________________
થાય. અમે લાભ લઈશું.’ શ્રી ગીરધરનગર સંઘ સર્વે સમુદાયના સર્વે સાધુ-સાધ્વીજી મ.ની બીમારી આદિમાં બધી ભક્તિ કરે છે, ત્યાં રહેવાની, દવા વગેરેની પણ વ્યવસ્થા કરી આપે છે. ગીરધરનગરમાં ચત્રભુજ રાજસ્થાની હોસ્પીટલ સિવિલ પાસે બંધાઈ. તેના ટ્રસ્ટીઓ સાથે સુશ્રાવકોએ વાતચીત કરી, ધર્મબુદ્ધિથી કરાર કર્યો કે હોસ્પીટલ કાયમ માટે જૈન સાધુ-સાધ્વીજીની ચિકિત્સા ફ્રી કરે. તેને માટે શ્રી જૈન સંઘ ૫ લાખ જેટલી માતબર રકમનું દાન હોસ્પીટલને કરે. તે પછી મોંઘવારી ને ખર્ચો વધતાં ટ્રસ્ટીઓની વિનંતીથી બીજા છ લાખનું પણ જૈન સંઘે હોસ્પીટલને દાન આપ્યું ! એ બધા તથા બીજા પણ સાધુસાધ્વીઓની ગોચરી-પાણી આદિ બધી ભક્તિ શ્રી સંઘ સદા કરતો આવ્યો છે. લગભગ બારેમાસ મોટી સંખ્યામાં સાધ્વીજી ભગવંતો ત્યાં મુકામ કરે છે. અને શ્રી સંઘ ઉદારતાથી બધો લાભ લે છે.
આ વર્ષનું ચાર્તુમાસ સંઘે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયર્દોષસૂરીશ્વરજી મ. સા. નું કરાવ્યું છે. સાથે વિદ્વાન મુનિ શ્રી અભયશેખરવિજય ગણિશ્રીને ભણાવવા રાખ્યા છે. લગભગ સવાસો સાધ્વીજીઓની તો અભ્યાસ આદિ માટે ત્યાં ચોમાસું કરવાની ભાવના સંઘે ભક્તિથી પૂર્ણ કરી ! ઉપરાંત ત્યાંના પ્રમુખ શ્રી હીરાભાઈ આદિ પ. પૂ. ગચ્છાધિપતિશ્રીને વિનંતી કરે છે કે અભ્યાસ માટે હજી વધારે સાધ્વીજી ભગવંતોની ઇચ્છા હોય તો સંઘ તેમનો બધો લાભ લેવા તૈયાર છે ! ટ્રસ્ટીઓ કહે છે કે સાહેબજી ! અમે સંઘ સમક્ષ વૈયાવચ્ચ, જીવદયા, સાધારણ આદિ કોઈપણ કાર્ય માટે ટહેલ મૂકીએ છીએ તો શ્રી સંઘ સદા ઉદારતાથી પૂરી કરે છે !
વિશેષ અનુમોદનીય બાબત એ છે કે આખા સંઘમાં ઐક્ય છે I કલેશ, મતભેદ ત્યાં નથી. ૨૦ જેટલા ભાવિકોની એવી ઉત્તમ ભાવના છે કે ૨૦ વર્ષ સુધી સામુદાયિક નવી આરાધના કરવી. શ્રી શંખેશ્વરજીનો અને શ્રી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો.
આવતાવર્ષે પાલીતાણામાં નવ્વાણુ યાત્રા કરાવવાની ભાવના ભાવે છે. લાખો ધન્યવાદ આવી સુંદર ભાવના ભાવતા સુશ્રાવકોને સિદ્ધાચલજીનો સંઘ કાઢયો તેમાં અમે ૯ સાધુ હતા. સંઘે મુકામ કર્યો તે ઉપરાંત આજુબાજુના બોટાદ વગેરે કેટલાક ગામોમાં મ. સા. ની સલાહ લઈ ઉદારતાથી સાધારણ ઇત્યાદિમાં લાખો રૂ. નો લાભ લીધો. રસ્તામાં પણ ચતુર્વિધ સંઘની ઉદારતાથી બધી ભક્તિ કરી.
Jain Education International
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org