________________
પણ પાપોદયે ૨૩ વર્ષની ભરયુવાન વયે ભવ્યા પરલોકમાં સાધના કરવા ઉપડી ગઈ. ડોકટરના રીપોર્ટ પ્રમાણે તે બ્રહ્મચારી જ રહી હતી. એને કોઈએ ઝેર આપ્યું હશે. જે બન્યું હોય છે. પણ જ્ઞાનીઓના વચનો પ્રમાણે ભવ્યાએ સાચા ભાવથી કરેલો ધર્મ જરૂર તેના આત્માને વહેલા મોડા મોક્ષમાર્ગની ઉચ્ચ સાધના કરાવી શિવસુખ મેળવી આપશે
આ પ્રસંગ વાંચી જૈનોએ ખૂબ વિચારવા જેવું છે. સૌ પ્રથમ તો ધર્મ ગમતો હોવા છતાં મોહ વગેરે કારણે, તમે સગાં-સ્નેહીઓને ધર્મ આરાધનાનો વિલંબ કે નિષેધ કરો તો એમાં તમારું તો અહિત જરૂર થાય છે. વળી એના ભાવ પડી જાય તો આરાધનાથી એ આત્મા પણ વંચિત રહે અને અંતર નિર્મળ રહે તો તેનું તો કલ્યાણ થાય જ.
વળી આજના સ્વચ્છંદ સમાજમાં ઘણાં બધાં અનિચ્છનીય આચાર, દોષો તમારા પત્ની, પુત્રો વગેરે સેવે છે તે તમે ચલાવી લો છો. અને હજારોમાં એકાદ સાધક જીવ નાનો ધર્મ કરે તેમાં તમે પથરા નાંખો તે જેને એવા તમને શોભે? એથી બંધાયેલ પાપ ભયંકર દુખો તો કદાચ આપશે પણ અનેકાનેક ભવ ધર્મ પણ નહીં મળે તે તમને પસંદ છે? તેથી દ્રઢ નિશ્ચય કરો કે ધર્મ કરતાં કોઈને પણ રોકવો નહીં. ઉપરથી ધર્મની પ્રેરણા કરવી.
બીજું આ સુશ્રાવિકા તો ખૂબ આરાધક ધર્મી છે. મને કહ્યું, "આપને ઠીક લાગે તો નામ વગેરે બધું છાપો. બીજાઓને તો મારી જેમ ભૂલ કરી પસ્તાવો કરવો નહીં પડે. છતાં કોઈ કષાયવશ નિંદાનું પાપ ન કરે માટે નામ છાપ્યું નથી. દાનપ્રેમી બીજા એક ભાઈના પ્રસંગ અહીં લેવા હતા. પણ કેટલાક કારણે તેમણે ના પાડી તેથી છોડી દીધા. જ્યારે આ ધર્મી શ્રાવિકા નામ સાથે છાપવાનું કહે છે!
કોલેજ ભણતરના આજના વાયરા વિષે એક આધુનિક ચિંતકે કટાક્ષ કરતાં કહ્યું છે :
બી.એ. કિયા, નોકર હુએ, પેન્શન મિલા ફિર મર ગયે! સંસારનો અંજામ ભયંકર દુઃખો. ધર્મના ફળમાં સર્વત્ર સુખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org