________________
કમરશીભાઈ સાધુ પ્રત્યે આદરવાળા. આ અવિનય એમને યોગ્ય ન લાગ્યો. ફરી આવું ન થાય માટે વિચારી ઉપાય શોધી કાઢયો. ગવૈયાની બેઠક સામે પેટી જેટલો ઊંડો ખાડો ખોદાવ્યો. પૂજા હોય ત્યારે પેટી ખાડામાં મૂકી પૂજા ભણાવવાની અને ગવૈયાએ જમીન પર બેસીને જ પૂજા ભણાવવાની ! ધર્મમાં કેવા ચૂસ્ત ? પૂજ્યો પ્રત્યે અનહદ અહોભાવ !!
એમનાં માતુશ્રી અંતિમ અવસ્થા વખતે કહે, “મારા દાગીના તારી ધર્મપત્નીને આપજે.' આ ધર્મપ્રેમી પુત્રે માતાજીને આદરથી કહ્યું : “ધર્મમાં દાન કરી મહાન લાભ તું લઈ લે. તારી વહુને તો પછી પણ હું કયારેક કરાવી શકીશ...' ઘરેણાં લગભગ ૫૦ તોલાના હતા. માતુશ્રી સમજી ગયા. ઘરેણા સુકૃતોમાં વાપર્યા. ઘણાં જેનો પણ વડિલો મિલકત પોતાને જ આપે એવી ઇચ્છાવાળા હોય છે જ્યારે આ સાચા ધર્મી સુશ્રાવકે પોતાને સામેથી મળતા દાગીનાનો ત્યાગ કરી માતાજીના આત્માના હિતનો વિચાર કર્યો. કેવા નિલભી! પત્નીને દાગીના વિના ચાલે પણ માતાનું અંતિમ સમયે અહિત થાય એ કેમ નભાવાય? આવી શ્રેષ્ઠ ભાવના હતી.
( . ૩૬. શાસનરાગી સમ્રાવક
૨૩ વર્ષ પહેલાં સુશ્રાવક રતિભાઈ જીવણલાલનો શાસનરાગ જોઈ ખૂબ અનુમોદના કરું છું. વઢવાણમાં મારું ચોમાસું હતું. એક દિવસ સવારે અજવાળું થયા પછી પડિલેહણ કરતો હતો. વઢવાણનો ઉપાશ્રય અંધારિયો છે. અંદર અંધારૂં હોવાથી અજવાળા માટે પડિલેહણ ઉપાશ્રયના દ્વાર પાસે પગથિયે કરતો હતો. એટલામાં તે વંદન કરવા આવ્યા!પડિલેહણ કરતો જોઈ મને પૂછે કોણ છો? શું કરો છો? હું તેમને ઓળખું નહીં. મને થયું કે આ કોઈ પંચાતિયા શ્રાવક હશે. પડિલેહણ કરતાં બોલવું ન હતું. થોડીવારે પાછા આવી મને પૂછયું. પછી કહે, “મ.સા.! આવો આચારપ્રેમ ઘણાં જીવોને લાભ કરે. મારો અનુભવ
Karsaat ૨૮ AAAA
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org