________________
'૧૨. ધમનું રક્ષણ જરૂર થાય.
ભરતભાઈને અન્નનળીનો લકવો છે. હજારે એકાદને થતા આ રોગથી પ્રાયઃ કોઈ બચતું નથી. અમે પ્રયત્નો પૂરા કરીશું. પણ પરિણામ કુદરતનાં હાથમાં છે,’ કહેતાં ડોકટરે સગાઓને વસ્તુસ્થિતિનો અણસાર આપી દીધો. મોતના મોમાંથી પાછા ફરેલા એ સાણંદવાળા ભરતભાઈએ કેવી રીતે બચ્ય' એ પ્રશ્નના જવાબમાં કહેલી વાત આનંદના અશ્રુ પેધ કરનારી છે. એમણે ખાત્રીપૂર્વક જણાવ્યું, પૂ. સાધુ - સાધ્વીની તનમનધનથી ઘણી ભક્તિ કરવાનો ખૂબ રસ છે. શોખથી પ્રાણીઓની દયા ઘણી કરી છે. જિનપૂજા વગેરે ઘણી બધી આરાધના કરી શકયો છું.” “ધર્મની રક્ષા કરે તેની રક્ષા ધર્મ કરે.' એ વાત મને સંપૂર્ણ સાચી લાગે છે. સાચા ધર્મીઓને સાક્ષાત્ આવા સત્ય અનુભવો થવા છતાં પણ શું તમે આવો ધર્મ યથાશક્તિ પણ નહીં કરો?
૧૩. તપ મદ્રાસના તપસ્વીરત્ન શેષમલજી પંડયા. વર્ધમાન આયંબિલની ૧ થી ૯૪ ઓનીઓમાં એકાંતરે ઉપવાસ કરતાં! બધી ઓળીના બધા આયંબિલ પુરિમષ્ઠ, ઠામ ચોવિહાર સાથે અલ્પ દ્રવ્યથી કર્યા! ૬૮ મી ઓળી આખી માત્ર ભાત અને પાણીથી કરી! ૧૦૦મી ઓળી એક જ ધાનથી કરી. આમને તપનો કેવો પ્રેમ કે ઓળીઓમાં પણ વિવિધ પ્રકારના તપ કરે ! જેમ વૈજ્ઞાનિક નવી નવી શોધખોળ કરે તેમ આ તપસ્વીજી આયંબિલોમાં પણ શુદ્ધ આયંબિલ, એક ધાન વિગેરે વિશિષ્ટ સાધના કરે. તપ ઉપરાંત દયા વગેરે ગુણો પણ એવા કે મદ્રાસમાં ગરીબો અને ભૂખ્યાને નિત્ય ભોજનની વ્યવસ્થા કરી શાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે.
* * *
stassssssss ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org