________________
પહેલે દિવસે જરાક જ મગનું પાણી લેવાયું. બીજું કશું નહીં. છતાં આયંબિલ ચાલુ જ રાખ્યા. થોડા મહિનામાં પેટનો બધો જ સોજો ઊતરી ગયો! ચમત્કારી આયંબિલના પ્રભાવના આજે આવા અનેક ચમત્કારો જોવા-સાંભળવા મળે છે. કર્મનાશકારક આ મહામંગળકારી આયંબિલ યથાશક્તિ ખૂબ કરો એ જ શુભેચ્છા.
'૩૧. ઘર્મની નિંદાનું ઇન્ટટન્ટ ફળ
પ-૭ વર્ષ પહેલાની આ સત્ય હકીકત છે. સુરતથી લગભગ ૧૫૦ કિ.મી. દૂર એક ગામ છે. ૨૮ વર્ષનો યુવાન આજની હવાથી ધર્મવિરોધી હતો. સંઘ દર મહિને અંગલુછણા નવા કાઢતો હતો. આવી સામાન્ય બાબતમાં પણ તે નિંદા કરે કે ભગવાનને અંગલુછણા નવા સારા જોઈએ વગેરે કયાં જરૂર છે? આમ ધર્મના ઘણાં કામમાં વિરોધ કર્યા કરે. ભરયુવાનવયે એને આંતરડાનું કેન્સર થયું. ખૂબ હેરાન પરેશાન થાય છે. કારણ સમજી ગયો. ઘરના મારફત ટ્રસ્ટીઓને બોલાવી તેણે કહ્યું: “મેં સંઘની ને ધર્મની ખૂબ આશાતના કરી છે. તેનું ફળ ભોગવી રહ્યો છું. છતાં મને એ આશ્વાસન છે કે અહીં જ પાપફળ મળી રહ્યું છે. એટલા મારા પાપ ઓછા થાય છે. વેદનાને મોતનો મને ડર નથી. પણ સર્વત્ર સર્વને મારો દાખલો આપી મારા વતી કહેશો કે ધર્મ, સંઘ વગેરેની નિંદા, આશાતના કદી ન કરતા.” હે દુઃખભીરૂઓ! થાય એટલો ધરમ કરજો. પણ દેવ, ગુરૂ, ધર્મ વગેરેની નિંદા, અવહેલના વગેરે કદી ન કરશો.
૩૨. ગીરધરનગરની અફલાતુન ભક્તિ
એક સાધ્વીજી મ. ને બરોળની બીમારી હતી. પાંચ ઈજેકશન લેવા પડશે એમ ડોકટરે તપાસીને કહ્યું. પાંચનો ખર્ચ ૭૦ હ. થાય તેમ હતો. શ્રી ગિરધરનગર સંઘે વિના વિલંબે કહી દીધું જેટલો થાય તેટલો ભલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org