________________
અત્યાર સુધી કર્યા છે (તમે એટલી નવકારવાળી પણ ગણી છે ?) પર્યુષણમાં અને દર ચૌદશે અવશ્ય પૌષધ કરે છે. ૨ હજાર ઉપર પૌષધ થઈ ગયા! દેરાસર અને જ્ઞાનભંડાર ઘેર રાખ્યા છે. ૭ લાખથી વધુ રૂપિયા ધર્મમાં વાપર્યા છે. ૫૦ વર્ષથી દેરાસરનું ધ્યાન રાખે છે! ૧૦ અઠ્ઠાઈ, ૨૫ વર્ષીતપ, સ્વસ્તિક તપ આદિ થઈ કુલ ૬૦૦૦ જેટલા ઉપવાસ. હજારો આયંબિલ, એકાસણાં કર્યા છે રોજ ૫૦ બાંધી નવકારવાળી ગણે છે! પાંચ ક્રોડથી વધુ નવકારથી નશ્વર દેહને પવિત્ર કર્યો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિનો બીજો ઘણો જાપ કર્યો છે. ઉપધાન, છરી પાલિત સંઘ, ૧૪ નિયમ ધારવા આદિ ઘણી બધી આરાધના કરનારા આ વિશિષ્ટ આરાધકને શ્રી સંઘે તા. ૮-૧૦-૯૪ એ “શ્રાવક શિરોમણી'નું બિરૂદ ઉલ્લાસથી અર્પણ કર્યું છે! ટી.વી., સિનેમા, હોટલના પાપનો સંપૂર્ણ ત્યાગ છે. સકલસંઘપ્રિય આ સુશ્રાવકની મહાપુણ્યથી ગામને મળેલ ભેટની કથા પણ રોમાંચક છે. જન્મ થયો ત્યારે ન રડતા, ન હાલતા એમને ગામલોકો મૃત જાણી દાટવા જતા હતા. પણ રસ્તામાં વિધવા માસીએ અટકાવી ઘરે લઈ જઈ રૂમાં લપેટી તપાવતાં હાલવા માંડયો. જન્મ સમયે અતિ ઠંડીથી ઠરી ગયેલ જીવિત આ બાળકને ગામના કોઈ મહાપુણ્ય માસી મારફતે જિનશાસનને ધરી દીધો! સ્થળ - સંકોચને કારણે ઘણી બધી આરાધના હું જણાવી શકતો નથી. દેશ-વિદેશના લાખોના માનનીય ૮૫ વર્ષના આ ધર્મસપૂતને અત્યારે વાંચતા વાંચતાં જ અંજલિબદ્ધ પ્રણામ કરી હે ધર્મપ્રિય વાચકો! તમે બધા પણ અત્યારે જ યથાશક્તિ આવી થોડી-ઘણી આરાધના આજથી જ કરવાનો સંકલ્પ કરી સાચી અનુમોદના દ્વારા એમણે આરાધનાથી ઉપાર્જેલા પુણ્યના સ્વામી બનો એ અંતરની અભિલાષા. આ અને આવા પ્રેરક પ્રસંગો વાંચી તમે કેટલી આરાધના વધારી તે મને જણાવી મારો આ પ્રયાસ સફળ થયો એની ખાત્રી કરાવશો? ઉપરાંત તમારી આરાધનાની અનુમોદના કરવાની મને પણ તક મળે. આવી પ્રેરક આરાધનાના આધારભૂત પ્રસંગો વિગતવાર લખી જણાવશો. જેથી અવસરે બીજા ઘણા પણ એમની અનુમોદના કરી નિર્જરા, સગતિ ને શિવગતિ પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org