________________
ગીરધરનગરની જેમ અમદાવાદ, મુંબઈ આદિના બીજા કેટલાક સંઘો સુંદર આરાધના કરે - કરાવે છે. બધા સંઘો આમ જિનાજ્ઞા પાળતા. સકલ સંઘનું અને સર્વ જીવોનું હિત સાધે એ જ મનોકામના.
૩૩. ટી.વી.ના ભયંકર નુકશાન
ધોળકામાં તા. ૨૦-૨-૮૮ એ સારા ઘરની ૧૭ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી. બનાવની વિગત એવી છે કે સામસામે ૨ ઘર હતા. બંને સુખી, ખાનદાન, સંસ્કારી ઘર. બંને વચ્ચે ઘર જેવો સંબંધ થયેલો. છોકરી હાઈસ્કુલમાં ભણતી હતી. સામેના છોકરા સાથે ભાઈ જેવો સંબંધ હતો. ૨૦ મી તારીખે છોકરી ઘેર એકલી હતી. ટી.વી. જોતાં મન વાસનામય બની ગયું. સામે છોકરાને ઘેર ગઈ. છોકરો પણ ઘરે એકલો હતો. ન બનવાનું બની ગયું. થોડી વાર પછી છોકરીને તેના ઘરના ગામમાં શોધવા માંડયા. છોકરાને ખબર પડી. ડરથી ઘરને બહારથી તાળું મારી મોટાભાઈને બધી વાત કરી. ભાઈએ છોકરીના ઘરે કહ્યું : ‘અમારા ઘરમાં છે.' ઘરનાં નિશ્ચિત બન્યા. તેના ઘરે જઈ ખોલતાં દોરડું ગળે બાંધી છોકરીએ આત્મહત્યા કરેલી. હાથમાં ચીઠ્ઠીમાં લખેલું ‘આમાં મારો જ દોષ છે, જે પાપને હું ખૂબ ધિક્કારતી તે મેં જાતે જ કર્યું છે. તેનું દુષ્ટ ફળ ભોગવું છું.’ આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. અત્યારે ટી.વી.થી ભયંકર નુકશાન થયાના આવા ઘણા દાખલા સંભળાય છે. સ્વ-૫૨નું આલોક અને પરલોકમાં લાંબો કાળ અહિત કરનાર ટી.વી.ની ભયંકરતાને બરાબર સમજી તેનો સંપૂર્ણ કે શકય ત્યાગ કરી આત્મહિત કરો એ જ શુભેચ્છા.
*
૧ ૩૪. શુભ ભાવની તાકાત જબ્બર
ન્યુયોર્કમાં સ્ટેટ બેંકમાં જહોન પીટર કલાર્ક હતો. એક સ્ત્રી બેંકમાં મોટી રકમ ઉપાડવા આવી. કારણ પરિણીત તે સ્ત્રીના પ્રેમીએ તેને
Jain Education International
૨૬
For Personal & Private Use Only
www.jainelibrary.org