________________
એક પુત્રને સાધુ બનાવીશ ! પછી તો એ માતાએ ૨-૨ પુત્રોને શાસનને . સમર્પી દીધા ! મુંબઈના એ બહેનના બીજા અનેક પ્રસંગો આપણને ખૂબ પ્રેરણા કરે તેવા છે. એ ધર્માત્મા પરણીને સાસરે ગયા પછી કંદમૂળ ખાતા કાકાજી વગેરેને કહેલું કે તમારું એંઠું પવાલુ માટલામાં ન નાંખવું. આટલી મારી વિનંતી નહીં સ્વીકારાય તો આ ઘરનો ત્યાગ કરીશ. સંયુક્ત કુટુંબમાં એકે મજાકમાં એક વાર એંઠું પવાલુ ઘડામાં નાંખ્યું. દૃઢધર્મી એ શ્રાવિકા તરત જ ઘરની બહાર નીકળી ગઈ । પુણ્યોદયે સરળ પતિએ જુદું ઘર લીધું. પુત્રોને કહેલું કે આ ઘરમાં ટી.વી. આવશે તો ગૃહત્યાગ કરી દઈશ. એક દીકરાએ ઘરમાં ટી.વી. લાવતા તે જ મિનિટે ઘરની નીચે ઊતરી ગયા ! મમ્મીની ધર્મવૃઢતા જોઈ સુપુત્રે ટી.વી.ને ઘરમાંથી રવાના કરી દીધું.
આ કલિકાળમાં પણ જિનશાસન કેવું જયવંતુ છે કે આવી અનેક શ્રાવિકા સુંદર આરાધના કરે છે અને કુટુંબ પાસે કરાવે છે ! તમે પણ સ્વયં આરાધના યથાશક્તિ કરો અને સંતાનો અને સ્વામિનાથને ધર્મમાં જોડો, સંસ્કારો ને સર્બુદ્ધિ આપો અને સાચા શ્રાવક બનાવો એ શુભેચ્છા.
૫. નવકાર-પ્રતાપે મોતથી બચાવ
લગભગ ૨૧ વર્ષ પહેલા અમે પાંચ સાધુ કાવી જવા ધુવારણના આરાથી હોડીમાં બેઠા. લગભગ અધવચ્ચે નાવિકે બૂમ પાડી ઃ ‘અરે ! આપણે બધા હવે ડૂબી મરવાના...’ પૂછતાં તેણે બધાને કહ્યું ‘હું વર્ષોથી નાવ ચલાવું છું. અહીં ભૂલથી આપણે આવી ગયા. અહીં ધોધની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આ પ્રવાહ હોડીને સડસડાટ સીધી સામે જ ખેંચી જશે. આજુબાજુમાં સરકવું હવે અશકય છે. દૂર આગળ મોટા થાંભલા દેખાય છે ત્યાં પહોંચી હોડી અથડાશે. તૂટશે. પાણી ભરાશે. ડૂબશે. બધા મરશું. તરનારા અમે પણ ધસમસતા પાણી - પ્રવાહમાં તરી નહીં શકીએ. અમે પણ ડૂબશું. બચવાનો હવે કોઈ રસ્તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org