________________
તેથી તમે ને તમારા સ્વજનો ધર્મ કરો ને શાશ્વત સુખ પામો એ શુભેચ્છા.
'૦૫. ઈશામાં પણ વર્મવૃદ્ધિ શેફાલીના પ્રવિણભાઈ આજીવિકા માટે કેટરીંગનો ધંધો કરવો પડતો હોવા છતાં કેટલાક સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરે છે. રસોઈનો લાખો રૂપિયાનો ઓર્ડર સામે આવે તો પણ કંદમૂળનો ઉપયોગ કરવાનો હોય તો ઘસીને ના પાડી દે છે. પોતાના ગુરૂદેવને વંદન કરવા વર્ષોથી અચૂક જાય છે. ઘેર ગુરૂદેવના પગલા કરાવવા ચોથા વ્રતનો થાવજીવનો નિયમ લીધો!
' ૨૬. અશ્વત જીવમ ! .
બાપુલાલ મોહનલાલ પાલનપુર જીલ્લાના ચીમનગઢ ગામમાં રહે. જીવો પર ગજબની લાગણી. દર મહિને કસાઈઓને જીવો વેચતી કોમ પાસેથી લગભગ સો જીવોને ખરીદી અભયદાન આપે! જીવદયા માટે સંઘ અને સંસ્થાઓની મદદ લે. ચીમનગઢની સંઘની પાંજરાપોળ સંભાળે. નિત્ય એકાસણા કરે. એક વખત ભૂવો માતાજીને બોકડાનો ભોગ ધરવાની તૈયારી કરતો હતો. જઈને ન મારવા ભૂવાને ઘણું કહ્યું. ન માન્યો. ભૂવાની પત્નીને મળી કહે, હે મારી ધર્મની બહેન! તારા પુત્ર - પુત્રીના મામેરામાં આ મામો પાંચસો રૂપિયાનો કરિયાવર કરશે. આ નિર્દોષ બોકડાને ગમે તેમ કરી બચાવ!' લાગણી જનમતા ભૂવાને તેની પત્નીએ સમજાવ્યો. શ્રાવકે મનથી અઠ્ઠમની તૈયારી કરી! ભૂવો છોડવા કબૂલ થયો ! જીવ બચાવ્યાનો અત્યંત આનંદ એમને થયો. શ્રી તીર્થંકરદેવો ભવ્ય જીવોને કહે છે કે એકેન્દ્રિય જીવોમાં પણ આપણા જેવો જ આત્મા છે. તેથી કોઈ પણ જીવની હિંસા ન કરવી. તેથી આપણને પંચેદ્રિય વગેરે જીવોને બચાવવાની મહામૂલી તક મળે ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org