________________
ભરમાવેલી કે તું મોટી રકમ લાવ, ભાગીને આપણે મજા કરીશું. પુણ્યે પીટર પાસે લેવા આવી. રકમ હાથમાં પીટરે આપતાં જ તેને દિલમાં લાગણી થઈ કે હું ખોટું કરું છું. રકમ પાછી આપી. પછી ખબર પડી કે તેનો પ્રેમી લુચ્ચો હતો. તેને પીટ૨ દેવદૂત લાગ્યો. પછી કાયમ લેવડદેવડ પીટર મારફતે જ ક૨વાનો નિશ્ચય કર્યો. પીટરને પૂછતાં તેણે કહ્યું : ‘મારી મા ખૂબ ધાર્મિક, તેણે સંસ્કાર આપેલ કે બધાનું ભલું ઇચ્છવું.' તેથી દરેકને રકમ આપતાં-લેતાં દિલથી પ્રભુને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ! એમનું ભલું કરજે. આ પીટરના પવિત્ર દિલની પ્રાર્થનાથી ઘણાંને લાભ થયો હતો. બીજા પણ પ્રાર્થનાના અકથ્ય લાભ થયેલ કિસ્સા વર્તમાનમાં પણ ઘણાં બને છે. એમાં પણ તીર્થંકરોનો મહિમા તો સર્વશ્રેષ્ઠ છે. હે જૈનો ! તમે શ્રદ્ધાશ્રી પ્રભુભક્તિ ને પ્રાર્થના વગેરેથી સ્વપરહિત સાધો એ જ શુભેચ્છા.
*
૩૫. કામમાં રેડી, નામનાથી રડે !
રાધનપુર ધર્મપુરી છે. તેણે ઘણાં સુસાધુ અને સુશ્રાવકોની જિનશાસનને ભેટ ધરી છે. ત્યાં કમરશીભાઈ નામના ધર્મરાગી સુશ્રાવક હતા. પાટણના શ્રેષ્ઠી નગીનદાસ કરમચંદે ઠાઠમાઠથી મોટો સંઘ કાઢેલ. તેની બધી વ્યવસ્થા કમરશીભાઈને સોંપેલી. ખૂબ સુંદર વ્યવસ્થાથી સંઘવીની કીર્તિ ખૂબ વધી. નગીનભાઈએ તેમનું બહુમાન ક૨વા ઘણીવાર પ્રયત્ન કર્યો. પણ ખબર પડતાં કમરશીભાઈ છૂ થઈ જાય ! છેવટે કમરશીભાઈના ઘેર પુત્રના લગ્ન હતા એ નિમિત્તે પોતાની હોંશ પૂરી કરવા નગીનભાઈ પહેરામણીના બહાને આવ્યા. નિસ્પૃહી કમરશીભાઈ તેમને કહે, ‘આપ તો હવે સંઘવી થયા, આપને લગ્ન જેવા આવા પાપના પ્રસંગોમાં હાજર કેમ રહેવાય ?...’ આમ શેઠને રવાના કરી દીધા ! કેવા નિઃસ્પૃહી II
એક વાર દેરાસરમાં પૂજા હતી. ગવૈયો પેટી વગાડવા ખુરશી ૫૨ બેઠો. ત્યારે પગ-વાજાપેટી હતી. પૂજામાં મ.સા. જમીન પર બેઠા હતા.
Jain Education International
૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org