________________
ઝડપી લઈ સ્વપરહિત કરવું એ જ શુભ સંદેશ.
૨૦. ના ! રાત્રે પાણી ન પીવાય કેમ ચિનુ ! અત્યારે અડધી રાત્રે ઊઠી ગયો છે? શું ઊંઘ નથી આવતી? સૂઈ જા !”
સાહેબ! પાણીની ખૂબ તરસ લાગી છે, રહેવાતું નથી. ગળું સૂકાઈ ગયું છે. ઉંઘ આવતી નથી. કયારનો સંથારામાં તરફડિયા મારી રહ્યો છું.” પાંચ વરસની નાનકડી ઉંમરના ચિનુનો ઉપાધ્યાય મહારાજશ્રી પ્રેમવિજયજી ગણિવરને જવાબ મળ્યો.
જ્ઞાનપાંચમના કારણે ચિનુએ એ દિવસે એકાસણું કરેલું. પૂ. ઉપાધ્યાય મહારાજ આદિનું ચાતુર્માસિ વઢવાણ શહેરમાં થયેલું. ચિનુ પૂજ્યોની સાથે ઉપાશ્રયમાં જ રહી અભ્યાસ આદિ કરી રહ્યો હતો. નિત્ય નવકારશી, રાત્રિભોજન ત્યાગ, જિનમંદિરે ભગવંતના દર્શન બાદ જ નવકારશી પારવાની વગેરે સંસ્કારો એને ધર્મી મા-બાપ તરફથી જ મળેલા હતા.
અપ્રમત્ત આરાધક તરીકે સુખ્યાત પૂ. ઉપાધ્યાય મહારાજ બાળક ચિનુના સંથારા પાસે ગયા. હેતભય હૈયાથી એમણે ચિનુને પંપાળ્યો.
તૃષા લાગી હોય તો જો પેલા તપેલામાંથી ચુનાનું પાણી વાપરી લે.” ચિનુની પરીક્ષા કરવા ઉપાધ્યાય મહારાજશ્રી બોલ્યા.
સાહેબ ! અત્યારે રાત્રિ છે, મારે એકાસણું છે, રાત્રે પાણી ન પીવાય.” ઉપાધ્યાય મહારાજના અનેક વખતના વચનોનો બાળક ચિનુ પાસે આ એક જ જવાબ હતો ! વતવૃઢતા - સત્ત્વની પરીક્ષામાં ચિનુ સારી રીતે ઉત્તીર્ણ થયો.
મહેસાણા જિલ્લાના માણેકપુર ગામનો એ ચિનુ હિરાભાઈ ૭ વર્ષ કામ માસની ઉમ્મરમાં જ બાળ મુનિ નરરત્નવિજયજી બન્યા, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org