ મહામંગળકારી આયંબિલ યથાશક્તિ ખૂબ કરો એ જ શુભેચ્છા. '૩૧. ઘર્મની નિંદાનું ઇન્ટટન્ટ ફળ પ-૭ વર્ષ પહેલાની આ સત્ય હકીકત છે. સુરતથી લગભગ ૧૫૦ કિ.મી. દૂર એક ગામ છે. ૨૮ વર્ષનો યુવાન આજની હવાથી ધર્મવિરોધી હતો. સંઘ દર મહિને અંગલુછણા નવા કાઢતો હતો. આવી સામાન્ય બાબતમાં પણ તે નિંદા કરે કે ભગવાનને અંગલુછણા નવા સારા જોઈએ વગેરે કયાં જરૂર છે? આમ ધર્મના ઘણાં કામમાં વિરોધ કર્યા કરે. ભરયુવાનવયે એને આંતરડાનું કેન્સર થયું. ખૂબ હેરાન પરેશાન થાય છે. કારણ સમજી ગયો. ઘરના મારફત ટ્રસ્ટીઓને બોલાવી તેણે કહ્યું: “મેં સંઘની ને ધર્મની ખૂબ આશાતના કરી છે. તેનું ફળ ભોગવી રહ્યો છું. છતાં મને એ આશ્વાસન છે કે અહીં જ પાપફળ મળી રહ્યું છે. એટલા મારા પાપ ઓછા થાય છે. વેદનાને મોતનો મને ડર નથી. પણ સર્વત્ર સર્વને મારો દાખલો આપી મારા વતી કહેશો કે ધર્મ, સંઘ વગેરેની નિંદા, આશાતના કદી ન કરતા.” હે દુઃખભીરૂઓ! થાય એટલો ધરમ કરજો. પણ દેવ, ગુરૂ, ધર્મ વગેરેની નિંદા, અવહેલના વગેરે કદી ન કરશો. ૩૨. ગીરધરનગરની અફલાતુન ભક્તિ એક સાધ્વીજી મ. ને બરોળની બીમારી હતી. પાંચ ઈજેકશન લેવા પડશે એમ ડોકટરે તપાસીને કહ્યું. પાંચનો ખર્ચ ૭૦ હ. થાય તેમ હતો. શ્રી ગિરધરનગર સંઘે વિના વિલંબે કહી દીધું જેટલો થાય તેટલો ભલે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ થાય. અમે લાભ લઈશું.’ શ્રી ગીરધરનગર સંઘ સર્વે સમુદાયના સર્વે સાધુ-સાધ્વીજી મ.ની બીમારી આદિમાં બધી ભક્તિ કરે છે, ત્યાં રહેવાની, દવા વગેરેની પણ વ્યવસ્થા કરી આપે છે. ગીરધરનગરમાં ચત્રભુજ રાજસ્થાની હોસ્પીટલ સિવિલ પાસે બંધાઈ. તેના ટ્રસ્ટીઓ સાથે સુશ્રાવકોએ વાતચીત કરી, ધર્મબુદ્ધિથી કરાર કર્યો કે હોસ્પીટલ કાયમ માટે જૈન સાધુ-સાધ્વીજીની ચિકિત્સા ફ્રી કરે. તેને માટે શ્રી જૈન સંઘ ૫ લાખ જેટલી માતબર રકમનું દાન હોસ્પીટલને કરે. તે પછી મોંઘવારી ને ખર્ચો વધતાં ટ્રસ્ટીઓની વિનંતીથી બીજા છ લાખનું પણ જૈન સંઘે હોસ્પીટલને દાન આપ્યું ! એ બધા તથા બીજા પણ સાધુસાધ્વીઓની ગોચરી-પાણી આદિ બધી ભક્તિ શ્રી સંઘ સદા કરતો આવ્યો છે. લગભગ બારેમાસ મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંતો ત્યાં મુકામ કરે છે. અને શ્રી સંઘ ઉદારતાથી બધો લાભ લે છે. આ વર્ષનું ચાર્તુમાસ સંઘે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયર્દોષસૂરીશ્વરજી મ. સા. નું કરાવ્યું છે. સાથે વિદ્વાન મુનિ શ્રી અભયશેખરવિજય ગણિશ્રીને ભણાવવા રાખ્યા છે. લગભગ સવાસો સાધ્વીજીઓની તો અભ્યાસ આદિ માટે ત્યાં ચોમાસું કરવાની ભાવના સંઘે ભક્તિથી પૂર્ણ કરી ! ઉપરાંત ત્યાંના પ્રમુખ શ્રી હીરાભાઈ આદિ પ. પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરે છે કે અભ્યાસ માટે હજી વધારે સાધ્વીજી ભગવંતોની ઇચ્છા હોય તો સંઘ તેમનો બધો લાભ લેવા તૈયાર છે ! ટ્રસ્ટીઓ કહે છે કે સાહેબજી ! અમે સંઘ સમક્ષ વૈયાવચ્ચ, જીવદયા, સાધારણ આદિ કોઈપણ કાર્ય માટે ટહેલ મૂકીએ છીએ તો શ્રી સંઘ સદા ઉદારતાથી પૂરી કરે છે ! વિશેષ અનુમોદનીય બાબત એ છે કે આખા સંઘમાં ઐક્ય છે I કલેશ, મતભેદ ત્યાં નથી. ૨૦ જેટલા ભાવિકોની એવી ઉત્તમ ભાવના છે કે ૨૦ વર્ષ સુધી સામુદાયિક નવી આરાધના કરવી. શ્રી શંખેશ્વરજીનો અને શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. આવતાવર્ષે પાલીતાણામાં નવ્વાણુ યાત્રા કરાવવાની ભાવના ભાવે છે. લાખો ધન્યવાદ આવી સુંદર ભાવના ભાવતા સુશ્રાવકોને સિદ્ધાચલજીનો સંઘ કાઢયો તેમાં અમે ૯ સાધુ હતા. સંઘે મુકામ કર્યો તે ઉપરાંત આજુબાજુના બોટાદ વગેરે કેટલાક ગામોમાં મ. સા. ની સલાહ લઈ ઉદારતાથી સાધારણ ઇત્યાદિમાં લાખો રૂ. નો લાભ લીધો. રસ્તામાં પણ ચતુર્વિધ સંઘની ઉદારતાથી બધી ભક્તિ કરી. ૨૫ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગીરધરનગરની જેમ અમદાવાદ, મુંબઈ આદિના બીજા કેટલાક સંઘો સુંદર આરાધના કરે - કરાવે છે. બધા સંઘો આમ જિનાજ્ઞા પાળતા. સકલ સંઘનું અને સર્વ જીવોનું હિત સાધે એ જ મનોકામના. ૩૩. ટી.વી.ના ભયંકર નુકશાન ધોળકામાં તા. ૨૦-૨-૮૮ એ સારા ઘરની ૧૭ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી. બનાવની વિગત એવી છે કે સામસામે ૨ ઘર હતા. બંને સુખી, ખાનદાન, સંસ્કારી ઘર. બંને વચ્ચે ઘર જેવો સંબંધ થયેલો. છોકરી હાઈસ્કુલમાં ભણતી હતી. સામેના છોકરા સાથે ભાઈ જેવો સંબંધ હતો. ૨૦ મી તારીખે છોકરી ઘેર એકલી હતી. ટી.વી. જોતાં મન વાસનામય બની ગયું. સામે છોકરાને ઘેર ગઈ. છોકરો પણ ઘરે એકલો હતો. ન બનવાનું બની ગયું. થોડી વાર પછી છોકરીને તેના ઘરના ગામમાં શોધવા માંડયા. છોકરાને ખબર પડી. ડરથી ઘરને બહારથી તાળું મારી મોટાભાઈને બધી વાત કરી. ભાઈએ છોકરીના ઘરે કહ્યું : ‘અમારા ઘરમાં છે.' ઘરનાં નિશ્ચિત બન્યા. તેના ઘરે જઈ ખોલતાં દોરડું ગળે બાંધી છોકરીએ આત્મહત્યા કરેલી. હાથમાં ચીઠ્ઠીમાં લખેલું ‘આમાં મારો જ દોષ છે, જે પાપને હું ખૂબ ધિક્કારતી તે મેં જાતે જ કર્યું છે. તેનું દુષ્ટ ફળ ભોગવું છું.’ આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. અત્યારે ટી.વી.થી ભયંકર નુકશાન થયાના આવા ઘણા દાખલા સંભળાય છે. સ્વ-૫૨નું આલોક અને પરલોકમાં લાંબો કાળ અહિત કરનાર ટી.વી.ની ભયંકરતાને બરાબર સમજી તેનો સંપૂર્ણ કે શકય ત્યાગ કરી આત્મહિત કરો એ જ શુભેચ્છા. * ૧ ૩૪. શુભ ભાવની તાકાત જબ્બર ન્યુયોર્કમાં સ્ટેટ બેંકમાં જહોન પીટર કલાર્ક હતો. એક સ્ત્રી બેંકમાં મોટી રકમ ઉપાડવા આવી. કારણ પરિણીત તે સ્ત્રીના પ્રેમીએ તેને ૨૬ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભરમાવેલી કે તું મોટી રકમ લાવ, ભાગીને આપણે મજા કરીશું. પુણ્યે પીટર પાસે લેવા આવી. રકમ હાથમાં પીટરે આપતાં જ તેને દિલમાં લાગણી થઈ કે હું ખોટું કરું છું. રકમ પાછી આપી. પછી ખબર પડી કે તેનો પ્રેમી લુચ્ચો હતો. તેને પીટ૨ દેવદૂત લાગ્યો. પછી કાયમ લેવડદેવડ પીટર મારફતે જ ક૨વાનો નિશ્ચય કર્યો. પીટરને પૂછતાં તેણે કહ્યું : ‘મારી મા ખૂબ ધાર્મિક, તેણે સંસ્કાર આપેલ કે બધાનું ભલું ઇચ્છવું.' તેથી દરેકને રકમ આપતાં-લેતાં દિલથી પ્રભુને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! એમનું ભલું કરજે. આ પીટરના પવિત્ર દિલની પ્રાર્થનાથી ઘણાંને લાભ થયો હતો. બીજા પણ પ્રાર્થનાના અકથ્ય લાભ થયેલ કિસ્સા વર્તમાનમાં પણ ઘણાં બને છે. એમાં પણ તીર્થંકરોનો મહિમા તો સર્વશ્રેષ્ઠ છે. હે જૈનો ! તમે શ્રદ્ધાશ્રી પ્રભુભક્તિ ને પ્રાર્થના વગેરેથી સ્વપરહિત સાધો એ જ શુભેચ્છા. * ૩૫. કામમાં રેડી, નામનાથી રડે ! રાધનપુર ધર્મપુરી છે. તેણે ઘણાં સુસાધુ અને સુશ્રાવકોની જિનશાસનને ભેટ ધરી છે. ત્યાં કમરશીભાઈ નામના ધર્મરાગી સુશ્રાવક હતા. પાટણના શ્રેષ્ઠી નગીનદાસ કરમચંદે ઠાઠમાઠથી મોટો સંઘ કાઢેલ. તેની બધી વ્યવસ્થા કમરશીભાઈને સોંપેલી. ખૂબ સુંદર વ્યવસ્થાથી સંઘવીની કીર્તિ ખૂબ વધી. નગીનભાઈએ તેમનું બહુમાન ક૨વા ઘણીવાર પ્રયત્ન કર્યો. પણ ખબર પડતાં કમરશીભાઈ છૂ થઈ જાય ! છેવટે કમરશીભાઈના ઘેર પુત્રના લગ્ન હતા એ નિમિત્તે પોતાની હોંશ પૂરી કરવા નગીનભાઈ પહેરામણીના બહાને આવ્યા. નિસ્પૃહી કમરશીભાઈ તેમને કહે, ‘આપ તો હવે સંઘવી થયા, આપને લગ્ન જેવા આવા પાપના પ્રસંગોમાં હાજર કેમ રહેવાય ?...’ આમ શેઠને રવાના કરી દીધા ! કેવા નિઃસ્પૃહી II એક વાર દેરાસરમાં પૂજા હતી. ગવૈયો પેટી વગાડવા ખુરશી ૫૨ બેઠો. ત્યારે પગ-વાજાપેટી હતી. પૂજામાં મ.સા. જમીન પર બેઠા હતા. ૨૭ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કમરશીભાઈ સાધુ પ્રત્યે આદરવાળા. આ અવિનય એમને યોગ્ય ન લાગ્યો. ફરી આવું ન થાય માટે વિચારી ઉપાય શોધી કાઢયો. ગવૈયાની બેઠક સામે પેટી જેટલો ઊંડો ખાડો ખોદાવ્યો. પૂજા હોય ત્યારે પેટી ખાડામાં મૂકી પૂજા ભણાવવાની અને ગવૈયાએ જમીન પર બેસીને જ પૂજા ભણાવવાની ! ધર્મમાં કેવા ચૂસ્ત ? પૂજ્યો પ્રત્યે અનહદ અહોભાવ !! એમનાં માતુશ્રી અંતિમ અવસ્થા વખતે કહે, “મારા દાગીના તારી ધર્મપત્નીને આપજે.' આ ધર્મપ્રેમી પુત્રે માતાજીને આદરથી કહ્યું : “ધર્મમાં દાન કરી મહાન લાભ તું લઈ લે. તારી વહુને તો પછી પણ હું કયારેક કરાવી શકીશ...' ઘરેણાં લગભગ ૫૦ તોલાના હતા. માતુશ્રી સમજી ગયા. ઘરેણા સુકૃતોમાં વાપર્યા. ઘણાં જેનો પણ વડિલો મિલકત પોતાને જ આપે એવી ઇચ્છાવાળા હોય છે જ્યારે આ સાચા ધર્મી સુશ્રાવકે પોતાને સામેથી મળતા દાગીનાનો ત્યાગ કરી માતાજીના આત્માના હિતનો વિચાર કર્યો. કેવા નિલભી! પત્નીને દાગીના વિના ચાલે પણ માતાનું અંતિમ સમયે અહિત થાય એ કેમ નભાવાય? આવી શ્રેષ્ઠ ભાવના હતી. ( . ૩૬. શાસનરાગી સમ્રાવક ૨૩ વર્ષ પહેલાં સુશ્રાવક રતિભાઈ જીવણલાલનો શાસનરાગ જોઈ ખૂબ અનુમોદના કરું છું. વઢવાણમાં મારું ચોમાસું હતું. એક દિવસ સવારે અજવાળું થયા પછી પડિલેહણ કરતો હતો. વઢવાણનો ઉપાશ્રય અંધારિયો છે. અંદર અંધારૂં હોવાથી અજવાળા માટે પડિલેહણ ઉપાશ્રયના દ્વાર પાસે પગથિયે કરતો હતો. એટલામાં તે વંદન કરવા આવ્યા!પડિલેહણ કરતો જોઈ મને પૂછે કોણ છો? શું કરો છો? હું તેમને ઓળખું નહીં. મને થયું કે આ કોઈ પંચાતિયા શ્રાવક હશે. પડિલેહણ કરતાં બોલવું ન હતું. થોડીવારે પાછા આવી મને પૂછયું. પછી કહે, “મ.સા.! આવો આચારપ્રેમ ઘણાં જીવોને લાભ કરે. મારો અનુભવ Karsaat ૨૮ AAAA For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ આપને કહું. એક વાર સ્નેહી સાથે જતો હતો. રસ્તામાં જતાં મ.સા. ને જોઈ સાથેના ભાઈએ વંદન કર્યું. મ.સા. ના ગયા પછી મેં એ ભાઈને પૂછ્યું. ‘તમે કદી હાથ પણ ન જોડો. અને આમને વંદન કર્યું?' ત્યારે તેમણે આપેલો જવાબ મારા હૈયામાં કોતરાઈ ગયો. જવાબ આ હતો. રતિભાઈ ! તમે જોયું નહીં કે નીચે જોવાપૂર્વક સુસાધુની જેમ વિહાર કરતાં આ મહાત્મા ચાલતા હતા. એમની વિશુદ્ધ સંયમી જોઈ મને દિલમાં અત્યંત આદર પેદા થઈ ગયો.” આ સાંભળી રતિભાઈને થયું કે આચારોની શિથિલતાથી સાધુથી દૂર ભાગતા આવા ધર્મપ્રેમી આત્માઓને આચારકૃઢ સાધુઓને જોઈ કેટલો બધો લાભ થાય ? તેમને સાંભળી મને પશ્ચાત્તાપ થયો કે મેં આ શાસનરાગી સુશ્રાવકને પંચાતિયા કચ્યા. આ રતિભાઈને શાસન હૈયામાં કેવું વસી ગયેલું કે વધુ ને વધુ જીવો શાસનરાગી બને એવું ઇચ્છતા હતા ! નાના અને અજાણ્યા એવા મારી પણ એક નાની ક્રિયામાં થોડી વિધિ જોઈ તો તેમને ખૂબ આનંદ થયો ! હે કલ્યાણકામી ભવ્યો ! તમે પણ કયાંય પણ જિનજ્ઞાપાલન વગેરે જોઈને આનંદ પામશો તો અનુમોદના વગેરેનો ઘણો લાભ થશે. . અર્જન પણ ન આચારમાં અડગ વિરમગામ પાસે લગભગ ૧૫ કિ.મિ. દૂર ટ્રેન્ટ નામનું ગામ છે. ત્યાં . લાલુભાઈ રહે. બીડીઓનું ભારે વ્યસન. જાતના રજપૂત. એકવાર બીડી પીતા હતા ને પ.પૂ. મહાયશસાગર મ. સાહેબે તેના ત્યાગની પ્રેરણા કરી. હળુકર્મી જીવ. તેથી આત્મહિતની વાત ગમી. સ્વીકારી. પછી અવારનવાર મ.સા.ના દર્શને જાય. તે અર્જન છતાં તેમની યોગ્યતા જોઈ મ.સા. ધર્મની પ્રેરણા કરે. એમ સત્સંગથી નવકારવાળી, સામાયિક, ચોવિહાર, ૬૪ પ્રહરી પૌષધ વગેરે આરાધના કરતા થઈ ગયા. (આ વાંચી તમને તમારા ભારે કર્મીપણાનું દુઃખ થાય છે ?) નાના ગામના આ અજૈનને એકવાર એક સાધુ મળ્યા ને આટલી બધી આરાધના કરી. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ તમને બારે માસ ને ઘણીવાર વિદ્વાન, વકતા, સંયમી મહાત્માઓ મળે છે, તમે આરાધના કેટલી વધારી ? ખામી કયાં ? ૪, ૬ જણને એક જ સ્કુટર પર બેસાડી સ્કુટરનો કસ કાઢનાર અમદાવાદવાસી પુણ્યથી મળેલ જિનશાસનનો કસ કાઢે ? અર્થાત્ વધુ આરાધના કરવાનો મોકો મળે ત્યારે વધાવી લે ? આ લાલુભાઈને સગાસંબંધી રજપૂતોના લગ્ન વગેરેમાં જવું પડે. બધા રાત્રે જમે. આમને પણ સગાસ્નેહી દબાણ કરે. ચોખ્ખી ના પાડે. રજપૂતો કહે કે આ તો વાણિયો જ થઈ ગયો છે. છતાં લાલુભાઈ ચોવિહારના નિયમમાં મક્કમ રહે. નવકાર પર દૃઢ શ્રદ્ધા. રોજ ગણે. એમને ગામલોકો અને બાજુના ગામના ભગત કહે. કોઈને કંઈ મુશ્કેલી આવે તો આ બાપુ ભગત પાસે આવે. એકવાર એક જણને રાત્રે પાણી પીતાં લોટામાં રહેલ વીંછીએ તાળવે ડંખ દીધો. ખૂબ સોજો આવ્યો. મોઢું ખૂલે જ નહીં. લાલુભાઈ પાસે લાવ્યા. ધર્મશ્રદ્ધાળુ એમણે નવકાર ગણી પાણીનાં ટીપા મોંમાં નાંખ્યાં. થોડું ખૂલ્યું. વધુ પાણી મંત્રીને પાયું. સારૂં થઈ ગયું. આમ ઘણાંના ઘણા રોગ શ્રદ્ધાબળથી નવકારથી મટાડે. એકવાર સામાયિકમાં બેઠેલા. ૪-૫ મિનિટની વાર હતી. મોટો સાપ આવ્યો. પણ સામાયિક ભાંગવાના ડરથી ખસ્યા નહીં ! ફેણ ડોલાવી સાપ અદૃશ્ય થઈ ગયો ! અજૈનો સ્વસમાજ સામે પડી તથા આપત્તિમાં પણ જૈન ધર્મપાલનમાં દૃઢ રહે છે. તો તમારે જૈનોએ તો નાની મુશ્કેલીમાં કંદમૂળ ત્યાગ વગેરે પાયાના આચારો પાળવા ન જોઈએ ? ૩૮. બાળકોના દેવદૂતો અમદાવાદ શાંતિનાથની પોળના સુશ્રાવક લાલભાઈ ત્રીકમલાલ વર્ષોથી બાળકોને ધર્મ આરાધના માટે ખૂબ પ્રોત્સાહનો આપે છે ! દા.ત. જે પૂજા કરે તેને, સાંજે કપાળમાં ચાંલ્લો બતાવે તેને પેન્સીલ, નોટ વગેરે ૩૦ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કાંઈને કાંઈ પ્રભાવના કરે. રોજ ૨૦૦થી વધુ બાળકો ચાંલ્લો બતાવી જાય. પ્રભુ પ્રાર્થનાઓ ગોખી લાવે તેને પ્રભાવના કરે. પાદશાહની પોળના ચંપકભાઈ પૂજા કરે તે બાળકોને વેકેશનમાં રોજ પ્રભાવના કરે છે. અલગ અલગ વસ્તુ આપે. હમણાં તો એટલી નાની પોળમાં ૬૦ બાળરાજાઓ પૂજા કરતા થઈ ગયા. (આ વાંચી તમને શા ભાવ જાગ્યા? ગામના, સંઘના, પડોશના અને પોતાના બાળકોને, પૂજા, ગાથા વગેરે ધર્મ કરે તે માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ કર્યો? વધુ શકય ન હોય તો પોતાના બાળકોને રોજ અને વેકેશનમાં વિશેષપણે ધર્મ કરે તે માટે પ્રેરણા, પ્રોત્સાહન, પૃચ્છા, પ્રશંસા વગેરે કરશો ?) તમારા સંતાનોના સ્કૂલ-કોલેજના અભ્યાસ માટે તમે ખૂબ કાળજી કરો છો; પ્રોત્સાહન આપો છો. તો ધર્મ-આરાધના માટે અવારનવાર પ્રેરણા કરવી એથી પણ વધુ જરૂરી નથી ? છે જ. વંદિતુ, અતિચાર વગેરે તું ગોખી લાવે તો આબુ ફરવા લઈ જઈશ વગેરે પ્રોત્સાહન આપવાથી તેઓ કરશે. પુણ્યથી તેમણે જૈન કૂળ મેળવ્યું છે. શક્તિ પણ ઘણી છે. ખામી પ્રાયઃ તમારી કાળજી નથી એ છે. સ્કૂલ કોલેજમાં સારા માકર્સ લાવે તે તમારા સંતાનને લોગસ્સ વગેરે પણ ના આવડે તે તમારે માટે શરમજનક નથી? ધર્મનું ન ભણે તો પાપ તમને ન લાગે? આ બાબત ખૂબ વિચારજો. તમારા સંતાનોને સારા સંસ્કાર આપશો તો પુણ્ય તો જરૂર બંધાશે; પાછલી ઉંમરે તેઓ તમને સેવા, સમાધિ વગેરે આપશે અને બીજા પણ ઘણા લાભ થશે. સંતાનને સદ્ગતિગામી ને સુખી બનાવવાનું પ્રત્યેક માબાપનું મહત્ત્વનું કર્તવ્ય છે. ૧ ૨૯. આદર્શ પત્ર : . . એકવાર એક ડોકટરને મળવા ગામના પ્રતિષ્ઠિત માણસો તેમના ઘરે આવેલા, વાતો ચાલતી હતી, ચાલુ વાતમાં એકાએક ડોકટર ઊઠયા. મુલાકાતીને અત્યંત આશ્ચર્ય થયું. પણ હકીકત જાણીને આશ્ચર્ય સાથે આનંદ અનેકગણો વધી ગયો. સાક્ષાત્ જોયું કે થોડે દૂર ડોસીને For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અચાનક ઉધરસ આવેલી. વૃદ્ધા ગળફો થૂંકવા ઊઠતી હતી એટલામાં તો આ ડોકટરે દોડીને પોતાની હથેળી ધરી વૃદ્ધાને કહ્યું : “મા ! આ હથેળીમાં થૂંક !' માએ વાત્સલ્યથી ડોકટરને નવરાવી નાંખ્યો. ડોકટરે ગળફો દૂર કરી, હાથ ધોઈ માનાં બરડે હાથ ફેરવવા માંડયો ! મહેમાનને આ જોતાં જુગુપ્સા ને આશ્ચર્ય થયા. થોડીવારે પાછા આવેલા ડોકટરને પૂછતાં ખુલાસો કર્યો. ‘આ મારા પૂજ્ય ને પરમ ઉપકારી માતુશ્રી છે. મારી ૧ વર્ષની અતિ નાની ઉંમરે પિતા સ્વર્ગવાસી થયા. ગામમાં ઘાસ વગેરે લાવી મજૂરી કરી મને મોટો કર્યો. ૪ વર્ષનો કર્યો. મા કામ કરે. મને ભણવા મૂકયો. દરેક ધોરણમાં ૧ લે નંબરે પાસ થતો. મેટ્રિક થયો. નોકરી કરી હવે માને આરામ આપું, સુખ આપું એવી મારી ઇચ્છા હતી. પણ માએ ચોખ્ખી ના પાડી અને આગ્રહપૂર્વક મને કહયું : ‘તું ખૂબ ભણ. હું મજૂરી કરીશ. તું ભણીને ખૂબ સુખી થા એવી મારી અંતરની ઇચ્છા પૂર્ણ કર !' અનિચ્છા છતાં માતાની જીદને કારણે ભણવાનું ચાલું રાખ્યું. માના આશિર્વાદથી ડોકટર બન્યો. માતુશ્રીની કૃપાથી થોડા વર્ષમાં મોટો પ્રસિદ્ધ સર્જન થઈ ગયો ! સુખ, સમૃદ્ધિ ખૂબ મળ્યા. કરોડ રૂ. નો બંગલો પણ મળી ગયો છે. આજે આ જે અઢળક વૈભવ મળ્યો છે તેના મૂળમાં માના આશિર્વાદ, વાત્સલ્ય, મજૂરી વગેરે ઘણું છે. આ માનો ઉપકાર આંખ સમક્ષ સતત તરવરે છે. ભક્તિ-સેવાની તક મળે ત્યારે થોડું ઋણ ચૂકવાય એ ભાવથી અવસર ચૂકતો નથી. માની ઉંમર થઈ. થોડી ઘણી બીમારી આવે, ઉધરસ આવે ત્યારે માને તકલીફ ન પડે માટે તરત દોડું છું. થૂંકદાની લેવા જઉં ત્યાં સુધી માને ગળફો રાખી મૂકવો પડે, તકલીફ પડે માટે મારા હાથમાં ઝીલી લઉં છું ! આ માએ તો મારા મળમૂત્ર વગેરે સાફ કર્યાં છે ! હું તો એણે જે કર્યું છે તેના લાખમાં ભાગનું ય કરતો નથી. પ્રભુ કૃપાથી પત્ની પણ ખૂબ સારી મળી છે.’ ડોકટરની ઉચ્ચ કોટિની માતૃભક્તિ જોઈ, સાંભળી મુલાકાતીએ મોંમાં આંગળાં નાંખ્યા ! મહેમાનની જુગુપ્સા કર્યાંય ભાગી ગઈ! ડોકટર પ્રત્યે ખૂબ અહોભાવ થઈ ગયો ! આ વાંચી તમને ડોકટર કેવા લાગ્યા? ૩૨ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાન માણસ? તેમની અદ્વિતીય માતૃભક્તિને કારણે ? તમે પણ તમારા ઉપકારી માતાપિતાની ભક્તિ કરશો તો લોકો તમને ખૂબ સારા માણસ જરૂર માનશે. નહીં કરો અને પૂજ્યોને ત્રાસ આપશો તો પૈસા વગેરેને કારણે તમારી સમક્ષ તમારી નિંદા નહીં કરે, પણ તમારી પાછળ તો દિલના સાચા ભાવો વ્યક્ત કરશે. વળી તમારા સંતાનો પણ તમને ત્રાસ આપશે. ઉપરાંતમાં પાપ ને દુઃખ આવશે એ બધા જ્ઞાનીકથિત ફળ તો તમારે ભોગવવા પડશે. ત્યાં હાજર ડૉકટરના ધર્મપત્નીને પૂછતાં કહ્યું: “મારા સાસુ ખૂબ રૂપાળાં હતાં. વિધવા બન્યા ત્યારે ખૂબ નાની વય હતી. પોતાના પુત્રના સુખ ખાતર પોતે બધા સુખોને લાત મારી. પુનર્લગ્ન ન કર્યા! ઘણા કષ્ટો વેઠી ભણાવી ગણાવી આટલા મોટા ડોકટર બનાવ્યા. તેમનો તો અમારી ઉપર અસીમ ઉપકાર છે. દિવસ રાત અમે બંને તેમનું ઋણ ચૂકવાય એટલું ચૂકવીયે છીએ. રાત-મધરાતે પણ માતાજીને ઉધરસ આવે, ગળફાનો અવાજ સંભળાય તો અમારા બેમાંથી જે જાગે તે ત્યાં દોડીને તેમની યથાયોગ્ય સેવા કરીએ. આ માએ મારા પતિને હથેળીનો છાંયો આપ્યો છે. જરાય દુઃખ પડવા દીધું નથી. અમે તો માત્ર એનું પ્રતિબિંબ પાડીએ છીએ.' મહેમાનના હૃદયમાં ડોકટર ને તેમના પત્નીના આ ભક્તિભર્યા શબ્દો કોતરાઈ ગયા. ત્રણેયની મહાનતા જોઈ જાણી એમનું અંતર જાણે અતિ સુગંધી અત્તરથી ન હોય તેમ સુવાસિત થઈ ગયું. હે પુણ્યશાળીઓ ! તીર્થકરો, મહાપુરૂષોએ માતા વગેરે ઉપકારીઓની અનુકરણીય અભુત ભક્તિ કરી છે. જમાનાની કહેવાતી ખોટી અસરોથી અળગા રહી તમે પણ અનંત ઉપકારી માતાપિતા વગેરેની યથાશક્તિ ભક્તિ કરી આત્મહિત સાધો. કદાચ સંયોગો આદિને કારણે સેવાભક્તિ ઓછી વધતી થાય તો પણ માના પ્રત્યે આદરભાવ બહુમાન તો ખૂબ રાખવા. તેના હૈયાને આપણા કઠોર વચનોથી ઠેસ ન પહોંચે તેટલી કાળજી તો બધા રાખી શકે. આ દીકરો મારો જ છે. એના હૈયાના ખૂણે ખૂણે મારું સ્થાન છે.' આટલી ખાત્રી તમારા વચન-વર્તનથી તેને કરાવવી એ સુસંતાનોનું કર્તવ્ય છે. દરેકે કૃતજ્ઞ બનવું જ જોઈએ એ જ્ઞાનીની હિતશિક્ષા આપણા જ કલ્યાણ માટે For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. સુજ્ઞેયુ કિં બહુના ? ૪૦. જૈન મમ્મી પપ્પા બનવું છે ? રસિકભાઈ (કાકાબળીયાની પોળ, અમદાવાદવાળા) બધાં બાળકોને જન્મથી ઉકાળેલું પાણી પીવરાવે છે. જન્મના થોડા દિવસો પછી રાત્રિભોજન ત્યાગ (તિવિહાર) તથા પૂજા રોજ કરાવે છે. નવસારી, મુંબઈ વગેરેના કેટલાક બાળકો પણ આમ તિવિહાર, ઉકાળેલું પાણી, પૂજા વગેરે કરે છે. તેઓના માતાપિતાને ખૂબ ધન્યવાદ ! બાળકો મોટા થયા પછી કદાચ તમારું ન માને. પણ નાના બાળકો તો મમ્મી પપ્પા શીખવાડે તે શીખે. હે ધર્મપ્રેમીઓ ! આવી શકય આરાધનાઓ તમારા બધા સંતાનોને કરાવી તમે અનંત પુણ્ય ઉપાર્જે તથા તમારા વ્હાલા બાળકોને સુંદર સંરકાર ને પુણ્ય આપો. * - ૪૧. કાંતિભાઈની ગુરુભક્તિ અનેક કાંતિભાઈની કાન્તિ અને તેજલિસોટા આ બે ભાગમાં તમે જાણ્યા. અહીં મારે શામળાની પોળના કાંતિભાઈની વિશિષ્ટ સાધના વર્ણવવી છે. ચૌદ વર્ષની બાળ વયે ચારિત્રની ભાવના જોરદાર હતી અને ઉદ્યમ પણ કર્યો ! સફળતા ન મળી. ધર્મરાગ સાચો હતો. તેથી ઘણા વર્ષોથી દેરાસર ઉપાશ્રય વગેરેના વહીવટ, કામકાજ, તીર્થયાત્રાઓ, વ્યાખ્યાનશ્રવણ, સાધુભક્તિ આદિ અનેકવિધ આરાધનાઓ ચાલુ જ છે. વીસેક વર્ષ પહેલાં પ.પૂ. ગુરૂદેવે તેમને પ્રેરણા કરી - ‘કાન્તિ ! દીક્ષાનો ઉલ્લાસ હવે થતો નથી તો સાધુઓની ભક્તિ ક૨. શક્તિ હોય તો રોજ જ્ઞાનમંદિર જવું અને સાધુઓને સંયમ પાલનમાં આવશ્યક ઔષધ વગેરે જાણીને મેળવી આપવા.’ આત્મહિતેચ્છુ આ આરાધકે ગુરૂપ્રેરણા ઝીલી લીધી ! વર્ષોથી સાધુસેવા અવિરત ચાલુ જ છે. એમના બીજા પણ ગુણો અને પ્રસંગો ઘણાં છે. ૩૪ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ '૪૨. વનની સફળતા આખા દેશમાં પ્રસિદ્ધિ પામેલ શત્રુંજયનો અભિષેક જે મહાન આત્માએ કરાવ્યો તે રજનીભાઈ દેવડી ખૂબ ધમપ્રેમી હતા. એકવાર એમને શુભ ભાવ જાગ્યો. તે અનુસાર સંકલ્પ કર્યો કે સાધર્મિક ભક્તિ કરવી. પોતે તપાસ કરી. મધ્યમ વર્ગના ૨૨ જેના પરિવારોને સ્વયં ૧૧ લાખ રૂ. નું ગુપ્તદાન કર્યું. આવી માતબર છતાં ગુપ્ત ભક્તિ કરનારા આવા હીરલા હડહડતા કલિકાળમાં પણ છે ! ભલે વિરલા હોય. બીજા એક ડીસાવાસીએ છ માસ પહેલાં જ શોધીને એવા ૨૨ પરિવારોને નિમંત્રી આદરથી જમાડી દરેકને ૧ - ૧ લાખનું દાન કર્યું. તમારે યથાશક્તિ દાન ધર્મ કરવો છે કે નીચેના કાવ્યને સાચું પાડવું છે? કર્મ તને પૂછશે, કોઈના આંસુ લુછયા'તા? – મેં ફેં ફેં હં હં કરતો, માનવ કહેશે શું? શું? શું? ' ; . ૪૩. વન્ય મિલાવવા , ; , એકવાર એક યુવાન સ્વ. પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનું સૂરિ મ.પાસે આવીને કહે: “સાહેબજી ! કોલેજની વાર્ષિક પરીક્ષામાં દેડકા ચીરવાનું ફરજિયાત હતું. મેં નિર્ણય કર્યો કે મારે આ ભયંકર પાપ કરવું નથી. નવકાર મંત્ર દિલથી ખૂબ, ગણતા પ્રાર્થના કરી કે હે પ્રભુ ! આ પાપથી બચાવ. પરીક્ષા સમયે ગયો. મારો નંબર આવ્યો ત્યારે લાઈટ ગઈ! દશેક મિનિટ બંધ રહી. એ દરમ્યાન મેં મને આપેલ જીવતા દેડકાને છૂટો મૂકી દીધો ! બીજાનો કાપેલો લઈ લીધો. પરીક્ષા આપી દીધી. પાસ થયો. પ્રભુએ પાપથી બચાવી દીધો !' આવા કલિકાળમાં યુવાનો પણ આવા દ્રઢ અહિંસાભાવવાળા છે. હે અહિંસાપ્રેમીઓ! તમે પણ યુક્તિ-પ્રયુક્તિથી ત્રસહિંસા વગેરે મોટા પાપોથી બચવા પૂરો પ્રયત્ન કરી અહિંસક પરિણામોને આ ભવમાં ખૂબ વૃઢ કરો. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૪. જાપનો પ્રભાવ પ.પૂ.પં. શ્રી રત્નસુંદરવિજય મ. ને એક યુવાન વિનંતી કરી તેના ઘરે લઈ ગયો. તેના કહેવાથી તેની માને છોકરાનું નામ પૂછ્યું. મા તોતડાતી ન... ન માંડ બોલે છે. (પુત્રનું નામ નગીનદાસ હતું.) પછી શ્રી નવકાર સંભળાવવાનું કહેતાં મા આખો નવકાર સ્પષ્ટ બોલ્યા ! ફરી પુત્રનું નામ પૂછતાં તોતડાય. મહારાજશ્રીએ શ્રાવકને હકીકત પૂછતાં નગીનભાઈએ કહ્યું ઃ ‘હોશિયાર ડોકટ૨ને બતાવ્યું. તેમણે બધું ચેક કર્યું. કારણ ડોકટર પણ નક્કી નથી કરી શકતા. પણ એ હકીકત એ છે કે મારા માતુશ્રીએ ૪૦ વર્ષથી રોજ નવકારમંત્રનું રટણ કર્યું છે. તેથી આજે ૮૦ વર્ષની ઉંમરે બીમારીમાં ભલે મારૂં નામ નથી બોલી શકતા પણ નવકાર સ્પષ્ટ બોલી શકે છે ! જાપનો કેવો મહિમા ? એમને પણ આશ્ચર્ય થાય છે. તમને અનંત પુણ્ય મળેલા નવકારને એવો આત્મસાત્ કરો કે સુખમાં, દુઃખમાં ને મરતાં એનું સ્મરણ થઈ જ જાય. * * ૪૫. મંત્રની જેમ મહાપ્રભાવી વાત્સલ્ય ગુણ એ બેંગલોરનો કિશોર હતો. પ.પૂ.આ.શ્રી ગુણાનંદસૂરીશ્વરજી મ.સા. ના પરિચયે ૧૩ વર્ષની લઘુવયે યાવજ્જીવ ટી.વી. ત્યાગનું મોટું પરાક્રમ કર્યું. દીક્ષાની ભાવના થઈ ! પરંતુ દીક્ષા થતાં પહેલાં પૂ. શ્રીનો સ્વર્ગવાસ થયો. દયાનિધિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબને આ દિક્ષાર્થીના આત્માની ચિંતા થઈ. બોલાવ્યો. પૂછયું : ‘હવે શું કરવું છે ?’ એણે રડતાં કહ્યું : "ગુરુદેવ ગયા. હવે ઘેર જઈશ.” બાળક હતો. પ્રેમનો ભૂખ્યો હતો. પૂ. શ્રીએ તેના હિત માટે ઉપાય શોધ્યો. ‘હે પુણ્યશાળી ! તું મારી પાસે રહે. માત્ર અભ્યાસ કરવાનો. દીક્ષા ભલે ન લઈશ’ ધર્મરાગી એ કબૂલ થયો. ભણાવતાં પૂ. શ્રીએ એવું વાત્સલ્ય આપ્યું કે દીક્ષા લીધી ! આજે પણ એ બાળસાધુ સંયમ સાધતા કહે છે કે ભૂલ થાય, ગુનો કરૂં, ત્યારે ગુરુદેવ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ધમકાવે, મારે, પણ એમનું હૈયું વાત્સલય નીતરતું ! ૨-૫ મિનિટમાં માતાની જેમ પ્રેમ આપે. હે શાણા સુશ્રાવકો ! સમજ્યા ? તમારા બાળકો વગેરેને માતાની જેવા પ્રેમ વાત્સલ્યથી એવાં રસ-તરબોળ કરો કે પછી એ પથ્થરમાંથી પણ તમે બેનમૂન સુંદર શિલ્પ ઘડી શકશો. સંતાનોને શ્રેષ્ઠ સંસ્કાર સિંચી કુળદીપક અને શાસનદીપક પણ બનાવી શકશો. પ્રેમ-વાત્સલ્યે શેતાનોને પણ સંત બનાવ્યા હોય એવા જૈન - અજૈન ઘણા પ્રસંગો બની ગયા છે. દિલને પથ્થર બનાવવાથી સ્વ-૫૨નું અહિત થાય છે. જ્યારે દિલને પ્રેમમય બનાવી બધાને પ્રેમ-અમૃતથી સીંચો તો સ્વ-પર હિત સધાય છે. જાતે અનુભવ કરી પ્રેમના મહિમાને ઓળખી સર્વને સુખી બનાવો એ જ મહેચ્છા. જૈનો તત્ત્વદ્રષ્ટિ કેળવે તો સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને વાત્સલ્ય જરૂર જન્મે. કારણ કે શ્રી તીર્થંકરોએ બધા જ જીવોને સ્વરૂપથી અરિહંત જેવા કહ્યા છે. ** ૪૬. જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી પાટણના પ્રકાશભાઈનો ઝગમગતો ધર્મપ્રકાશ જાણી આપણે પણ આપણા અનંત કર્મોનો નાશ કરીએ. તેઓ રોજ ૪ થી ૫ સામાયિક કરે છે. શ્રાવકપણાની વધુ આરાધના કરવા ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી છે ! માત્ર વ્યાજમાં નિર્વાહ કરે છે. ભાઈઓએ ખૂબ આગ્રહ કરતા તેમને કહ્યું “દુકાને ભલે ન આવતા. પેઢીમાં તમારો ભાગ ચાલુ રહેવા દો !” ત્યારે તેમણે ભાઈઓને મોટા પાપથી બચાવવાની ભાવનાથી જવાબ આપ્યો, ‘તમે રાત્રિભોજન-ત્યાગ કરો તો રાખું.' ભાઈઓની એ તૈયારી ન હોવાથી પોતે પેઢીમાંથી પોતાનો ભાગ કાઢી નાંખ્યો ! કેવી અનુમોદનીય નિસ્પૃહતા ! ખુલ્લામાં સંડાસની સગવડતા મુંબઈમાં ન હોવાથી એ પાપથી બચવા મુંબઈ કાયમ માટે છોડી દઈ પાટણ રહેવા જતા રહ્યા ! પોતાના ઘરે પુણ્યથી આવેલ સંતાનો સ્કૂલ-કોલેજના 39 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભયંકર વાતાવરણથી અનેકાનેક પાપોથી આત્મઅહિત ન કરે તે માટે ૭ ધોરણથી વધુ ભણાવતા નહીં! હે જેનો ! કદાચ તમે આટલી બધી આરાધના ન કરી શકો તોપણ સામાયિક, રાત્રિભોજન - ત્યાગ વગેરે આરાધના યથાશક્તિ કરી સ્વહિત સાધો એ મનોકામના. 'જ. દેવ છે ? (અન પ્રસંગો ઈ.સ. ૧૯૫૭માં બનેલી આ સત્ય ઘટના છે. સર્વજ્ઞો વગેરે દેવોને સાક્ષાત્ જુવે છે. તેમના વચનો સત્ય છે એ પુરવાર કરતો આ પ્રસંગ વાંચી આપણે તીર્થકરો અને શાસ્ત્રો પર દ્રઢ શ્રદ્ધા કરવા જેવી છે. પીલપુઆ નામના ગામમાં દલવીરખાં રહેતા હતાં. પીપળાનું ઝાડ તેમણે સો રૂપિયામાં ખરીદ્યું. સ્થિતિ સામાન્ય તેથી ઇસાકમાંના ભાગમાં લીધું. બંનેએ પૈસા કમાવા ઝાડને કાપવાનો નિર્ણય કર્યો. કાપવાના નિર્ધારીત દિવસની આગલી રાતે દલવીરને સ્વપ્ર આવ્યું, “હું પીપળો છું. મને કાપીશ નહીં. વૃક્ષના મૂળ પાસે સોનું છે. મેળવીને પૈસા કમાજે જાગ્યો. શ્રદ્ધા નહીં. છતાં સ્વપ્ર મુજબ ખોદતાં સોનું મળ્યું ! આશ્ચર્ય પામ્યો. બીબીને વાત કરી, છતાં પણ પૈસાના લોભથી વૃક્ષ કાપવા માંડયું. લોહી નીકળ્યું. તોપણ કાપવાનું ચાલુ રાખ્યું. દલવીરનો યુવાન સાજો પુત્ર ત્યારે જ ઓચિંતો બીમાર પડયો. થોડીવારે પીપળો કપાઈને પડયો. તે જ સમયે પુત્ર મય! દલવીર રડવા માંડયો. તેની બીબીએ પતિના લોભથી અમે પુત્ર ગુમાવ્યો તે વાત પડોશીઓને કરી. પોતાના પાપનો તેને ખૂબ પશ્ચાત્તાપ થયો. જાત અનુભવ પછી મિયાંજીએ એક વૃક્ષ ન કાપ્યું અને પીપળાની રોજ પૂજા કરવા માંડી. આનો સાર એ છે કે દેવો છે અને આપણે ધર્મ કરીએ તો દેવભવ પણ મળે. તેથી યથાશક્તિ ધર્મ કરવાનો સંકલ્પ કરવો. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ' ' , ૪૮. જિનાજ્ઞાપાલક બનો અરૂણ સોસાયટી (અમદાવાદ)માં દેરાસર સામે પાણી વહોરવા ગયો. કેટલા વાગે ઉતાર્યું છે? એમ મેં પૂછતાં શ્રાવિકાએ કહ્યું. “સાહેબ! અત્યારે તો ચોમાસું નથી. ૨ કાળ નથી. પછી આવું કેમ પૂછો છો?” મેં ખુલાસો કર્યોઃ “હે પુણ્યશાળી ! શિયાળામાં પાણીનો ૪ પ્રહરનો કાળ હોય. તેથી સૂર્યોદયથી વહેલા ઉતાર્યું હોય તો સૂર્યાસ્ત પહેલાં કાળ પૂરો થઈ જાય. સચિત્ત થઈ જાય..' જિનાજ્ઞારાગી તે બહેને આ સાંભળતાં જ કહ્યું: “સાહેબજી! આપે જણાવ્યું તે સારું કર્યું. છેલ્લે કલાક વપરાય તે માટે થોડું પાણી નવું ઉકાળી લઈશ. તેથી ઉકાળેલ પાણી પીવાનો નિયમ મારો ન ભાંગે.' વર્ષોથી પાણી પીનારને પોતાની ભૂલ ખબર પડી તે જ દિવસથી નિયમ-પાલનની જાગૃતિ કેળવી!' ' ધન્યવાદ આવા સાચા ધર્મપ્રેમીને. તમે પણ સાચું જાણી આચરણમાં મૂકી અનંત કલ્યાણકર જિનાજ્ઞાના રાગી બનો. ' ૪૯, જજગજબ ચાણવના : ૧. તાજા જન્મેલા બાળકને તે દિવસે ડોકટરે જરૂર પડે ખાંડનું પાણી આપવા કહ્યું. ધર્મી દાદીએ બાળકને સાંજે ઉપવાસ કરાવ્યો ! લોકો બર્થ ડે એ અભક્ષ્ય વસ્તુઓ ખાય ને સેંકડોને ખવડાવે. જ્યારે આ બાળકના પુણ્યથી દાદીએ જન્મ્યો તે જ દિવસે ઉપવાસ કરાવ્યો. વાસણાના મધુભાઈનો આ પૌત્ર અત્યારે ૯માસનો છે. તેનું નામ તો ભવ્ય છે જ, પુણ્યથી પણ ભવ્ય લાગે છે ! અમેરીકન સારા કે અમદાવાદી? - અમેરીકામાં ૨૫ વર્ષથી રહેતા ડોકટર નરેન્દ્રભાઈ મૂળ અમદાવાદના છે. અમેરીકામાં કેન્સર સ્પેશીયાલીસ્ટ છે. છતાં ધર્મના પ્રેમી છે. દર વર્ષે પાલીતાણા યાત્રા કરવા આવે છે. તેમના ધર્મપત્ની હંસાબેનને તેમની પ્રેરણાથી થોડો ધર્મ કરતાં ધર્મનો રે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય મહિમા સમજાયો ! તેઓ વર્ષમાં ૧-૨ વાર અમદાવાદ આવી વ્યાખ્યાનશ્રવણ, ધર્મ અભ્યાસ તથા વાંચન વગેરે કરે છે. આ વર્ષે પાલીતાણા ચોમાસું કરવાની ભાવના હંસાબેનને થઈ છે. ડો. નરેન્દ્રભાઈ સહર્ષ સંમતિ આપતાં કહે છે: “તું જેટલો કરવો હોય એટલો ધર્મકર!.’ હંસાબેન અમદાવાદમાં ધરણીધર પાસે રોકાઈ પંડિત રાખી ધર્મ-અભ્યાસ વગેરે શ્રદ્ધાથી ને જિજ્ઞાસાથી કરે છે ! હે અમદાવાદ-મુંબઈ-વાસી સુશ્રાવક-સુશ્રાવિકાઓ! આ વાંચી તમે પણ વ્યાખ્યાનશ્રવણ, તત્ત્વ-અભ્યાસ, ધર્મ કરવાની કુટુંબીઓને હસતાં રજા, ધર્મવાંચન વગેરે યથાશક્તિ કરવાનો સંકલ્પ કરી આ દુર્લભ માનવજન્મને સફળ કરશો? ૩. અમદાવાદ લાવણ્ય સોસાયટીના રોહિતભાઈએ પોતાના ગુરૂદેવની ઘેર પધરામણી થઈ એના આનંદ-ઉલ્લાસમાં ૪૦ વર્ષની ઉંમરે સજોડે માવજીવ ચોથું વ્રત લીધું અને એની યાદમાં ભારે ઠાઠથી ગૃહમંદિર અને ગુરુપ્રતિમા ઘરે સ્થાપન કરાવ્યા. ૪. હુબલીના ધર્મરાગી શ્રાવિકા સાચી માતા છે. તે પોતાના સુપુત્ર કુણાલને રોજ ફરજિયાત પાઠશાળામાં મોકલે. પરીક્ષા આવી હોય તોપણ પાઠશાળા જવાનું જ. અધ્યાપકશ્રીને ચીઠ્ઠી લખી વહેલો મોકલવાનું જણાવે. માતાની કાળજીથી થોડા જ સમયમાં ૨ પ્રતિક્રમણ ભણી ગયો ! અત્યારે તો પાંચ પ્રતિક્રમણ સંપૂર્ણ ભક્તામર વગેરે ભણી ગયો છે. આજે ઘણાં બાળકોને ૧૦-૧૫ સૂત્ર પણ આવડતા નથી. કોનો વાંક ? માતાપિતાનો. સ્કૂલના લેશનની ચિંતા કરનારા માતાપિતાઓ સંતાનોને સમજાવીને, ધમકાવીને પાઠશાળામાં મોકલે અને ઘરે ભણાવે તો સ્કૂલની જેમ ધાર્મિક પણ ઘણું ભણે. પૂનાના રામલાલભાઈ ધર્મપ્રેમી છે. ૧. રોજ સવારે ૨-રાા કલાક ખૂબ સુંદર પૂજાભક્તિ કરે! અને સાંજે દર્શન કરતાં પ્રભુ આગળ સ્તુતિઓ ૫,૧૦,૧૫ મિનિટ ભાવપૂર્વક બોલ્યા જ કરે ! ૨. ઓફિસે પણ ધાર્મિક ગોખે, વાંચે! ફાલતુ વાતો, ગપ્પા ન મારે! ૫. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩. દર વર્ષે ખર્ચ ઉપરાંતની બધી આવક ધર્મક્ષેત્રોમાં વાપરી નાંખે પ્રાયઃ રોજ વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણમાં પ્રભાવના વગેરે ઘણી ઘણી આરાધના કરે છે. ધાર્મિક વાંચન, દાન વગેરે તેમના જેવા ગુણો તમારામાં લાવવા સંકલ્પ ને પુરૂષાર્થ કરવા જેવો છે. હુબલીના ચંપાલાલજી ગાંધીમુથા ધર્મરાગી છે. એક વાર મને જણાવ્યું કે મારે પાંચ હજાર ધર્મમાં વાપરવાનો લાભ લેવો છે! મેં પ.પૂ.આ.ભ. ને પૂછી ૩ સ્થાન જણાવી ભાવના હોય ત્યાં લાભ લઈ શકાય એમ જવાબ આપ્યો. ત્યારે મને લખે કે હું તો અજ્ઞાન છું. કયા ક્ષેત્રમાં આપું એ તમે આજ્ઞા ફરમાવો ! કેવા ઉત્તમ સુશ્રાવક? દાનની ભાવના અને તે પણ ગુરૂ કહે તે ક્ષેત્રમાં આપવું એ વિવેક! આવા વિવેકપૂર્વકના દાનથી જ યથાર્થ ફળ મળે. તેથી જ્યારે દાન કરવાની ભાવના થાય ત્યારે ગીતાર્થ ગુરૂભગવંતને પૂછી તેમણે કહેલ સ્થાને દાન કરવું. બોરીવલીની યુવતીની દીક્ષાની ભાવના ન ફળી. બીજવર સાથે લગ્ન કરવા પડયા. છતાં સાવકા પુત્રોને સવાયા સાચવજે એવી ગુરૂણીની કઠિન હિતશિક્ષાનો શબ્દશઃ અમલ કર્યો! સૌરાષ્ટ્રમાં એક આખો ઉપાશ્રય એક સુશ્રાવકે પોતાના ટ્રસ્ટ તરફથી અંધાવી એ ઉપાશ્રયમાં જોઈતા સાવરણીથી માંડી તમામ ઉપકરણોના (ચીજ વસ્તુઓનો) લાભ પણ મને જ મળવો જોઈએ એમ નક્કી કરાવી લીધું ! સરકારી મોટા ઓફીસરના પત્નીએ પતિને વિનંતી કરી તમારી મોટી પોસ્ટને કારણે તમે ઘણી લાંચ કમાઈ શકો તેમ છો. પણ તમને ખાસ કહું છું કે અનીતિની રાતી પાઈ પણ ઘરમાં ન લાવશો. હીરાની બંગડીની મારે કાંઈ જરૂર નથી. મને તો અનીતિના ધનના ત્યાગની જિનાજ્ઞા-પાલન રૂપી અમૂલ્ય ઘરેણાં જ પસંદ છે! ૧૦. નડિયાદના સુશ્રાવક મનુભાઈ સુતરીયાના દાદા પોતાના બળદોની સેવા મહિને માત્ર એક જ વાર માતરની યાત્રા કરવા માટે લે! બાકી કાયમ બળદોને માત્ર ખવરાવવાનું. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ખંભાતના પ્રફુલ્લભાઈ વર્ષોથી અમદાવાદ રહે છે. પ.પૂ. સ્વ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના ગુણો પ્રત્યે અનેરો આદરભાવ છે. તેથી તેમની સ્વર્ગવાસ - તિથિ વૈ.વ. અગિયા૨સના દિવસે લક્ષ્મીવર્ધક દેરાસરે ભક્તામરના આરાધકોને પ્રભાવના કરે છે ! આજે પોતાની પત્ની, પુત્ર, પિતાની તિથિની ઉજવણી હજારો કરે છે. પણ ગુરૂની તિથિ પ્રભાવના વગેરેથી ઉજવનારા આવા વિરલ ગુરૂભક્તોને લાખો ધન્યવાદ! १२ મુંબઈવાસી માણેકલાલ ચુનીલાલ દાનવીર તરીકે પ્રખ્યાત હતા. ઉદારતાથી ખૂબ દાન કરે. અંતે મરતાં પણ એક વિશ્વાસુ આગેવાનને બોલાવી ૩ લાખ રૂપિયા જેવી માતબર રકમનું ધર્મમાં દાન કર્યું ! જીવતાં તો ઘણાં દાન એમણે કરેલા. પણ મરતાં દાન યાદ આવે એ કેવા દાનપ્રેમી ? ! તમે પણ મહાપ્રભાવી દાન ધર્મ જીવતાં ને મરતાં પણ આરાધો એ જ શુભેચ્છા. ટંકશાળ (કાળુપુર, અમદાવાદ)માં એક સુશ્રાવિકા રહે છે. પગથિયાના ઉપાશ્રયે ચોમાસામાં અભિગ્રહ એકાસણા કરાવેલા. તેની યોજના પ્રમાણે તેમને અક્રમ ક૨વાની ચીઠ્ઠી આવી. મને મળ્યા. કહે ‘સાહેબ ! ઘણાં વર્ષોથી ઉપવાસ પણ કર્યો નથી. અઠ્ઠમ કરવાની ચીઠ્ઠી આવી છે.’ ત્યારે મેં તેમને કહ્યું કે શક્તિ ન હોય તેને અન્ય આરાધના આપવાની મેં વાત કરી જ છે. ત્યારે તે શ્રાવિકા બોલ્યા, ‘સાહેબજી ! ઘરના બધા કહે છે કે તારા ભાગ્યમાં અઠ્ઠમ હતો તેથી તને એ ચીઠ્ઠી આવી છે. તો હવે તું અઠ્ઠમ ક૨. વળી ઘરમાં રાંધનાર બીજું કોઈ નથી. છતાં ઘરના બધા કહે છે કે ‘અમે અમારી વ્યવસ્થા કરી લઈશું. તું તારે નિશ્ચિંત થઈને અઠ્ઠમ કર.’ તે બહેન તથા તેમના ઘરના કેવા ધર્મપ્રેમી ! મેં તેમની ભાવનાને પુષ્ટિ આપી. અમ તેમને ખૂબ સારો થઈ ગયો. પારણે આગ્રહ કરી મને લઈ ગયા આપણે આરાધના કરી શકતા હોઈએ તો કરવાની જ. પરંતુ પરિસ્થિતિ આદિના કારણે કદાચ ન કરી શકીએ તોપણ બીજાને આરાધનામાં સહાયક થવું. બીજો ભાગ સંપૂર્ણ ૪૨ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અને અંતે ) * હે વાચક, પુસ્તક ગમ્યું ? - તો અમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા - સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. * તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. જ તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. * મિત્રો, સ્વજનો, પોશીઓ વગેરે ૫-રપ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! * શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. (ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૫ ૫૦૦૦ કોપી સાથે પ્રગટ થાય છે. * પહેલા ભાગની જા વર્ષમાં ૯ આવૃત્તિ અને બાકીના ભાગોની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે આની કુલ ૮૬,૭૦૦ નકલો પ્રગટ થઈ છે ! * સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. જ ભાગ-૫ કન્સેશનથી રૂા. ૧/- માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. * ભાગ-૬ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ છે , C) ( DEO A ) મોટા મોટા માંથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી આફતો આવ્યા જ કરે છે.. - આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ છે, વધારવો જોઈએ. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો, આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે આહલાદક પ્રકાશ રેલાવતા ટમટમતા વિત્ર પ્રસંગો તમને ચો અનુમોદનાનું પુણ્યાનુ બંધી મહિત કરવા સમર્થ બનાવ 120624 | પ્રસંગોમાંથી કે યથાશક્તિ ધ gyanmandirgkobatirthorg કરશો. | એક મ i ર (વ, ALRELL al Serving JinShasan L Vain Education ainelibrary.org Wainelibrary.org મુદ્રક : નવનીત પ્રીન્ટર્સ, ફોન : 079-56 2 2326